jajbaat no jugar - 19 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 19

The Author
Featured Books
Categories
Share

જજ્બાત નો જુગાર - 19

કલ્પના તો અચંભીત રહી ગઈ કે અપેક્ષા આમ તો ચૂપચાપ રહેતી દેખાવમાં તો ભોળી લાગનાર અપેક્ષા હંમેશા મૌન રહેનાર આટલી ચતુર હોય શકે. કલ્પનાએ વાતો વાતોમાં પૂછી લીધું કે તને આ બધી કેમ ખબર કે પત્ર માટે લેટરપેડનો ઉપયોગ થાય !? "તે ક્યાં જોઇતું. હું ગામ હતી મામાના ઘરે ત્યાં મારી એક મિત્ર છે તેમની બહેનની સગાઈ થઈ હતી ને પછી એમણે પણ પત્ર લખવા માટે લેટરપેડનો ઉપયોગ કર્યો હતો.તે લેટરપેડ લેવા માટે હું અને મારી મિત્ર અમે બંને જ લેવા ગયા હતા" અપેક્ષા એકી શ્વાસે બોલી ગઈ.
કલ્પનાની આશરે ૧૩-૧૪ વર્ષની વયે જ પડછાયા રૂપી માઁ ને ખોઈ બેઠી. બાળપણમાં તો બહુ મોજ હતી પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ ઉંમર કરતાં તો કામોથી ઘેરાયેલી હતી. કહેવાય છે બારે બુધ્ધિ ને સોળે સાન. સોળ વર્ષની ઉંમરે માંદગીએ ભરડો લીધો. સોનપરી જેવા સપના જોવાનો વખત જ ના મળ્યો. આ દોરંગી દુનિયા શું છે તે પણ સમજણ બહારનું દુનિયાદારીથી પણ અજાણ.
દરેક છોકરીનું એક સપનું હોય છે કે એક રાજકુમાર સફેદ ધોડા પર આવશે ને એમના બધા સપના સાકાર કરશે, પોતે પરી હોય અને પરી જેમ હવામાં ઉડવાના અભરખા હોય. આવું એક સ્વપ્ન કલ્પનાએ પણ સેવ્યું હતું. શું વિરાજ કલ્પનાનો રાજકુમાર હશે..

વિરાજ આઉટ ઓફ સીટી રહેતો હોવાથી વિકલી મળવું અશક્ય હતું, તેથી સગાઈને આશરે ત્રણેક મહિના બાદ વિરાજ કલ્પનાને મળવા સવાર થી સાંજ સુધી આવ્યો. કલ્પનાને કંઈ સમજાતું ન હતું કે ઘરેથી કઈ રીતે નીકળવું. શું કહેવું કારણ કે આરતીને સગાઈ પછી કોઈ દિવસ ફરવા જવાની પરવાનગી મળી ન હતી તો કલ્પનાને કઇ રીતે મળે. નક્કી થયેલ સમય પહેલા જ વિરાજ રવિવારની ખુશનુમા સવારે કોઈ આગોતરી જાણ વગર જ અચાનક આવી ગયો. વિરાજ ખુબ જ ઉત્સુક હતો. કંઈ કેટલા મનમોહક સપનાઓ મનમાં ઉમંગો ભરી સાકાર કરવા હતા. કલ્પનાને મળવા અધિરો બન્યો હોય એમ હજુ તો સવારનો નાસ્તો ચાલતો હતો ત્યાં વિરાજે અચાનક વાતાવરણમાં પલટો મારી વરસાદ આવે એમ એન્ટ્રી કરી.
આવતાની સાથે જ પહેલા મમતાબેનના ચરણસ્પર્શ કરી જયશ્રી કૃષ્ણ કહ્યું ને પછી પ્રકાશભાઈના ચરણસ્પર્શ કરી જય સ્વામિનારાયણ કહ્યું તે બરાબર જાણતો હતો કે સાસુ સસરાને કઈ રીતે ખુશ કરવા. વિરાજે તો પ્રકાશભાઈની પરવાનગી પણ લઈ લીધી, ને કહ્યું કે હું મારા બહેનના ઘરે જમણવાર હોવાથી કલ્પનાને લેવા માટે આવ્યો છું. બપોરનું જમણવાર પતાવી સાંજે મુકીને હું જતો રહીશ.
વિરાજે પરવાનગી જ એવી રીતે માંગી કે પ્રકાશભાઈ પણ કંઈ જ ન બોલી શક્યાં. નવી સફરની પહેલી સવારી પ્રેમના પ્રાંગણમાં નવા સ્વરૂપે નીકળી પડી.
એ દીવસો પણ યાદગાર હોય છે જે પળે પ્રથમ મુલાકાત થઇ હોય. જ્યારે બે હ્રદય થી નજીક આવ્યા હોય. પહેલી વખત આંગળીઓ માં આંગળીઓ મળી હોય ને હસ્યા હોય. જે પળે ધીમે થી નજીક આવીને હોઠ, કાન સુધી પ્રથમ સ્પર્શ કર્યો હોય. જે દૂર થાય તો પણ તે યાદોં જાણે હ્રદય થી ક્યારેય ન વિસરાઈ. એવી આલ્હાદાયક યાદો અરમણીય વાતાવરણને રોમાંચક સફર જટીલને પણ પીગળાવી રાતોને લાંબી મનમોહકતા પ્રસરાવી યાદોં બની જતી હોય છે.
કલ્પના તો કંઈ કેટલીય આશાઓ બાંધી રાખી હતી. કારણ કે તેને હાલમાં પ્રેમની ખૂબ જરૂર હતી. કોઈ સંભાળ રાખે, કોઈ તો એવું હોય જે તેને પુછે કે 'તું કેમ છે' તું બરાબર જમી.
વિરાજ તો બહેનના ઘરે જમણવારનું બહાનું બતાવીને કલ્પનાને સીનેમાઘર લઇ ગયો. કલ્પના શરમથી આંખો ઝુકાવી કોઈ કોઈ વખત વિરાજ સામે જોઈ લેતી. વિરાજ પણ થોડી થોડી વારે કલ્પનાનો હાથ પકડી લેતો. કલ્પના પણ આતુર હતી વિરાજનાં અઢળક પ્રેમ માટે છતાં કલ્પનાને અંદરથી એક ડર સતાવતો રહેતો.
સાંજ પડતાં જ કલ્પનાને મનમાં અનેક સવાલો વિચારોના વહેણમાં તણાતી ગઇ કે વિરાજ તો જતો રહેશે ફરી આ રાતો કલ્પનાને નિશાચર પક્ષીની માફક વિયોગ માં વિતાવી પડશે. વિરાજને પણ કલ્પના થી દૂર વિયોગના જંગલને વિંધવુ પડશે બંનેનાં મન વ્યાકુળતા અનુભવી રહ્યા હતા. બંનેને હવે વિરહની વાદળી વિખુટી પડતી દેખાય એવું લાગતું હતું. વિરાજની ઈચ્છા તો કલ્પનાને બાહુપાશમાં લઇ આલિંગન કરવાની હતી. પણ આ રીતરિવાજોએ રોકી રાખ્યા હતા. રીતરિવાજ, પરંપરા, મર્યાદા આ બધું રોકી રહ્યું હતું કે આ બધાને કંઈ સમજાતું નથી.
વિરાજ તો ખૂદને રોકી ન શક્યો. કલ્પનાની આંખો જોઈ ભાન ભૂલી ગયો. હ્રદયમાં રહેલી લાગણીઓની પ્રકટ કરી કેટલાય સમયથી હ્રદયમાં રહેલી લાગણીઓની બંધ ટુટી ગયો. વિરાજે કલ્પનાને આલિંગન કરી બાહુપાશમાં જકડી લીધી. પવનની લહેરખીઓ નવી જ તાજગીનો અહેસાસ કરાવી ગઈ. વાતાવરણ પણ જાણે પલટો માર્યો હોય એમ વૃક્ષના પાંદડા ખીલખીલાટ કરતાં અવાજ સાથે સાથ આપતા દ્રશ્ય મહેંક પ્રસરાવી રહ્યા હતા.
વાદળી પણ જો વિખુટી પડે તો વરસતી નથી.
વિખુટી પડે તે પહેલાં જ વરસાદ વરસી ગયો
શું વિરાજ કલ્પનાને મૂકીને જઇ શકશે...?
કલ્પના ટાઈમે ઘરે પહોંચી શકશે...?
પ્રકાશભાઈનું વલણ બદલાઈ જશે....?

વધુ જાણવા માટે વાંચતા રહો
જજ્બાત નો જુગાર