Vandana - 3 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 3

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

વંદના - 3

વંદના - ૩
ગત અંકથી શરૂ....

વંદનાને આમ ઓટોરિક્ષામાં બેસીને જતા જોઈ અમન થોડીવાર અસમંજસમાં મુકાઈ જાય છે કે એ વંદનાની પાછળ જાય કે નહિ. એક વરસની મિત્રતામાં આ પહેલી વાર આવું બન્યું હતું કે તે વંદનાને તેના ઘરે મૂકવા જઈ ના શક્યો. અને વંદનાની નારાજગી જોતા તેને આમ વંદના ના ઘરે જવું પણ હિતાવહ ના લાગતા તેણે હોટેલની બહારથી જ વંદનાને ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઈ જવા છતાં વાંદનાએ ફોન ઉપાડ્યો નહિ. તેને ઘણી વાર વંદનાનો ફોન લગાડવાની કોશિશ કરી પણ દર વખતે નિસફળતા જ મળી. અચાનક યાદ આવ્યું કે તે એને વોટસઅપ દ્વારા મેસેજ કરીને વાત કરવાની કોશિશ કરે છે. અમન વંદનાને મેસેજ કરે છે." વંદના પ્લીઝ એક વાર ફોન તો ઉપાડ મારી વાતને સમજવાની કોશિશ તો કર"

વંદના અમન નો મેસેજ સીન કરે છે છતાં પણ કોઈ જવાબ નથી આપતી. અમન ફરી એકવાર વંદનાને મેસેજ દ્વારા સમજાવવાની કોશિશ કરે છે." વંદના હું ખરેખર તને પ્રેમ કરું છું. મારો પ્રેમ તારા માટે નિસ્વાર્થ અને બિનશરતી છે. તું કદાચ મને પ્રેમ ના પણ કરે તો પણ હું તને આ જીવન નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતો રહીશ અને તારો બેસ્ટ ફ્રેન્ડ બનીને હંમેશા તને સાથ આપીશ. પણ પ્લીઝ તું આમ મારાથી નારાજ ના રહે પ્લીઝ એક વાર ફોન ઉપાડી ને મારી સાથે વાત કર."

વંદના પોતાના ઘરે પહોંચી ગઈ હોય છે. વંદનાનો ચેહરો જોતા જ વંદનાની માતા સવિતાબેન પારખી જાય છે કે નક્કી તેમની દીકરી કોઈ દુવિધામાં છે. સવિતાબેન વંદનાનો હાથ પકડીને તેની પાસે બેસાડી ને પૂછે છે કે" શું થયું દીકરા આજે ઓફિસમાં બહું કામ હતું કે શું તને આવતા પણ મોડું થયું અને તારો ચેહરો કેમ આવો ઉતરેલો છે ઓફિસ માં કઈ થયું છે? કોઈ એ કાઈ કહ્યું તને?"

વંદના પોતાની માતા દ્વારા પૂછતાં એક પછી એક સવાલો ના બોછારથી મુંઝાઈ જાય છે અને વિચારોમાં ખોવાઈ જાય છે કે તે શું જવાબ આપે ત્યાજ તેના ફોનમાં મેસેજ ની બીપ બીપ વાગે છે. વંદના જોવે છે તો ફરી અમન નો જ મેસેજ હોય છે. વંદના સવિતાબેન થી પોતાની નજર છુપાવતા કહે છે કે "કહી નથી થયું મમ્મી બસ થોડું માથું દુખે છે"

" તું તારી માં થી જૂઠું બોલે છે તારી આંખો તો કઈક અલગ જ બયાન કરે છે કે નક્કી કઈક તો એવું થયું જ છે જે તારા મન ને બેચેન કરી ગયું છે" સવિતાબહેને પોતાની દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું

" પ્લીઝ મમ્મી હું થોડી વાર સૂઈ જવા માંગુ છું ખરેખર મારું માથું સખત દુખે છે" એમ કહેતા વંદના સવિતાબેન થી પોતાની વ્યથા છુપાવતા પોતાના રૂમમાં જતી રહે છે અને અમન નો મેસેજ વાચીને ફોન બંધ કરીને મૂકી દે છે. અને પોતાની ડાયરી લઈ ને લખવા બેસી જાય છે

આ બાજુ અમન હજુ પણ કોફિશૉપની બહાર જ ઊભો રહીને વંદનાના મેસેજની રાહ જોવે છે. તે ફરી ફરીને એ જ દિશામાં તાકતો રહે છે જે દિશામાં વંદના ઓટોરિક્ષામાં બેસીને ચાલી ગઈ. અમન ફરી પોતાનું વોટસઅપ ચેટ ચેક કરતા જોવે છે તો વંદના એ એનો મેસેજ સીન તો કર્યો હોય છે પણ હજી પણ કોઈ જવાબ નથી આપ્યો. આ જોઈને અમન ખૂબ અકડાઈ જાય છે. એક ક્ષણ માટે એને એવો વિચાર આવી જાય છે કે "કદાચ વંદના એની સાથે વાત કરવાનું બંધ તો નહીં કરી દેને? કદાચ વંદના એની સાથે ની દોસ્તી તોડી તો નહી દેને?" વંદનાથી છૂટા પડવાનો વિચાર માત્રથી જ તેની હૃદયમાં અપાર વેદના ઉપજાવે છે. તેની આ વેદના તેની આંખમાંથી આંસુની ધારા બની વહી પડે છે. અચાનક વર્ષાઋતુનો પેહલા વરસાદની ઝાકળ સમી બુંદ તેના હાથ ઉપર પડે છે. અમન ઉપર આકાશમાં જોવે છે તો આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હોય છે. અમન કાઈ વિચારે તે પહેલા જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડે છે. અમન વરસાદ માં ભીંજાવાથી બચવા ફરી કોફિશોપોના એ જ કોર્નર વાળા ટેબલ પર આવીને બેસે છે જ્યાં થોડી વાર પેહલા જ એ વંદનાને પોતાના દિલની વાત કહી રહ્યો હતો. અમને ટેબલ પર જઈને ફરી કોફી મંગાવી. થોડીવારમાં વેટર કોફી આપી જાય છે. અમન કોફી પીતા પીતા કોફિશૉપના કાચના દરવાજામાંથી મુશળધાર વરસતા વરસાદને માણી રહ્યો હતો.

બહાર વરસતા વરસાદમાં ભીજાવાથી બચવા માટે એ અંદર કોફીશોપમાં આવીને બેસી તો ગયો પરંતુ અંદર વંદનાની યાદો એ તેને ભીતરથી સખત ભીજવી દીધો હતો. વંદના એ આટલા વખતમાં ક્યારેય પણ એની સાથે આવું વર્તન નહોતું કર્યું. અમનને તો એવું હતું કે વંદના તેના થી કોઈ પણ વાત છુપાવતી નથી પરંતુ આજે તેને વંદના તેની કોઈ હક્કીકત છૂપાવી રહી છે તે વાતથી તેને ખૂબ અસહ્ય દુઃખ લાગી આવ્યું. મનમાં હજારો વિચારો ઘેરી વળ્યા હતા." શું હશે એ હક્કીકત?" એટલામાં અમનની નજર કોફીશૉપની બહાર વરસાદ ની મજા માણતા એક કપલ પર પડી. વરસાદમાં ભીંજાતા એ કપલને જોઈને અમન ના માનસપટલ પર એક ચિત્ર એ તેને ભીતરથી ભીજવી દીધો. અમને એ પળ યાદ આવી ગઈ જ્યારે એ વંદના સાથે વરસતા વરસાદમાં ભીંજાતા લોગ ડ્રાઇવ પર નીકળી પડ્યો હતો.

****************
વીજળીના કડાકા ભેર વર્ષાઋતુના પહેલા વરસાદનું આગમન થઈ ગયું હતું. મુશળધાર વરસતા વરસાદનું સંગીત અને ભીની ભીની માટીની સુગંધથી ઓફિસના આખા સ્ટાફને ખુશનુમા બનાવી દીધું હતું. આખા સ્ટાફે પોતાનું કામ છોડી ને બહાર વરસતા વરસાદની મજા માણતા હતા. બધા અંદર અંદર પ્લાનિંગ કરતા હતા કે વર્ષાઋતુના આ પહેલા વરસાદને યાદગાર કેવી રીતે બનાવીએ. બધા એ મળીને નક્કી કર્યું કે ઓફિસની કેન્ટીનમાં ગરમ ભજીયા અને ચાનો સ્વાદ માણીને વર્ષાઋતુના પહેલા વરસાદને યાદગાર બનાવી દઈએ. બધા કેન્ટીનમાં બેઠા બેઠા ભજીયા અને ચાનો સ્વાદ માણતા હતા પરંતુ વંદના કેન્ટીનની બારી પાસે ઊભી રહીને વરસાદને એકધારો તાકી રહી હતી. અચાનક અમનનું વંદના પર ધ્યાન પડતાં તેને વંદના પાસે જઈને કહ્યું કે" અરે વંદના અહીંયા શું કરે છે? આમ શું જોઈ રહી છે? ચાલ જો તારી મનપસંદ ચાહ તારી રાહ જોઈ રહી છે"

"અમન મારે આ ભજીયા નો સ્વાદ નથી માણવો."

" તો શું ખાવું છે તારે? આવા વરસાદ માં ભાજીયથી ઉત્તમ બીજું શું હોય યાર"

" હા તો તું ખા ભજીયા મારે નથી ખાવા" વંદના જરા ગુસ્સો વ્યક્ત કરતા બોલી

" હા તો ના ખાતી બસ પણ સાથે બેસીને ચા તો પી શકે છે"

" હા ચા પીવી છે પણ અહીંયા નહિ"

"મતલબ તો ક્યાં પીવી છે?" અમને આશ્ચર્યથી પૂછ્યું

" અમન જો ને બહાર કેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવા વરસતા વરસાદમાં લોગ ડ્રાઇવ પર જઈને ક્યાંક રસ્તામાં ચાની ટપરી પર ચા પીવાની મજા જ કાંઈક અલગ છે."

" તું પાગલ થઈ ગઈ છે. બીમાર પડવું છે કે શું? આવા વરસાદમાં બહાર ના જવાય"

" અમન ચાલને ખૂબ મજા આવશે વર્ષાઋતુ નો પહેલો વરસાદ યાદગાર રહી જશે."

ઘણી આજીજી પછી અમન લોગ ડ્રાઇવ પર આવવા માટે માની ગયો. બને જણા નીકળી પડ્યા વરસતા વરસાદની મજા માણવા. અમને પોતાનું બાઈક સ્ટાર્ટ કર્યું અને વંદના તેની પાછળ બેસી ગઇ. અમને વરસતા વરસાદમાં પોતાનું બાઈક અમદાવાદ હાઇવે પર દોડાવી મૂક્યું. વંદના અમનની પાછળ બેઠા બેઠા વરસાદનો આનંદ લઇ રહી હતી ગીતો ગાઈ રહી હતી" યે મોસમ કી બારિસ યે બારિશ કા પાની" અમન પણ વંદના ને આમ ખુશ જોઈને ખુશ થઈ જાય છે એટલા માં તેની નજર એક ચાની ટપરી પર પડતાં બાઈક ઊભી રાખે છે

" અરે અમન બાઈક કેમ ઊભું રાખી દીધું ચાલને મજા આવે છે યાર"

" મેડમ તારે જ વરસતા વરસાદમાં ચાની ટપરી પર બેસીને ચા પીવી હતી ને!" અમન ચાની ટાપરી તરફ ઈશારો કરતા કહે છે.

" ઓહ હા ચલ મજા આવશે" એમ કહેતા વંદના અમન ને ચાની ટપરી તરફ ખેચી ગઈ

ચાની ટપરી પર જઈને બને જણા ત્યાં રાખેલા ટેબલ પર બેઠા અને અમને ત્યાંના માણસને બે ચા લઈ આવનું કહ્યું. વંદના આખી વરસાદથી ભીંજાયેલી હતી. વરસાદની બુંદો તેના ચહેરાને વધુ ચમકાવતી હતી. તેના હોઠ પર પડેલું વરસાદનું ઝાકળ બિંદુ અમનને તેના તરફ આકર્ષિત કરતું હતું. અમન વંદનાની ખૂબસૂરતી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો.

અચાનક ફોનની રીંગ વાગે છે અને અમન વંદનાની યાદો માંથી બહાર આવે છે...

ક્રમશ...