Hiyan - 21 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૨૧

Featured Books
Categories
Share

હિયાન - ૨૧

બીજે દિવસે ન્યૂઝ ચેનલ માં એક લાશ મળી આવે છે તે સમાચાર આવતા હોય છે. પણ તે પહેલાં પણ એક સમાચાર આવ્યા હતા જેનાથી આખો દેશ ખળભળી ઉઠ્યો હતો. આખા દેશમાં એના વિશે જ ચર્ચા થતી હતી.

દેશના ગૃહમંત્રી દેશ વિરૂદ્ધ ખુબજ મોટું કાવતરું ઘડી રહ્યા હોય છે એ માહિતી સમાચાર માં આવતી હતી. તેમાં હિમાની એ રેકોર્ડ કરેલો વિડીઓ પ્રસારિત થતો હોય છે. એ વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું અને અનુજના શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા કે એણે પ્રધાનમંત્રી બનવા માટે આખું કાવતરું ઘડ્યું હોય છે. પણ એમાં આયાન, માલવિકા અને હિયા વિશે ની વાત એડિટ કરીને કાઢી નાખી હોય છે. અને એણે છ વર્ષ પહેલાં પણ કાવતરું ઘડ્યું હોય છે તે પણ વિડિયો માં હોય છે. ત્યારે પણ તે નિષ્ફળ રહ્યો હોય છે. અને બીજા બધા પણ ઘણા પુરાવા જે એની વિરુદ્ધ હતા જે ન્યૂઝ ચેનલ પર આવતા હતા. ટુંકમાં કહીએ તો હિમાની એ તેની વિરુદ્ધના તમામ પુરાવા જાહેર કરીને તેનો ખુલ્લો પાડી દીધો હોય છે.

આ સમાચાર આવ્યા ના થોડા સમય પછી ફરી સમાચાર આવે છે કે દિલ્હીની બહાર એક અવાવરૂ ફેકટરીમાંથી લાશ મળી આવી હતી. અને એ લાશની ઓળખ કરતા ખબર પડે છે કે એ દેશના ગૃહમંત્રી અનુજ ની જ લાશ હોય છે. એમાં બન્યું એવું હોય છે કે આગલી રાત્રે હિમાની થી છુટા પડ્યા પછી અનુજ ત્યાંજ રોકાઈ ગયો હતો. અને બીજે દિવસે સવારે સમાચાર જોતા જ એને ખબર પડી ગઈ હોય છે કે હવે એને કોઈ બચાવી શકશે નહિ. અને એની હાલત ખુબજ ખરાબ થશે. એટલે એ ગભરામણ ને લીધે અનુજ આત્મહત્યા કરી લે છે.

આ સમાચાર આયાનના ઘરે પણ બધા જોતા હોય છે. આ સમાચાર જોયા પછી આયાન તરત જ ખુશ થઈને માલવિકા ને ગળે વળગી જાય છે અને કહે છે.

"હું આજે ખુબજ ખુશ છું. હવે આપણે આ રીતે સાથે રહેવું પડશે નહિ. અને હું પણ હવે હિયા સાથે લગ્ન કરી શકીશ."

"બેટા આ શું બોલે છે તું? તે માલવિકા સાથે લગ્ન કર્યા છે અને અલગ થવાની વાત કરે છે." શાલિનીબેન કહે છે.

"મમ્મી અમે લગ્ન કર્યા જ નથી. અમે તો બસ લગ્ન કરવાનું નાટક કરતા હતા." આયાન જવાબ આપે છે.

"બેટા કઈ સમજ પડે એવું બોલ. એકબાજુ કહે છે કે તમે લગ્ન કર્યા જ નથી તો પછી આ બાળક કોનું છે?" શાલિનીબેન પૂછે છે.

"મમ્મી મે લગ્ન નથી કર્યા પણ માલવિકાએ લગ્ન કરી નાખ્યાં છે. માલવિકાએ એની સાથે નોકરી કરતા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને આ બાળક એમનું જ છે."

"ઓહ એવું છે. પણ આ બધું કરવા પાછળ નું કારણ શું છે?"

"મમ્મી એ તો હવે હિયા આવે ત્યારે જ બધું કહીશ. પણ હિયા ક્યાં છે એ જ આપણને ખબર નથી."

ત્યાંજ દરવાજા પાસેથી અવાજ આવે છે.

"હવે તમારે શોધવાની જરૂર નથી."

આરવી અવાજ સાંભળતાજ દોડી પડે છે.

"હિયું, ક્યાં હતી તું? તને અમે ખુબજ મિસ કરી." આમ કહેતા તે ગળે વળગી જાય છે. હિયાની સાથે સાથે રાહુલ પણ ઘરમાં પ્રવેશ કરે છે.

ત્યાં ઘરના બધા આવી જાય છે. આયાન હિયા ને ભેટવા જતો હોય છે પણ અટકી જાય છે.

"અરે બબૂચક. મને બધી ખબર છે કે તમે લગ્નનું નાટક કરતા હતા અને હું તારાથી બિલકુલ પણ ગુસ્સે નથી. તું ભેટી શકે છે મને." હિયાનું આટલું બોલતા જ આયાન ખુબજ મજબૂતીથી વળગી પડે છે અને રડવા લાગે છે. એને જોઈને હિયા પણ રડવા લાગે છે. ત્યાં ઊભા રહેલા તમામની આંખોમાં પાણી આવી જાય છે. પછી માલવિકા આયનના ખભે હાથ મૂકે છે કહે છે.

"શાંત થઈ જાવ બંને. હવે તો તમારા મિલનની ઘડી આવી ગઈ છે. હવે તો ખુશ થવાનો સમય છે."

માલવિકા ને જોઈને હિયા તેને પણ વિતળાઈ જાય છે. પછી માલવિકા પૂછે છે.

"પણ તને કેવી રીતે ખબર કે અમે નાટક કરીએ છીએ? અને આ બધા કેવા હાલ કર્યા છે તે? વાળ કેમ કપાવી નાખ્યાં?"

"એની પાછળ ખુબજ મોટી વાત છે. જે દિવસે હું આયાન અને દીદી ને લેવા ગઈ હતી તે જ દિવસે મે તેમના ઘરમાં દીદીનો લગ્નનો ફોટો કોઈ બીજા વ્યક્તિ સાથે જોયો હતો. અને પછી આયાન અને દીદી બંને પોતાનો સમાન જુદા જુદા રૂમમાંથી લાવ્યા હતા. ત્યારથી જ મને શક ગયો કે નક્કી દીદી એ લગ્ન બીજી કોઈ વ્યક્તિ સાથે કર્યા છે અને તેઓ ત્રણેય સાથે રહે છે."

"અચ્છા એવું છે. પણ તે અમને ત્યારે કેમ ના જણાવ્યું. અને ક્યાં ગઈ હતી તું?" શાલિનીબેન પૂછે છે.

"મમ્મી એમણે આ બધું કર્યું એના પાછળ કોઈક કારણ હશે જ તો જ તેઓએ આવું કર્યું હોય એટલે મેં ઘરમાં કોઈને જણાવ્યું નહિ. પછી મેં મારી રીતે રાહુલની મદદથી આ વાત વિશે તપાસ કરી. પણ કોઈ જગ્યાએથી માહિતી મળતી હતી નહિ. પણ એક દિવસ આયાનના સામાનમાંથી અમુક ફાઈલ મળી. તેમાં ગૃહમંત્રી વિરૂદ્ધ ના ઘણા પુરાવા હતા. પણ હજી સુધી મને આ બધા પાછળનું કારણ મળતું ન હતું. પણ ત્યારે મને યાદ આવ્યું કે રેલવે સ્ટેશન પર મેં જે વિડિયો ઉતાર્યો હતો તે તો કારણ ના હોય શકે? હું તો એ વિડિયો ઉતારીને એના વિશે ભૂલી જ ગઈ હતી. પછી મેં એ વિડિયો મારા મોબાઇલ માંથી શોધીને જોયો. અને પછી મને પાક્કી ખાતરી થઈ ગઈ કે આના પાછળ ગૃહમંત્રી નો જ હાથ હોય શકે. એટલે હું ત્યાં વેશ બદલીને તેને ત્યાં નોકરી એ જોડાઈ. અને બધા પુરાવા ભેગા કરીને એને બધા વચ્ચે ઊઘાડો પાડ્યો. અને ત્યાં મને બધું જાણવા મળ્યું."

"મતલબ આ બધું જે સમાચારમાં આવે છે તે બધું તે ભેગું કર્યું છે?" શાલિની બેન પૂછે છે.

"હા હું જ હિમાની બનીને ત્યાં ગઈ હતી. પણ આ બધામાં મને રાહુલ એ પૂરેપૂરો સાથ આપ્યો છે. તે મને મદદ ના કરતે તો હું આ કામ કરી શકતે નહિ."

બધા રાહુલ તરફ આભાર ભરી નજરથી જુએ છે.

"એટલે તું મારી સાથે આટલા દિવસથી વાતો કરતો ના હતો." આરવી કહે છે.

"મારાથી આયાન અને હિયા બંનેની હાલત જોવાતી ના હતી. છેલ્લા એક વર્ષમાં હું આયાનને ઘણી વખત મળી ચૂક્યો છું. અને હિયાને પણ અહીંયા જોતો હતો. બંને ખુબજ દુઃખી રહેતા હતા. એટલે જ હું આ બધું સરખું થઈ જાય એવું ઈચ્છતો હતો. એમાં પછી હિયા જ મારી મદદ માંગવા આવી અને પછી અમે આગળ વધ્યા." રાહુલ જવાબ આપે છે.

"Thank you so much ભાઈ." આયાન આમ કહીને રાહુલને ભેટે છે.

"ભાઈ એમાં Thank You ના કહેવાનું હોય. આ પણ મારો જ પરિવાર છે ને. મે જે કર્યું તે મારા પરિવાર માટે કર્યું છે." રાહુલ જવાબ આપે છે.

"તમે તમારું Brother Hood બંધ કરો અને બાકીની વાત મને જાણવા દો." આરવી મીઠા ગુસ્સા સાથે કહે છે. તેની વાત સાંભળતા બધા હસી પડે છે.

પછી હિયા તેમને બધી વાત જણાવે છે કે કેવી રીતે અનુજ એ બધું સ્વીકારી લીધુ હતું. પછી એક સવાલ પૂછે છે.

" આ બધું તો સમજ્યા પણ મને એક વાત હજી પણ સમજાતી નથી કે તમે આમ લગ્ન કરવાનું નાટક શા માટે કર્યું?"

"એની પાછળ પણ એક કારણ હતું..." આયાન કહે છે.

(ક્રમશઃ)