રાજવીર જાડેજાએ અન ઑફિસિયલી ટોમીનું એન્કાઉન્ટર કરી નાખવા કહ્યું. આ વાતની જાણકારી માત્ર પોલીસ તંત્રને જ હતી.
આખરે એક દિવસ સાંજે જ ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય થઈ ગયો હતો.
ટોમી અને જેનેલિયા એકજ ગાડીમાં બેઠા અને તે ગાડીમાં રાહુલ પણ બેઠો હતો. રાહુલને પણ ખ્યાલ ન હતો કે પોલીસ અન ઑફિસિયલી એન્કાઉન્ટર કરવા જઈ રહી છે.
પોલીસ દવાખાનાની બહાર રંગીન કપડામાં પિસ્તોલ સાથે તૈયાર ઊભી હતી તેઓ ખાલી ટોમી , રાહુલ તેમજ તેમના માણસોની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા હતી.
તેમની લગભગ ચાર ગાડીઓ હોસ્પિટલના મેઈન ગેટથી નીકળી. ત્રીજી ગાડીમાં ટોમી , રાહુલ અને જેનેલિયા બેઠા હતા.
ગાડીઓ ખાલી મેઈન દરવાજાથી થોડી આગળ ચાલી હશે કે તરત જ રંગીન કાપડમાં તૈનાત પોલીસવાળાઓએ ધીમે રહીને પિસ્તોલ કાઢી.
ટોમીની બાજ નજર એક પોલીસવાળાને પિસ્તોલ કાઢતા જોઈ ગઈ અને તેણે જોરથી ડ્રાયવરને કહ્યું કે ભગાય....
રાહુલે ટોમીને હજુ પાછળવળીને પૂછે કે શું થયું...એટલામાં તો ક્યાંકથી આગળની ગાડી પર ફાયરિંગ થવાનું શરૂ થયું.
એક ગોળીતો જેનેલિયા જ્યાં બેઠી હતી તેજ બારીના કાંચ આગળ અડી અને કાંચ તૂટી ગયો. જેનેલિયા બુમા બૂમ કરવા લાગી અને ડ્રાયવરે બુદ્ધિ વાપરી આગળની ગાડીને ઓવર ટેક કરી પોતાની ગાડી આગળ કાઢી દીધી.
ટોમીની ગાડી પુર ઝડપે આગળ વધી રહી હતી જ્યારે તેના માણસોની અમુક ગાડી ત્યાંજ ટાયર પર ગોળી વાગવાથી અટકાઇ ગઈ અને પોલીસવાળોઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા.
પોલીસ તંત્રને જાણ કરવામાં આવી કે બે ગાડી આગળ નીકળી ગઈ છે અને તે બે કારમાંથી એક કારમાં ટોમી અને રાહુલ છે.
તે બંનેની ગાડી પાછળ પોલીસવાળાઓની ગાડી હતી અને આગળ ચેક પોસ્ટ પર બીજા પોલીસવાળા રાહ જોઈને બેઠા હતા.
ટોમી બંને વચ્ચે સેન્ડવીચ થઈ જવાનો હોય તેમ કહી શકાય.
રાહુલે ડ્રાઈવરનું ધ્યાન દોરતાં કહ્યું કે આગળથી ડાબી બાજુથી વળાવી લે અને એક ગાડીને આગળ જવા દે.
ટોમીની ગાડી ડાબી બાજુ વળી અને એક ગાડી સીધી ગઈ. પોલીસની ગાડીઓને થોડુ આશ્ચર્ય થયું અને તેમને પણ અમુક ગાડી ડાબી બાજુ અને અમુક સીધી ગઈ.
લગભગ અડધા કલાકથી પોલીસ અને ટોમીની ગાડી ચોર પોલીસ રમી રહી હતી આખરે પોલીસ પાછળથી ટોમીની કાર પર ગોળીઓ મારવાની શરૂઆત કરી.
ટોમીની ગાડીમાં એક Ak 47 અને બે ચાર પિસ્તોલ પડી હતી.
રાહુલે અકળાતા આગળની સીટમાંથી પિસ્તોલ વડે પાછળ પોલીસની ગાડીઓ પર ગોળીઓ મારવાનું શરૂ કર્યું.
ટોમીની ગાડી એવી જગ્યાએ આવી ગઈ હતી જ્યાં પોલીસ તંત્રએ ચેક પોસ્ટ નહતો રાખ્યો.
લગભગ સાડા સાત વાગવા આવ્યા હતા અને અંધારું થઈ જ ગયું હતું.
ટોમીની ગાડીએ લાઈટો બંધ કરી દીધી હતી જેથી પાછળની ગાડીને તેમની ગાડી ઓછી દેખાય.
' જો આગળથી એક ડાબી બાજુ જંગલમાં જવાનો રસ્તો આવે છે...હું કહું એટલે તરત વળાવી લેજે.' ટોમીએ ડ્રાયવરને ગોળીઓના અવાજ વચ્ચે કહ્યું.
ટોમી ધીમે રહીને કાંચની બહાર નીકળ્યો અને એક ગ્રેનેડ પાછળ અંદાજે નાંખ્યો...
ગ્રેનેડ સીધો પાછળ પોલીસની ગાડીના બોનેટ પર જઈને પડ્યો...ગાડી ધડાકા સાથે ફૂટી અને એક મોટો આગનો અને કાળા ધુમાડા સાથે વિસ્ફોટ થયો.
ટોમીએ જોરથી બૂમ પાડીને ડ્રાયવરને ડાબી બાજુ વળાવી લેવા કહ્યું.
જોતા જોતા તો તેમની ગાડી પુર ઝડપે જંગલના રસ્તે વળી ગઈ.
જ્યારે પોલીસની ગાડી રસ્તામાં જ અટવાઈ પડી.
ટોમીની ગાડી જંગલના ટૂંકા રસ્તે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.
જેનેલિયા : મેં કહ્યું હતું આ બધુ બંધ કરો...
એટલું કહી જેનેલિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
ટોમી : શ.શ.શ.શ...કશું નઈ થાય હું છું ને...
'ડ્રાઇવર ગાડીમાં પેટ્રોલ તો છેને?'
ડ્રાઇવર : હા...ટાંકી ફૂલ જ હતી.
લગભગ અગિયાર વાગ્યા સુધી ટોમીની ગાડી એકધારી ચાલુ રહી અને બધા ભૂખ્યા તરસ્યા જંગલના રસ્તેથી સુરેન્દ્રનગરના મેઈન હાઇવે પર પહોંચી ગયા.
હવે જેનેલિયાથી વધારે ભૂખ્યું અને તરસ્યું નહતું રહી શકાતું.
નસીબથી પોલીસથી મુક્ત અને જંગલના એકાંત સ્થળેથી તેઓ વાહનોની અવરજવરવાળા હાઇવે પર આવી ગયા હતા અને તેમને એક જમવા માટેનું ધાબુ પણ મળી ગયું હતું.
બધા મોંઢે કપડું ઢાંકી કોઈ ઓળખે નહીં તે રીતે ધાબામાં જમવા માટે દાખલ થયા.
લગભગ વીસ - પચીસ મિનિટમાં ધરાઈને જમીને પાણી પીવાની બોટલો તેમજ જમવાનું પેક કરાવી લીધું.
ધાબા પર તેઓએ એક યુવકને કોઈ સારી હોટેલ બતાવવા કહ્યું. યુવકના બતાવેલ એડ્રેસ પર ટોમી , રાહુલ , જેનેલિયા અને ડ્રાયવર પહોંચી ગયા.
તેઓએ ત્યાં ડિપોઝિટ તેમજ જરૂરી પ્રક્રિયા કરી તેમના રૂમ તરફ જવા લાગ્યા.
કોઈને શંકા નહતી કે આખા રાજ્યના નામચીન ગેંગસ્ટરને પોલીસે આવી રીતે તેને પોતાના કિલ્લામાંથી કૂતરાની જેમ ભગાડ્યો.
એક રૂમમાં રાહુલ અને ડ્રાયવર જ્યારે એક રૂમમાં ટોમી અને જેનેલિયા.
ટોમી તેમજ જેનેલિયામાં હાલ એવી તાકાત ન હતી કે ક્યાંક દૂર જતા રહે અથવા વળીને પાછો હુમલો કરે.
જેનેલિયાએ ટોમીની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
આ વખતે જેનેલિયા પણ સાચી હતી કે તેણે તો ટોમીને પહેલાજ ના પાડી હતી પરંતુ પૈસા તેમજ ગેંગસ્ટરના પદને હજુ મજબૂત કરવાની જીદમાં ટોમીએ પોતાનો અને જેનેલિયાનો જીવ જોખમમાં મૂક્યો.
પરંતુ ટોમી આટલી જલ્દી હાર માને એવો ન હતો.
તેણે ખાલી હોટેલના મેનેજરને આ વાતની જાણ કરી હતી અને એડવાન્સમાં ખાસા રૂપિયા આપ્યા તેમજ જો તેઓ સુરક્ષાથી બચીને નીકળી જશે તો હજુ વધારે પૈસા આપશે.
ટોમી હવે હોટેલના રૂમમાં જ આગળનો પ્લાન બનાવવાનો શરૂ કર્યો.
ટોમીએ ધીરે ધીરે કરીને આજુબાજુના શહેરમાં રાખેલા ગુંડાઓને ફોન કરી તેમની પાસેથી રૂપિયા અને હથિયાર સહિત માણસો મંગાવ્યા અને તેમને અલગ હોટેલમાં સંતાડી રાખ્યા.
ટોમી સામે તેના માણસો બીજા કરતા વફાદાર હતા કારણ કે ટોમી સામે એટલા રૂપિયા પણ આપતો હતો અને આ તો તેમના બોસના બદલા વિશેની વાત હતી.
લગભગ ચાર મહિના સુધી ટોમી , જેનેલિયા અને રાહુલ તેજ હોટેલમાં અંડર ગ્રાઉન્ડ રહ્યા. તેમાં ખાસા રૂપિયા વપરાઈ ગયા હતા પરંતુ ટોમીને પૈસાની કમી ન હતી.
ચાર મહિનામાં તો ટોમીએ દસ માણસો હથિયારોથી સજ્જ તૈયાર કરી દીધા.
ટોમી કેમ બદલો લેવા તૈયાર થયો કારણ કે પોલીસ તંત્રમાં અમુક કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલ ફૂટેલા હતા. જ્યારે તેમનામાંથી અમુકને ટોમીએ ફોન કરીને પૂછ્યું ત્યારે ટોમીને ખબર પડી કે આ અન ઓફિસિયલી એન્કાઉન્ટર છે જેનું કોઈ કાગળિયાંમાં સબૂત નથી.
ટોમીએ જેનેલિયાને સુરેન્દ્રનગરની હોટેલમાં જ રહેવા કહ્યું કારણ કે જેનેલિયા હવે થાકી હતી અને હવે તે ટોમી સાથે આ લાઈનની સાથે જીવી શકે તેમ ન હતી અને ટોમી પણ આટલી જલ્દી બધું પૂરું કરવા માંગતો ન હતો . જેથી ટોમી જેનેલિયાને પાછી અમેરિકા મોકલી રહ્યો હતો.
********************
આખરે એક રાત્રે ટોમી અને રાહુલ તેના આંઠ દસ માણસો સાથે અહમદાબાદ જવા નીકળ્યો.
ટોમી પાસે છ Ak 47 , દસ બાર પિસ્તોલ , તેમજ ગ્રેનેડ સાથે સાથે બે ત્રણ લૉન્ચર.
તેઓની ગાડી પુર ઝડપે અહમદાબાદ તરફ વધી રહી હતી. લગભગ તેઓની ચાર ગાડીઓ ટોમીના અહમદાબાદવાળા કારખાનામાં પહોંચી ગઈ.
તે કારખાના આગળ થોડા માણસો ઊભા હતા પરંતુ કારખાનું બંધ હતું.
ગાડીઓ જોઈ તેઓ સતર્ક થઈ ગયા પરંતુ ટોમીને હાથમાં રાયફલ લઈને ઉતરતા જોઈ તેઓ હળવા થયા અને ટોમીને મળવા લાગ્યા.
લોકોને એવું હતું કે ટોમી ક્યાંક તો ભાગી ગયો અથવા તેનું એન્કાઉન્ટર કરી દીધું.
હવે અત્યાર સુધી કોઈને ખબર ન હતી તેવું કારખાનાની નીચે એક મોટું બંકર હતું જે ટોમીએ ખાસ અંડર ગ્રાઉન્ડ થવા બનાવ્યું હતું પરંતુ ટોમીના પાછળ પોલીસ પડી હતી જેથી તેને સમય જ ના મળ્યો અંડર ગ્રાઉન્ડ થવાનો.
તે બધા બંકર ખોલી અંદર ઉતર્યા અને બધા હથિયાર સાથે અંદર છુપાઈ ગયા. અંદર બધી સગવડ હતી.
ખાવા , પીવા , સુવા , ફ્રેશ થવા વગેરે વગેરે
ટોમીનો આગળનો પ્લાન હતો કમિશનરને મારવાનો કારણ કે તેણે અન ઓફિસિયલી એન્કાઉન્ટર કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે તેની કોઈ દુશ્મની ન હતી રાજવીર સાથે.
આ મરશે એટલે નવો કમિશનર આવશે અને તે નવો કમિશનર શપથ લેશે એ પહેલા તેના ઘરે નોટોની બેગ પહોંચી જશે.
બસ ટોમી અને તેના માણસો ને ખાલી તે રાત અને બીજા દિવસ કમિશનર ઘરે જાય ત્યાં સુધી તે બંકરમાં રહેવાનું હતું.
*******************
આખરે બીજા દિવસનો સૂરજ નીકળ્યો. ટોમી કોઈ રિસ્ક લેવા નહતો માંગતો એટલે તે રાત ના થાય ત્યાં સુધી બહાર નીકળ્યો નહીં.
લગભગ સાંજના છ વાગ્યાથી કમિશનરના ઘરે જવાના માર્ગ વચ્ચે છૂટા છવાયા ગાડીઓમાં બેઠા.
ટોમીને રાહ જોતા લગભગ બે અઢી કલાક થઈ ગયા એટલે સાડા આંઠ વાગી ગયા હતા.
ટોમી : રાહુલ કમિશનર આ જ રસ્તેથી ઘરે જાય છે કે બીજો રસ્તો ના પકડી લીધો હોય.
રાહુલ : ના... ના... મેં સાચી માહિતી લીધી છે તે આજ રસ્તેથી ઘરે જાય છે અને એમ પણ તે જેટલો મોડો અંધારામાં આવે એટલું આપણા માટે સારું છે.
ટોમી : હા... એ પણ છે.
લગભગ નવ વાગ્યાની આસપાસ તે અંધકારમય રોડ પર એક ગાડી આવતી દેખાઈ. ત્યારે તે રસ્તા પર વાહનોની અવરજવર નહિવત હતી.
તે ગાડી આગળ વધી રહી હતી ત્યાંજ રાહુલે કહ્યું કે આ જ છે કમિશનરની ગાડી કારણ કે અંદર લાઈટ ચાલુ હતી જેથી ગાડીના અંદર એક કમાન્ડો તેમજ એક ડ્રાયવર અને પાછળ કમિશનર બેઠો હતો.
ટોમી ધીરે રઈને Ak 47 લઈને રસ્તા વચ્ચે ઉભો રહ્યો.
ત્યાં જ કમિશનરના ડ્રાઈવરે ગાડી ઉભી રાખી.
રાજવીર : શું થયું? કોણ છે આગળ?
કમાન્ડો : હું જોવુ છું સર તમે બહાર નઈ નીકળતા.
કમાન્ડો જેવો તેની ગન લઈને બહાર નીકળ્યો ત્યાં જ કોઈએ ડાબી બાજુથી રાયફલથી તેનું ભેજુ ગોળીઓથી ફાડી નાખ્યું.
ગાડીના બોનેટ તેમજ ડાબી બાજુના કાંચ પર તેનું લોહી તેમજ અડધું ફાટેલું મગજ.
આ જોતા જ ડ્રાઇવર ગભરાઈ ગયો અને કમિશનરને છોડીને બહાર નીકળ્યો. ટોમીના માણસોએ તેને જવા દીધો કારણ કે કામ વગર તેઓ કોઈને મારતા નથી.
આ જોતા જ કમિશનર રાજવીર બૂમો પાડવા લાગ્યા અને પહેલી વાર તેમના મુખ પર ડર દેખાયો .
માહોલ એકદમ થી શાંત થઈ ગયો અને સરસ ઠંડી ઠંડી હવા શરૂ થઈ.
ટોમી ધીરે ધીરે એક ગીત ગાતો ગાતો આગળ વધી રહ્યો હતો.
सो गया ये जहां,सो गया आसमा,
रात आई तो वो जिनके घर थे
वो घर को गए सो गए
रात आई तो हम जैसे आवारा
फिर निकले राहों में और खो गए
इस गली, उस गली, इस नगर, उस नगर
जाएँ भी तो कहाँ जाना चाहें अगर
सो गई हैं सारी मंज़िलें...
सो गया है रस्ता...
આટલું ગાતા ગાતા તેણે રાયફલની બે ચાર ગોળીઓ કાંચ પર મારી...કમિશનર તરત જ ગભરાતા ગભરાતા નીચે ઝૂક્યો અને કહેવા લાગ્યો...
કમિશનર : કોણ છે? પ્લીઝ માફ કરીદો...
કમિશનર રોતા રોતા કગરવા લાગ્યો.
ટોમી ધીરે રહીને કાંચ આગળ આવ્યો અને Ak 47 બારીની અંદર નાખી અને કહ્યું...
ટોમી : ટોમી ગેંગસ્ટર.... માય નેમ ઇઝ ટોમી... ઓળખ્યો મને
કમિશનર : હા... હા ટોમી પ્લીઝ મને માફ કરીદે મને લાગ્યું હતું કે હું ગુંડાઓનો સફાયો કરીશ અને નામ કમાઈશ...
ટોમી : હા... હા... હા...મને કીધું હોત તો હું તને ફેમસ કરાવી દેત...વાંધો નઈ મરતા પહેલા આ ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે. કાલે પેપરમાં તું ફેમસ થઈ જઈશ બસ...
ત્યાં જ રાહુલે બૂમ પાડી
રાહુલ : સમય વ્યર્થ ના કરીશ જલ્દી કામ પૂરું કર...
કે તરત જ ટોમીએ Ak 47 રાયફલ કમિશનરની આંખ પર રાખી અને એકજ ધારે ગોળીઓ મારવાની શરૂ કરી.
બસ પહેલી બે ગોળીમાં જ રાજવીર મરી ગયો પરંતુ ટોમીના અંદર છેલ્લા ચાર મહિના અંડર ગ્રાઉન્ડ રહેવાનો ગુસ્સો હતો અને રાજવીરે જે પોલીસ દ્વારા ફાયરિંગ કરાવી તેનો ગુસ્સો હતો.
તેને બધાની પિસ્તોલ , રાયફલો લઈને રાજવીરના શરીરમાં છિદ્રો છિદ્રો કરી નાંખ્યાં.
રાહુલ ટોમીને હવે બંધ કરવા કહી તેને રોકી રહ્યો હતો પણ ટોમી એકજ ધારે જેટલી રાયફલો હતી બધાની ગોળીઓ રાજવીરના શરીર પર.
આટલે ના ઉભોર્યો ટોમીએ તો જતા જતા એક રોકેટ લોન્ચર અને ગ્રેનેડ પણ ગાડી પર ફેંક્યું. ગાડીનું પુરે પુરું ભડથું થઈ ગયું હતું તો વિચારો કમિશનરના શરીરની શું હાલત થઈ હશે.
બધા ત્યાંથી પાછા કારખાનાના બંકરમાં જતા રહ્યા.
*****************
બીજા દિવસે દરેક પેપરમાં ફ્રન્ટ પેજ પર કમિશનરની ખબર. આખું ગુજરાત હચમચી ઉઠ્યું સાથે સાથે દેશમાં પણ આ વાત ફેલાઈ ગઈ.
અમુક લોકોએ સાચો દાવો કર્યો કે આ હુમલો ટોમીએ કર્યો છે પરંતુ આ દાવો ટોમીએ જ તેના માણસો દ્વારા ફેલાવવા કહ્યું જેથી આખા ગુજરાત રાજ્યમાં એક જ ઝાટકે ટોમીના નામનો ડંકો વાગે.
ટોમીએ નવા કમિશનરની જાણકારી મેળવી લીધી અને એના ઘરે કમિશનર આખી જીંદગી તે નોકરી કરીને નઈ કમાય એટલા રૂપિયા ટોમીએ તેના નામથી નીડર થઈ આખું બેગ મોકલાવી દીધું.
સાથે સાથે તેણે તેના હેડ કોન્સ્ટેબલ તેમજ બીજા ફૂટેલા પોલીસવાળાઓને લોટ રૂપિયો આપ્યો.
અન ઓફિસિયલી એન્કાઉન્ટર હતું તેથી હવે નવો કમિશનર ટોમી સાથે હતો એટલે તેણે બધું રદ કરી નાખ્યું અને ટોમી પાછો તેના T.J PALACE પહોંચ્યો.
ત્યાંથી જરૂરી વસ્તુ સાથેની બેગ , પાસપોર્ટ પેક કરી જેનેલિયા પાસે મોકલ્યું અને તેને અમેરિકા રવાના કરી દીધી.
આ સાથે ફરીથી કારખાના શરૂ થયા , ફરીથી ટોલ ટેક્ષ પાર થવા લાગ્યા અને આખા શહેર અને આખા રાજ્યમાં એકજ ગેંગસ્ટરનું નામ હતું.
ટોમી.
પોલીસ તેમજ સરકાર પગલાં પણ શું લે? ટોમી સામે કોઈ સબૂત ન હતો કે તેણે કમિશનરની હત્યા કરી.
આની સાથે બધું પહેલા જેવું થઈ ગયું, તેમનો ધંધો પણ સરસ ચાલવા લાગ્યો અને ધીરે ધીરે કરીને આખા ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ટોમીએ પોતાના કિલ્લા બનાવી દીધા.
**********************************************
1997, અમદાવાદ
જેનેલિયાના અમેરિકા ગયે અને ટોમીના ધંધાની બોલબોલાના બે વર્ષ બાદ ફરી ઉપરથી ટોમી તેમજ તેના સાથીઓને પકડવા વોરંટ નીકળી ગયું હતું.
જે દિવસે પોલીસ ટોમીને પકડવા આવવાની હતી તેની એક રાત પહેલા ટોમી અને રાહુલ T.J પેલેસની છત પર હાથમાં શરાબના ગ્લાસ અને સિગારેટ લઈને ઊભા હતા.
" કેટલા વર્ષો બાદ આવી શાંતિ લાગી રહી છે.કોઈ અવાજ નહીં , નાં ગોળીનો , નાં પોલીસના ફોન , નાં કોઈ દુશ્મનની નવી ચાલ...શું કહેવું રાહુલ?" ટોમીએ સિગારેટનો એક કશ મારી શરાબનો એક ઘૂંટ પીતા કહ્યું.
"ખરેખર...આજથી આંઠ- દસ વર્ષ પહેલાં કેટલો શોર હતો"
" આવી મસ્ત ઠંડી શિયાળાની રાતે સાથે શરાબ અને સિગારેટ...એક ગીત યાદ આવી રહ્યું છે આપણી મિત્રતા પર રાહુલ" ટોમીએ રાહુલ તરફ ફરતા કહ્યું.
"શ્યોર બ્રધર..."
બંને લગભગ નશામાં હતા પરંતુ સાધારણ ભાન હતું.
"એ યાર સુન યારી તેરી...મુજે જિંદગી સે ભી પ્યારી હૈ..."
રાહુલ: આહ...જબરદસ્ત જિંદાબાદ...
બંને ગીત ગાતા ગાતા ગળે મળ્યા કારણ કે મિત્રતા પણ એટલી ગાઢ હતી. ગળે મળતા મળતા નશાના કારણે રાહુલની સિગારેટ તેના હાથમાંથી છટકી ટોમીના પાછળ પડી ગઈ.
એટલામાં પેલેસના મેઇન ગેટ આગળ એક એમ્બેસેડર પૂર ઝડપે આવી ઊભી રહી અને એક યુવાને કારમાંથી ઉતરી વીજળીની ઝડપે એક ગ્રેનેડ પેલેસના છત તરફ ફેંક્યો.
રાહુલ ટોમીના પાછળ નશામાં ચૂર સિગારેટ શોધવા નીચે જુકી સમય વ્યર્થ કરી રહ્યો હતો અને ટોમી હસતો હસતો તેની જમણી બાજુ ફર્યો ત્યાંથીજ તેને પેલો યુવાન દેખાયો અને ટોમીને તેની અને રાહુલ સામે આવી રહેલો ગ્રેનેડ સ્લો મોશનમાં દેખાઈ રહ્યો હતો.
ટોમીના જોતાની સાથે ગ્રેનેડ બે થી ત્રણ સેકંડમાં ટોમી અને રાહુલની વચ્ચે આવી પડ્યો અને ગ્રેનેડ છત સાથે અથડાતાં એકદમ પાતળો લોખંડનો અવાજ આવ્યો જેમ આપણે ફિલ્મમાં સાંભળીયે છીએ તેમ.
રાહુલ અને ટોમીએ એકબીજાની સામે જોયું અને એક સેકંડ માટે માહોલ શાંત...
... - URVIL GOR