Shodh - 7 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | શોધ.. - 7

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

શોધ.. - 7

( ગતાંકથી શરૂ...)

હવે એક નવાં જ નાટક ની તૈયારી ફઈ કરી રહ્યાં હતાં...લાગતું હવે તો મારું ઘર જ સ્ટાર પ્લસ બની રહ્યું છે.....એક તો અભિનવ આખો દિવસ ઓફિસ માં મગજમારી કરે હવે ઘરે આવીને આ બધું . ભગવાન જાણે આજે શું થવાનું છે....

રાતે જમવાનું તો શાંતિથી પતિ ગયું. ત્યાં જ ફઈ બોલ્યાં...

ફઈ : " અભિનવ , જરાં ધ્યાન રાખ, કે ઘરમાં શું શું થઈ રહ્યું છે....?"

અભિનવ : " કેમ ફઈ હવે શું થયું ઘરમાં....?"

ફઈ : " તારાં ગયાં પછી અહીં ડાંસ ના વીડિયો રેકોર્ડ થાય છે....બીજું તો ખબર નહિ
શું શું થતું હશે...!"

હવે ચોકવાનો વારો મારો અને મમ્મી નો હતો કે ફઈ ને કેવી રીતે ખબર પડી....

ફઈ : " તમને લોકોને શું લાગ્યું ઘરમાં મારાથી છુપાઈ ને આ બધું કરશો અને મને
ખબર પણ નહી પડે....! કાલે જ મે જોઈ લીધાં હતાં તમને બધાં ને..!"

પપ્પા : " નીરાયા આ વાત સાચી છે..?"

હું : " પપ્પા.. એ.."

પપ્પા : " હા કે ના..?"

હું : " હા."

અભિનવ : " હા , પપ્પા અને મને પણ આ વાતની ખબર છે...!"

ફઈ : " તો ભાઈ આ બધાં ઘરમાં રહીને આપણને જ અંધારામાં રાખતાં હતાં...?"

અભિનવ : " ફઈ તમે વચ્ચે ના બોલો તો સારું. આ અમારાં ઘર ની વાત છે અમે
જોઈ લઈશું...."

પપ્પા : " એક વાર માં કોઈ વાત સમજાતી નથી અહીંયા લોકોને એક વારમાં વાત
સમજાતી નથી. કેટલી વાર કીધું છે તમારો ડાંસ આ ઘરમાં નહિ ચાલે.."

અભિનવ : " પણ પપ્પા એમાં વાંધો જ શું છે.....?"

પપ્પા : " વાંધો એ છે કે મારે આ સમાજમાં રહેવાનું છે...!"

અભિનવ : " તો હવે સમાજ ના લીધે તમને ગમતાં કામ પણ નહિ કરવાનાં..?"

પપ્પા : " આજે તો નિર્ણય કરી જ નાખીએ ....જો આ ઘરમાં રેહવુ હોય તો ડાંસ
નું નામ આજ પછી અહી લેવાશે નહીં..."

મમ્મી : " આટલો બધો ગુસ્સો સારો નહિ .."

પપ્પા : " તે જ માથે ચડાવ્યાં છે બધાને...અને અભિનવ તું નક્કી કરી લે આજે "

અભિનવ : " ઠીક છે , તો હું અને નીરયા આવતાં અઠવાડિયે જ અહીં થી જતાં
રહીશું...!"

હું : " પણ અભિનવ..."

અભિનવ : " નિરાયા, જેટલું કીધું છે એટલું કર આપણો સમાન જેટલો જરૂર હોય
એટલો લઈ લેજે ... !"

મમ્મી : " અભિ , આટલી નાની વાત માં આવા ઉતાવળા નિર્ણય ના લેવાય...!"

અભિનવ : " નાની વાત ...? મમ્મી આ નાની વાત નથી...રોજ ઘરે આવો ત્યાં કોઈ
ને કોઈ કકળાટ ચાલુ જ હોય અલગ રહીશું તો કમ સે કમ શાંતિ તો
મળશે..."

પપ્પા : " હા , હવે ઘર ગમતું નથી એમ જ કહી દે ...એટલે બહાનાં ના શોધવાં પડે."

અભિનવ : " ઘર ગમે જ છે પણ અમુક લોકો જે બહાર થી આવીને રહે છેને એ
નથી ગમતાં...!"

ફઈ : " સીધું જ કહે ને તને હું નથી ગમતી.."

અભિનવ : " સમજી તો ગયાં ને હવે રેહજો હવે શાંતિથી....ખુશ ને..!!"

ફઈ : " મને શું સંભળાવે છે મે કહ્યું નથી તને કંઈ ઘર છોડવાનું.."

અભિનવ :" ના ફઈ , મને જ શોખ થયો આ તો..."

એક નાની એવી વાત માંથી પરિસ્થિતિ વણસી ગઈ . અભિનવ તેની વાત પર મક્કમ હતો , મમ્મી ના લાખ કહેવા છતાં પણ માન્યો નહિ આખરે અમે એક અઠવાડિયાં પછી બીજે ઘર શોધી લીધું અને ત્યાં શિફ્ટ થાય.....જે ઘર થી ખાસ્સું દૂર હતું.....

હવે અહીં આવ્યાં પછી થોડો સમય તો બધું સેટ કરવામાં જ જતો રહ્યો.....
અહી મને મારાં ડાન્સ માટે પૂરતો સમય મળી રેહતો. મે ડાન્સ એકેડમી પણ ફરીથી જોઈન કરી લીધી હતી...દિવસ માં 2 વાર રોજ મમ્મી સાથે પણ વિડિયો કોલ માં વાત થઈ જતી એટલે બધું સારું ચાલી રહ્યું હતું.....હવે હું મારાં સપનાની બહુ નજીક હતી... .....પણ જીંદગી જેનું નામ , એ આપણી પેહલા જ તૈયાર હોય સરપ્રાઈઝ આપવાં માટે અને હવે પછી નું સરપ્રાઈઝ ભયાનક હતું...... !!

અમે નવાં ઘરે શિફ્ટ થયાં..જે અમારાં ઘરથી ખાસ્સું દૂર હતું.... અહીં એક વાત થી શાંતિ હતી કે ફઈ રોજ રોજ નવા વાવાઝોડાં લઈને આવતાં ન હતાં. થોડાં મહિના તો બધું બરાબર ચાલ્યું. મમ્મી અને હર્ષિલ રવિવારે આખો દિવસ અહીં રેહવાં આવી જતાં , પપ્પા હજું પણ મારી અને અભિનવ સાથે વાત કરતાં ન હતાં . તેઓ અહી આવતાં પણ ન હતાં.....

હવે બસ મારે બે મહિના વધુ મહેનત કરવાની હતી ત્યાર બાદ મને મારી એક કલાસિકલ ડાન્સર તરીકે ની ઓળખ મળી જવાની હતી.....મમ્મી અને અભિનવ પણ મને પૂરો સહકાર આપી રહ્યાં હતાં.

એક દિવસ અભિનવ ને અચાનક કંપની નાં કામથી દિલ્હી જવાનું થયું... બીજા 2 લોકો પણ જતાં હતાં તેની સાથે એટલે બાય રોડ કાર થી જવાનું હતું..

હું : " પણ , અભિનવ આમ અચાનક તું જાય છે ? કેટલાં દિવસે આવીશ પાછો..?
અને ત્યાં સુધી હું એકલાં રહીશ...?"

અભિનવ : " અરે, અરે શ્વાસ તો લઈ લે...! હું ત્રણ દિવસમાં આવી જઈશ અને
વાત રહી તારાં અહી એકલાં રેહવાની તો મે મમ્મીને કહી દીધું છે કે
તેઓ આવી જશે તારી સાથે રહેવા..."

હું : " ઠીક છે...અને ,"

અભિનવ : " હા, હા મને ખબર છે ટાઈમ પર જમી લઈશ , મારું ધ્યાન રાખીશ અને
સમયસર પાછો આવી જઈશ બસ..."

હું : " બસ.."

અભિનવ : " અને જો ત્યાં કદાચ મારે ફોન કરવાનો સમય ન પણ મળે અથવા ફોન
મારો બંધ હોય તો ટેન્શન ના લેતી.... ટાઈમ મળશે એટલે હું ફોન કરી
દઈશ..."

હું : " સારું...."

અભિનવ : " બાય, મમ્મી આવતાં હશે થોડી વારમાં..."

હું : " બાય..."

અભિનવ ના ગયાં પછી થોડી વારમાં મમ્મી પણ આવી ગયાં. હવે થોડો ટાઈમ મને મમ્મી સાથે રેહવા મળશે એ મારાં માટે સારું હતું....બીજા દિવસે સવાર થી જ દિવસ મને વિચિત્ર લાગતો હતો , એક અભિનવ પહોંચી ગયો કે નહિ તેનો એક પણ ફોન નોહતો આવ્યો ઉપર થી તેનો ફોન બંધ હતો...!

આજે હર્ષિલ પણ અહીં આવી ગયો હતો...આજે મારાથી એક પણ કામ સરખું થતું હતું અને મારાં ડાન્સ પ્રેક્ટિસ પણ...ખબર નહિ કેમ પણ કોઈ અજાણ્યો ડર મન માં સતત ફરી રહ્યો હતો ....હું આ વાત કહીને મમ્મી ને ચિંતા આપવા માંગતી ન હતી એટલે તેમને ન કહ્યું..... રસોડાં માં આ મારાં વિચારો માં જ દૂધ ઊભરાઈ ગયું... આ બધાં માં હું માનતી નથી પણ આજે સવાર થી જ જે આ ડર લાગતો હતો એ હવે વધી ગયો કારણ કે મમ્મી એ કીધું હતું કે દૂધ ઉભરાવું અપશુકન ગણાય છે....!!

હર્ષિલ : " ભાભી , શું વિચારો છો....??"

હું : " કંઈ નહિ, હવે મને ડર લાગે છે..એક તો અભિનવ નો ફોન નથી લાગતો અને
હવે આ દૂધ...??"

હર્ષિલ : " દૂધ...ભાભી આ બધી અંધશ્રદ્ધા ની વાતો છે..તમે ક્યારથી માનતા થઈ
ગયાં...?"

હું : " માનતી તો નથી પણ અભિનવ...!"

હર્ષિલ : " કામમાં હશે ભાઈ , હું ફોન ટ્રાય કરું છું અને તમારી વાત કરાવી દઈશ બસ..."

હું : " ઓકે.."


સવારથી સાંજ થઈ ગઈ..હજું પણ અભિનવ ની કોઈ ખબર નહોતી....હર્ષિલ
ને અચાનક એક ફોન આવ્યો અને તે કંઈ પણ કહ્યાં વિના ઘરેથી ફટાફટ નીકળી ગયો.. મમ્મીએ પૂછ્યું તો પણ કંઈ કીધું નહિ.....મને આ અજીબ લાગ્યું કારણકે તે કોઈ દિવસ મમ્મીને આ રીતે કહ્યાં વગર કોઈ દિવસ રાતે ઘરની બહાર જતો નહિ..!

હર્ષિલ રાત્રે 12 વાગ્યાં તો પણ હજુ ઘરે આવ્યો નથી....હવે મમ્મી ને પણ ચિંતા થતી હતી....પપ્પા ફોન પર ફોન કરી રહ્યાં હતાં.....મે હર્ષિલ ને ત્રણ ચાર વાર કોલ કર્યાં પણ હવે તે પણ કોલ રિસિવ કરતો ન હતો , અને અભિનવ નો ફોન હજું પણ બંધ હતો...!! બસ , હવે મારાથી આ પરિસ્થિતિ સહન થતી ન હતી. મમ્મી ની ચિંતા , મારો ડર , હવે હર્ષિલ....!! કંઈ સમજાતું ન હતું......આખરે મે કંટાળીને હર્ષિલ ને મેસેજ કર્યો..

" હર્ષિલ , કોલ રિસિવ કર...નહીંતર હવે હું પપ્પા ને ફોન કરીને કહું છું કે તું હજું
ઘરે નથી આવ્યો..."

તરત જ હર્ષિલ નો ફોન આવ્યો...

હું : " હર્ષિલ આ કોઈ રીત છે....ક્યાં ગયો એ કહ્યું નથી , અડધી રાત થઈ તો પણ
ઘરે નથી આવ્યો...એક તો અભિનવ નો ફોન નથી લાગતો અને તું પણ ફોન
નથી ઉપાડતો... મમ્મી ને કેટલી ચિંતા થાય છે ખબર છે...??

હર્ષિલ : " ભાભી હું.....

હર્ષિલ : " ભાભી હું હોસ્પિટલ માં છું અત્યારે...!"

હું : " શું હોસ્પિટલ માં....શું થયું તને...?"

હર્ષિલ : " મને કંઈ નથી થયું. મારાં ફ્રેન્ડ નિશિત નું એક્સિડન્ટ થયું છે એટલે...અને
મમ્મી ને પણ કહી દેજો હું સવારે આવી જઈશ..."

હું : " હા , કહી દઈશ. ફોન તો કરી દેવાય ને ઘરે તારે...!"

હર્ષિલ : " ભાભી એ ઉતાવળ માં યાદ જ ન આવ્યું.....અને ભાઈ સાથે વાત થઈ.?"

હું : " ના , હજું પણ ફોન બંધ જ છે..."

હર્ષિલ : " ભાઈ સાથે વાત થાય તો કહેજો..."

હું : " હા..."


રાતે 3 વાગ્યે અભિનવ નો મેસેજ આવ્યો કે તે પહોંચી ગયો છે અને સવારે કોલ કરી વાત કરશે....હવે કંઈ ક રાહત થઈ કે અભિનવ ઠીક છે.....સવારે મે રાહ જોઈ પણ અભિનવ નો કોલ ન આવ્યો. મને થયું કે તે કામ માં હશે....હું ડાંસ એકેડમી માટે ઘરેથી નીકળી. 2 કલાક બાદ ઘરે આવતાં સમયે થોડો સામાન લેવાં હું નજીક ના મોલમાં ગઈ....

બિલ આપતી વખતે મને નિયતિ મળી જે અભિનવ ની ઓફીસ માં જ કામ કરતી હતી અને હું તેને ઓળખતી પણ હતી...

નિયતિ : " કેમ છો , નીરાયા...??"

હું : " અરે નિયતિ , હું તો એકદમ મજામાં...તું બોલ..!"

નિયતિ : " હવે જો ચાર દિવસની રજા મળી છે એટલે હું પણ મજામાં.."

હું : " રજા...??"

નિયતિ : " હા , કેમ અભિનવે કીધું નથી કે શું...? બધાં સિનિયર ને ચાર દિવસનું
મીનીવેકેશન અપાયું છે.."

હું : " ઓહ..કદાચ ભૂલી જવાયું હશે..!"


નિયતિ સાથે થોડી વાત કર્યાં પછી હું ઘરે આવી..મમ્મી ઘરે ગયાં હતા કંઈક કામ થી. મે આવીને તરત જ અભિનવ ને કોલ કર્યો તો અભિનવે કોલ રિસિવ કરીને કહ્યું કે તે મિટિંગમાં છે પછી વાત કરશે....હું કંઈ બોલું એ પેહલા તો કોલ કટ કરી દીધો.....હવે વળી પાછી આ નવી મુસીબત !! અભિનવ આ રીતે ખોટું બોલીને કયાં ગયો હશે...? અને એવું તો કયું કામ હશે કે આ રીતે તેણે જવું પડ્યું..??

મમ્મી ને આ વાત કરું કે નહિ હજું તો એ વિચારતી હતી ત્યાં જ એકેડમી માંથી
આવેલો લેટર મે જોયો...જે મુજબ મારે કાલે જ મુંબઈ જવાનું હતું ડાંસ પરફોર્મન્સ માટે , અને જો આ પરફોર્મન્સ મારું સારું રહ્યું તો મને ઈન્ડિયા ના બેસ્ટ કલાસિકલ ડાન્સર માં સ્થાન મળે તેમ હતું...


હવે નિર્ણય મારે લેવાનો હતો. પેહલા પણ એકવાર તક હું ગુમાવી ચૂકી હતી અને આ તક મારાં માટે ખાસ હતી.. પરંતુ અભિનવ ક્યાં હશે એ વાતનું ટેન્શન..!
આખરે મે મમ્મી ને જ વાત કરવાનું વિચાર્યું...

બધી વાત મમ્મી ને કર્યાં પછી...

મમ્મી : " તું અભિનવ ની ચિંતા ન કર.. એ કોઈ કામથી જ ગયો હશે.."

હું : " પણ મમ્મી એને કહેવું તો જોઈએ ને...?"

મમ્મી : " એ તો એકવાર ઘરે આવે પછી એની ખબર લઈશ પણ તું અત્યારે તૈયારી
કરી લે..."

હું : " મમ્મી હું મુંબઈ..અભિનવ વિના ...??"

મમ્મી : " તારે એકલાં નથી જવાનું હર્ષિલ આવશે તારી સાથે અને રહી વાત
અભિનવ ની તો એનો ફોન આવે ત્યારે કહી દેજે...!"

હું : " હા , મમ્મી.. "

કાલે મારી લાઈફ નો સૌથી બેસ્ટ દિવસ હતો પરંતુ એ માટે અભિનવ જ મારી સાથે ન હતો.....! એવું કયું કામ હતું જેનાં માટે તે ખોટું બોલીને અહીંથી ગયો અને હજું પણ નથી કહેતો કે ક્યાં છે એ...???





********************************************************


ક્રમશઃ