એક પૂનમની રાત
પ્રકરણ-21
વિક્રમસિહ તરુબેનને લઇને મીલીંદના ઘરે જાય છે. એમનાં ઘરે જઇને સાંત્વના આપવા માંગતાં હતાં. મીલીંદ દેવાંશનો જીગરી મિત્ર હતો. વિક્રમસિહની જીપ મીલીંદના ઘર પાસે પહોચી અને તરુબહેનને કહ્યું તમે દેવાંશ અને મીલીંદની મિત્રતાની વાતો વધારે પડતી ના કરતાં આપણે અહીં મિલંદના મૃત્યુના શોક થયો છે એ વ્યવહારીકતા બતાવવા માત્ર આવ્યા છીએ કારણ કે અહીં... ઠીક છે ચાલો અંદર જઇએ.
વિક્રમસિહે ડોરબેલ વગાડ્યો અને અંદરથી માણસે આવી દરવાજો ખોલ્યો કદાચ એ નોકર હતો. વિક્રમસિહજી ઘરમા ગયાં અને યશોદાબ્હેન પૂજારૂમમાંથી બહાર નીકળી બંન્નેને આવકાર્યા. યશોદાબહેનનાં ચહેરાનું નૂર ઉડી ગયુ હતું ત્યા ભવાનસિહ પણ એમનાં રૂમમાંથી બહાર આવ્યા.
વિક્રમસિહ અને તરુબહેનને મીલીંદનાં અચાનક આવેલા અપમૃત્યુ અંગે શોક જતાવ્યો. અને કહ્યું ખૂબ ખોટું થઇ ગયું. ત્યાંજ વંદના પણ એનાં રૂમાંથી બહાર આવી અને વિક્રમસિંહ અને તરુબહેનને જોઇને નમસ્કાર કર્યા અને એનાં પાપા મંમી પાસે આવીને બેઠી.
વિક્રમસિહ બોલી રહેલાં કે ખૂબ ખોટું થયું પણ હજી એનાં મૃત્યુનું કારણ નથી સમજાતું. ઇશ્વરને ગમ્યું એ ખરું આપણાં હાથમાં કંઇ નથી ઇશ્વર એનાં જીવને સદગતિ આપે એજ પ્રાર્થના.
શાંત બેસી રહેલી વંદનાએ વિક્રમસિંહ સામે જોયું એની આંખોમાં જાણે રંગ બદલાઈ રહેલો એણે કહ્યું પાપા તમે આવ્યાં સારુ કર્યું ગમ્યું મને પણ મારો ભાઇ ના આવ્યો ? બીજાનું દુઃખ હળવું કરવા આવ્યા પણ મારીતો તમને કંઇ પડીજ નથી. ચાલ્યા જાઓ અહીંથી એમ કહીને ઉભી થઇ ગઇ એનું સ્વરૂપ રૌદ્ર રૂપ ધારણ કરી દીધેલું આંખોનાં ડોળા લાલ અને ઊંચા ચઢી ગયેલાં.
ભવાનસિંહે કહ્યું વંદના આ તું શું બોલે છે ? દીકરી બોલવાનું ભાન રાખ એમ કહી એને પકડીને અંદર લઇ જવા પ્રયત્ન કર્યો તો પેલીએ જોરથી હાથ ઝટકાવીને એનાં હાથ છોડાવી દીધાં યશોદાબેનનો આવું જોઇ ફરીથી રડી પડ્યાં અને બોલ્યા મીલીંદ ગયો ત્યારથી ન જાણે આને શું થઇ ગયુ છે ? મારું તો ઘર સાવ ભાંગી પડ્યુ છે આખો વખત દેવાંશને યાદ કર્યા કરે છે નથી સમજાતું કેમ ? ભાઇ ક્યારે આવશે એવુજ પૂછ્યા કરે છે.
વિક્રમસિહના અનુભવી મને બધું સમજી લીધું એટલે ઠાલુ આશ્વસન આપતાં કહ્યું કંઇ નહીં બધુ સારુ થશે. હું દેવાંશને મળવા મોકલીશ અમે રજા લઇએ અમારે લાયક કામકાજ હોય તો કહેશો એમ કહી નમસ્કાર કરીને ઉભા થઇ ગયાં અને વિદાય લીધી.
જતાં જતાં વંદનાની ચીસ સાંભળી સાથે એનાં શબ્દો... દેવાંશને મોકલજો મારાં ભાઇને.. મારું તો કશું કર્યુ નહીં... એમાં ભાઇ ગુમાવ્યો એણે.. હું શું કરું ? કોઇકતો મારે .... કંઇ બોલ્યા વિના રૂમમાં જતી રહી.
વિક્રમસિંહ બધું સાંભળીને આશ્રર્ય સાથે આઘાત પામ્યા કે આ બધુ શું છે ? અંગારીનો એહસાસ મને કેમ થાય છે ? મનમાં વિચાર કરવા લાગ્યાં પણ બોલ્યા નહીં.
તરુબહેનને ઘરે પાછા જતાં વિક્રમસિહને કહ્યું તમે બધુ સાંભળયુ? વંદના બોલતી હતી એ.. ? મને તો એનાં અવાજમાં અંગારીજ દેખાતી હતી અંગારીનો આત્મા તો ક્યાંક.... આ બધાનું કારણ નથી ને ?
વિક્રમસિહે કહ્યું હું અઘોરીબાબાનો સંપર્ક કરીને તાત્કાલીક આની વિધી કરાવી લઇશ. અને જે કારણ હશે એ મને પણ અંગારીનોજ એહસાસ શબ્દે શબ્દે થયો છે એ મનેજ ઉદ્દેશીને વાત કરી રહી હતી, એ હવે ઝડપથી વિધી વિધાન પતાવી દઇશું.
*************
કવંલજીત સરે બધાને વાવની વીઝીટ લેવાનાં છે પ્રથમજ પ્રોજેક્ટમાં એ જાણીને બધાંને આનંદ અને ઉત્સુક્તા વધી ગઇ. દેવાંશે તો વાત જોઇ હતી અને પ્રેતનો સામનો પણ કરી ચૂક્યો હતો પણ એક વિધાર્થી કાર્તિક કંઇક રહસ્યમય રીતે હસી રહ્યો હતો....
પહેલા દિવસની ઔપચારિક બધાની ઓળખાણ અને કામ અંગેની વાતચીત થયાં પછી કવંલજીત સરે કહ્યું આપણે આવી પૌરાણીક જગ્યાઓની મુલાકત લઇએ છીએ અને લેવાનાં છીએ એનો ખાસ હેતુ એ આપણો ઐતિહાસિક વારસો જળવાઇ રહે એની જાળવણી સારી રીતે કરી શકીએ એ પ્રમાણેનાં રીપોર્ટ આપણે સરકારી ડીપાર્ટમેન્ટને આપવાના છે જેતે ડીપાર્મેન્ટ આપણાં રીપોર્ટ પરથી એમાં સમારકામ અને જાળવણી અંગે કાર્ય કરશે.
કવંલજીત સરે કહ્યું બધાં ધ્યાનથી સાંભળો આપણી એક આ ટીમ છે. ડીપાર્ટમેન્ટમાં બીજા પણ સીનીયર છે જે તમારાંથી પણ પહેલેથી કામ કરી રહ્યાં છે એમાં હું પણ શામિલ છું અમારો અનુભવ એવો રહ્યો છે કે આવી જગ્યાઓને ઘણીવાર કોઇ અગમ્ય અગોચર શક્તિઓનો વાસ હોય છે એનો સામનો કરવો પડે છે. એટલે બધાએ સાથે રહી સાવધાની પૂર્વક કામ કરવાનું છે. પ્રથમ અને ઐતિહાસીક ઇમારત ખૂબ સુંદર લાગતી હોય છે. પણ અંદર જઇને બધી કારીગરી-નકશીકામ અને સ્થાપ્ત જોતાં જોતાં કંઇક અગોચર-કડવા મીઠો અનુભવ થાય છે કોઇવાર કોઇ અમૂલ્ય ચીજ પણ હાથ લાગી જાય છે.
બધાએ રીપોર્ટ બનાવા પોતાનાં અનુભવ વ્યક્ત કરવા અને કંઇક એવી અમૂલ્ય ચીજ મળી આવે તે ડીપાર્ટમેન્ટમાં જમા કરાવવી કોઇએ ભૂલમાં પણ પોતાની સાથે ન લઇ જવી નહીંતર મોટો ક્રાઇમ-ગુનો ગણાશે.
બીજી ખાસ વાત કે કોઇ અગોચર અનુભવ થાય તો ટીમનાં મેમ્બરને તરત જ બોલાવી લેવા અને બધાએ સાથે મળી સામનો કરવો અને તમને બધાને એ પ્રમાણેનાં સુરક્ષા સાધનો અને હથિયાર મળશે જોકે એનાં પ્રમાણે તૈયારી પાત્રતા બનાવવી પડશે.
બધાએ એકીસાથે તાલીઓ પાડીને સરનાં વિધાનને સૂચનને વધાવી લીધું. આજનો દિવસ પૂરો કરી દેવાંશ ઘરે આવ્યો.
દેવાંશ ઘરે આવ્યો અને તરુબહેનને પૂછ્યું દીકરા કેવો રહ્યો પહેલો દિવસ ? દેવાંશે કહ્યું માં ખૂબ મજા આવી આજે પહેલો દિવસ હતો એટલે બીજા બધાની ઓળખાણ અને કામ કેવી રીતે ચાલુ કરવું શું કરવું એની રૂપરેખા સમજાવી.
માઁ એ કહ્યું ચા નાસ્તો આપુ છું પછી તારાં રૂમમાં જા. દેવાંશે કહ્યું હાં માં ચાની તલપ લાગી છે હું હાથપગ ધોઇ ફ્રેશ થઇને આવું છું.
દેવાંશ ચા નાસ્તો કરીને પોતાનાં રૂમમાં આવીને પહેલાં મનન કરવા લાગ્યો. વાવ પર એકલો ગયો ત્યારે ત્યાં પેલાં પ્રેતે કહેલું કે તું જે અગોચર શાસ્ત્ર વાંચે છે. એનું 99 મું પાન વાંચી લેજે સમજાઇ જશે.
દેવાંશને એ પેજ વાંચી લેવા માટે કૂતૂહુલ થયું એણે એ અગોચર શાસ્ત્રનું પુસ્તક લીધુ વાંચતા પહેલાં પ્રાર્થના કરી અને સરસ્વતીમાઁ ને મનોમન પ્રણામ કર્યા.
એણે પુસ્તક લઇને પછી અનુક્રમણિકા પહેલાં ચેક કર્યું અને 99 પેજ ક્યા ચેપ્ટરનાં પ્રકરણમાં આવે છે. એમાં પ્રકરણ-9 હતું એમાં 99 મું પાન આવતું હતું ઓકે 9 મું પ્રકરણનું ટાઇટલ વાંચ્યુ એમાં લખેલુ અવગતિએ ગયેલાં જીવો જે પ્રેત સ્વરૂપે ફરે છે એની ઓળખાણ.
દેવાંશને હવે વધારે ચટપટી થઇ કે આ પ્રેતને કેવી રીતે ખબર ? કંઇ નહીં શાસ્ત્રમાં શુ કહે છે એ તો જાણું. એમ કહીને એણે ગ્રંથનાં 99 મું પાન ખોલ્યું ત્યાં નવમું પ્રકરણ શરૂ થતું હતું.
પ્રેતયોનીમાં ભટકતા જીવોમાં પણ અલગ અલગ ચરિત્ર હોય છે કોઇક અધૂરી ઇચ્છા અને વાસનાને કારણે આ જીવો પ્રેતયોનીમાં પ્રવેશે છે.
પરંતુ એમનાં જીવના અંતકરણમાં વાસના-ઇચ્છા અભિમાન, ચિંતા બુધ્ધિ જે કંઇ હોય છે એ એમનાં વિતેલાં જીવનનાં સંસ્મરણ અને અધૂરી વાસનાને કારણે ભટકતા હોય છે એમનાં પ્રેતયોનીમાં પણ ચરિત્ર અને પાત્રતા પ્રમાણે શક્તિઓ હોય ચે તેઓ સાચો, જૂઠા, ફરેબી, સંવેદશીલ, પ્રેમાળ કે પીશાચી, ઝનૂની અને ધાતકી હોય છે.
વધુ આવતા અંકે - પ્રકરણ - 22