An untoward incident Annya - 32 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - ૩૨ - છેલ્લો ભાગ

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

An untoward incident અનન્યા - ૩૨ - છેલ્લો ભાગ

આગળના ભાગમાં અનન્યાની મદદથી પોલીસે બરફની ફેક્ટરીમાં છાપો માર્યો, રાકેશ ના દેખાતા તે ગુસ્સે થઈ, બરફની લાદી અસ્ત વ્યસ્ત કરવા લાગી, તેમાંની એક લાદીમાંથી મરિયમને ડેથ બોડી મળી, આ જોઈ ઝંખનાએ ચીસ પાડી, અવાજ સંભળાતા, ત્યાંના વર્કરોએ તેમને પકડી લીધા. પોલીસના છાપાથી અજાણ તેઓને પોલીસે પકડી લીધા, એમાંથી એક વર્કર નજર છુપાવી માઇકલને છાપાની જાણ કરી, પણ ગઢવી સાહેબે તેને પકડી લીધો.. તેની પાસે મળેલી માહિતીથી માઈકલ અને રમેશ સર પકડાઈ જાય છે, ભારે આક્રંદ સાથે અનન્યા પોલીસ સ્ટેશન પોતાનો બદલો લેવા જાય છે, અમિતની મદદથી માઈકલ અને રમેશને ડરાવી પોતાનો ગુનો કબૂલ કરાવે છે, ફક્ત પાંચ મિનિટ હતી, એક ગુનેગાર હજુ બાકી હતો, વળી તેની ડેથ બોડી પણ મળી નહોતી, હવે આગળ..


******


ખોવાયું અસ્તિત્વ વિડંબણા ઘણી,
વ્યથાની વેદનામાં વિષમતા ભળી..
અંતરના ઊંડાણમાં સંવેદના સરી,
અસંભવને સંભવની શક્યતા ઘણી..


ઇન્સ્પેક્ટર ગઢવીના મોબાઈલ પર રીંગ વાગતા, તેઓ સાઈડ પર ગયા..


અનન્યા, "હવે તું શાંત થા.!" તેઓએ પોતાનો ગુનો કબૂલ કરી દીધો છે.


ના, "હજુ એક ખુની બાકી છે.!" હજુ, "મારે એ ખુની સુધી પહોંચવાનું બાકી છે.!" મારો બદલો હજુ બાકી છે, રાકેશનો પણ કોઈ પત્તો નથી.! તે ભયંકર આક્રંદ સાથે બોલી..


તું અમિતના શરીરમાંથી બહાર નીકળી જા.. હવે તારું કોઈ પણ બહાનું ચાલશે નહિ..!


તમે ના કહેતે, તો પણ હું અમિતના શરીરમાંથી નીકળી જતે, કારણકે પાંચ મિનિટ મારે બચાવીને રાખવાની છે..


એક વાર પ્રવેશ પછી, "તું ફરી નહિ પ્રવેશી શકે..!"


"કેમ નહિ પ્રવેશી શકું.!?" હું બસ મારી પાંચ મિનિટ માંગુ છું.! "મને ન્યાય જોઈએ છે.!" મારો બદલો પૂરો નહિ થાય, ત્યાં સુધી હું અહીંથી જઈશ નહિ.. સમજ્યા આંટી...


"તું તારા વચનથી ફરે છે.!" તે વચન આપ્યું હતું..


તમે પણ મને ન્યાય અપાવવા માટે વચન આપ્યું છે, તમે તો દેવદૂત બની આવ્યા હતા, "એનું શું થયું.!?"


હું તારી દેવદૂત સમાન છું.. તારે પણ મારી વાત માનવી પડશે, "ખોટી જીદ કરી, તું મને મજબૂર કરી રહી છે.!" એમ કહી તેણે ગુરુજીએ આપેલો રક્ષા મંત્ર ઉચ્ચાર્યો..


તે જોર જોરથી હસવા લાગી, અને બોલી: આંટી, "અમિતનો વિચાર કરી લેજો, હું હાલ તેના શરીરમાં છું.. તમે મને પીડા આપશો, એ થી વધુ હું તેને આપીશ.!" મને બીજી પાંચ મિનિટ આપો..


હવે હું કંઈ કરી શકું નહિ., "તું કોઈ નિર્દોષને સજા નહિ આપી શકે.!"


ઇન્સ્પેક્ટર ગઢવી બોલ્યા, હજુ અનન્યા અમિતની બોડીમાંથી બહાર નીકળી નથી.!


ના, "તે માનતી નથી.. તેના કહેવા મુજબ એક ખૂની હજુ બાકી છે." હજુ તેનો બદલો પૂરો થયો નથી..


ભાભી હવે, "શું કરીશું.!?" માણસ હોય તો, "તેનો સામનો કરી શકાય, આત્માનો સામનો કેવી રીતે કરવો.!?"


એનો ઉપાય પણ ગુરુજીએ આપેલો જ છે, "તમે સોહમ ને ફોન કરી, પૂછો કે અનન્યાની ડેથ બોડી મળી.!! જો મળી હોય તો તેની અંતિમ વિધિ જલ્દીથી કરે." હું અનન્યા ને સમજાવાની કોશિશ કરું છું..


ઇન્સ્પેક્ટર ગઢવી સોહમને ફોન કરવા લાગ્યા, અને ઝંખના અનન્યાને સમજાવા માંડ્યું..


અમિત.. દીકરા હું તારી મોમ, "મારો અવાજ તારા સુધી પહોંચી રહ્યો છે.!"


હા, મોમ..


"તુ અનન્યાને તારી બોડીમાથી નીકળવા કે.!"


સોરી, મોમ.. "તેમ નહિ કરી શકુ!? ગુરુજીને આપેલું વચન નિભાવવામાં હજુ ત્રણ મિનિટની વાર છે.." ત્યાં સુધી મારાથી કંઈ જ થશે નહિ.!


અનન્યા દાંત કકડાવતા બોલી, "વચન નિભાવવામાં તો અમિતનું શું કહેવું.! ખરા અર્થમાં તેને મને સાથ આપ્યો છે. મારી આત્મા સદા તેની ઋણી રહેશે.!!" તે જોર જોરથી બૂમ પાડવા લાગી.. મને મારો ખુની જોઈએ.. તે ટેબલની વસ્તુઓને વેર વિખેર કરવા લાગી, મને અહીંથી જવા દો.! રાકેશ પાસે જવા દો.!


ગુરુજીને આપેલા વચનને કારણે અનન્યા હવે પોલીસ સ્ટેશન માંથી બહાર જઈ શકતી નહોતી.. તે બહાર જવાની કોશિશ કરતી, છતાં તે જઈ શકતી નહોતી, તેની આસપાસ એક મોટું સર્કલ થઇ રહ્યું હતું.. ઝંખનાને ખબર હોવાથી, તેને મંત્ર જાપ ચાલુ જ રાખ્યો..


ઝંખના ભાભી, "એક માઠી ખબર છે.!"


"શું ગઢવી ભાઈ..!?"


અનન્યાની ડેથ બોડી નથી મળી, પણ રાકેશની ડેથ બોડી મળી છે.. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે,


સાંભળી ખૂબ જ દુઃખ થયું.!? જો પહેલાં જ તેની મદદ કરી દીધી હોત તો, આજે આ પરિસ્થિતિ ના થતે.!


હવે, આગળ શું.!? "અનન્યાને કંઈ રીતે સમજાવીએ.!?"
તમે ગુરુજીને ફોન કરી, આ વાત જણાવો..


ભાભી, "તમે જ વાત કરી, ઉપાય પૂછી લ્યો.!" કારણ કે મારે અહીં થોડું કામ છે, હું એ પતાવી લઉં..


સારું, કહી તેણે ગુરુજીને ફોન કરી, બધી વાતો જણાવી દીધી.


ત્યારે તેની મુકિત માટે છેલ્લો ઉપાય કીધો.!


ચાલો, ગઢવી ભાઈ.. ઉપાય મળી ગયો છે..


ભાભી, "બસ પાંચ દસ મિનિટ, ઘરેથી મારો દીકરો ટિફિન લઈને આવે છે.!" મે ઘણું સમજાવ્યું, પણ તમારી ભાભીએ જીદ કરી કહ્યું છે, પહેલાં જમવું અને પછી ડયુટી.. હોમ મિનિસ્ટરનો ઓર્ડર છે.. હું ટિફિન લઈ લઉં, પછી આપણે જઈએ..


સારું, આટલી વાર જોઈ છે, તો પાંચ મિનિટ વધારે .! એમ કહી તે ગાયત્રી મંત્રના જાપ કરવા લાગી..


અનન્યાને પણ પાંચ મિનિટ જ જોઈતી હતી.! "ઉગ્ર થયેલી અનન્યા ગાયત્રી મંત્રના જાપથી શાંત થઈ, પણ વિધાત્રીને બીજું જ કંઇક મંજુર હતું.!"


ત્યાં તો ટક ટક લાકડીનો અવાજ આવ્યો.. કુદરત પણ જાણે તેને ન્યાય અપાવવા માટે આતુર હતી. અનન્યા લાકડીના આ અવાજને ઓળખી ગઈ.. તેને ગુસ્સામાં આવી, પૂરી શકિત લગાવી સર્કલ તોડી , બહાર આવી... સૂસવાટા સાથે પવન વાયો, પોલીસ સ્ટેશનની લાઈટો ઝબૂક ઝબૂક થવા લાગી.. વાતાવરણ પણ શીત ગાર બન્યું.. અને લાકડીનાં અવાજ એકદમ નજીક આવ્યો..


ત્યા તો પેલા અજનબીએ ગઢવી અંકલના ટેબલ પર ટિફિન મૂક્યું..


અરે.! આરીફ તુ.! વિનય ક્યાં છે.;?


અંકલ, "તે ગાડી પાર્ક કરી આવે છે.!! તમે જમી લેજાે.!!"


આજે લાઈટો કેમ બંઘ ચાલુ થઈ રહી છે..! પાવર ડીમ છે કે શું .,? વાતાવરણ પણ શીત લાગી રહ્યું છે.!!


જા, "તું ઘરે જા.."


ઘરે જવાની આટલી જલ્દી શું છે.!? તેની નજર અમિત પર પડી..


અમિત, યાર..! "તુ અહીં શું કરે છે.!?"


આ સવાલ તો મારો હોવો જોઈએ. "ગરોળીની જેમ રંગ બદલવા માટે તુ ઘણો હોશિયાર છે.." બદલાયેલાં અવાજે અમિત બોલ્યો..


અવાજ બદલી તું મને ડરાવી ના શકે..


તો લે મારું અસલ સ્વરૂપ જો..


અનન્યા, તું.... તું....


ત્યારે હું નિર્બળ હતી, આજે નહિ..


આરીફ, "આ બધું શું છે.!?" તુ અનન્યાને ઓળખે છે..! ગઢવી સાહેબ બોલ્યાં..


આ એ જ અજનબી છે, જેણે મને મોત આપી, મારું સર્વસ્વ લૂંટ્યું, આ એ જ ખુની છે... "રાકેશ ક્યાં છે.!?" બોલ, "રાકેશ ક્યાં છે..!?"


ઝંખનાનો ગાયત્રી મંત્ર જાણે, તેને શકિત આપી રહ્યો હતો, તેને સ્વરૂપ બદલ્યું.. અને આરીફ ભયભીત થયો.. રાકેશની મને ખબર નથી.! સાચું કહું છું..


અનન્યાએ તેના હાથમાંથી લાકડી લઈ લીધી, તેને જોરથી ધક્કો મારી દીવાલ ભેગો કરી દીધો.. "તને શું હતુ કે તુ ગુનો કરી બચી જશે.!" માથામાં વાગતાં તેને લોહીની ધાર નીકળી ગઈ.. અનન્યાએ ફરીથી તેને ધક્કો માર્યો.. તેને પોતાનું બિહામણું રૂપ બતાવ્યું.. રાકેશ, "ક્યાં છે.!?" બોલ, "નહિ તો.!"


"તુ શું કરી લેશે !?" લોહી લુહાણ હાલતમાં તે બોલ્યો, "પહેલા પણ તું કઈ કરી શકી નહોતી, તું આજે મારું શું બગાડશે.!?" પણ તારામાં કંઈ અલગ જ મજા આવી..! તારી બેહોશીનો ઘણો ફાયદો ઉઠાવ્યો.. આ સાથે અમિતની શકિતથી તેનો ગુનો કબૂલ કરાવે છે, પણ આ વાતનો તેને કોઈ અફસોસ નહતો, અનન્યા તેને માર મારી અધમુઓ કરી દે છે..
એક ભરોસા સાથે ઝંખના અને ગઢવી સાહેબ તેને રોકે છે, "તું વિશ્વાસ રાખ.!" અમે તને ન્યાય અપાવીશું..


મને ન્યાય અપાવશો, "તો શરત એ છે કે મને જેટલી યાતના મળી, એ બધી જ એને આપો, સજા એવી આપો કે કોઇને બીજીવાર કરતા પહેલા, તેની આત્મા કંપી ઊઠે.. બીજીવારની વાત તો દુર રહી, તેને નપુસંક બનાવી દો, જેથી કોઈ બીજી છોકરીની જિંદગી ના બગાડે.!! મને જીવતા બરફમાં થીજાવી દીધી, આવા સાયકોની તો બરફમાં સમાધિ બનાવી જોઈએ.."


"રાકેશ ક્યાં છે.!?" બોલ.. બોલે છે કે નહિ!? રાકેશ ક્યાં છે.!!


શાંત થા, અનન્યા રાકેશે પણ આ દુનિયા છોડી દીધી છે, તેની ડેથ બોડી બરફની ફેક્ટરીમાંથી મળી છે.. ઝંખના બોલી..


આ સાંભળી તેને આપો ખોયો.. અને એક ઝાટકે આરીફને પછાડ્યો, તેનું વિકરાળ રૂપ જોઈને માઈકલ અને રમેશ સર પણ ગભરાયા, એક પછી એક કરેલા પાપો તેમની નજર સમક્ષ આવવા લાગ્યા.. એ બંનેને પણ આરીફની જેમ જ પછાડી મોતને ઘાટ ઉતારી દીધા..


પોલીસ સ્ટેશનમાં હાજર બધા આ ઘટનાનાં સાક્ષી બન્યા.. અને તેઓ કુદરતના ન્યાયને માની ગયા..


અનન્યા, "શાંત થઈ જા.!" "જો હું તારી પાસે જ છું.!"


"કોણ.!?" રાકેશ, રાકેશ તુ.! "તને કઈ થયું, તો નથી ને.! મેં આ દુનિયામાં એક જ અપરાધ કર્યો હતો, તને પ્રેમ કરવાનો, માં બાપને છેતરવાની કિંમત ઘણી મોંઘી પડી.. મારી નાદાનીની ચૂકવણી આપણા જીવ આપી કરી.."


તારા દિલ પર કોઈ બોજો નહિ રાખ.. વિધાતાએ આપણુ મૃત્યુ આ રીતે લખ્યું હતું.. ચાલ, "એક નવી સફરની શરૂઆત કરીએ.. બધાને માફ કરીને, આપણે આ દુનિયાને અલવિદા કહી દઈએ.."


ઝંખના આંટી, "જુઓ રાકેશ અહીં આવ્યો છે.. આ દુનિયાને અલવિદા કહેતા પહેલા, મારે મારા પપ્પાને મળવું છે.. "મારી અંતિમ ઈચ્છા નહિ પૂરી કરશો તમે.!?"


જરૂર, "પણ હવે તો તું અમિતના શરીરમાંથી બહાર આવ.!"


હું તમારી સદાય આભારી રહીશ.. "મારા અઘરા સમયમાં તમે મને સાથ આપ્યો.."


અમિત મને ખબર છે, "તને આરાધ્યા સાથે લાગણી થઇ, આથી મારો તારી સાથે મેળાપ થયો.. પછી, એકટીવા ગર્લ બની, બે થી ત્રણ વાર હું તને મળી હતી.. એની જાણ તને બિલકુલ થવા દીધી નહોતી, તે દિવસે જેણે, તને તમાચો માર્યો, એ હું જ હતી.. મારી શકિત સવારે ઓછી થતી, પણ તુ મને જોઈ શકતો હતો, માટે આંટીને શક ના જાય, તે માટે તેને તમાચો માર્યો હતો.. મને માફ કરી દેજે.. મારો આત્મા તારો સદાય ઋણી રહેશે.!!"


ગઢવી ભાઈ, ફોન કરી દો, તેઓને અંતિમ વિધિ કરતા રોકો, આપણે ત્યાં પહોંચીએ, પછી જ તેઓ વિધિ કરે, તેમ જણાવી દો..


ગઢવી સાહેબ અને તેઓ ફટાફટ પોલીસ વેનમાં બેસી, ઘટના સ્થળે પહોંચ્યા. ઝંખનાએ તેના પપ્પાને મળવાનો બે મિનિટનો સમય આપ્યો, અનન્યાને જોઈ, "તેઓ ચોધાર આંસુડે રડી પડ્યા.!" તેને રાકેશના મમ્મી પપ્પાની પણ માફી માંગી.. ગઢવી સાહેબ અને સોહમના પરિવારનો આભાર માન્યો.. અને જોત જોતા અનન્યા આકાશને આંબી ગઈ.. થોડી જ વારમાં બંનેની આત્મા પ્રકૃતિમાં વિલિન થઈ ગઈ..


અનન્યા અને રાકેશની એક સાથે અંતિમ વિધિ કરી.. આમ, ગુરુજી, ઝંખના તથા પોલીસની મદદથી નિર્દોષ અનન્યાની આત્માને મુકિત મળી..


ફરીથી વાતાવરણમાં એકાએક સુગંધ ભળી, અને...


સમાપ્ત...


*******

મારા દરેક વાંચક મિત્રોની આભારી છું.. ખૂબ જ આભાર..🙏 આ સાથે આ વાર્તાને પૂર્ણવિરામ મૂકી, નવી વાર્તા લઈ, નવા વિષય સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો..ખુશ રહો, હસતા અને હસાવતા રહો, આપના પ્રતિભાવ આપતા રહો..અને આમજ મારી કૃતિઓને વાંચકોનો પ્રેમ મળતો રહે..

એવી આશા સાથે દર્શના હિતેશ જરીવાળાના 🙏 જય શ્રી કૃષ્ણ🙏 🌹રાધે રાધે🌹

********