Premni Kshitij - 6 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 6

Featured Books
Categories
Share

પ્રેમની ક્ષિતિજ - 6

અદ્રશ્ય આ અજાયબીઓની દુનિયામાં ગમતું સ્પંદન એટલે પ્રથમ વખત હૃદયમાં પ્રેમનું પ્રવેશવું..........
દુનિયા જાણે પોતાની ને આસપાસ ઉઠતી અગણિત ભાવનાઓમાં તરબોળ અસ્તિત્વ....બીજું કશું મહત્વનું ન રહે,અને તેની જાણ પોતાના કરતા બીજાને વહેલી પડી જાય.....

(આલય પોતાના મિત્રો સાથે હોટેલ પેરેડાઇઝમાં લંચ માટે આવે છે તો મોસમ કે.ટી સાથે બિઝનેસ મિટિંગ માં જોડાય છે.... ત્યાં આલય મોસમ ને પહેલીવાર જુએ છે અને તેમાં ખોવાઈ જાય છે.... હવે જોઈએ આગળ શું થાય છે)

આલય પોતાના મિત્રો સાથે જમવા માં વ્યસ્ત છે તો મૌસમ પોતાની મસ્તીમાં મસ્ત..... અચાનક કંઈક યાદ આવતાં લેખા ને ફોન કરે છે.

મૌસમ :-"હેલો લેખી?"

લેખા :-"હા બોલ."

મૌસમ :-"શું કરે?"

લેખા:-"બસ ખાસ નહીં આજે સાંજે સમીર મામાના કોઈ ફ્રેન્ડ છે તેનો દીકરો જોવા આવવાનો છે."

મૌસમ :-"શું જોવા આવવાનો છે?"

લેખા :-"અરે મને જોવા આવે યાર."

મૌસમ:-"તો કેમ સવારે મને ન કહ્યું?"

લેખા:-"મને પણ હમણાં જ મમ્મીએ કહ્યું."

મૌસમ :-"અને તૈયાર પણ થઈ ગઈ જોવા? જોજે લેખા ઉતાવળ નહિ કરતી."

લેખા:-"ખાલી જોવા આવે છે એમાં શું?"

મૌસમ :-"અરે બુદ્ધુ આ ઉતાવળમાં જ ખોટા નિર્ણય લેવાઈ જાય. તું આ જન્મથી સાસુ ટાઈપ છોકરાઓની કહેવાતી મમ્મીઓને નથી ઓળખતી અત્યારે મીઠી મીઠી વાતો કરે પછી આખી જિંદગી માટે તેને બાંધી દેશે લેખી...."

લેખા:-"આવું બધા માટે ન વિચારાય બાય ધ વે તું શું કરે છે સાંજે? આવી જા તું પણ...."

મૌસમ:-"હું આવીશ તો તારું બધું કામ બગડી જશે. તારા મમ્મી ને ટેન્શન આવશે અને પાછું મને એ છોકરો ગમી ગયો તો તું શું કરીશ?"

લેખા:-" અરે તો તો શું જોઈએ? મૌસમી... હું સૌથી વધારે ખુશ થાઉં જો તું સેટલ થઇ શકતી હોય તો."

મૌસમ:- બસ.... બસ ....બસ.. આવા સેન્ટી ડાયલોગ ન બોલ... હું તો દૂર દૂર સુધી આવા બંધનોમાં બંધાવા જ નથી માંગતી અને અત્યારે તો કે. ટી. સાથે હોટેલ પેરેડાઇઝમાં આવી છું સાંજ સુધી આ કેદમાંથી છૂટવાના પણ કોઈ આસાર નથી દેખાતા."

લેખા:-"ઓકે, ધ્યાન રાખજે...શું કરે ત્યાં એકલી એકલી?

મૌસમ:-હું ક્યાં એકલી છું? મૌસમ અને તે પણ એકલી?
હું છું અને સાથે સાથે દૂર દૂર દેખાતી બારીની બહારની પ્રકૃતિ છે અને હજી તને એવું લાગતું હોય તો કોઈ ગોતી લાવું?

લેખા:-"બસ હવે મૌસમ મારે નથી સાંભળવી તારી રોજની નવી કહાની..." ચાલ bye...

મૌસમ:-"(હસતા ચહેરે) બાય dear... એન્ડ બેસ્ટ ઓફ લક.....

લેખા:-"bye.....

મૌસમ ફોન બંધ કરી બારી બહારની પ્રકૃતિ જોવામાં મશગુલ બને છે અને કાનમાં ઇયર ફોન ભરાવી,આંખો બંધ કરી મનપસંદ ગીત સાંભળવાની શરુઆત કરે..... એ વસ્તુ થી અજાણ કે કોઈ તેને એકીટશે નિહાળી રહ્યું છે આલયની નજર અચાનક મૌસમ ઉપર જાય છે અને ફોન માં વાતો કરતી મૌસમને જોવામાં મશગુલ આલય જમવાનું ભૂલી જાય છે....

પિંક ટોપ અને સોનેરી વાળ ની સાથે ચમકતી ત્વચા પણ જાણે સ્પર્ધા કરતી હતી... મોટા ઇયરિંગ થી તે જાણે વધારે ખીલેલી લાગતી હતી... આલયે આટલી ફુરસદ થી કોઈ દિવસ કોઈ છોકરી સામે જોયું ન હતું અને એ પણ સત્ય હતું કે આવી આંખોની નિર્દોષતા હજી ક્યાંય એની નજરમાં પણ ન આવી હતી

💕આંખોથી ઉતરી ઝાકળ સમી,
હૃદયમાં સુંદરતા કંઈક આવી રીતે આખેઆખો હું તો ઓગળ્યો...
ને રેલમછેલ થઈ ગઈ સ્મરણોની નગરી 💕

નિલ આ સમાધિ ભંગ કરવા જતો હતો ત્યાં વિરાજ ના ફોન થી આલય ચમક્યો...

આલય :-" હા મા બોલ..."

વિરાજ:-" ક્યારે આવે છે બેટા? મોડું થઈ જશે આપણે સાંજે જવાનું યાદ છે ને?"

આલય :-"બસ મા હવે નીકળું છું."

આલય ની સામે તેની મૌસમ હતી પરંતુ વિરાજ ના ફોનથી લેખા યાદ આવી ગઈ...આલયે એવું વિચાર્યું કે હું જલ્દી અહીંથી નીકળી જાઉં નહીંતર સાંજે લેખા ને જોવા જવાના નિર્ણયમાંથી ડગી જઈશ....છેલ્લી વખત આંખો બંધ કરીને બેઠેલી મૌસમ ને મનભરીને જોઈ નીકળતો જ હતો ત્યાં કૈક યાદ આવતા વેઇટર ને બોલાવી લાસ્ટ ટેબલ પર બેઠેલી મૌસમ માટે પોતાને ગમતી ડિશ ઓર્ડર કરી દીધી....

આલય તો નીકળી ગયો પરંતુ મોસમને એક નવી જ સરપ્રાઈઝ આપતો ગયો......
મોસમ ની પાસે વેઈટર જ્યારે જમવાનું લઈને આવ્યો ત્યારે મૌસમ વિચારમાં પડી ગઈ તેની સાથે એક નાની ચબરખી હતી...
"પ્રકૃત્તિ ને માણતી નખશિખ સૌંદર્ય ખીલવતી,લેહરો સમી.......................પણ....
મારા માટે અજાણી એવી છોકરીને અનામી આ મિત્ર તરફથી પહેલી અને કદાચ છેલ્લી ભેંટ....

મૌસમને આજે પહેલીવાર ગુસ્સો ન આવ્યો જાણે વર્ષોથી એ આવી સરપ્રાઈઝ ની રાહ જોતી હતી બહારની મોસમ અને અંદરની મોસમ જાણે એક રસ થઇ ગઈ....... તેણે વેઈટરને પૂછ્યું ચિઠ્ઠી વિશે....... વેઇટર એ ના પાડી કે તે સાહેબ તો નીકળી ગયા છે......

પરંતુ મૌસમનું મન એકવાર તેને મળવા અધીરું બની ગયું.
અને ઈશ્વરને મનોમન પ્રાર્થના થઈ ગઈ કે એકવાર એ આંખોને નિહાળવી છે જેણે મોસમના હૃદયને ભીંજવી દીધું.....

તો મૌસમ અને આલયને આમ જ સ્વપ્ન અને સ્મરણની દુનિયામાં એકલા છોડી આવતા ભાગમાં જોસુ લેખા શું વિચારે?

(ક્રમશ)