NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 10 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 10

Featured Books
Categories
Share

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 10

સ્કાય ની હજુ એ વાત પરથી પ્રશ્નાર્થ નથી હટ્યો કે પલ હાર્બર ના ડીએનએ કેવી રીતે મળશે!
વાસ્તવમાં sky કોઈ palharbar થી ઈમોશનલી કે એમ્બિશીયસ્લી જોડાયેલો નથી આ બસ તેની એક ધૂન જ છે. કદાચ થોડું સન્કી પણું જ છે. કદાચ palharbar ન હોત તો બીજું કોઈ હર્બર હોત. પરંતુ ક્યારેક-ક્યારેક માનવજાતની અંદર રહેલા તેના સન્કી પણા ક્યારેક ક્યારેક માનવજાતને બહુ મોટી અંધશ્રદ્ધામાંથી દૂર કરાવીને એક નવા પ્રકાશની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. કોણ જાણે છે કે સ્કાય જે વાતનો હઠાગ્રહ લઈને બેઠો છે તેમાંથી કોઈ બીજા જ જ્ઞાનના રેખાંકુરો આપવાના છે અને સ્કાય તેના ઉપર ચાલવા માટે વિવશ પણ થઈ જશે.


ક્રીડા યંગસ્ટર કે જેઓ એશિયન કોમ્યુનિટીના પાયોનીયર સેક્રેટરી છે અને તેમના ચાર વર્ષના કાર્યકાળ પછી સેક્રેટરીઓ ની જનરેશન શરૂ થવાની છે અને એટલે જ પીડા કંઈક એવું કરી લેવા માગે છે કે આવનારી સચિવોની પેઢી ને બહુ મોટો આધાર પ્રાપ્ત થાય.

પરંતુ અહીં એશિયામાં વર્ચ્યુઅલ ને લઈને હજુ પણ કંઈક કેટલા એ પોઈન્ટ પર્સન્ટ અંધશ્રદ્ધા યથાવત છે. જેને કદાચ દૂર કરવી અસંભવ છે. કેમ કે તે તેના જટીલ સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂકી છે.


આ બાજુ સ્કાય ખુશ છે કેમકે તેના હાથમાં નિર્જીવો ના ડીએનએ ના પ્રશ્નના ર્થ નિવારણ સ્વરૂપે આટલી મોટી ઉપલબ્ધી લાગી ગઈ છે. પરંતુ સ્કાય ના મંતવ્યે તેના ઉત્તર સુધી પહોંચતા તેને કમ સે કમ દસ વર્ષ લાગી શકે તેમ છે. અને ત્યાં સુધી માં નાસાના ઇન્હેલીંગ huskies ને રોકી શકવા એ પણ એક પુરુષાર્થ જ છે.


એની વે, જે પણ હોય પરંતુ કથા બે પટરીઓ ઉપર સમાંતર રૂપે ચાલવા આરંભાઈ ચૂકી છે. તે વાત પણ સત્ય જ છે. એક તો એશિયાના વર્ચ્યુઅલ ના દરિદ્રનારાયણ અને બીજુ બાજુ સ્કાય ને પ્રાપ્ત થયેલી વર્ચ્યુઅલ ની એક્સ્ટ્રીમ availability.


સ્કાય નો અલ્પવિરામ વાળો વાર્તાલાપ વૉયજર સાથે પૂરો થાય છે. અને સામે પક્ષે sky પણ કેટલેક અંશે સમજી જાય છે કે હવે આનાથી વધારે જ્ઞાનની પ્રાપ્તિ માટે સમયની પ્રતિક્ષા તો કરવી જ રહી. અને સ્કાયે અમુક સમય સુધી જમીન ની નીચે 50 મીટર ઉંડે ઉતરવાનું મોકૂફ જ રાખ્યું.

જોકે સ્કાય આ પૂર્વે ની થયેલી પેલી હોનારત ને જ્યારે જ્યારે યાદ કરતો ત્યારે ત્યારે પ્રાકૃતિક રીતે જ તેના પાસવર્ડ નો રટ્ટો પણ લાગી જ જતો. અને એ પછી પણ સ્કાય બે ચાર વધારે વાર પેલા પાસવર્ડ નો રટ્ટો મારી દે તો અને ચાલુ ગાડીએ એ તથા ખાતા-પીતા અને બધી જ ક્રિયાઓ કરતા કરતા તેની ક્લિપ્ટ સાઉન્ડ કર્યા જ કરતો.


સ્કાય ના હાથમાં કોફીનો મગ છે અને તે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે. જેમાં ટ્રાન્સપરન્ટ કલર્સ ના એશિયન arrives ના ન્યુઝ most front paging છે કેમકે ટ્રાન્સપરન્ટ કલર્સ ના Asian arrives ને કારણે યુરોપીયન અને અમેરિકન ઘણી બધી કંપનીઓ ના પેટમાં તેલ રેડાયું હતું. જેથી કરીને news extremely highlights થઈ ગયા હતા.

પરંતુ સ્કાય ને હાલ પૂરતો તો વર્ચ્યુઅલ સાથે નાવા નીચોવાનોય સંબંધ ન હતો. અને આમેય પણ સ્કાય એશિયા ને અમેરિકાની યુગો વાળી નૈસર્ગિક ઊંચાઈ પર બેસીને જ જોઈ શકતો હતો. એટલે એશિયા નું નામ સાંભળતા જ તેનું મોં બગડી જતું હતું.

હજુ એ સમયે અથવા કદાચ એ ક્ષિતિજ ને આવવાની વાર છે જેમાં એશિયા અને સ્કાય બંને cocktail નજર આવે. અને સંભવ છે કે સ્કાય તેની ઊંચાઈઓ વાળો અહમ છોડી ને એશિયા માટે સહાનુભૂતિ થાય. આમ થવું પણ સંભવ છે અને અસંભવ પણ, એટલે આવી વાતોને કથા નો મદાર સમજીને ના જ વિચારી શકાય. આપણે આપણી વિચારશક્તિને દશે દિશાઓમાં વ્યાપ્ત રાખવી જ રહી.