Pratyancha - 6 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રત્યંચા - 6

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

પ્રત્યંચા - 6

જેલના સળિયા પકડીને બેઠેલી પ્રત્યંચા બહાર તરફ જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ વહી રહયા હતા. પ્રહર, આ જ સત્ય છે. મને ખબર છે તમે મને બહુ પ્રેમ કરો છો. તમને ક્યારેય વિશ્વાસ નહી આવે કે, હું આવું કરી શકું. પણ થઈ ગયું યાર... નફરત થાય છે મને મારા પર. ખોટું બોલી પ્રહર તમારી જોડે. એ દિવસથી જયારે તમે મને મારા ફેમીલી વિશે પૂછ્યું ત્યારથી. એક ભ્રમ જેમાં હું જીવતી હતી. અને એ જ વાત મે તમને કહી. પ્રહર, તમે પૂછ્યું હતું ને મારી મમ્મીનું નામ સૂચિબેન અને પપ્પાનું નામ ફીયાઝ ખાન. મતલબ એક હિન્દુ એક મુશલમાન છે. તો લવ મેરેજ હશે મારા મમ્મી પપ્પાના .. આવું તમે વિચારેલું. અને મે હા પાડી હતી. નથી એવું કંઈક. મારા પપ્પાએ મારી મમ્મી જોડે લવ મેરેજ નહોતા કર્યા. મારી મમ્મીને મારા પપ્પા ઉઠાવી લઈ ગયા હતા. જયારે હું મારી મમ્મી ના પેટમા હતી. અને મારા અસલી પપ્પાનું નામ સોહીલ હતું. સોહીલ ચૌહાણ. મારી મમ્મી જોડે ફીયાઝખાને બળજબરીથી લગ્ન કરેલા. મારા અસલી પપ્પા હું જન્મુ એ પહેલા જ એકસિડન્ટમા મરી ગયા હતા. મને તો શક છે એ પણ ફીયાઝખાનનું કાવતરું હશે. પ્રહર હું કાશ આ બધું તમને કહી શકતી. હવે મોડું થઈ ગયું છે. મારી ફેમીલી માટે તમારા મનમા જે સારી ઇમેજ છે, એ હું નથી બદલવા માંગતી. બસ તમે સ્વીકારી લો કે મે જ ખૂન કર્યા છે.સત્ય સ્વીકારશો તો જ મારા મર્યા પછી તમે શાંતિથી જીવી શકશો. નહી તો તમે એક જૂઠની પાછળ આખી ઝીંદગી પસાર નહી કરી શકો.
પાખી આપણે પોળમા જઈશુ તો કોઈ પ્રત્યંચા વિશે કંઈક જવાબ આપવા તૈયાર થશે ?પ્રહર, તુ શાંતિ રાખ. એકાદ વ્યક્તિ એવું તો હશે જે આપણને કોઈક માહિતી તો આપશે. લેટ્સ ગો.... જોઈએ.. પોળમાં પણ જઈ આવીએ. ત્યાં અમુક લોકો છે, જેમને હું સારી રીતે ઓળખું છુ. પ્રત્યંચા એમને લઈને મારી હોસ્પિટલ પર આવતી હોતી. હા તો પ્રહર તું એમનું નામ, એડ્રેસ જોઈ લે. જોઈ લે એટલે શુ પાખી ! હું બધો ડેટા સાથે લઈને ફરું છે એમ. અરે, પ્રહર મારો કહેવાનો મતલબ તુ તારી હોસ્પિટલમાંથી ડેટા મંગાવી દે એમ. હા, ગ્રેટ આઈડિયા. પાખી જ ગ્રેટ છે, પછી એના આઈડિયા પણ ગ્રેટ જ હોવાના. ઓહ! મેડમ, બહુ હવામા ના ઉડો, કાર ડ્રાઈવ કરો શાંતિથી. પાખી હસી પડી. પ્રહર હું તો બસ તને હસાવા કોશિશ કરતી હતી. હા હા, પાખી મને ખબર છે. પાખી તુ હંમેશા મારો મૂડ ઠીક કરવા કંઈ નું કંઈ કર્યા છે. પણ પ્રત્યંચા વગર મને કશુ જ ગમતું નથી. પાછલા બે વર્ષથી સમય આગળ વધી રહયો છે, હું તો ત્યાંનો ત્યાં જ છુ. પ્રહર, હું સમજી શકું છુ. તુ ચિંતા ના કર, પ્રત્યંચાને કંઈ જ નહી થાય. મારી ફ્રેન્ડ આરોહી સાથે આપણે મળીને વાત કરીશુ. તુ ડરીશ નહી. ક્યાંય તારું નામ નહી આવે. હું બધું હેન્ડલ કરી લઈશ. પાખી.. થૅન્ક યુ સો મચ. ખબર છે પાખી પહેલી વાર તે મેસેજ કરેલો ફેસબુક પર ત્યારે મે રિપ્લાય નહોતો કર્યો. હા પ્રહર ખબર નહી, એ દિવસે એમ જ હું બેઠેલી ને તને મેસેજ કર્યો. જસ્ટ ટાઈમ પાસ માટે. હા પાખી, અમુક દિવસ પછી પ્રત્યંચા જેલમા હતી, અને હું બહુ જ હતાશ હતો. મારા કોઈ ફ્રેન્ડ કે ઘરમાં કોઈ જ જાણતું નહોતું મારા અને પ્રત્યંચાના મેરેજ વિશે. તે જયારે મને પૂછ્યું, આર યુ મેરીડ ? અને મારાથી હા બોલાઈ ગયું. ખબર જ ના પડી વાત વાતમા મે તને મારી બધી સચ્ચાઈ બતાવી દીધી. ડર પણ લાગતો કે તુ ક્યાંક સોશિઅલ મિડિયા પર મારી વાત જાહેર કરી દઈશ તો. પ્રત્યંચાને આપેલું મારૂં વચન તૂટી જશે. આજે મને એમ થાય છે કે ભગવાને તને મારી મદદ કરવા જ મોકલી હશે. આજે પણ પોળનો આઈડિયા તે જ આપ્યોને.
પ્રહર, અહીંથી કઈ સાઈડ ટર્ન લઉ ? રાઈટ કે લેફ્ટ ? પાખી રાઈટ સાઈડ ટર્ન લે એટલે આપણે રાઈટ જગ્યાએ પહોંચી જઈશુ. ઓકે સર. એમ કહી પાખીએ પોળમા આવી કાર સ્ટોપ કરી. પાખી આપણે વિનોદભાઈને મળવા જઈએ એ બહુ ભલા માણસ છે. સારૂ, ચાલ પ્રહર. બંને વિનોદભાઈના ઘરે પહોંચી ગયા. પ્રહર સાહેબ તમે ? તમે અહીં કેવી રીતે ? વિનોદભાઈએ પ્રહરને જોતા પૂછ્યું. પછી તરત જ કહયું, અંદર આવો... બેસો સાહેબ. એમના પત્ની પાણી લઈને આવ્યા. એ પણ બોલી ઉઠ્યા સાહેબ તમે અમારા ઘરે ? પાખીએ તરત જવાબ આપ્યો. પ્રહર મારી સાથે આવ્યો છે. હું પ્રત્યંચાની ફ્રેન્ડ છુ. મારે તમને મળવું હતું. તો મને ખબર છે પ્રત્યંચા તમને લઈને પ્રહરના ત્યાં ટ્રીટમેન્ટ માટે જતી હતી. તો હું પ્રહરને મળી અને તમારું એડ્રેસ માંગ્યું. પ્રહર પણ મારો સારો ફ્રેન્ડ છે તો એ સાથે આવ્યો મારી. પાખી ફટાફટ બોલી ગઈ. પ્રહર પાખીની સામે જોઈ જ રહયો. વિનોદભાઈએ કહયું બેટા હું તો તને પહેલી વાર જ જોઉં છુ. ક્યારેય પ્રત્યંચા જોડે તુ નથી આવી. હા અંકલ, હું નથી આવી ક્યારેય. આજે હું તમારી મદદ માંગવા આવી છુ, પ્રત્યંચા માટે. પ્રત્યંચા જેલમા છે. એ પણ ખૂનના આરોપમા. એ તમે જાણતા હશો. મારી ફ્રેન્ડ આવું કરી જ ના શકે. મે પ્રહરને વાત કરી તો એ પણ કહેવા લાગ્યા કે પ્રત્યંચા તો કેવી રીતે પોળના લોકોની મદદ કરતી હતી. કેવી રીતે પોળના લોકો માટે પ્રહરને હોસ્પિટલ વિશે જણાવ્યું હતું. પ્રહરને પણ મારી મદદ કરવાનું મન થયુ એટલે એ મારી સાથે આવ્યો. આટલા મોટા ડૉક્ટર એમનો બીઝી ટાઈમ હોય, છતા મારી મદદ કરી રહયા છે. અંકલ તમે મને ભલે ના જાણતા હોય પણ પ્રત્યંચાને તો જાણો છો ને. અમે એને બચાવા ઇચ્છીએ છીએ. તમે કંઈક મદદ કરો અમારી.
બેટા, પાખી હું શુ મદદ કરૂં? હવે પ્રત્યંચાને ફાંસી પણ લાગવાની છે. અમારી આખી પોળ પ્રત્યંચા માટે દુઃખી છે. બહુ ડાહી, અને હોશિયાર છોકરી છે એ. ખબર નહી કેમ એને આવું પગલુ ભર્યું. ક્યારેક થાય પ્રત્યંચાએ આવું નહી કર્યુ હોય. પણ એ ખોટું બોલે જ નહી. એટલે એને જે કબુલ્યું એ જ સાચું. અંકલ, તમે જે પણ જાણતા હોય પ્રત્યંચા વિશે એ મને કહી શકશો. તમારો મારી પર બહુ મોટો ઉપકાર રહેશે. પ્રહર પાખીને જોઈ રહયો. જાણે એ જ પ્રત્યંચાની સાચે ફ્રેન્ડ હોય એમ વાત કરી રહી હતી. પાખીને જોઈને પ્રહરમા થોડી હિમ્મત આવી. પાખી બેટા, પ્રત્યંચાને નાનપણથી અમે જાણીએ છીએ. આખી પોળની એ લાડકી છે. પ્રહરને ઝાટકો લાગ્યો. નાનપણથી ? પ્રત્યંચાએ તો કહેલું એ કોલેજના કામથી ગઈ હતી ત્યારે પોળના લોકોને મળી હતી. પ્રહર ધ્યાનથી વાત સાંભળવા લાગ્યો. વિનોદભાઈ કહેવા લાગ્યા. સોહેલભાઈની છેલ્લી નિશાની. સોહેલભાઈએ નક્કી જ કરેલું દીકરી જનમશે તો પ્રત્યંચા નામ પાડીશ. સુચીએ સોહીલભાઈની છેલ્લી ઈચ્છા પુરી કરી. એના પપ્પા જેવી જ તદ્દન છે પ્રત્યંચા. નાની હતી ત્યારથી બધાની મદદ કરતી. અહીં જ પોળમા રમતી, કૂદતી. કોઈને જો કંઈ થાય તો પહેલા એ દોડી જતી. અન્યાય સહેજ પણ સહન ના કરતી. સત્ય એની રગ રગમા દોડતું. ક્યારે પણ કોઈને જોડે ખોટું બોલતી નહી. કોઈ ખોટું બોલે કે ખોટું કરે એ સહન ના કરતી. જરૂર ખૂન કરવા પાછળ કોઈ કારણ રહ્યું હશે. નાનપણથી અહીં જ મોટી થઈ. સાવ ભોળી છોકરી છે એ. ખબર નહી ભગવાને એને કેમ આવું દુઃખ આપ્યું !! વિનોદભાઈ બોલે જતા હતા. પ્રહરનું મન માનતું નહોતું કે વિનોદભાઈ સાચું બોલે છે. અંકલ મને તો એમ ખબર છે પ્રત્યંચા કિરણપાર્ક રહેતી હતી. એ બધે એડ્રેસ પણ એ જ લખતી હતી. પ્રહરના મનમા જે સવાલ હતો એ પાખીએ પૂછી લીધો. પાખી બેટા, એ એડ્રેસ ત્યાનું એટલે લખતી હતી ત્યાં સુચી રહેતી હતી. એની મમ્મી. અહીં તો એના દાદી જ રહે છે. પ્રત્યંચા એના દાદી પાસે રહેતી. સુચી જોડે એ ક્યારેક જતી અને આવી જતી. પણ એને કોઈ ચીડવે નહી કે એનું કોઈ ફેમીલી નથી એટલે એ બધાને ત્યાનું જ એડ્રેસ આપતી અને પુરી ફેમીલી પણ એમને જ બતાવતી.
બધા સાથે તો બરાબર પણ મારી જોડે કેમ ખોટું બોલી પ્રત્યંચા ! પ્રહર એના જ મનને પ્રશ્ન પૂછી રહયો હતો. અતીતના પન્ના ફટાફટ પ્રહરના મગજમા ફરવા લાગ્યા. એક પણ એવું પન્નુ ના મળ્યું જ્યાં પ્રત્યંચાએ કહયું હોય કે એ પોળમા રહેતી હતી. પ્રહરનું ગળું સુકાવા લાગ્યું. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. વિનોદભાઈની નજર પ્રહર પર પડી. સાહેબ બહુ ગરમી લાગે છે ને, તમને એસીમા રહેવાની આદત હોય. અમને તો આદત છે ગરમીમા રહેવાની. પ્રહર વ્હોટ હેપન, આર યુ ઓકે ! પાખીએ પૂછ્યું. પ્રહરે તરત કહયું નો પાખી, આઈ એમ નોટ ફાઈન. વી હેવ ટુ ગો. ઓકે પ્રહર.. બંને એ જાણી જોઈને ઇંગલિશમા વાત કરી જેથી વિનોદભાઈને ખબર ના પડે. અંકલ બીજી કોઈ વાર તમારી મદદની જરૂર પડે તો તમે પ્રત્યંચા માટે મદદ કરશો ? હા, પાખી બેટા. પણ જો પ્રત્યંચા વિશે બધું જાણીને તું એને કોઈ રીતે બચાવી શકતી હોય તો અહીંના બધા લોકો ખુશ થશે. તને બહુ જ આશિર્વાદ મળશે. જ્યારથી પ્રત્યંચા જેલ ગઈ છે, પોળની રોનક જતી રહી છે. અંકલ બીજું કોઈ એવું છે, જે મારી મદદ કરી શકે. હા, પ્રત્યંચાના દાદી. આગળ જ એમનું ઘર છે. એ તારા બધા પ્રશ્નના જવાબ આપશે. વિનોદભાઈએ નિર્દોષતાથી કહી દીધું. થૅન્ક યુ અંકલ. એમને હું કાલ મળીશ. આજે થોડું મોડું થાય છે. પ્રહરની હાલત પાખી જાણતી હતી. એટલે એ ફટાફટ ત્યાંથી નીકળવા પ્રયત્ન કરવા લાગી.
પ્રહરે કારમાં બેસી તરત એસી ચાલુ કરી દીધું. પ્રહર હું સમજુ છુ તને કેવું લાગી રહ્યું છે. પાખી કેવું લાગી રહ્યું છે મને ?? જેને મે પ્રેમ કર્યો, જેની સાથે લગ્ન કર્યા છે. એનું અસ્તિત્વ જ કંઈક અલગ છે ! દસ વર્ષ પછી મને ખબર પડે છે એ ક્યાં રહેતી હતી ! એની કોઈ દાદી પણ છે. પ્રહર તું યાદ કર ક્યારેક તો પ્રત્યંચાએ કહયું હશે તને. કદાચ ટેંશનમા તું ભૂલી ગયો હશે. ના, પાખી મે વિચારી જોયુ એને મને હંમેશા એમ જ કહયું એ પોતાની ફેમીલીને બહુ પ્રેમ કરે છે. ખાસ તો એ પોતાના પપ્પાને બહુ પ્રેમ કરે છે. પાખી તું ઘરે લઈ જા હાલ મને. પ્રહર તારી કાર તો રિવરફ્રન્ટ પડી છે. એ હું ડ્રાઈવર મોકલી દઈશ. હાલ મને ઘરે લઈ જા. મને એક વાત યાદ આવી છે. એમાં જ પ્રત્યંચાના બધા રાઝ હશે. હવે તો જળમૂળથી બધું જાણવું જરૂરી બની ગયું છે પાખી. તું સીધી મને ઘરે મૂકી જા. સારૂ પ્રહર, જેવી તારી ઈચ્છા. પાખીએ પ્રહરના ઘર તરફના રસ્તે કાર ચલાવા લાગી.
પ્રહર કેવી રીતે જાણશે પ્રત્યંચાના અતીત વિશે.. ? જાણો આવતા અંકે...