એ છોકરીને જોઈ ત્યારથી મને એટલી બધી વ્હાલી લાગતી હતી જાણે કે મારી નાની બેન. આમ તો સ્કૂલમાં ભણતાં ભણતાં મારી સખી બની જ ગઈ હતી.
પરંતુ એક બેનની જેમ મારી સાથે હળીભળી ગઈ તી.
રોજ સાથે આવવાનું, સાથે જવાનું, કલાસમાં સાથે, રમતગમતમાં સાથે જાણે મારી એક આદત બની ગઈ હતી.
એની સાથે એક આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો.
રૂપ તો જાણે ભગવાને આખો ને આખો સુંદરતાનો કળશ ઢોળ્યો હોય એવું, આંખો તો જાણે મૃગનયની જેવી, નકશીદાર નાક, હોઠને તો જાણે ગુલાબની પાદડી જ સમજી લો, એના કેશ તો જાણે ઘૂંટણને અડકીને શરમાવે એવાં લાંબાં.
અહા ! સાચે બહુ જ રૂપાળી હતી. મારી એ સખી, મારી નાનકીબેન.
અગિયારમાં ધોરણની પરીક્ષા આપીને અમે બધા છૂટાં પડ્યાં. એકબીજાના ઘરનું સરનામું લીધું. કે શક્ય હશે તો વેકેશનમાં મળીશું એ વાયદા સાથે. એ જમાનામાં મોબાઈલ ન હતાં કે લેન્ડલાઈન ફોન તો બહુ રૂપિયા હોય એ લોકોના ઘરે જ હોય.
બોલો આવો પણ જમાનો જોયો છે
વીસ વષૅ પહેલાંની જ વાત છે હો 🤣
બહુ પાછળના જતાં બધા પાછાં
ઓક ઓકે હવે આપણે મૂળ વાતૉ પર આવીએ.😊
અગિયારમાંનું વેકેશન મામાના ઘરે જ પુરું થઈ ગયું એથી મારે કે મારી સખીને મળવાનો સમય આવ્યો જ નહી. પરીક્ષાનું પરિણામ પણ ખૂબ સરસ આવ્યું હતું ને હું મામાના ઘરે હોવાથી પપ્પા પરિણામ લઈ આવ્યા હતાં તેથી મને મારી સખી, મારી નાનકીના કોઈ સમાચાર મળ્યા નહી. મેં પણ વિચાયુઁ કંઈ નહી સ્કૂલ ખૂલશે પછી બેન બા ક્યાં જશે. મળશે એટલે વાતો કરી કરીને બધી વેકેશનની કસર પૂરી કરી લઈશ.
આમ કંઈ આપણે આપણી સખીને જવા ના દઈએ હો 😀
એક મહિના પછી સ્કૂલ ખૂલતાં જ આપણે આજ્ઞાકારી બાળક બનીને પહેલાં જ દિવસે પહોંચી ગયા. સખીને મળવાની ધૂન બરાબરની ચઢી હતી. સ્કૂલમાં જઈને તપાસ કરી કે એ મારા જ ક્લાસમાં છે કે બીજા કોઈ ક્લાસમાં. તપાસ કરતાં માલૂમ થયું કે એ તો 'LC'લઈને જતી રહી છે. મારા તો માથે જાણે વ્રજઘાત થયો હોય એમ આઘાત લાગ્યો કે મારી સખી ક્યાં ગઈ, મારી નાનકીબેન ક્યાં ગઈ. 😥
કેમ એને સ્કૂલ છોડી દીધી હશે ?
કંઈ સ્કૂલમાં ગઈ હશે ?
મને કેમ કંઈ જાણ પણ ના કરી ?
શું થયું હશે ? 🤔
બસ આજ વિચારોમાં એ સ્કૂલનો પહેલો દિવસ પૂરો થયો ને હું ઘરે આવીને મારી સખીને યાદ કરીને ખૂબ રડી. થોડાક દિવસ ખૂબ જ ઉદાસ રહી. મનમાં ને મનમાં વિચારતી કે એ કેમ અચાનક જતી રહી.😔
સ્કૂલ ખુલ્યાનાં એક જ અઠવાડિયામાં કલાસિસ ચાલુ થઈ ગયાં આપણે રહ્યા ભણેશ્રી એટલે પાછા ભણતરના પાટે ચઢી ગયા.
કલાસિસ શરૂ થયાને પંદર દિવસ પછી એક નવી છોકરી કલાસમાં દાખલ થઈ. રૂપરંગે ગોરી પણ થોડી કદરૂપી, કેશ તો જાણે થોડા સમય પહેલાં જ મુંડન કરાવયું હોય એવા. આંખો તો જાણે ઊંડે કૂવામાં ઊતરી ગઈ હોય એવી. હોઠ વાંકા થઈ ગયેલ.
મને તો બહુ વિચિત્ર લાગી મને લાગ્યું હશે કંઈક આપણે શું? અને આમપણ હું મારી સખીથી વિખૂટી પડી એ પછી જલ્દી કોઈને દોસ્ત ન હતી બનાવતી. મને બહુ દુઃખ થાય કોઈ દોસ્ત છૂટી જાય તો
જે આજે પણ એમ જ લાગુ પડે છે 😊
કલાસિસમાં એ છોકરી આવીને બેસીને બધા મ્હોં બગાડવા લાગ્યા કે કેવી લાગે છે
કેમ આવી વિચિત્ર દેખાતી હશે. આ બધા સવાલો દરેકનાં ને મારા મનમાં પણ ચાલતાં જ હતાં. ત્યાં જ સરે એને કોઈક સવાલ કયોઁ જેનો જવાબ આપવા એ ઊભી થઈને બોલી .
એ બોલી તો જાણે મારામાં જીવ આવ્યો, જાણે જીવમાં નવો સંચાર થયો કે અરે આ તો મારી સખી, મારી નાનકી. એના અવાજ પરથી મને ખ્યાલ આવ્યો કે આ મારી સખી જ છે. કલાસિસનો લેક્ચર જયાં ત્યાં કરીને પૂરો કયોઁ ને લેકચર પૂરો થતાં જ એની પાસે દોડી ગઈ એને વળગી જ પડી. એ પણ મને જોઈને રડી પડી ને બોલી
તું મને ઓળખી ગઈ ?
મેં કીધું આપણો સંબંધ આત્મીયતાનો સંબંધ છે તારા અવાજ પરથી જ માલૂમ થઈ ગયું કે આ તો મારી સખી જ છે.
મેં એને મારી પાસે બેસાડતાં પૂછ્યું કે તું સ્કૂલ છોડીને કેમ જતી રહી. તારી આવી હાલત કેમ છે. તારો દેખાવ આવો કેમ થઈ ઘયો ? મારા પ્રશ્ન સાંભળતાં જ એ રડી પડી. રડતાં રડતાં જ બોલી કે આપણા અગિયારમાનાં વેકેશનમાં હું મારા મામાને ઘરે ગઈ હતી. ત્યાં હું મારા બધા ભાઈ-બહેનો સાથે ધાબા પર રમતી હતી ત્યારે અચાનક ધાબા પરની પાળી તૂટી જતાં હું નીચે પડી. જે આમ પણ બહુ જજૅરિત હાલતમાં હતી. ઘરના મોટાં લોકોએ ત્યાં જવાની ના પાડી હતી. પરંતુ બધા કંટાળ્યા હતાં તો કહે ચલો ધાબે જઈને રમીએ. એ જ સમયે રમતાં રમતાં હું પાંચ માળ નીચે પટકાઈ જ્યાં નીચે લોખંડના મકાન ભરવામાં વપરાતાં સળિયા ને બધું પડ્યું હતું બાજુમાં રહેતા પડોશીનું મકાન નવેસરથી બનાવાનું કામ ચાલતું હતું. એમનાં આંગણામાં રેતી, કપચી ને સિમેન્ટ પડ્યા હતાં. અમારા આંગણામાં લોખંડના સળિયા જેમાંથી એક મારા માથાની અંદર ઘૂસી ગયો. જેના કારણે હું ત્યાં જ અધૅમૃત હાલતમાં બેભાન થઈ ગઈ.
એ પછી મને શું થયું એ મારા પપ્પાએ જણાવ્યું. મને તો છ દિવસે ભાન આવ્યું.
મને ત્યાથી હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં હું કોમામાં જતી રહી હતી. મારી પર બે શસ્ત્રક્રિયા કરવામાં આવી. એ દરમિયાન મને પેરાલિસિસનો પણ હુમલો થયો એટલે મારો હોઠ વાંકો થઈ ગયો.
લોખંડનો સળિયો મારા માથામાંથી કાઢવા માટે મારા વાળ બધા કઢાવી નાંખ્યા. મગજમાં વાગ્યું હોવાથી દ્રષ્ટિ પણ ઝાંખી થઈ ગઈ છે.
હવે આવી હાલતમાં હું સ્કૂલ કેવી રીતે આવું. લોકો મજાક ઊડાવે ને વિચિત્ર નજરે પણ જુએ. સ્કૂલમાં હું એક હાસ્યનું પાત્ર બનીને રહી જાત. એટલે જ મેં સ્કૂલમાંથી 'LC' કઢાવી લીધું. મારી સ્થિતિ નથી હવે બધાની સામે જવાની, બધાનો સામનો કરવાની, તારી સખી જે ક્યારેક ખૂબ જ સુંદર હતી. એ આજે એક કદરૂપી સખી બની ગઈ છે.
આ બધી વાત સાંભળતાં જ મારી આંખોમાં ગંગા-જમુના પૂર આવે એમ વહેવા લાગ્યા.મેં એને કીધું તું મારી દોસ્તીને આટલી કાચી સમજે છે જે તારા બદલાતા રૂપને જોઈને બદલાઈ જાય.
મેં તારી દોસ્તી તારા મનને જોઈને કરી હતી. તારી સાથે આત્મીય સંબંધ બંધાયો.
તારામાં મને મારી નાનકીબેન દેખાઈ. એ સંબંધે મેં તને મારી સખી બનાવી હતી.
મારી વાત સાંભળીને એ પણ ખૂબ રડી.
મેં મારી સખીને સમજાવ્યું. તમારું રૂપ નહી તમારું મન સાચો આયનો છે. તમારા મનનું માનો. રૂપ તો આજે છે કાલે નહી હોય. પણ તમારું મન તો હંમેશા તમને સાચો નિણઁય લેવામાં મદદ કરશે.
મારી વાત સાંભળીને એને સ્કૂલમાં પાછું એડમિશન લઈને ભણવાનો નિણૅય કયો.
જે તેણે કરી બતાવ્યું. સ્કૂલમાં હું સદા એના પડખે જ રહેતી. એને હંમેશા સાથ આપતી. જેથી એના રૂપને લઈને એને ફરી કોઈ લઘુતાગ્રંથિ બંધાઈ ના જાય.
આમ જ બારમાં ધોરણમાં મેં અને મારી સખીએ સ્કૂલમાં સારામાં સારા પસૅન્ટેઝ મેળવ્યાં.
આજે પણ મારી સાથે આત્મીય સંબંધથી એ જોડાયેલી છે. અમારો સંપકઁ નથી થતો. પરંતુ લાગણીઓ આજે પણ અકબંધ છે.
નિકેતાશાહ
🙏