Dhup-Chhanv - 29 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 29

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 29

આપણે પ્રકરણ-28 માં જોયું કે,

અક્ષત અપેક્ષાને પૂછવા લાગ્યો કે, "વ્હાય આર યુ નોટ કમીંગ એટ ધ સ્ટોર...??"


અને અપેક્ષાએ જવાબ આપ્યો કે, "બસ, થોડી તબિયત ખરાબ હતી."


ઈશાન: નાઉ, આર યુ ઓકે..??


અપેક્ષા: નો, નોટ શો ગુડ


ઈશાન: પણ, તને થયું છે શું..એ તો કહે...??


અપેક્ષા: બસ, કંઈ નહીં એ તો આજે મમ્મીનો ફોન આવ્યો હતો મારી ખબર પૂછવા માટે અને બસ થોડી જૂની વાતો યાદ આવી ગઈ એટલે...


ઈશાન: જો અપેક્ષા, હવે તારે એ બધી જૂની વાતો અને જૂની યાદોને હંમેશ માટે ભૂલી જવી પડશે અને તો જ તું તારી આ નવી જિંદગી શાંતિથી અને સારી રીતે જીવી શકીશ નહીં તો એનાં એ જ જૂના ખયાલોમાં ખોવાયેલી રહીશ તો તારી તબિયત વધારે ને વધારે બગડતી જશે અને તું આમ ગુમસુમ રહીશ તો તેનું પરિણામ ખૂબજ ખરાબ આવશે અને અક્ષત, અક્ષતનો તો વિચાર કર... કહેતા ઈશાન અપેક્ષાને સમજાવવા માટે તેની બાજુમાં બેઠો એટલે મનમાં કંઈ કેટલોય ઉભરો ભરીને બેઠેલી


અપેક્ષા ઈશાનના ખભા ઉપર ઢળી પડી અને ખૂબજ રડવા લાગી....


અપેક્ષાની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી પણ ઈશાને આજે અપેક્ષાને મનભરીને રડી જ લેવા દીધી. બસ, રડવા જ દીધી જેથી તેના મનનો ભાર અને ભૂતકાળમાં તેની ઉપર વીતી ગયેલી તકલીફો તેની અશ્રુધારામાં વહી જાય અને હવે પછીની તેની જિંદગીમાં સુખ અને શાંતિની તેને અનુભૂતિ થાય.


અપેક્ષાને જાણે પોતાનું કોઈ અંગત મળ્યું હોય તેમ તેણે પણ મન ભરીને ખૂબજ રડી લીધું, અને આ રીતે તેણે પોતાના મનનો ભાર ઈશાનની આગળ ઠાલવી દીધો. મિથિલને છોડ્યા પછી ઈશાન જ એક એવી પહેલી વ્યક્તિ હતો જેને તે પોતાનો મિત્ર સમજતી હતી.


ઈશાને અપેક્ષાને માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને પાણી પીવડાવ્યું પછી અપેક્ષા થોડી ફ્રેશ થઈ.


ઈશાને અપેક્ષાને પોતાની સાથે અત્યારે આવશે કે નહીં તેમ પૂછ્યું એટલે અપેક્ષાએ "ના" જ પાડી પણ પછી ઈશાને તેને પોતાની સાથે આવવા માટે ફોર્સ કર્યો અને તેની સાથે જે કંઈ પણ બની ગયું છે તે વિશે તેને સમજાવતાં કહ્યું કે, " અપેક્ષા, તારું દુઃખ હું સમજી શકું છું પણ ભૂતકાળને તું જ્યાં સુધી ભૂલી નહિ શકે ત્યાં સુધી તારો વર્તમાન પણ બગડતો રહેશે.માટે હવે ભૂતકાળને ભૂલી જવામાં જ મજા છે. અને કોઈપણ દુઃખ હોય તેને વહેંચવાથી ઓછું થાય છે તે આજે મારી સાથે તારી જૂની વાતો શેર કરી મને ખૂબજ ગમ્યું. પણ હજી તારી સામે આખી જિંદગી પડી છે અપેક્ષા માટે આજથી સંકલ્પ કર કે, હવે પછીની જિંદગી ખૂબજ સારી રીતે અને બધાની સાથે હળીમળીને જીવવી છે આમ એકાકી નહીં...!! "


અને ઈશાને પોતાના બંને હાથ અપેક્ષાના ગાલ ઉપર મૂક્યા, તેની આંખોમાં પોતાની આંખો પરોવી અને પછી લાગણી ભીના અવાજે બોલ્યો, " ડિયર, એક વાત કહું, હું કોઈને રડતાં નથી જોઈ શકતો માટે, સ્માઈલ પ્લીઝ. બહુ રડી લીધું બેટા, હવે થોડું હસી લે અને સાંભળ, હું તને અહીંયા આમ એકલી રડતી મૂકીને જવાનો નથી માટે ચલ હવે ઉભી થા, થોડી ફ્રેશ થઈ જા અને ચલ, આપણે બંનેએ આજે લોન્ગ ડ્રાઈવ પર જવાનું છે એટલે ફટાફટ તૈયાર થઈ જા. "


અને ઈશાનના વ્હાલભર્યા આગ્રહ આગળ અપેક્ષાનું કંઈજ ન ચાલ્યું અને તે તૈયાર થવા માટે ઉભી થઈ.


ઈશાન અપેક્ષાનો ઈંતજાર કરતો બેઠો હતો અને તેની મોમનો ફોન આવ્યો.


ઈશાન: બોલ,મોમ


મોમ: કેટલી વાર બેટા..?? તું ક્યાં અટકી ગયો..??


ઈશાન: મોમ, અપેક્ષા ફીલ નોટ શો ગુડ..સો વી આર ગોઈંગ ફોર લોન્ગ ડ્રાઈવ


મોમ: ઓકે


અને એટલી વારમાં અપેક્ષા રેડ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેરીને, ખુલ્લા વાળ રાખીને તૈયાર થઈને બહાર આવી એટલે ઈશાન તરત જ બોલી ઉઠ્યો, " ઑહ,બ્યુટીફુલ માય ડિયર. " ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને નીકળવા જાય છે એટલામાં ડોરબેલ વાગે છે... કોણ હશે અત્યારે...?? ઈશાનનું લોંગ ડ્રાઈવ અહીં આટલે જ નહીં અટકી જાય ને...??


ઈશાન અપેક્ષાને લઈને લોન્ગ ડ્રાઈવ પર જઈ શકે છે કે નહિ...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ...


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


22/5/2021