Ek Pooonamni Raat - 22 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-22

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-22

એક પૂનમની રાત
પ્રકરણ-22
નોકરીનાં પહેલાં દિવસે ઓફીસથી પાછા આવીને દેવાંશ અગોચર શાસ્ત્રનું 99 મું પાનું વાંચવા માટે બુકમાં જે પ્રકરણ-9ની શરૂઆત હતી ખૂબ કૂતૂહૂલ સાથે એ વાંચી રહેલો....
એમાં લખેલું કે પ્રેતયોનીમાં ભટકતાં જીવો સાચાં જૂઠા ફરેબી-સંવેદશીલ-પ્રેમાળ, પીચાશી, ઝનૂની, ધાતકી, હીંસક વાસનાથી ભરપૂર એમ સારાં ખોટાં બધી જાતની પાત્રતા અને સ્વભાવ વાળાં જીવો હોય છે તમને કોનો કેવો ભેટો થાય છે એ અગત્યનું છે.
ઘણાં પ્રેત રાજરમત રમતાં હોય ચે સારાં અને પ્રેમાળ બતાવી તમારી પાસે કામ કઢાવ્યા ફસાવી પછી ધાતકી અને હિંસક થતાં હોય છે અથવા વાસના સંતોષવા માટે કોઇનાં પણ શરીરમાં પ્રવેશ કરી લેતાં હોય છે એટલે પ્રેતને અરમાન અધૂરાં હોય છે.
દેવાંશ આગળને આગળ અભ્યાસ કરી રહ્યો છે એને એ પરમ આર્શ્ચય હતું કે એ પ્રેતે ખાસ 99 મું પાનું વાંચવા કેમ કહ્યું ? એનો ઉદ્દેશ શું હોઇ શકે ? એ એનુ ચરિત્ર જણાવવા માંગે છે કે પ્રેતની જાણકારી એની ઓળખ મેળવવા મને એની રીત મળી આવે ? કંઇ ખબર નથી પડતી એમ કહીને એણે વિચારો બાજુમાં મૂક્યાં અને એક ચિતે વાંચવાનું ચાલુ રાખ્યુ.
સાંજ પડી ગઇ છે વાંચતાં વાચતાં રાત્રીનાં 8 વાગ્યાં. મેં બૂમ પાડીને કહ્યુ દેવાંશ ચાલ જમવાનો સમય થયો છે. ત્યાંજ દેવાંશનાં ફોનમાં રીંગ આવી એનાં પાપાનો ફોન હતો. એણે તરત જ ઉપાડ્યો અને બોલ્યો હાં પાપા.. કંઇ નહીં વાંચવા બેઠો હતો. ઓકે પાપા તમે આવી જાવ પછી સાથે જ જમવા બેસીએ.
દેવાંશે કીચનમાં આવીને માંને કહ્યુ. માં પાપા પણ આવે જ છે સાથે જમવા બેસીશું. એ ઘરે આવવા નીકળી ગયાં છે. માં ને ખૂબ આનંદ થયો તરુબહેને કહ્યુ કેટલાં સમયે બધાં સાથે બેસીને જમીશું ? મને આ ખૂબ ગમ્યું.
દેવાંશે કહ્યુ સાચી વાત છે માં ઘણાં સમયે પાછાં આમ સાથે જમવા બેસીશું. એણે કહ્યુ માં ચાલુ હું તને મદદ કરાવુ છું એમ કહીને દેવાંશ શાક, થાળી, દૂધ બધુ એક પછી એક લાવીને ડાઇનીંગ ટેબલ પર મૂક્યું.
માં એ કહ્યુ આજે ઘણુ સારુ લાગે છે મારો દીકરો મને મદદ પણ કરી રહ્યો છે. તું ને તારાં પાપા બેસી જજો હું તમને લોકોને ગરમ ગરમ ભાખરી-ચોપડા જે ખાવુ હોય એ બનાવી આપીશ.
દેવાંશ કહ્યું માં બધુ બનાવી દેને ? બધાં સાથે જ બેસી જવાય એમાં શું છે ?
માઁ એ કહ્યુ ના. તું અને તારાં પાપા કાયમ બનાવી રાખેલું જ ખાવ છો. તારાં પાપાનો તો જમવાનો સમય પણ નક્કી નથી હોય તો કાયમ ટીફીનમાં ઠંડુ જમવાનું જમે છે. એ પણ કેવી રીતે જમતા હશે ? આજે ઘણાં સમયે બધાં સાથે છીએ તેમને બંન્ને જણને હું ગરમા ગરમ ખવરાવીશ. મને એ ખૂબ ગમશે, દેવાંશ પછી કંઈ બોલ્યો નહીં.
ત્યાંજ વિક્રમસિહ આવી ગયાં. એમણે કહ્યુ ફ્રેશ થઇને સીધો જમવા જ આવુ છું તૈયારી કરો જમતા જમતાં વાત કરીશું. એમ કહીને તેઓ ફ્રેશ થવાં જતાં રહ્યાં.
દેવાંશ ડાઇનીંગ ટેબલ પર આવી ગયો અનેત્યાં પાપા પણ આવી ગયાં. તરુબહેને બંન્નેની થાળી પીરસીને કહ્યુ ગરમ ગરમ ભાખરી આપુ છું શાંતિથી જમજો.
તરુબહેન એક પછી એક ગરમ ભાખરી પીરસી રહેલાં અને બાપ દિકરાને સાથે બેસી જમતાં જોઇ રહેલાં. વિક્રમસિહે કહ્યુ દીકરા ખાસ વાતનો એ કે તારો પહેલો દિવસ કેવો ગયો ? દેવાંશે ટૂંકમાં બધુ જણાવ્યું અને હર્ષ વ્યક્ત કર્યો કે પાપા મારું ગમતું કામ મળી ગયું. જેમાં આનંદ, જાણવાનું અને પૈસા બધુ જ મળશે.
વિક્રમસિહે કહ્યુ સારુ જ છે ને ઉપરથી સરકારી નોકરી એટલે કાયમની નિશ્ચિંતતાં. હું ખૂબ ખુશ છું દેવાંશ ખાસ વાત મારે તારી બહેન અંગારી વિશે કરવાની છે. વિક્રમસિહનાં મોઢે અંગારી નામ સાંભળીને તરુબહેન પણ કીચનમાંથી એલોકો પાસે આવી ગયાં. વિક્રમસિંહ તરુબહેન સામે જોઇને કહ્યુ તારી માં ને તો ઘણાં સમયથી એહસાસ છે અને તને પણ થયાં છે મને ખબર છે. આપણે ઘણાં સમયપહેલાં એની પાછળ વિધી વિધાન કરાવી લેવાનાં હતાં.પણ ભૂલ્યાં ત્યારથી સવાર હવે આપણે કરાવી લઇએ. હું કાળુભાને મોકલી અઘોરીજીને સમય લઇ લઇશ પછી એ ભલે એમની પાસે જઇ આવીએ.
આટલુ બોલી વિક્રમસિહ ચૂપ થયાં અને જમવાનુ જમી રહેલાં. દેવાંશ એમને શાંતિથી સાંભળીનેએ પણ જમી રહેલો. થોડીવાર પછી વિક્રમસિહે દેવાંશને કહ્યુ દેવાંશ મને એકવાત નથી સમજાતી અથવા ડર પણ છે. કે અને તારા મિત્ર મિલીંદનાં ઘરે ગયાં હતાં મળવા એને ત્યારે એની બહેન વંદના કંઇક વિચિત્ર બોલી રહી હતી વર્તી રહી હતી મને શંકા જાગી છે કે એની સાથે જરૂર આપણી અંગારીનું કંઇક જોડાણ છે.
મને લાગે છે કે અંગારી વંદનાનાં શરીરમાં પ્રવેશ કરે છે અને વંદના પીડાય છે મને તો એનાંથી આગળ વધીને શંકા છે કે એણે મિલીંદ....
દેવાંશ પાપાને રોકતાં કહ્યુ પાપા આગળ કંઇ ના બોલશો. અંગારી મારી બહેન છે એ પ્રેત સ્વરૂપે ભટકે છે અને એ પીડાય છે પરંતુ મીલીંદના મૃત્યુ માટે કારણ ના બને... અંગારી એવું ના કરી શકે એની પાછળ ચોક્કસ કોઇ બીજુ કારણ છે હું શોધીને રહીશ. અંગારી વંદનાદીદીના શરીરમાં પ્રવેશે કરી જણાવી શકે પણ કોઇનું મૃત્યુનું કારણ ના બને.
તરુબહેને કહ્યુ એ જે હોય એ આપણને ખબર નથી પરંતુ મારી અંગારીનો જીવ ભટકે છે દુખ થાય છે એની સદગતિ કરાવી લઇએ જે વિધી કરવી પડે કરી લઇએ એનો જીવ આખો વખત ઘરમાં ભટકતો હોય છે આમને આમ વરસો વીતી ગયાં. પહેલાં તો મને ખબર નહોતી પડતી કોઇનાં રડવાનો કે ડુસ્કાનો અવાજ આવે મને સમજ નહોતી પડતી. ઘણીવાર બપોરે હું એકલી જ ઘરમાં હોઊં કામ પરવારીને આડી પડી હોઊં ત્યારે એવું થાય ખે મારી છાતીએ કોઇ વળગીને સૂઇ ગયું છે. મારી અંગારીમાં ઝાંઝરમાં અવાજ મેં કેટલીયે વાર સાંભળ્યાં છે.
પહેલાંતો દેવાંશ નાનો એટલે એને શું કહ્યુ ? તમે આવાં બધામાં માનો નહીં ઉપરથી મને ધમકાવા એટલે ડરની મારી તેમને કંઇ કહ્યુ નહીં. મારી અંગારીની મેં રાત્રે ઘણીવાર રડતી સાંભળી છે. આવું કેમ થતું હશે ?
એને શુકુન મળે એનો જીવ સદગતિ પામે એવી વિધિ કરાવી લઇએ. આપણાથી દૂર જતી રહી પણ આમ પ્રેત સ્વરૂપે રહી પીડાય એવુ હું નથી ઇચ્છતી.
દેવાંશ કહ્યુ માં એ ચોક્કસ કરાવી લઇશું બીજી અંગારી દીદી વંદના દીદીમાં પ્રવેશ કરે છે એ મને ખબર છે અને ખાત્રી છે પરંતુ મીલીંદના મૃત્યુ માટે તો જવાબદાર નથી જ એ ચોક્કસ મને ખબર છે.
વિક્રમસિહે પોતાનાં સ્વભાવ અને પોલીસ સ્વભાવ પ્રમાણે પૂછ્યું દેવાંશ તો એનાં મૃત્યુનું શું કારણ હોઇ શકે ? એ ખૂન હતું ? કોઇએ ધક્કો મારેલો ?
દેવાંશ કહ્યુ પાપા મને નથી ખબર પણ મારી અંગારીદીદી જવાબદાર નથી મીલીંદનાં મૃત્યુ માટે એ ચોક્કસ ખબર છે.
હું બધીજ તપાસ કરીને તમને કહીશ. વિક્રમસિંહે કહ્યુ દિકરાં જે કરે સાવધાન રહીને કરજો. મને જણાવજે એ માત્ર કલ્પના કે પુરાવા વિનાની વાત ના હોવી જોઇએ.
દેવાંશે કહ્યુ પાપા નિશ્ચિંત રહો. હું જે પરિણામ આપીસ એ ચોક્કસ હશે.
તરુબહેને કહ્યુ તમે અઘોરીજીનો સંપર્ક કરીને સમય લઇ લો હવે વધુ લંબાવવુ નથી અંગારી પાછળ વિધી કરી લઇએ જેથી ઘરમાં શાંતિ વર્તાય.
દેવાંશે કહ્યુ પાપા હું થોડું વાંચીને સૂઇ જઇશ તમને જરૂર હોય તો હું અઘોરીજી પાસે પણ જઇ આવીશ. એમ કહીને રૂમમાં આવ્યો. રૂમમાં આવીને જોયું તો.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 23