Dhup-Chhanv - 25 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 25

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 25

આપણે પ્રકરણ-24 માં જોયું કે,
ઈશાન અક્ષતને, અપેક્ષા કંઈજ બોલી નથી રહી અને આખો દિવસ ચૂપચાપ રહ્યા કરે છે તેને માટે પૂછપરછ કરી રહ્યો છે.
ઈશાન: ઑહ, આઈ સી. મારે ગમે તેમ કરીને તેને બોલતી કરવાની છે તેમ જ ને..?? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને હું તેને બોલતી કરીને જ રહીશ, ડોન્ટ વરી અબાઉટ ઈટ. આઈ વિલ હેન્ડલ હર.
અક્ષત: ઓકે બાય ડિયર‌. મળીએ પછી.
ઈશાન: ઓકે.

એટલામાં પીઝાની ડિલિવરી લઈને પીઝા બૉય આવી ગયો એટલે ઈશાને પીઝાનું પાર્સલ પીકઅપ કર્યું અને ખુશ થઈને અપેક્ષાની સામે જોઈને બોલી પડ્યો કે, " ચલો મૅડમ, પીઝા ખઈ લઈશું..??

અને અપેક્ષાએ ફરીથી "હા" કહેવા માટે માથું ધુણાવ્યું. હવે આગળ...

અપેક્ષા અને ઈશાન બંને પીઝાની મોજ માણી રહ્યાં હતાં અને એટલામાં અર્ચના અપેક્ષાને લેવા માટે આવી, અર્ચનાને જોઈને અપેક્ષા પીઝા ખાતાં ખાતાં જ ઉભી થઈ ગઈ એટલે ઈશાન એકદમથી બોલી પડ્યો કે, " એ મેડમ, આ પીઝા મારે એકલાએ નથી પૂરા કરવાના.. અને ઉભી થઈ ગયેલી અપેક્ષાનો હાથ પકડીને તેને ખેંચીને પોતાની બાજુમાં બેસાડી દીધી અને અપેક્ષાને પણ ઈશાનનું આ નખરુ ગમ્યું હોય તેમ તેના મોં ઉપર એક મધુર સ્મિત આવી ગયું. અને તે ઇશાનની બાજુમાં બેસી પણ ગઈ.

ઈશાન અને અપેક્ષાને પીઝા ખાતાં જોઈને અર્ચના પણ બોલી પડી કે, "બંને જણાં એકલાં એકલાં જ પીઝાની મોજ માણશો કે કોઈ ત્રીજાને પણ બોલાવશો..??

અને ઈશાન હસીને બોલ્યો, "કમ, કમ અર્ચના આવને યાર તું પણ લે "
અને અર્ચનાએ પણ પીઝાનો એક બાઈટ ઉઠાવ્યો અને લિજ્જતથી તેનો આસ્વાદ માણવા લાગી.

ઈશાન ખાતાં ખાતાં બોલ્યો કે, "અક્ષતને પણ અહીં જ બોલાવી લીધો હોત તો બધાનું ડિનર સાથે જ પૂરું થઈ જાત."

અર્ચના: અરે ના ના, હું ઘરે સ્પગેટી બનાવીને આવી છું. અને ઈશાન તું આમ અપેક્ષાને અહીં જ ડિનર કરાવી લેવાનો હોય તો મને કૉલ કરીને ઈન્ફોર્મ તો કરવાનું રાખ યાર, ઘરે મારું બનાવેલું બગડશે તો બીજે દિવસે તને જ તે પેક કરીને મોકલી આપીશ.

ઈશાન: અરે, આજે મોમ ઘરે નથી અને પીઝા ખાવાની ઈચ્છા પણ થઈ હતી એટલે ઑર્ડર કરી દીધો.

અર્ચના: હવે તમારી પીઝા પાર્ટી પૂરી થઈ હોય તો હું અપેક્ષાને લઈને ઘરે જઈ શકું..??

ઈશાન: યસ, અફકોર્સ યાર.

અને અર્ચના અને અપેક્ષા બંને ઘરે જવા નીકળી ગયા અને ઈશાનને અપેક્ષા ચાલી ગઈ તે ન ગમ્યું હોય તેમ તે થોડો નિરાશ થઈ ગયો.

અક્ષત આ બંનેની રાહ જોતો લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો હતો. અર્ચના અને અપેક્ષા આવ્યા એટલે અક્ષત બોલ્યો કે, "અરચુ, જમવાનું શું બનાવ્યું છે..?? ફટાફટ કાઢ બહુ ભૂખ લાગી છે."

અર્ચનાએ ડાઈનીંગ ટેબલ ઉપર જમવાની પ્લેટ્સ તૈયાર કરી અને અપેક્ષા પોતાના રૂમમાં ચાલી ગઈ એટલે અક્ષત વિચારમાં પડ્યો અને બોલ્યો કે, " કેમ અપેક્ષાને નથી જમવાનું..?? "

અર્ચના: ના, ઈશાને મેક'ડીમાંથી પીઝા ઑર્ડર કરેલા તો અપેક્ષાએ તેની સાથે જ જમવાનું પતાવી દીધું છે.

અક્ષત: ઓકે, ઈશાનને હવે અપેક્ષા સાથે બરાબર ફાવી ગયું લાગે છે..??

અર્ચના: હા, મને પણ એવું જ લાગે છે કે થોડા સમયમાં બંને સારા મિત્રો બની જશે.

અક્ષત: (એક ઉંડો નિ:સાસો નાંખીને)
આઈ હોપ શો. અપેક્ષાને કોઈ એક સારો મિત્ર મળી જાય અને મને મારી બોલતી-ચાલતી તોફાની, નટખટ અપેક્ષા મને પાછી મળી જાય.

અર્ચના: ઈશાન ઈઝ વાઈઝ બોય,‌ તે જે રીતે અપેક્ષાને ટેકલ કરી રહ્યો છે તે જોતાં મને લાગે છે કે બહુ જલ્દીથી આપણી અપેક્ષા નોર્મલ થઈ જશે.

અક્ષત અને અર્ચનાએ અપેક્ષાની ચિંતામાં વાતો કરતાં કરતાં જ પોતાનું ડિનર ક્યાં પૂરુ થઈ ગયું તેની ખબર જ ન પડી અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં તેની મા લક્ષ્મીનો વિડિયો કૉલ આવ્યો એટલે તે લાઈટ પીંક કલરની રેેશમી નાઈટીમાં પોતાના રૂમમાંથી ફોન હાથમાં લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને ફોન અક્ષતના હાથમાં આપ્યો.

અક્ષત: મા છે તો વાત કર મા સાથે.

પણ અપેક્ષાની વાચા તો છીનવાઈ ગઈ હતી તેથી તે અક્ષતની વાતનો જવાબ આપ્યા વગર જ પોતાના રૂમમાં ચાલી ગઈ અને અક્ષત તેની પાછળ પાછળ " અપેક્ષા અપેક્ષા " બોલતો બોલતો તેના રૂમમાં ગયો.

અપેક્ષા પોતાની મા લક્ષ્મીની સાથે વાત કરે છે કે નહિ..?? વાંચો આગળના પ્રકરણમાં....