Love Revenge -2 Spin Off - 14 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Chapter 14

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 14

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-14

આરવનાં પ્રશ્નોથી લાવણ્યા ડરી ગઈ અને સીટમાં બેસવાથી પોતાનાં અતિશય ટૂંકા ડ્રેસને વધુ નીચે ખેંચી તેનાં પગ ઢાંકવા લાગી. તેણી હજી હાંફી રહી હતી.

“જ...જલ્દી...!” હજી પણ ઉભેલાં ટ્રકનાં ડ્રાઈવર સામે ભયભીત નજરે જોઈ લાવણ્યા કરગરતી હોય એમ રડમસ સ્વરમાં આરવ સામે જોઈને બોલી “ચ...ચલ...! અહિયાંથી....!”

“શું થયું...!? કેમ આમ ડરી ગઈ છે...!?” આરવે લાવણ્યા સામે જોઈને પૂછ્યું “અને તારાં કપડાં...!? કેમ આવાં ચોળાયેલાં છે...!?”

“તું ઠીક છેને...!? શું થયું....!?” આરવે ફરીવાર ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

“ક...કંઈ નઈ થયું....! ત..તું ક...ક...કાર ચલાવને....!” લાવણ્યા પોતાનો સ્વર શક્ય એટલો સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં બોલી અને સામેનાં કાંચમાંથી દુર ઉભેલી ટ્રક તરફ જોવાં લાગી.

હતપ્રભ થઈ ગયેલો આરવ લાવણ્યાની એ હાલત જોઈ ભીની આંખે જોઈ રહ્યો.

“ચ...ચલને અહિયાંથી....જ...જલ્દી..!” ગભરું પારેવડાંની જેમ ફફડતી હોય એમ લાવણ્યા બોલી.

આરવે કારને ફર્સ્ટ ગીયરમાં નાંખી અને એક્સીલેટર દબાવીને કાર મારી મૂકી. આગળ ઉભેલી ટ્રકની ચાલું સાઈડ લાઈટ જોઈ તેણે ટ્રકને વટાવવા કારને સહેજ જમણી બાજુ ચલાવી કાઢી લીધી.

સીટમાં બેઠેલી લાવણ્યા ભયભીત નજરે કારની કાંચની બારીમાંથી બહાર પસાર થઈ રહેલી ટ્રકને અને તેની જોડે ઉભેલાં ડ્રાઈવરને જોઈ રહી. ડ્રાઈવરના હાથમાંથી જાણે “શિકાર” છટકી ગયો હોય તેમ તે તેની કમર ઉપર તેનાં બંને હાથ ટેકવી મોઢું બગાડીને ઉભો હતો. કાર આગળ પસાર થતાં લાવણ્યાએ હવે એ પણ જોયું ટ્રકના આગળના ભાગે એક બીજો પાતળો દેખાતો આદમી પણ ઉભો હતો.

“એ ટ્રકનો કંડકટર હશે....!” લાવણ્યાએ આગળની બાજુ જોતાં-જોતાં મનમાં વિચાર્યું.

“તારે પાણી પીવું છે...!?” આરવે કાર ચલાવતાં-ચલાવતાં પૂછ્યું અને નીચાં નમી ગીયર બોક્સની આગળના નાનાં ખાનાંમાં પડેલી સ્ટીલની બોટલ ઉઠાવીને લાવણ્યા સામે ધરી.

લાવણ્યાએ બોટલ લઈને તેનું ઢાંકણું ખોલ્યું. તે બોટલ મોઢે માંડવાજ જતી હતી ત્યાંજ તેણીને અચાનક ભૂતકાળની એક ભયંકર ઘટના યાદ આવી ગઈ.

“નઈ...નઈ....! નઈ પીવું....!” બોટલનું ઢાંકણું ઝડપથી વાખતાં લાવણ્યાએ બોટલ નીચાં નમીને પાછી ત્યાંજ મૂકી દીધી.

“અરે....! ઘરનુંજ છે...!” આરવ ડ્રાઈવ કરતાં-કરતાં લાવણ્યા સામે જોઈ લેતો અને બોલતો જતો “ઊંચેથી નાં ફાવે તો મોઢે માંડીને પી લે....!”

“ન....નઈ પીવું...!” લાવણ્યા પરાણે બોલી.

તેણીની આંખ ભીંજાઈ ગઈ.

“શું થયું...!? બધું ઠીક છેને...!? મને કે’ને...! શું વાત છે...!?” આરવ બેબાકળા સ્વરમાં પૂછે જતો અને કાર પણ ચલાવી રહ્યો હતો.

કારનાં ફ્રન્ટ કાંચ ઉપર પડતાં પાણીને વાઈપર વડે સાફ થતું લાવણ્યા જોઈ રહી અને ધીરે-ધીરે પોતાનાં ધબકારા અને મનને કાબૂ કરવાં મથી રહી.

“તને શું લાગે છે....! બધાં બોયઝ તારી જોડે શેનાં માટે આવે છે...!?“યશનો લુચ્ચો ચેહરો અને તેનાં શબ્દો લાવણ્યાનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં “સેક્સ ટોય છે...તું...! સેક્સ ટોય છે...તું...! તું...!”

“આટલું લેટ થઈ ગયું છે...! આન્ટી બોલશે તો નઈને...?” આરવે પોતાનાં કાંડે બાંધેલી વૉચમાં જોઈને કહ્યું.

મધ્ય રાતનાં લગભગ ચાર વાગ્યા હતાં.

“મારે ઘ ઘરે નઈ જવું...!” પોતાને શાંત કરવાં મથી રહેલી લાવણ્યા શક્ય હોય એટલાં સ્વસ્થ સ્વરમાં બોલી અને પોતાની ભીની થઈ ગયેલી આંખ લૂંછવાં માંડી “એક ક...કામ કર...! સોલાંવાળાં ફલાયઓવર બ્રિજ ઉપર લઈલે..!”

“પણ લાવણ્યા...! આન્ટી...બો....!”

“મેં કીધુંને આરવ...!” પોતાની સાઈડનાં કાંચની વિન્ડોમાંથી જોતાં-જોતાં લાવણ્યા ચિડાઈને બોલી “મારે ઘરે નથી જવું...! તું સોલાં ફલાયઓવર લઈલે..!”

“લાવણ્યા....! શું થયું છે..! કેને મને...!? પ્લીઝ...!”આરવ દયામણું મોઢું કરીને પૂછવા લાગ્યો.

“મેં કીધુંને...! ક....કઈં નઈ થયું...! તું કાર ચલાવને..!” પોતાનું રડવું રોકીને લાવણ્યા માંડ બોલી અને આરવથી નજર ફેરવીને ફરીવાર ગાડીનાં વાઈપરને કાંચ ઉપર પડતાં વરસાદનાં છાંટા લૂંછતા જોઈ રહી.

કાર ચલાવી રહેલાં આરવનું મન અનેક વિચારોથી ઘેરાઈ ગયું. લાવણ્યા પોતાની સાથે શું થયું એ વિષે કશું બોલી રહી નહોતી. એની એ હાલત જોઈને આરવને એક સાથે અનેક વિચારો આવી ગયાં.

“એની મરજીથી બધું થયું હશે...!? કે પછી...!?” કાર ચલાવી રહેલાં આરવે એક નજર લાવણ્યા ઉપર નાંખી અને ફરીવાર તેણીને ઉપરથી નીચે સુધી જોઈ.

તેણીનાં શરીર ઉપર પડેલાં ઉઝરડાં જોઈને આરવનું મગજ ધીમે-ધીમે તપવા લાગ્યું.

પોતાનો ગુસ્સો દબાવી રાખીને આરવે કારનું એક્સિલેટર પૂરેપૂરું દબાવી દીધું અને કાર સોલાં તરફ મારી મૂકી.

***

“આ જગ્યા તો બવ મસ્ત છે....! cityનો કેટલો સરસ વ્યૂ દેખાય છે...! નઈ..!?” પોતાની જોડે બેઠેલી લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં આરવે કહ્યું.

બંને સોલાં ફલાયઓવરની જોડે એક ઊંચાં ટેકરાં ઉપર બેઠાં હતાં. ઊંચાં ટેકરાં ઉપરથી નીચે અમદાવાદ શહેરનો સુંદર વ્યૂ દેખાતો હતો. રાતના અંધારામાં જાણે કાળાં આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હોય એમ શહેરની ઇમારતોની રોશની દેખાઈ રહી હતી. ક્ષિતિજ સુધી વિસ્તરતું અમદાવાદ શહેર જાણે રોશનીથી ઝગમગતો કોઈ બગીચો હોય એવું દેખાતું હતું.

“તારાઓનું શહેર....! નઈ....!?”થોડીવાર પછી પણ લાવણ્યા કઈંના બોલી ત્યારે આરવે તેણી સામે જોઈને કહ્યું.

મૌન થઈને ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ સામે તાકી રહી હતી.

“તારા બેસ્ટફ્રેન્ડને પણ નઈ કે’….!?” આરવે પોતાનાંથી સહેજ અંતર રાખીને બેઠેલી લાવણ્યાની હથેળી ઉપર પોતાની હથેળી મૂકી પ્રેમથી ભીની આંખે પૂછ્યું.

શહેર તરફ હજીપણ જોઈ રહેલી લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર સરીને નીચે પડી. થોડી વધુવાર મૌન રહ્યાં પછી લાવણ્યાએ આડાં પડી આરવનાં ખોળાંમાં માથું ઢાળી દીધું.

“અરે...! તારાં કપડાં ધૂળવાળાં થશે...!” આરવ હજીપણ કોઈને કોઈરીતે લાવણ્યાનું મૂડ બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“જેની ઉપર ટ્રસ્ટ કર્યો...! એણેજ ટ્રસ્ટ તોડ્યો....!” આરવનાં ખોળામાં માથું ઢાળી રાખીને શહેર તરફ તાકી રહી ગળગળા સ્વરમાં લાવણ્યા બોલી.

“શું થયું છે..!? યશે શું કર્યું તારી જોડે...!?” આરવ ગભરાયો હોય એમ ભીનાં સ્વરમાં બોલ્યો “મને કે’ને પ્લીઝ...!”

“મને હતું કે એ ડીસન્ટ છોકરો છે...! ભલે તારા જેવો ઇનોસન્ટ નઈ....પણ ટ્રસ્ટ કરી શકાય એવો..!” રડતી આંખે લાવણ્યા બોલી રહી હતી “પણ...! પણ...!”

“લાવણ્યા....! મને કે’ને...! શું થયું …!? પ્લીઝ મારી જોડે શેયર તો કર...!” ખોળામાં માથું મૂકીને સૂતેલી લાવણ્યાના કપાળ ઉપર વ્હાલથી હાથ ફેરવીને બોલ્યો.

“તું તો મારો ટ્રસ્ટ નઈ તોડેને....!?” આરવના ખોળાંમાંથી બેઠાં થઈને લાવણ્યા દયામણા સ્વરમાં બોલી “મ્મ....મને હર્ટ તો ન....નઈ કરેને...!?”

“કેમ આવું કે’છે...!? હું શું લેવાં તને હર્ટ કરું...!?” આરવ પણ ગળગળો થઈ ગયો “અને તું...તું...મને કે’ને શું થયું છે....! યશે શું કર્યું તારી જોડે...!?”

મૌન થઈને લાવણ્યા ભીની આંખે આરવ સામે કેટલીક ક્ષણો જોઈ રહી.

“તું...આ બધાંમાં ના પડ હની...!” આરવના ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને લાવણ્યાએ ભીંજાયેલી આંખે કહ્યું “તું આ બધામાં ના પડ...!”

“પણ લાવણ્યા...! હું...હું તારો બેસ્ટ ફ્રેન્ડ છુંને...! તો...તો...!” આરવ આજીજીપૂર્વક બોલ્યો.

“આરવ....! પ્લીઝ...! તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટ્લેજ કઉ છું...! મને ફોર્સ ના કર...!” લાવણ્યા એજરીતે આરવના ગાલ ઉપર હાથ રાખીને બોલી.

થોડીવાર સુધી બંને મૌન થઈને એકબીજાં સામે જોઈ રહ્યાં. લાવણ્યા પાછું સામે દેખાતાં શહેર તરફ જોઈ રહી.

આરવ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“તું મારી સાથે કેમ શેયર નથી કરતી...!?” લાવણ્યા સામે જોઈ રહીને આરવ મનમાં બબડ્યો.

“ચલ...! ઘરે જઈએ...! જો હવે તો અજવાળું પણ થવાં આયું...!” થોડીવાર પછી લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું અને પૂર્વ દિશા બાજુ શહેરની ક્ષિતિજે દેખાતાં પરોઢના અજવાળા સામે જોઈને કહ્યું.

આરવની રાહ જોયાં વિના લાવણ્યા ઊભી થઈ અને બ્રિજ ઉપર પાર્ક કરેલી કાર તરફ ચાલવા લાગી.

આરવ હજીપણ ત્યાંજ બેઠો-બેઠો લાવણ્યાને કાર સુધી જતાં જોઈ રહ્યો. કાર પાસે પહોંચીને લાવણ્યા કારના ટેકે ઊભી રહી અને આરવના આવવાની રાહ જોવા લાગી.

થોડીવાર પછી છેવટે આરવ પણ કાર તરફ જવાં લાગ્યો.

“ઘર્રરરર....!” આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં ગડગડાટ વધવા લાગ્યો.

મોડી રાત્રે તેઓ જ્યારે સોલાં બ્રિજ બેસવાં આવ્યાં હતાં, ત્યારથી વાદળોમાં ગડગડાટ ચાલતોજ હતો. જોકે છેલ્લી પંદરેક મિનિટથી વધી ગયેલાં ગડગડાટની સાથે-સાથે ઝડપથી પવન પણ ફૂંકાવાં લાગ્યો હતો. ગડગડાટ કરતાં વાદળો તરફ જોઈને આરવ ચાલતાં-ચાલતાં કાર તરફ જતોજ હતો ત્યાંજ મોટાં ફોરાં સાથે વરસાદ તૂટી પડ્યો.

“લાવણ્યા...! જલદી...!” કાર તરફ દોડતાં-દોડતાં આરવ બોલ્યો અને કારનાં કી-ચેઈનમાંથી બટન દબાવીને કારનાં ઓટોમેટિક દરવાજાનું લોક ઓપન કર્યું.

“બીપ...બીપ..!”

“અંદર બેસ...!” કારનાં બોનેટ આગળથી ડ્રાઇવિંગ સીટ તરફ જતાં-જતાં આરવ બોલ્યો.

આરવ ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલીને અંદર બેસવાંજ જતો હતો ત્યાં તેણે જોયું કે લાવણ્યા ચેહરો ઊંચો કરીને આકાશ તરફ આંખો બંધ કરીને જોઈ રહી હતી.

ભારે વરસાદનાં છાંટાંને લીધે તે ઓલમોસ્ટ ભીંજાઈ ગઈ હતી. આમ છતાં કારમાં બેસવાંની જગ્યાએ તે આકાશ તરફ મોઢું ઊંચું રાખીને પલળી રહી હતી.

“લાવણ્યા...!?” આરવ પાછો દોડીને તેણી જોડે આવ્યો “શું થયું...!? કારમાં બેસ..! પલળી જવાશે...!”

“ભલે....!” આકાશ તરફ મ્હોં રાખીને પલળતી લાવણ્યા બોલી “ઘાં સાફ થઈ જશે...!”

આરવ દયામણું મોઢું કરીને લાવણ્યાનાં શરીર ઉપર પડેલાં ઉઝરડાઓ જોઈ રહ્યો. વરસાદને લીધે ઉઝરડાઓમાં બાઝેલું લોહી ધીરે-ધીરે વરસાદનાં પાણી સાથે મળીને વહી રહ્યું હતું.

કઈંપણ બોલ્યાં વગર આરવ ઢીલા ચેહરે લાવણ્યાને પલળતી જોઈ રહ્યો.

***

“હું ઘરે ઉતારી જાવ...!?” લાવણ્યાની સોસાયટીના ગેટ સામે રસ્તાની બીજી બાજુ કાર ધીમી કરતાં આરવ બોલ્યો.

“ના....! વરસાદ બંધ થઈ ગ્યો છે...!” લાવણ્યાએ આગળના કાંચમાંથી સહેજ નીચું જોઈને કહ્યું “સાડાં ચાર થયાં છે...!”

પોતાની મોબાઈલની સ્ક્રીન ઓન કરીને લાવણ્યાએ ટાઈમ જોયો. વહેલી સવારના લગભગ સાડાં ચાર થવા આવ્યાં હતાં.

“કાર અંદર લઈ જવા માટે સોસાયટીનો મોટો ગેટ ઓપન કરાવવો પડશે...!” લાવણ્યા પોતાની સોસાયટીના બંધ મોટાં ગેટ સામે જોઈને બોલી.

મોટા ગેટની એક બાજુ સિક્યોરિટી કેબિન, તેની બાજુમાં અંદર ચાલીને જવા માટે નાનો ગેટ, વચ્ચે મોટો ગેટ અને પછી નેહાના ઘરના કમ્પાઉન્ડની બાઉંડરી વૉલ અડીને બીજો નાનો ગેટ હતો.

વહેલી સવારે સાડાં ચાર વાગ્યે મોટો ગેટ બંધ હતો. આરવે છેવટે સામેની બાજુજ કાર ઊભી રાખી.

“યશ જોડે કોઈ માથાકૂટમાં ના પડતો....!” લાવણ્યાએ આરવની કારમાંથી ઉતરતાં-ઉતરતાં કહ્યું “એ થોડો માથાભારે ટાઈપનો છે...!”

“હું એનાથી નઈ બિ’તો....!” આરવે થોડું ચિડાઈને કહ્યું “તું મને એકવાર કે’ને...! એણે શું કર્યું...! પછી જો...હું એની...!”

“આરવ....! હની...! કીધુંને...! એની જોડે કોઈ માથાકૂટમાં ના પડતો...! આખી કોલેજમાં વાત ફેલાઈ જશે....!”

“તું ચિંતા શું કામ કરે છે...!? મારાં મામાં...!”

“આરવ...! તું સમજતો કેમ નથી...!” આરવને ટોકીને લાવણ્યા વચ્ચે બોલી “મેં તને ના પાડીને...! તો પણ તું ફોર્સ કેમ કરે છે...! તુંય નઈ સમજે મને...એ...!”

બોલતાં-બોલતાં લાવણ્યા રડી પડી.

“અરે તું...! આમ....! લાવણ્યા...! સારું..સારું...! તું રડ નઈને....! બસ..! હવે જ્યાં સુધી તું આ વાત વિષે સામેથી કશું નઈ કે’…! ત્યાં સુધી હું પણ કઈં નઈ બોલું બસ...! પ્રોમીસ...!”

“થેન્ક યુ...!” લાવણ્યા ભીની આંખે બોલી અને કારનો દરવાજો ખોલી ઉતરી ગઈ.

“લાવણ્યા....!” કારમાંથી ઉતરેલી લાવણ્યાને આરવે ટોકી.

લાવણ્યાએ સહેજ માથું નમાવીને તેની સામે જોયું.

“આન્ટી તને આવી જોશે તો...!? અ...!” આરવ બોલતાં-બોલતાં અટકી ગયો “આઈ મીન..! શું કઈશ તું....!?”

“હું મેનેજ કરી લઈશ....!” ટૂંકમાં જવાબ આપીને લાવણ્યા કારનો દરવાજો વાખી પોતાની સોસાયટીના ગેટ તરફ રસ્તો ક્રોસ કરીને જવાં લાગી.

ફાર્મ હાઉસ ઉપર જે થયું એ વિષે વિચારતાં-વિચારતાં લાવણ્યાની આંખો ફરી ભીંજાઈ ગઈ. સોસાયટીના ગેટમાંથી એન્ટર થતાંજ લાવણ્યાએ કોર્નર ઉપર આવેલાં નેહાના ઘરની બાલ્કનીમાં જોયું. બાલ્કનીમાં ચેયરમાં બેઠી-બેઠી નેહા પોતાનાં કાનમાં ઈયરફોન નાંખી આંખો બંધ કરીને કદાચ ગીતો સાંભળી રહી હતી.

“નેહા પણ ડીસન્ટ છોકરી હશે....! કે પછી ડીસન્ટ હોવાનું નાટક કરતી હશે...!?” બાલ્કનીમાં બેઠેલી નેહાને જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

***

“શું કરે છે...!?”

“તું...ઠીક છે ને..!? વાત થશે કૉલ ઉપર....!?”

Whatsappમાં આરવે લાવણ્યાને પૂછ્યું. વહેલી સવારે લાવણ્યાને સોસાયટીના નાકે ઉતાર્યા પછી પણ આરવ તેની સોસાયટીના ગેટની સામે રોડની બીજી સાઇડે કાર પાર્ક કરીને ઊભો હતો. નેહાનું ઘર સોસાયટીમાં કોર્નર ઉપરજ હોવાથી અને નેહાને બાલ્કનીમાં બેઠેલી જોયા પછી આરવ પોતાની કારમાંજ બેસી રહ્યો હતો અને કારની અંદરની લાઈટ્સ પણ ઑફ રાખી હતી.

લાવણ્યાને ઘરે ગયે કલ્લાકથી વધુ થઈ ગયો હતો. ઘરે ગયાં પછી લાવણ્યાએ તેણીનાં મમ્મીને કેવીરીતે ફેસ કરી હશે? તેમણે લાવણ્યાને શું કહ્યું હશે..!? વગેરે ચિંતાને લીધે આરવે ઘરે જવાનું માંડી વાળ્યું હતું. એમ પણ ઘરેથી બહાર રહેવાં માટે આરવને બોલે એવું કોઈ ઘરે હતું નહીં. ઝીલના લગ્ન હજીતો જસ્ટ પત્યા હતાં આથી ગામડે બાકીનું કામ પૂરું કરવાં સુરેશસિંઘ અને સરગુનબેન રોકાયેલાં હતાં. ઘરે આરવ એકલોજ હતો.

“આંટીએ કઈં કીધું...!?” લાવણ્યાનો રિપ્લાય ના આવતાં આરવે ફરીવાર મેસેજ કર્યો.

“તને બોલ્યાં...!?”

આરવે મેસેજ કરવાં છતાય લાવણ્યાનો કોઈજ રિપ્લાય ના આવ્યો. યશ જોડે ફાર્મ હાઉસ ગયેલી લાવણ્યા માટે છેક મોડી રાતે ત્રણ વાગ્યા સુધી આરવે વેટ કરી હતી. તેમજ લાવણ્યાને લઈને વહેલી પરોઢ સુધી તે સોલાં બ્રિજ બેસી રહ્યાં હતાં. વહેલી સવારે, હજી કલ્લાકેક પહેલાંજ આરવે લાવણ્યાને તેની સોસાયટીના નાકે ડ્રોપ કરી હતી. આમ આખી રાતના ઉજાગરાંને લીધે આરવ થાકી ગયો હતો. આમ છતાંય લાવણ્યાની ચિંતામાં તેની ઊંઘ જાણે ઊડીજ ગઈ હતી.

“શું કરું...!?” લાવણ્યાનો કોઈજ રિપ્લાય ના આવતાં આરવ મનમાં બબડ્યો “ઘરે જાવ કે..!?”

“નઈ...નઈ...!” કારમાં બેઠો-બેઠો આરવ એકલો-એકલો માથું ધૂણાવા લાગ્યો “લાવણ્યા નીકળે...! તો એને કોલેજ લેતોજ જઈશ....! ત્યાં સુધી વેટ કરી લવ...!”

સીટ ઉપર માથું ટેકવીને આરવ લાવણ્યાની સોસાયટીના ગેટ સામે જોઈ રહ્યો.

લગભગ દોઢેક કલ્લાક સુધી આરવ કારમાં બેસીને એમજ વેઇટ કરી રહ્યો. વહેલી સવારના લગભગ સાત વાગવાં આવ્યાં હતાં.

થાકેલાં આરવે થોડીવાર પછી માથું આમ-તેમ ફેરવતાં તેની નજર નેહાના ઘર ઉપર પડી. ખુલ્લાં ભીનાં વાળ, એક બાજુનાં ખભેથી આગળ કરેલાં, લોંગ ટામેટાં કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી નેહા પોતાનાં રૂમની બાલ્કનીમાં આવીને ટોવેલ સુકાવી રહી હતી.

નેહાને જોઈને આરવથી અજાણતાંજ હળવું સ્મિત થઈ ગયું. આખી રાતનાં ઉજાગરાંથી કંટાળી ગયેલાં આરવે પોતાનો મોબાઈલ કાઢીને તરતજ વિચાર્યા વગર નેહાનો નંબર ડાયલ કરી દીધો.

“ટ્રીન....ટ્રીન....!” બાલ્કનીમાં ટોવેલ સૂકવીને અંદર જઈ રહેલી નેહાનાં ફોનની રિંગ વાગતાં નેહા બેડરૂમ પોતાનાં બેડ પાસે આવી અને બેડમાં પડેલો મોબાઈલ ઉઠાવા ગઈ.

“સિદ્ધાર્થનોજ હશે…!” ફોન હાથમાં લેવાં જતાં-જતાં નેહા બબડી.

“આરવ...!?” સ્ક્રીન ઉપર આરવનો નંબર જોઈને નેહાને નવાઈ લાગી.

“હાં બોલ...!” બાલ્કનીમાં જતાં-જતાં નેહા ખુશ થઈને બોલી “આટલાં વે’લ્લાં...!?”

“હમ્મ...રેડ ડ્રેસમાં મસ્ત લાગે છે...!” આરવથી બોલી જવાયું પછી ભાન થતાં માથે હાથ દીધો અને બબડ્યો “અરે યાર...!”

“હેં...!? તને કેમની ખબર..!?” બાલ્કનીમાં ઊભેલી નેહાએ ચોંકીને આમતેમ જોવાં માંડ્યુ.

“અરે..!? આ તું બેઠો છે કારમાં...!?” બાલ્કનીમાં ઊભેલી નેહાને સામેની બાજુ ઊભેલી કારમાં આરવ જેવું કોઈ બેઠેલું દેખાતાં નેહા આશ્ચર્યથી બોલી.

“અમ્મ...હ..હ..હાં...અ...હું અ....!” આરવ થોથવાઈ ગયો અને નેહાને દેખાય નઈ એ રીતે સહેજ નીચું જોઈને કાંચમાંથી નેહાને જોવાં લાગ્યો.

“અરે યાર આઈ બન્યું આજે તો..!” પોતાની બાજુ જોઈ રહેલી નેહાને જોઈને આરવ મનમાં બબડ્યો.

“તું અહિયાં શું કરે છે..!?” નેહાએ મોઢું નીચું કરીને આરવને કારમાં જોવાંનો પ્રયત્ન કરતાં કહ્યું “એ પણ આટલી વે’લ્લી સવારે...!?”

“અ....અમ્મ...હું....અ...!” આરવને કશું નાં સૂઝતાં તે આમતેમ જોઈને બહાનું વિચારી રહ્યો.

“હાં...અ...અ....ઘરે કોઈ નથીને...! તો..તો....હું ખેતલાપા આયો તો....! ચ્હા-નાસ્તો કરવાં...!” આરવને અચાનક બાહનું સુઝી જતાં બોલ્યો “પણ....! હું જતો ‘તોને...કાર અહિયાં બંધ થઈ ગઈ.....! એટ્લે...! હું અહિયાં ઊભો ‘તો...!”

“પણ તારી કારનું મોઢું તો સેટેલાઈટ રોડ બાજુ છે...!?” નેહાએ ડાઉટ કરતી હોય એમ પૂછ્યું “ખેતલાપા જવાં માટે તો..!”

“હાં...હાં...પણ હું મારુ વોલેટ ભૂલી ગ્યો’તો...!” આરવ હવે સફાઈથી જુઠ્ઠું બોલી રહ્યો હતો “એટ્લે કાર પાછી વળાઈને ઘરે લેવાં જતો’તો...! ત્યાંજ કાર બંધ પડી ગઈ...!”

“તો તો તારે ચ્હા નાસ્તો બાકી હશેને....!?” નેહાએ પૂછ્યું “તું ઘરે આવ...! હું તને મસ્ત ચ્હા-નાસ્તો કરાવું...!”

“હેં...!? અ...ન..ના.નાં...હું....!”

“અરે શું નાં....!?” નેહા આરવને ધમકાવતી હોય એમ બોલી “મારાં ઘરની સામે ઊભો છેને...! અને ના પાડે છે....! હું પપ્પાને કવ છું ઊભો રે’તું..!”

“અરે નાં...વિજય અંકલને નઈ....!” આરવે માથું ધૂણાવ્યું “હું...હું...આવું છું બસ...!”

“હી...હી...! આય જલ્દી...!” બાલ્કનીમાં ઊભેલી નેહા ખુશ થઈને કુદકા ભરવાં લાગી અને આરવની કાર સામે જોઈ રહી.

“અરે યાર જબરો ફસાઈ ગ્યો…!? ” નિરાશામાં માથું ધૂણાવતો-ધૂણાવતો આરવ કારમાંથી ઉતર્યો અને રોડ ક્રોસ કરીને નેહાનાં ઘરે જવાં સોસાયટીનાં ગેટ તરફ જવાં લાગ્યો.

આરવને સોસાયટી તરફ આવતો જોઈને નેહા દોડાંદોડ પોતાનાં બેડરૂમ આવી અને સીડીઓ ઉતરીને ડ્રૉઇંગરૂમમાં આવી ગઈ.

“મમ્મી....! પપ્પા....!” નેહાએ મોટેથી બૂમ પાડીને કહ્યું “જલ્દી આવોતો.....!”

“હું તો અહિયાંજ બેઠો છું બેટાં...!” જોયાં વિનાજ બૂમો પાડી રહેલી નેહાને ડ્રૉઇંગરૂમનાં સોફાંમાં બેઠેલાં તેનાં પપ્પા વિજયસિંઘે કહ્યું.

“અરે હાં નઈ...!?” નેહા છોભીલી પડી ગઈ હોય એમ બોલી “મેં તો જોયાં જ નઈ તમને...!”

“શું થયું....!?” નેહાનાં મમ્મીએ કિચનમાંથી બહાર આવીને પૂછ્યું “કેમ બૂમો પાડે છે તું...!?”

“મમ્મી...આર...!”

“ચરર....!” ત્યાંજ નેહાનાં ઘરનાં કમ્પાઉન્ડનો લોખંડનો ગેટ ખુલવાનો અવાજ આવ્યો.

વરસાદને લીધે સહેજ કટાઈ ગયેલાં લોખંડને લીધે ગેટ ખુલવાનો અવાજ વધુ સંભળાયો.

“અરે....!? આરવ....!?” મેઈન ડોરની તરતજ જોડે સોફાંમાં બેઠેલાં વિજયસિંઘે આરવને જોઈને આશ્ચર્ય પામ્યાં અને ઊભાં થયા.

વિજયસિંઘ બહાર જાય એ પહેલાંજ નેહા બહાર દોડી ગઈ.

“આય....! આય...!” આરવની જોડે પહોંચી જઈને નેહા તેને અંદર દોરી લાવવાં લાગી.

“આરવ...!? બેટાં...!? તું બરોડાથી ક્યારે આયો...!?” વિજયસિંઘ પણ બહાર આવીને આવકાર આપતાં સસ્મિત બોલ્યાં.

“મજામાં અંકલ...!?” આરવે પણ ઔપચારિક પ્રતીભાવ આપ્યો.

“તું તો મેરેજમાં ક્યાંય દેખાયોજ નઈ..!?” નેહાનાં મમ્મીએ પણ બહાર આવીને સ્મિત કરીને કહ્યું.

“અમ્મ...હું...અ...!”

“અરે મમ્મી....! એને અંદર તો આવાંદે...!” ઉત્સાહમાં આવી ગયેલી નેહા બોલી.

“અરે હાં હાં...!” નેહાનાં મમ્મી સ્મિત કરીને બોલ્યાં.

“હાશ..!” આરવે મનમાં હાશકારો અનુભવ્યો અને બધાંની પાછળ-પાછળ અંદર જવાં લાગ્યો.

***

“તો સુરેશભાઈને હજી બે-ત્રણ દિવસ પછી આવશે એમને...!?” ચ્હા પીતાં-પીતાં વિજયસિંઘે આરવને પૂછ્યું.

“જી...જી અંકલ.....!” પોતે ફસાઈ ગયો હોય એમ આરવ પરાણે નકલી સ્મિત કરીને બોલ્યો.

લગભગ કલ્લાકેકથી ઉપર થઈ ગયો હોવાં છતાં વિજયસિંઘની વાતો પતતીજ નહોતી.

“લાવણ્યા કોલેજ જવાં નીકળતીજ હશે...!” ડાઈનિંગ ટેબલ ઉપર મૂકેલાં પોતાના મોબાઈલમાં ટાઈમ જોઈને આરવ મનમાં બબડ્યો “ક્યાં ફસાઈ ગ્યો યાર...!”

“અચ્છા...! અંકલ...! અમ્મ....હું નિકળું..! મારે કોલેજ પણ જવાનુંજ છે..!” છટકવા મથતો હોય એમ આરવ ડાઈનિંગ ટેબલની ચેયરમાંથી ઊભો થતાં બોલ્યો.

“અરે તું બેસને...! હું એક બીજો પરાઠો આપુંજ છું....!” કિચનમાંથી નેહાએ આવીને કહ્યું “મારે પણ કોલેજ જવાનુંજ છે...! આપડે જોડેજ જઈએ પછી...!”

“ઓહ....! પ..પણ મારે તો ના’વાંનું બાકી છે હજી...!” આરવ બોલ્યો અને વિજયસિંઘ સામે જોયું “ઘરે કોઈ ન’તુંને...તો હું ના’યાં વગરજ નાસ્તો કરવાં નીકળી ગયો ‘તો...!”

“અચ્છા...! તો પછી સુરેશભાઈને આવે ત્યાં સુધી તું ક્યાં જમીશ...!?” વિજયસિંઘે પૂછ્યું પછી જાતેજ બોલ્યાં “એક કામ કરજે...! સાંજે પણ અહિયાંજ આઈ જજેને જમવા...! સુરેશભાઈને આવે ત્યાં સુધી..!”

“હમ્મ...! અને સવારે નાસ્તો પણ અહિયાંજ કરી લેજે...!” નેહા બોલી “પછી આપડે અહીંથીજ કોલેજ જઈશું...!”

“અમ્મ....! હાં....સારું...!” છૂટવા માટે આરવે છેવટે હાં પાડી પછી મનમાં બબડ્યો “પછી જોયું જશે...!”

“તો...અ...હું જાઉં...!” આરવ છેવટે ચેયરમાંથી ઊભો થયો અને નેહાને કહેવા લાગ્યો “હું ઘેર જઈને...! ફ્રેશ થઈને મળું તને....કોલેજમાં...!”

“ઓકે...!” નેહાએ સ્મિત કરીને કહ્યું.

આરવે માથું હલાવી વિજયસિંઘને બાય કર્યું અને પાછો ફરીને જવાં લાગ્યો. નેહા અને વિજયસિંઘ પણ તેની પાછળ-પાછળ તેને ગેટ સુધી મૂકવા જવાં લાગ્યાં.

“બાય..!” કમ્પાઉન્ડના ગેટમાંથી બહાર નીકળતાં-નીકળતાં આરવે સ્મિત કર્યું.

“અમ્મ....! લાવણ્યાના ઘર વિષે પૂછી જોવું...!?” કમ્પાઉન્ડના પગથિયાં ઉતરતાં-ઉતરતાં આરવ મનમાં બબડ્યો “નઈ...નઈ...! અંકલ જોડેજ ઊભા છે...!”

મનમાં વિચારતો-વિચારતો આરવ છેવટે સોસાયટીના ગેટ તરફ જવાં લાગ્યો. ગેટમાંથી બહાર નીકળીને આરવ રોડ ક્રોસ કરીને પોતાની કાર પાસે આવ્યો.

“આ છોકરીતો હજીપણ બા’રજ ઊભી છે..”! કારની ડ્રાઇવિંગ સીટ સાઈડનો દરવાજો ખોલીને અંદર બેસતાં-બેસતાં આરવની નજર હજીપણ કમ્પાઉન્ડમાં ઊભેલી નેહા સામે પડી.

“લાગતું નથી...! અહિયાં ઊભું રે’વાં જેવુ નથી...!” મનમાં બબડીને આરવે કારનાં ઈગ્નિશનમાં કી ભરાવીને સેલ માર્યો અને કાર સીધીજ સેટેલાઈટ રોડ તરફ મારી મૂકી.

***

“કેમ...!? આજે કેન્ટીન ખાલી-ખાલી છે...!?” કોલેજ કેન્ટીનમાં આવી પહોંચેલાં અક્ષયે આરવની જોડે ચેયરમાં બેસતાં પૂછ્યું “આપડા ગ્રૂપનું પણ કોઈજ નઈ.....!?”

આરવ એકલોજ ટેબલ પર બેઠો હતો. કેન્ટીનમાં આજુબાજુના ટેબલ પણ ઓલમોસ્ટ ખાલીજ હતાં.

“એક્ઝામ આવે છે એટ્લે...!” આરવ એવાંજ નિરાશ સ્વરમાં બોલ્યો.

“કેમ આમ દેવદાસ બનીને ફરે છે...!?” અક્ષયે આરવની પીઠ ઉપર ધબ્બો મારીને પૂછ્યું.

“તને બધું ખબર તો છે યાર...!” આરવે માથું ધુણાવી નિરાશ સૂરમાં કહ્યું.

“ઓહ...! હજી નઈ માની...!?”

જવાબમાં આરવ મૌન રહ્યો.

“યાર....! મેં તો તને પે’લ્લાંજ કહ્યું’તું....!” અક્ષય પણ માથું ધૂણાવીને બોલ્યો.

“તું પાછું એ બધું ચાલું ના કરતો...!” આરવ સહેજ ચિડાઈને બોલ્યો “મારે એનાં વિષે એ બધું નઈ સાંભળવું...!”

આરવે પોતાનાં બંને હાથ વડે તેનો ચેહરો ઢાંક્યો અને દબાવ્યો.

આંખો બંધ રાખી હથેળીઓમાં ચેહરો દબાવીને આરવ બેસી રહ્યો.

આંખો બંધ કરતાંજ આરવને લાવણ્યા ઉપર જોરજબરદસ્તી કરી રહેલાં યશનું દ્રશ્ય દેખાયું.

“આરવ...!” મદદ માટે જાણે લાવણ્યા આરવને ગોતતી હોય એમ તેણીનો રડતો ચેહરો આરવને દેખાતાં આરવ જાણે ઝબક્યો હોય એમ ડરીને તેણે આંખો ખોલી દીધી.

આરવના શ્વાસ ફૂલવા લાગ્યાં હોય એમ તેણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો.

“શું થયું ડૂડ.....!?” અક્ષયે પૂછ્યું “કોઈ પ્રોબ્લેમ...!?”

“તે યશને જોયો...!?” આરવે શૂન્યમનસ્ક તાકી રહીને પૂછ્યું.

“કોણ યશ...!? કોલેજમાં બે-ત્રણ યશ છે...!” અક્ષયે પૂછ્યું.

“હું તો એકજ નેજ ઓળખું છું...!” આરવ દાંત ભીંચીને બોલ્યો.

“તો પછી તું લાવણ્યાવાળાની વાત કરતો લાગે છે...!” અક્ષય બોલ્યો.

“એટ્લે...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે યાર...! મને પ્રતિક કે’તો’તો...!” અક્ષય માંડ પોતાનું લુચ્ચું હસવું દબાવીને બોલ્યો “કે યશે ગઈ કાલે રાતેજ લાવણ્યાને વાપ...!”

“ઓય....!” આરવે ઘાંટો પાડ્યો અને જોરથી અક્ષયનો કોલર પકડી લીધો “શું બકવાસ કરે છે તું...!?”

આરવે ઘાંટો પાડતાં કેન્ટીનમાં જે થોડાંઘણાં લોકો હાજર હતાં એ બધાંએ તેમની તરફ જોયું.

“ યાર....યાર...હું નઈ કે’તો....!” અક્ષય ડરી ગયો અને પોતાનાં બંને હાથ સરેન્ડરની મુદ્રામાં ઊંચા કરીને બોલ્યો “પ...પ્રતિક કે’તો તો...! સાચે...!”

ઝટકાથી અક્ષયનો કોલર છોડીને આરવે પાછું પોતાનું મોઢું પોતાની બંને હથેળીઓમાં દબાવી દીધું.

“પ્રતિક કે’તો’તો...! પ્રતિક કે’તો’તો...!” પોતાનો ચેહરો છૂપવવા છતાં આરવને કાનમાં અક્ષયનાં શબ્દોનાં પડઘા પડવા લાગ્યાં “યશે ગઈ કાલે રાતેજ યશે ગઈ કાલે રાતેજ લાવણ્યાને....લાવણ્યાને...!”

“યશે ગઈ કાલે રાતેજ લાવણ્યાને...યશે ગઈ ...લાવણ્યાને....! લાવણ્યાને..!”

વારંવાર એકનાં એક શબ્દો સંભળાવા લાગતાં આરવ ચેયરમાંથી ઝડપથી ઊભો થયો. તેના એ રીતે ઊભા થવાથી ચેયરને જોરથી ધક્કો વાગ્યો અને ચેયર નીચે પડી ગઈ. એ વાતની પરવા કર્યા વિના આરવ ઝડપથી કેન્ટીનમાંથી બહાર નીકળી ગયો.

કેન્ટીનની બહાર નીકળતાંજ આરવને ક્લાસરૂમમાંથી બહાર નીકળી પોતાનાં મિત્રોની ટોળકી સાથે જેંન્ટ્સ વૉશરૂમ તરફ જતો યશ દેખાયો.

આરવનાં દાંત ભીંચાઈ ગયાં અને તેણે પોતાનાં બંને હાથની મુઠ્ઠીઓ વાળી દીધી.

“તું યશ જોડે કશું માથાકૂટ નાં કરતો...! નાં કરતો...!” આરવ હજીતો બે ડગલાં આગળજ વધ્યો હતો ત્યાંજ તેને લાવણ્યાનાં શબ્દો યાદ આવી ગયાં “કોલેજમાં વાત ફેલાઈ જશે... ફેલાઈ જશે..!”

લાવણ્યાની વાત યાદ આવી જતાં આરવનું મન પાછું પડ્યું. થોડીવાર યશ સામે ખુન્નસથી જોઈ રહ્યાં પછી આરવ છેવટે પાર્કિંગ તરફ જવા કોરિડોરમાં વળી ગયો.

***

“ટ્રીન...ટ્રીન...!” પાર્કિંગમાં આવીને આરવે લાવણ્યાનો કૉલ કર્યો.

આખી રિંગ વાગી જવાં છતાં લાવણ્યાએ ફોનના ઉપાડયો.

“અરે હાં...! લેકચરમાં હશે કદાચ...!” આરવને યાદ આવતાં પોતેજ મનમાં બબડ્યો પછી whatsappમાં લાવણ્યાનો નંબર ઓપન કરીને મેસેજ કરવાં લાગ્યો.

“કોલેજ આઈ છું...!? મને મેસેજ કરજે....! પ્લીઝ....!”

મેસેજ ટાઈપ કરીને આરવે સેન્ડ કરી દીધો. લાવણ્યાને મેસેજ મોકલીને આરવે અક્ષયને ફોન કર્યો.

“હાં...બોલ...!” અક્ષયે તરતજ ફોન ઉપાડયો.

“અડ્ડે જવું છું....! આય જલ્દી પાર્કિંગમાં...!” આરવ સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

“તું મારીશ તો નઈને...!?” અક્ષયે પૂછ્યું.

“કોને...!?”

“અરે મને યાર....! હમણાં કેવો ગુસ્સે થયો ‘તો....!”

“હમ્મ...! નઈ મારું...! તું આય....!”

“આયો ચલ...!” બંને એ ફોન કટ કર્યો.

***

“હાય...! શું કરે છે....!?” સિદ્ધાર્થે નેહાને whatsappમાં મેસેજ કર્યો.

“લેકચરમાં બેઠી છું....!” કોલેજમાં લેકચરમાં બેઠેલી નેહાએ થોડીવાર પછી રિપ્લાય આપ્યો.

“ઓહ....! સોરી...! તને ડિસ્ટર્બ કરી...!” સિદ્ધાર્થે રિપ્લાય આપ્યો.

“અરે ઇટ્સ ઓકે યાર...!” ફોન નીચે રાખીને નેહા ફટાફટ ટાઈપ કરી રહી હતી “એમ પણ સ્ટેટનો લેકચર બોરિંગ હોય છે...! તું કે’….! શું ચાલે...!?”

“મારે શું હોય...!? એજ રૂટિન....! બોરિંગ...!”

“તો અમદાવાદ આયને....!” નેહાએ કહ્યું “આટલો મસ્ત વરસાદ છે...! મજા આવશે...! ફરવાની...!”

નેહાનો મેસેજ વાંચીને સિદ્ધાર્થ ખુશ થઈ ગયો.

“અને કોફી પણ બાકીજ છે...! શંભુની...!” નેહાએ વધુ એક મેસેજ કર્યો.

“ઓકે...! બે-ત્રણ દિવસઆ આવવાનું થશેજ....!” સિદ્ધાર્થે મેસેજ કર્યો.

“ઓકે....તો તું આવે એટ્લે મને કે’જે....!” નેહાએ મેસેજ કર્યો.

“શું ચાલે બીજું...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“ફરીવાર એજ મેસેજ..!?” સિદ્ધાર્થે બીજીવાર પૂછતાં નેહાએ સ્માઈલી મોકલી મેસેજ કર્યો.

“સોરી...! યાદ ના રહ્યું..!”

બંને મેસેજમાં વાતો કરવાં લાગ્યાં.

***

“તું આજે કોલેજ નઈ આઈ...!?” લાવણ્યાએ ફોન ઉપાડતાં આરવે પૂછ્યું.

“ના....! મૂડ નથી...!” લાવણ્યા કંટાળેલાં સ્વરમાં બોલી.

“તો ચલને...! ક્યાંક મૂવી-બૂવી જોવાં જઈએ...!” આરવે ઢીલા સ્વરમાં પૂછ્યું “તારું મૂડ ફ્રેશ થઈ જશે...!”

“આજે નઈ....! પછી...!” લાવણ્યાએ નીરસ સ્વરમાં કહ્યું.

“તો સાંજે મળવું છે..!?”

“હું કૉલ કરીશ...!” એવાજ નીરસ સ્વરમાં લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

“ઓકે...!” આરવનું મન ભાંગી પડ્યું.

“હું સામેથી કૉલ કરીશ...! તું ના કરતો...! હમ્મ...!”

“હાં સારું...!” આરવ બોલ્યો.

“બ...!”

આરવ બાય બોલવાજ જતો હતો ત્યાંજ લાવણ્યાએ બાય કહ્યાં વિના કૉલ કટ કરી દીધો.

ઝેવિયર કોલેજ રોડ ઉપર આવેલાં ચાય સુટ્ટા કાફેનાં પાર્કિંગમાં ઝાડ નીચે પાર્ક કરેલાં બાઇક ઉપર બેઠેલાં આરવનું મોઢું સાવ ઢીલું થઈ ગયું. સામેથી ચ્હાની બે કુલડીઓમાં ચ્હા લઈને આવતાં અક્ષયને જોઈ આરવે માંડ પોતાનું મૂડ સરખું કરવાનો પ્રયત્ન કર્યો.

“લે ભાઈ....! ચ્હા પી..!” એક ની કુલડી આરવ સામે ધરીને અક્ષય બોલ્યો “અને મગજ ઠંડુ કર...!”

“હી...હી....!” આરવથી પરાણે હસાઈ ગયું “ગરમ ચ્હા પીને ઠંડુ.....!?”

“અરે હાં નઈ....! મારે આઇસ ટી લાવવાં જેવી હતી...!” અક્ષય હસીને બોલ્યો.

થોડીવાર મૌન રહીને આરવે એક-બે ઘૂંટ ચ્હા પીધી.

“સપોઝ તારી કોઈ ફ્રેન્ડ જોડે ખોટું થાય....! અને એ તારી જોડે વાત નાં કરે..!” થોડીવાર પછી આરવે પૂછ્યું “તો તું શું કરે....!?”

“લાવણ્યાની વાત કરે છે....!?” અક્ષયે સીધું પૂછ્યું “તો ડાયરેક્ટ કે’ને...! ઘુમાવે છે શું કરવાં...!?”

“યાર.....પછી તું બધી પંચાત કરીશ....!” આરવ મ્હોં બગાડીને બોલ્યો.

“તું મને બધી વાત કઈશ... તો હું તને કશુંક સજેસ્ટ કરી શકીશને....!”

“બધી વાત હું તને નાં કહી શકું યાર...!” આરવ નજર ફેરવીને બોલ્યો.

“લાવણ્યા વિષેની કોઈપણ વાત તું મને નઈ કે’....તો પણ કોલેજમાંથી કોઈકનાં મોઢેથી તો ખબર પડીજ જશે...!”

આરવનું મોઢું ફરીવાર ઢીલું થઈ ગયું.

“યશે ગઇકાલે રાતે એની જોડે જોરજોરાઈ કરી હતી...!” થોડીવાર પછી આરવ આડું જોઈ રહીને બોલ્યો.

“કોલગર્લ જોડે કઈં જોરજોરાઈ થોડી હોય યાર...! બધું એની મરજીથીજ થાય...!” અક્ષય ભારોભાર ઘૃણા સાથે બોલ્યો.

“આ છેલ્લીવાર તું બોલ્યો...!” આરવે કઠોર સ્વરમાં અક્ષય સામે જોઈને કહ્યું “હવે પછી જો એનાં માટે આવું કઈંપણ બોલ્યો....! તો આપડી ફ્રેન્ડશિપ અને તારાં હાથપગ એકસાથે તૂટશે...!”

“જો દોસ્ત....!” અક્ષય માંડ પોતાનું હસવું દબાવીને રાખીને બોલ્યો “સાચો ભાઈબંધ એનેજ કે’વાય...! જે પોતાનાં ફ્રેન્ડને કઈંક ખોટું કરતાં રોકે...! ફ્રેન્ડશિપમાં તમને ગમે એવું બિહેવ થોડી કરે કોઈ...!”

“તે કીધું’તું કે તું એનાં વિષે કઈંપણ આલતુ-ફાલતુ બોલ્યાં વગર મારો સપોર્ટ કરીશ...!”

અક્ષય થોડીવાર મૌન રહીને આડું જોઈ રહ્યો.

“તું શું કરવાં ઈચ્છે છે....!?” થોડીવાર પછી અક્ષયે પૂછ્યું.

“એ વાતજ નઈ કરતી...!” આરવ ઢીલા સ્વરમાં બોલ્યો “શું થયું છે એની જોડે એ કશું કે’તી પણ....!”

“એટ્લે તને હજી શ્યોર નઈ ખબર કે એનો રે.!”

“એ શબ્દ નાં બોલતો...!” આરવની આંખ ભીની થઈ ગઈ.

અક્ષય દયામણું મોઢું કરીને એની સામે જોઈ રહ્યો.

“જો ખરેખર એની જોડે એવું કઈં થયું હોય...! તો તારે એની જોડે રે;વું જોઈએ...!” અક્ષય બોલ્યો “આવાં ટાઈમે તારાં જેવો ફ્રેન્ડ એની જોડે હોય...! તો એ આ ટ્રોમાંમાંથી ઝડપથી બા’ર આવી શકે...!”

“પણ એ કોલેજ પણ નઈ આવતી..! અને વાત પણ નઈ કરતી...!”

“તું એને કૉલ-મેસેજ કરેજા...! એનો મૂડ ફ્રેશ કરવાનો ટ્રાય કર....!”

“પણ એ ચિડાય છે...! નારાજ થઈ જાય છે....!”

“એ તો હક છે એનો..!” અક્ષય સ્મિત કરીને બોલ્યો “તારો હક તું જતાય...! એનો હક એને જતાવા દે...!”

આરવ વિચારી રહ્યો.

“એ પછી સાવ નારાજ થઈ જશે તો...!?” આરવ બોલ્યો.

“તો પછી એને તને ડિઝર્વ નઈ કરતી....!” અક્ષય સહેજ ગંભીર સ્વરમાં બોલ્યો “તારાં જેવાં છોકરાંઓ જે એને આવી હોવાં છતાંય આટલો લવ કરે...! જો એવાં બોઈઝને એ ફ્રેન્ડ તરીકે પણ સહન નાં કરી શકતી હોય....! તો પછી એ તને ડિઝર્વ નઈ કરતી....!”

આરવ મૌન થઈને તાકી રહ્યો.

***

ત્યારપછી નાં ચારપાંચ દિવસ સુધી આરવ લાવણ્યાની સોસાયટીની સામે આવીને કારમાં બેસી રહેતો. નેહાની નજરમાં નાં ચઢી જવાય એટ્લે આરવ મોટેભાગે નેહાનાં કોલેજ ગયાં પછીજ ત્યાં આવતો. વધુમાં કારમાં બેઠેલાં તેને કોઈ જોઈ નાં જાય એટ્લે તેણે પોતાની કારનાં કાંચ ઉપર બ્લેક ફિલ્મ ચડાવી લેવડાવી. નેહાનાં ઘરે જમવા જવાનું તે કોઈને કોઈ બહાને ટાળી દેતો.

ચાર પાંચ દિવસ સુધી આરવે લાવણ્યાને ઘરથી બહાર નીકળી મૂડ ફ્રેશ કરવાં માટે ક્યાંકને ક્યાંક લઈ જવાનો આગ્રહ કર્યે રાખ્યો. આમ છતાં, લાવણ્યા દર વખતે વાત ટાળી દેતી. કોઈકોઈ વાર તે ગુસ્સે પણ થતી. આમ છતાંય આરવે પોતાનો પ્રયત્ન ચાલુજ રાખ્યો. આજેપણ સવારથી સાંજ સુધી આરવે અનેકવાર ફોન કર્યા હતાં.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” બેડ ઉપર પડેલાં લાવણ્યાનાં ફોનની રિંગ વાગી રહી હતી.

પડખું ફોન તરફ ફેરવીને લાવણ્યાએ તેનાં મોબાઈલની સ્ક્રીનમાં નંબર જોયો.

“આરવ....!” સ્ક્રીન ઉપર આરવનું નામ જોઈને લાવણ્યા બબડી.

ફોન ઉપાડ્યાં વગર લાવણ્યા પાછો બેડ ઉપર ઊંધો મૂકી દીધો અને ફરી પડખું ફેરવી દીધું. થોડીવાર પછી આરવે ફરીવાર ફોન કર્યો.

“હાં...! બોલ...!” છેવટે આરવનો કૉલ રિસીવ કરી લાવણ્યા પરાણે બોલતી હોય એમ બોલી.

“તું કોલેજ કેમ નઈ આવતી...!? ફાર્મ હાઉસવાળી રાત પછી લાવણ્યા લગભગ પાંચેક દિવસથી કોલેજ નહોતી ગઈ તેથી સોસાયટીની બહાર કારમાં બેઠેલાં આરવે પૂછ્યું.

“મારું મૂડ નથી એટ્લે...! તું રોજે શા માટે મને ફોન મેસેજ કર્યા કરે છે...!” લાવણ્યા એવાંજ ઢીલા સ્વરમાં કહ્યું “મેં તને પરમ દિવસે પણ કીધું’તું તો ખરાં....!”

“પણ તારું મૂડ સારું થાય એટ્લેજ તો કહું છું...!”

“આરવ....! હની....! મેં કીધું’તુંને....! મને ઠીક લાગશે એટ્લે કઈશ તને...! હમ્મ...!” લાવણ્યા શક્ય એટલું પ્રેમથી બોલી.

“પણ...!”

“તું હવે મને હેરાન ના કરતો...! ફોન કે મેસેજ કરીને..! ઓકે...!”

“બેસ્ટ ફ્રેન્ડ હેરાન ના કરેતો બેસ્ટ ફ્રેન્ડ થોડી કેવાય....!” આરવ બાળકની જેમ બોલ્યો.

“હાં...હાં....!” બેડ ઉપર સૂતેલી લાવણ્યાથી પરાણે થોડું હસાઈ ગયું.

“જો...! જો...! કીધુંને...! તું આવને...! તારું મૂડ ઠીક થઈ જશે....!”

“હમ્મ....! સારું....! આવું છું...! આપડે ક્યાંક બા’ર જઈએ...!” લાવણ્યાએ બેડ ઉપરથી ઊભાં થતાં-થતાં કાને ફોન માંડી રાખીને કહ્યું.

તેણીનું માઇન્ડ થોડું હળવું થતાંજ લાવણ્યા હવે મલકાઈ રહી હતી.

“હું તૈયાર થઈને તને કૉલ કરું...! ઓકે...!” પોતાનાં વૉર્ડરોબ તરફ જતાં લાવણ્યા બોલી.

***

“હેય...શું કરે છે....!?” નેહાએ સિદ્ધાર્થને ફોન કર્યો “ક્યારે આવે છે અમદાવાદ...!”

“પરમ દિવસે....!” સિદ્ધાર્થ બોલ્યો “બ્રોકરનો હમણાંજ ફોન આયો...! હું તને કૉલ કરવાનોજ હતો...!”

“અરે વાહ...! તો તો બોલ...! તને શું ભાવે...!? હું જમવામાં બનાઈશ...!” નેહાએ પૂછ્યું.

“ઓહ...! બટ તું તો અ..શંભુ ઉપર લઈ જવાનું કે’તી’તી...!?” સિદ્ધાર્થ સહેજ ઢીલા સ્વરમાં બોલ્યો.

“અરે એતો કોફી માટેને...! તું અમદાવાદ આવે અને મારાં ઘેરનાં જમે એવું થોડી ચાલે કઈં..!?”

“પ....પણ આપડે બા’રજ જમીએ તો...!?” સિદ્ધાર્થ નાના બાળકની જેમ દલીલ કરતો હોય એમ બોલ્યો “ઘરે તો રોજે જમીએજ છેને...!?”

“અરે હોય કઈં...!? તું અમદાવાદ આવે અને મારાં ઘરે જમ્યા વગર જાય....તો પપ્પા વઢે મને....!” નેહા બોલી “એક ટાઈમ તો ઘરેજ જમવું પડશે...! એવું હશે...! તો આપડે લંચ ક્યાંક બા’ર કરીશું...! બસ..!”

“અને કોફી...!?”

“હાં....હાં....હાં...Aww….! બાપા કોફી નઈ ભૂલાય...!” નેહાથી પરાણે હસાઈ ગયું અને તે વ્હાલથી બોલી “તું કે’ને...! શું ભાવે તને...!?”

“જે બધાં બોયઝને ભાવતું હોય એજ...!” સિદ્ધાર્થ બોલ્યો.

“યુ મીન....ભીંડા..!?” નેહાએ અંદાજો લગાવીને પૂછ્યું.

“હુમ્મ...! પણ ઊભાં સમારેલાં...! અને સહેજ બળેલાં હોય એવાં...!” સિદ્ધાર્થ ભોળાંભાવે બોલ્યો.

“હાં...હાં...હાં....! સારું...સારું..! હું એવાંજ બનાઈશ...!” નેહા ફરી હસી પડી પછી પૂછવા લાગી “અને...અ...આ....રવને પણ તારી જેમજ....! ભીંડાજ ભાવે કે..!?”

“હાં...! સેમ...! ભીંડા..! મારી જેમજ...! ઊભાં સમારેલા....! મમ્મી બનાવતી હોય...! અમે પે’લ્લેથી એનાં હાથનાં એવાંજ ભીંડા ખાધેલાં...!”

“હમ્મ...! ઓકે.....!”

“પણ તું આરવનું કેમ પૂછે છે...!?” સિદ્ધાર્થ સહેજ નવાઈ લાગતાં તેણે પૂછ્યું.

“અમ્મ...અ...તું આઈશ..તો પપ્પા આરવનું પણ પૂછશેજને....!” નેહા જેમતેમ બોલી “અને એમાંય અમે બેય એક કોલેજમાં છે...! તો એને નાં બોલાવું...એ થોડી ચાલે કઈં....!?”

“અરે હાં...! એ તો છે...!” સિદ્ધાર્થને વાત ગળેથી ઉતરી ગઈ “સારું...તો હું મૂકું ફોન...! થોડું કામ છે...!”

“હમ્મ....! કામ પતે...એટ્લે મને કૉલ કરજે....!” નેહા બોલી “બાય...!”

બંનેએ કૉલ કટ કર્યો. કોલેજથી પાછાં ઘર તરફ ઓટોમાં જઈ રહેલી નેહાએ રસ્તા આવતી શાક માર્કેટમાંથી ભીંડા લઈ લીધાં.

ભીંડા લઈ ઓટોમાં બેઠાં પછી નેહાએ આરવને કૉલ કર્યો.

“હાય..!? ક્યાં છે...!?” ઉત્સાહમાં આવી ગયેલી નેહા બોલી.

“હું...અ..થોડો કામથી બા’ર આયો છું...!” આરવ બહાનું કાઢીને બોલ્યો.

“કઈં વાંધો નઈ...! કામ પતાવીને સાંજે ઘરે આય...! જમવા....!” નેહા એવાંજ ઉત્સાહથી બોલી બોલી “ગેસ વૉટ...! આજે ભીંડાની સબ્જી બનાઈ છે...! તારી ફેવરિટ...!”

“ઓહ...અ...! પણ તને કેમની ખબર...! કે ભીંડા મારાં ફેવરિટ છે...!?” આરવે આશ્ચર્યથી પૂછ્યું.

“હેં અ....અ..!” ઉત્સાહમાં આવીને બોલી ગયેલી નેહા થોથવાઈ ગઈ પછી બોલી “અરે...એમાં શું...!? દસમાંથી નવ છોકરાઓનું ફેવરિટ ભીંડાનુંજ શાક હોય...!”

“હાં...! એ તો છે...!”

“હું શરત લગાવું...! સિદ્ધાર્થને પણ ભીંડા ભાવતાજ હશે...! બોલ...!? સાચુંને...!?” નેહાએ પૂછ્યું.

“હાં...એને પણ ભાવેજ છે...! પ પણ...!” આરવ ધીરેથી બોલ્યો “હું એક્ચ્યુલી એક ઇમ્પોર્ટેંટ કામ માટે આયો છું..!”

“અરે યાર શું બા’નું કાઢું...!?” નેહાને શું કહેવું એ વિષે આરવ મનમાં વિચારી રહ્યો,

“શેનું ઇમ્પોર્ટેંટ કામ છે....!?”ત્યાં નેહાએ પૂછ્યું.

“અ...હાં..અ...એક શેડ જોવાનો છે...! બ્રોકરનો કૉલ આયો ‘તો..!” સિદ્ધાર્થ સાથે થયેલી વાત યાદ કરીને આરવ બોલ્યો “અમારાં વૂડ્સનાં બિઝનેસની બ્રાન્ચ અહિયાં ખોલવાની છેને..! તો એની જગ્યા જોવાની છે...! એનાં માટે..! બે-ત્રણ જગ્યાએ જવાનું છે...! એટ્લે વાર લાગશે...!”

“ઓહ...!” નેહાનું મોઢું ઢીલું થઈ ગયું અને તે મનમાં બબડી “આવું જુઠ્ઠું..!? કેમ....!?”

“સોરી હાં...! પછી ક્યારેક આઈશ...! બાય...!” આરવે છેવટે જેમ-તેમ વાત પતાવીને કૉલ કટ કર્યો.

“હાં..સારું...!” ઢીલી થઈ ગયેલી નેહાએ કૉલ કટ કર્યો અને વિચારે ચઢી ગઈ.

***

“હાશ...! વરસાદ પડશે એવું લાગે છે...!” આકાશમાં ઘેરાયેલાં વાદળો તરફ કારનાં કાંચમાંથી જોઈને આરવ બબડ્યો “એને વરસાદ બવ ગમે છે...!”

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!”

“હું એસજી હાઈવે ખેતલાપા આવું છું....! તું આય...!” આરવ જોડે બહાર જવાં માટે તૈયાર થઈને નીકળેલી લાવણ્યાએ પોતાની સોસાયટીનાં ગેટની બહાર નીકળતાં-નીકળતાં આરવને ફોન ઉપર કહ્યું.

“હું તારી સોસાયટીનાં ગેટની સામેજ ઊભો છું...!જો...!” સોસાયટીનાં સામે ઉભેલાં આરવે કહ્યું.

“હેં..!? સાચે...!?” ગેટની સામેની બાજુ જોતાં-જોતાં લાવણ્યાએ કહ્યું.

રોજનીની જેમ આરવ તેની કાર લઈને સામેની બાજુએ ઊભો હતો.

“હું આવી...!” લાવણ્યાએ કૉલ કટ કરતાં કહ્યું.

રોડ ક્રોસ કરીને લાવણ્યા સામેની બાજુ આરવની કાર તરફ જવાં લાગી. લાવણ્યાને આવતી જોઈને આરવ તેની કારમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો.

“તું ક્યારે આયો...!?” આરવની જોડેની સીટમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ સ્મિત કરતાં-કરતાં પૂછ્યું.

“હું તો સવારનો અહિયાંજ છું....!” આરવથી બોલાઈ ગયું.

“વ્હોટ...!? તું...! તું...!”

“અરે મજાક કરું છું...!” આરવ વાત વાળતો હોય એમ મોઢું ફેરવીને કારનો સેલ મારતાં બોલ્યો.

“આરવ....! આમજો મારી સામું...!” ચકિત થઈ ગયેલી લાવણ્યા ધમકાવતી હોય એમ બોલી.

આરવનું મોઢું ઉતરી ગયું અને તે લાવણ્યા સામે જોયાં વિના ધીમી સ્પીડે કાર ચાલાવાં લાગ્યો.

“આરવ....!” લાવણ્યા છણકો કરીને બોલી “મારી સામું જોતો...!”

કાર રોકીને આરવે ઢીલું મોઢું કરીને લાવણ્યા સામે જોયું.

“ખાલી આજેજ સવારથી અહિયાં ઊભો’તો ....! કે પછી રોજે આવતો’તો…!” લાવણ્યા દયાભાવથી આરવનાં ઉતરી ગયેલાં મ્હોં સામે જોઈને બોલી.

“રોજે...!” નાનાં બાળકની જેમ નારાજ સૂરમાં મોઢું ફુલાવીને આરવ બોલ્યો.

“આખો...આખો દિવસ અહિયાંજ ઊભો રે’તો’તોને...!?” લાવણ્યાની આંખ પણ હવે ભીંજાઈ ગઈ.

એવુંજ મોઢું ફુલાવી રાખીને આરવે હકારમાં માથું ધુણાવ્યું.

“Awww…! તું...! છોકરાં....!” સીટમાં ઘૂંટણ ઉપર બેઠાં થઈને લાવણ્યાએ આરવને ગળે વળગાળી દીધો “પાગલ થઈ ગ્યો છે... તું...! હમ્મ...બોલ...!?”

“એ રાતે એણે તારી જોડે શું કર્યું...! મને નઈ ખબર...!” આરવ ગળગળા સ્વરમાં લાવણ્યાને વળગીને બોલ્યો “પણ...પણ...હું બસ તારી જોડે રે’વાં માગતો’તો...! ત...તને એકલી નો’તી મૂકવાં માંગતો...! કદાચ તું..તું...કઈંક...કરી બેસું...! હું..તને ખોવાં નો’તો માંગતો...!”

“એટલી કમજોર નથી હું...! ઓકે...!” પોતાનું રડવું માંડ દબાવી રાખી આરવ સામે જોઈ લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી “અને મેં તને કેટલીવાર કીધું...! કે ..કે હું તારાં ટાઈપની નથી...! શું કામ તું તારો ટાઈમ વેસ્ટ કરે છે...!?”

“તું ફ્રેન્ડ તો છેને...!? તને ફ્રેન્ડની જરૂર હતી એ ટાઈમે...! એટલે હું રાહ જોતો’તો...! કે ક્યારે તું સોસાયટીની બા’ર નીકળે અને હું તને મળું...! પણ તું તો દેખાતીજ ન’તી...!”

“તે મને કીધું કેમ નઈ કે તું રોજે અહિયાં આખો દિવસ બેસી રે’તો’તો...!? બોલ...!?”

“તું ફોન તો ઉપાડતી નો’તી...!” આરવ પણ નારાજ સુરમાં છણકો કરીને બોલ્યો.

“Aww...સોરી....!” આરવના ગાલે વ્હાલથી હાથ મુકીને લાવણ્યા બોલી “સારું ચાલ...! પે’લ્લાં આપડે ચા અને મસ્કાબન ખાઈએ પછી ક્યાંક જઈએ...!”

“મસ્કાબન ખાઈ-ખાઈને તું જાડી થઈ ગઈ તો...!?” કારનું એક્સીલેટર દબાવી આરવ લાવણ્યાની ઉડાવતાં બોલ્યો.

“એ ....જાડી વાળાં...! ગધેડાં...!” આરવના બાવડે પંચ મારીને લાવણ્યા પોતાનું હસવું દબાવી રાખીને બોલી “માર ખાઈશ તું હોં....!”

“મસ્કાબન કરતાં તો મારજ ખાવો સારો...! કમસે કમ જાડું તો ના થવાય...!”

“જો પાછો બોલ્યો....!” નકલી ગુસ્સો કરતી-કરતી લાવણ્યા હસી પડી અને આરવને મારવાં લાગી.

“આહ...! અરે ધીરે...! હમણાં કાર કોઈકને અડી જશે....!”

“તું ગિટાર તો લાયો છેને...!?” થોડીવાર પછી લાવણ્યાએ આરવને પૂછ્યું

“હા...! કાયમ જોડેજ હોય છે...! જો પાછળ....!” કાર ચલાવતાં-ચલાવતાં આરવે પાછળની સીટમાં બ્લેક કવર ચડાવેલાં ગિટાર તરફ ઈશારો કરીને કહ્યું “પણ કેમ પૂછે છે...!?”

“બસ...! બવ દિવસથી તને લાઈવ ગાતાં નઈ સાંભળ્યો...!” લાવણ્યાએ સ્મિત કરીને આરવ સામે જોયું “અને મને ખબર છે...! તું પણ ફૂફ ટ્રક પાર્ક નઈ જતો હોય....!”

“તારા વગર કશું નઈ ગમતું....!” લાવણ્યા સામે જોયા વિના આરવ કાર ચલાવતાં-ચલાવતાં બોલ્યો.

આરવ સામે થોડીવાર દયાભાવથી જોઈ રહીને લાવણ્યા સામે કારની બહાર જોવાં લાગી. આરવે પણ સામું જોઈને કાર ચલાવી લીધી. જોકે આરવને (કે લાવણ્યાને) એ વાતની નહોતી ખબર કે આરવ સાથે જવાં સોસાયટીનાં ગેટમાંથી નીકળી આરવની કારમાં બેસતી વખતે લાવણ્યાને સોસાયટીમાં ઓટોમાં એન્ટર થઈ રહેલી નેહા જોઈ ગઈ હતી. અને આરવને પણ કારની સીટમાં બેસતો નેહાએ જોયો હતો.

“એક શેડ જોવાનો છે...! શેડ જોવાનો છે...!” નેહાનાં કાનમાં એ શબ્દો ગુંજી રહ્યા હતા.

આરવ જુઠ્ઠું બોલ્યો હતો એ વાતતો નેહાને ખબર પડીજ ગઈ હતી પણ કેમ એ વાતનો જવાબ પણ નેહાને લાવણ્યા અને આરવને જોડે જતાં જોઈને મળી જતાં

“અમારાં વૂડ્સનાં બિઝનેસની બ્રાન્ચ અહિયાં ખોલવાની છેને..!ખોલવાની છેને...! તો એની જગ્યા જોવાની છે...! મારે લેટ થશે....!”

“ઘરર...!” ત્યાંજ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. ઓટોમાંથી ઉતરી સોસાયટીનાં નાકે હજીપણ ઊભેલી નેહા એ વરસાદમાં ક્યાંય સુધી પલળતી રહી.

***

એક ફેમસ પોપ સિંગરનું હિન્દી-ગુજરાતી મિક્સ એવું ફ્યૂઝન સોંન્ગ ગાઈને આરવે ફૂડ ટ્રક પાર્કમાં અગાઉ જેવોજ માહોલ ઊભો કરી દીધો.

સોંન્ગ સાંભળીને લાવણ્યાનું માઈન્ડ પણ ફ્રેશ થઈ ગયું. આરવે સોંન્ગ ગાઈ લીધાં પછી બંનેએ ત્યાંજ ડિનર કર્યું. ત્યારબાદ એસજી હાઇવે ઉપર લોન્ગ ડ્રાઈવ કરીને બંને રિવર ફ્રન્ટ મોડાં સુધી બેઠાં.

“એક વાત પૂછું...!?” આરવે લાવણ્યાને પૂછ્યું.

બંને રિવરફ્રન્ટની પાળીએ એજરીતે પગ લબડાવીને બેઠાં હતાં.

“તે પ્રોમિસ કર્યું હતું કે તું ફાર્મ હાઉસવાળી રાત વિષે કઈં નઈ પૂછે...!” લાવણ્યા યાદ અપાવતી હોય એમ નદી સામે તાકી રહીને બોલી.

“હું તો એમ પૂછવા માંગતો’તો કે કોલેજમાં બધાં સામે તું રૂડ બિહેવ કેમ કરે છે...!?”

“તે આ ક્વેશન ફરી પૂછ્યો...! નઈ...!?” લાવણ્યાએ આરવ સામે જોઈ સ્મિત કર્યું.

“તું આજેય જવાબ નઈ આપે...!?”

હળવું સ્મિત કરીને લાવણ્યાએ ફરીવાર સાબરમતી નદી સામે જોયું.

“લોકોને હું એવીજ ગમું છું આરવ...!” નદી સામે તાકી રહીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી “મારી એવીજ ઈમેજ બની ગઈ છે...!”

“તે જાતેજ તારી એવી ઈમેજ બનાવી દીધી છે...! નઈ..!?” આરવે પૂછ્યું.

લાવણ્યાએ જવાબમાં ફરી હળવું સ્મિત કર્યું.

“કેમ...!? પણ..!?”

“સારાં અને સીધાં માણસોને લોકો કમજોર ગણીલે છે.....! અને પછી એમનો ટ્રસ્ટ પણ તોડે છે...!” યશને યાદ કરીને લાવણ્યા માયૂસ સ્વરમાં બોલી “મારી સાથે આવું પહેલાં પણ થયું ‘તું....! એટ્લેજ હું એવી થઈ ગઈ’તી...! પણ યશને મળીને એવું લાગ્યું કે...! એની ઉપર ટ્રસ્ટ કરી શકાય છે...! પણ એણેય મારો ટ્રસ્ટ તોડ્યો...!”

“એટ્લે તું ફરીવાર એવીજ થઈ જઈશ....!? રૂડ..રૂડ...!?” આરવે નાનાં બાળકની જેમ પૂછ્યું.

“હાં...! પણ તારાં સિવાય બધાં જોડે....!” લાવણ્યા સ્મિત કરીને બોલી “જે દિવસે તું યશના રસ્તે ચાલ્યો...! એ દિવસે તારી જોડે પણ એવીજ...!”

“ના...ના...હું તો કોઈ દિવસ તને હર્ટ નઈ કરું....! પ્રોમિસ...!” આરવ તેનું ગળું પકડીને બોલ્યો.

થોડીવાર બંને મૌન થઈને નદીનાં પાણી સામે તાકી રહ્યાં.

“એક બીજી વાત પૂછું....!?”થોડીવાર પછી આરવે બિતાં-બિતાં લાવણ્યા સામે જોયું.

આરવ સામે જોયાં વિના લાવણ્યાએ ફક્ત હકારમાં ડોકું ધૂણાવ્યું.

“પ્રોમિસ કર નારાજ નઈ થાય...!” આરવે તેની હથેળી લાવણ્યા તરફ લંબાવી.

“પ્રોમિસ...!” સ્મિત કરીને લાવણ્યાએ પોતાની હથેળી આરવના હાથ ઉપર મૂકી.

“વ....વિશાલ....! કે એવાં બીજાં બોયઝ જોડે તારાં અફેયર્સની વાતો....! અ...આઈ મીન...! અ...!” આરવની જીભ થોથવાવાં લાગી અને તે પરેશાન નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“યુ મીન....બધાં બોયઝ જોડે મારાં ફિઝિકલ રિલેશનની વાતો...!?” લાવણ્યાએ આરવનું અધૂરું વાક્ય પૂરું કરતાં પૂછ્યું.

ભીની આંખે આરવે દયામણું મોઢું કરીને હકારમાં માથું ધૂણાવ્યું.

“તને શું લાગે છે...!?” લાવણ્યાએ આરવની ભીની આંખોમાં જોઈને પૂછ્યું.

“ખ....ખબર નઈ...!” આરવ રડું રડું થઈ ગયો “સાચું હોય કે ખોટું...! પણ...પણ...! મને બઉજ પેઈન થાય છે..!”

“યુ નો....! તમારી બોયઝની એક બવ મોટી પ્રોબ્લેમ હોય છે...!” લાવણ્યાએ પહેલાં આરવ સામે પછી નદી સામે બાજુ જોઈને કહ્યું “કોઈ છોકરી અમસ્તુંજ જો તમારી સામે હસી પણ હોય.... તો તમે લોકો એવું માની બેસો છો એ તમારી પાછળ ફીદા થઈ ગઈ...! અને એ છોકરી જો થોડી વધારે તમારી જોડે વાત કરીલે...! હી...હી....!” લાવણ્યાએ હસીને આરવ સામે જોયું “તો તો તમે લોકો રૂમનો “જુગાડ” કરવાં લાગી જાઓ છો...! નઈ..!?”

લાવણ્યાએ તેણીની આઈબ્રો નચાવી પછી બોલી “જાણે એ છોકરી નેક્સ્ટ ડે તમારી જોડે આઈને એમ કહેવાની હોય કે ચાલ “સેક્સ” કરીએ...!”

આરવ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો.

“એટલું ઈઝી નથી હોતું...! છોકરીઓ માટે...! કોઇની પણ જોડે સૂઈ જવાનું....!” લાવણ્યાએ આરવ સામે જોયું “લોકોએ મારી ઇમેજ જ એવી બનાવી દીધી છે...! કે હું કોઈ છોકરાં જોડે કોઈ ઈંટેન્શન વિના જો એમજ વાત કરતી હોવ..! તો લોકો એવુંજ માને છે કે હું એની જોડે...અ...!”

લાવણ્યા બોલતાં-બોલતાં અટકી ગઈ અને ભીની આંખે આરવ સામે શૂન્યમનસ્ક જોઈ રહી.

“અને છોકરાંઓ પણ...! હું જો એમની જોડે ફક્ત વાત પણ કરી લવ...તો જાણે એ લોકોએ મને કોઈ રેસમાં જીતી લીધી હોય એમ બીજાં બધાં સામે ડંફાસો મારતાં ફરે કે “યાર...! આજે તો મેં લાવણ્યાને શું વાપ...!”

“બ..બસ...બસ...! મ...મારે ..મારે નઈ સાંભળવું....!” આરવ ડૂસકાં ભરીને રડી પડ્યો “ન..નઈ સંભાળવું...!”

“આરવ....! ઓહ હની...!” લાવણ્યાએ ભીની આંખે આરવના ગાલ ઉપર હાથ મૂક્યો.

“ય...યશ...પણ તારા વિષે એવું..એવુંજ બ....બ...બધું બોલ્યાં કરે છે...!” આરવ આંસુઓથી ખરડાયેલાં પોતાનાં ગાલ લૂંછતાં બોલ્યો.

“મેં...તને એટ્લેજ કીધું’તું...! કે હું તારી ટાઈપની નથી....! તું આ બધાંમાં ના પડ..! તું...તું... બઉજ માસૂમ છે....!” લાવણ્યાએ આરવનો ચેહરો તેની બંને હથેળીઓમાં પકડી લીધો.

“પ..પણ...તું...આવાં છોકરાંઓ જોડે શું કામ ફરે છે...!?” આરવ રડમસ ચેહરે બોલ્યો.

“લોકોને સીધી-સાદી કે ઇનોસંન્ટ લાવણ્યા હજમ નઈ થાય આરવ....!” લાવણ્યા વ્યંગ કરતાં બોલી “હું આવીજ સારી છું....! “ધી લાવણ્યા...!”

“પ...પણ...ય....!”

“મને એવીજ રે’વાંદે....!” લાવણ્યા પણ રડમસ સ્વરમાં બોલી “જો મારે બદલાવું હોત...તો હું કયારની બદલાઈ ગઈ હોત....! તું મને બદલવાનો ટ્રાય ના કર હની....! પ્લીઝ....!”

આંખો બંને કરીને બંને એકબીજાં સામે ક્યાંય સુધી જોઈ રહ્યાં. થોડીવાર પછી આરવે જાણે થાકીને લાવણ્યાના ખભે માથું ઢાળી દીધું.

­***

“આટલું લેટ થઈ ગયું...!” પોતાનાં ઘરની બાલ્કનીમાં બેચેનીપૂર્વક આંટા મારી રહેલી નેહા બબડી “તોય આ છોકરો હજીપણ નઈ આયો...! ખબર નઈ ઓલી ફાલતુ એને ક્યાં ભોળવીને લઈ ગઈ હશે...!”

લાવણ્યા યાદ આવી જતાં નેહાનાં ચેહરા ઉપર ભારોભાર નફરત છલકાઈ ગઈ. નેહા જ્યારથી આરવ અને લાવણ્યાને કારમાં જતાં જોયાં હતા. તેણીને એક સેકન્ડનો પણ ઝપ નહોતો વળતો. રાતનાં ઘણું લેટ થવાં આવ્યું હોવાં છતાં નેહા ખાધા-પીધાં વગરજ બાલ્કનીમાં બેચેનીપૂર્વક આંટા મારી રહી હતી.

છેવટે લગભગ વીસેક મિનિટ પાછી નેહાએ સોસાયટીનાં ગેટની સામેની બાજુ એક BMW કારને જેના કાંચને બ્લેક ફિલ્મ લાગેલી હતી, ઊભી રહેતા જોઈ.

“આરવજ હોવો જોઈએ...!” નેહા બબડી અને બાલ્કનીની પેરપેટની લોખંડની રેલિંગ પકડીને ઊભી રહી બેચેનીપૂર્વક જોઈ રહી.

ત્યાંજ તેણીએ લાવણ્યાને કારમાંથી ઊતરતી જોઈ. કારમાં લાઇટ ચાલુ હોવાથી નેહાએ ડ્રાઇવિંગ સીટ ઉપર આરવને બેઠેલો જોયો. કારમાંથી ઉતરીને લાવણ્યા નેહા જોડે કઈંક વાત કરી રહી હતી.

“કાલે કોલેજ તો આઈશને.....!?” પોતાની સોસાયટીના નાકે લાવણ્યા આરવની કારમાંથી ઉતરી રહી હતી ત્યાંજ આરવ બોલ્યો.

“અમ્મ....! બે-ત્રણ દિવસ પછી....!” થોડું વિચારી લાવણ્યા થોડાં ઢીલા સ્વરમાં બોલી.

“મેં ફરી તારું મૂડ ખરાબ કરી નાંખ્યુંને...!?” આરવે ઢીલાં મોઢે પૂછ્યું.

“એવું નથી...! મારે બસ થોડો ટાઈમ એકલું રે’વું છે...!” લાવણ્યા બોલી.

“તો નવરાત્રીમાં નઈ આવે તું..!?” આરવે પૂછ્યું “બે દિવસ પછી નવરાત્રી ચાલું થાય છે...!”

“આઈશને....! પણ હું મારાં ગ્રુપનાં ફ્રેન્ડસ જોડેજ જઈશ ગરબાંમાં....!” લાવણ્યા બોલી.

“તો મારી જોડે નઈ આવે...!?” આરવે બાળકની જેમ મોઢું બનાવીને નારાજ સ્વરમાં પૂછ્યું.

“અમ્મ....! તું એક કામ કર..! તું અમારાં ગ્રુપમાં આવીજા...! પછી આપડે બધાં જોડે ગરબાં ગાઈશું...! બોલ શું કે’વું...!?”

“ના...! હું મારાં ગ્રુપનો સિંહ છું...!” આરવ પોતાની દાઢી ઘમંડમાં ઉંચી કરીને બોલ્યો “અને તું તારાં ગ્રુપની...! એક ગ્રુપમાં બે સિંહ ના રહી શકે...!”

“હાં...હાં....હાં.....! ઓહો...! લાયો બાકી....!” લાવણ્યા હસી પડી “તો આપડે આપડા બેય ગ્રુપના ફ્રેન્ડસ ભેગાં થઈને જઈશું...! ગરબાં માટે...! ઓકે...!”

“ઓકે ડન...!”

“ બાય હવે...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને ઉતરવા લાગી.

“અને હાં....!” કારમાંથી નીચે ઉતરીને લાવણ્યાએ નીચાં નમીને કહ્યું “હું બે-ત્રણ દિવસ હજી નઈ આવાની...! તો મને ફોન કરી-કરીને હેરાન નાં કરતો....! હમ્મ...!”

“સારું તો મેસેજ કરીને હેરાન કરીશ...!?” આરવે તેનાં હોંઠ દબાવીને કહ્યું.

“હાં...હાં..હાં....! તો તું મને ગમે તેમ કરીને હેરાન કરીશજને...!?”

“હાસ્તો....! જો દોસ્ત કમીને નહી હોતે....! વો કમીને દોસ્ત નહી હોતે...!” આરવ ડાયલોગ મારતો હોય એમ બોલ્યો.

“હાં...હાં...હાં....! સારું...સારું..! પણ બવ“કમીનો” ના બનતો...!” લાવણ્યા પણ હવે મજાક કરતાં બોલી.

“એટલે...!?”

“એટલે મને બવ હેરાન ના કરતો...! હમ્મ...!?”

“હાં..હાં...સારું...! નઈ કરું બસ...!”

“બાય...! ગૂડ નાઈટ...!”

“બાય...!”

મલકાતાં ચેહરે લાવણ્યા છેવટે પાછી ફરી રોડ ક્રોસ કરવાં લાગી. આરવે પાછું તેણીનું મૂડ ફ્રેશ કરી દીધું હતું.

“બવ ઇનોસંન્ટ છોકરો છે...!” લાવણ્યાનું મન હવે આરવ વિષે વિચારવા લાગ્યું.

સોસાયટીના ગેટમાંથી અંદર જતાં-જતાં લાવણ્યા પાછાં ફરીને જોયું. આરવ હજીપણ કારની ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠો-બેઠો લાવણ્યાને જોઈ રહ્યો હતો. સ્મિત કરતી-કરતી લાવણ્યા હવે તેનું માથું ધુણાવા લાગી અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી આરવને કૉલ કરવાં લાગી.

“હાં...! બોલ...!” આરવે ફોન ઉપાડીને કહ્યું.

“હવે ઘરે જા....! આખી રાત અહિયાં ઉભો ના રે’તો...! હી...હી...!”

“ના....! નઈ જઉ..! અહિયાંજ ઉભો રઈશ...!” આરવ બાળકની જેમ જિદ્દ કરતો હોય એમ બોલ્યો.

“આરવ....!” લાવણ્યા ધીરેથી છણકો કરતી હોય એમ બોલી “અને હાં...! હું કોલેજ આવું ત્યાં સુધી પણ...! રોજે આવીને અહિયાં ઊભો નાં રે’તો...! હમ્મ....! નઈ તો હું નઈ બોલું તારી જોડે...!”

“હાં હાં......સારું....! નઈ ઊભો રવ..બસ... જાવ છું....! બાય...!”

“બાય...!” કૉલ કટ કરી માથું-માથું ધુણાવતી લાવણ્યા પોતાનાં ઘર તરફ જવાં લાગી. આરવ વિષે વિચારી રહેલી લાવણ્યાને એ ખ્યાલજ નહોતો કોર્નર ઉપરનાં પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભેલી નેહા લાવણ્યાને પસાર થતી ગુસ્સાથી જોઈ રહી હતી.

***