Hiyan - 17 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧૭

Featured Books
Categories
Share

હિયાન - ૧૭

અઠવાડિયું થઈ ગયું હોય છે. ખુબજ શોધવા છતાં પણ હિયા કોઈ પણ જગ્યાએ મળતી નથી. માલવિકાએ પોતાના તમામ કોન્ટેક્ટનો ઉપયોગ કરીને હિયાને તમામ જગ્યાએ શોધી હોય છે. જાણે આ બધું ઓછું હોય તેમ તેણે એક અલગ ટીમ બનાવી હોય છે અને આવી અવસ્થામાં પણ તે જાતે ટીમ સાથે જોડાઈને હિયાને શોધવાની કોશિશ કરે છે. આયાન, સુનિલભાઈ અને રાહુલ પણ તેમના તમામ સંપર્કોનો ઉપયોગ કરી હિયાને શોધતા હોય છે. પણ જાણે એને આકાશ ગળી ગયું કે પાતાળ? તેનો કોઈ જગ્યાએ પતો લાગતો નથી. આટલા દિવસમાં આયાન અને માલવિકાની હિયા પ્રત્યેની ચિંતા જોઈને ઘરમાં પણ બધાને ખ્યાલ આવી ગયો હોય છે કે તેમણે હિયા સાથે જે આ બધું કર્યું તેના પાછળ જરૂર કારણ હશે. એટલે હવે ઘરના બધા લોકોનો તેમના પ્રત્યેનો વ્યવહાર પણ થોડો બદલાય જાય છે. એક દિવસ આમ જ તેઓ બધા ભેગા થઈને ચર્ચા કરી રહ્યા હોય છે અને એક માણસ કવર આપીને જતો રહે છે. તે કવર પર નામ એવું કશું લખ્યું હોતું નથી. આયાન તે કવર ખોલે છે તેમાં એક પત્ર હોય છે. જે વાંચતા જ....

_________________________________________________

ભારતનું હૃદય સમું અને ભારતનો ખુબજ મોટો ઇતિહાસ પોતાનામાં ધરબીને બેઠેલું અને સાથે સાથે વર્તમાનમાં પણ ભારતના તમામ મહત્વના નિર્ણયોની સાક્ષી ભરતું શહેર એટલે દિલ્હી. વળી પાછું એ અનેક પ્રકારના ગંદા રાજકીય કાવાદાવાથી ઘવાયું હોવા છતાં તેણે આજે પોતાનું એક અલગ મહત્વ જાળવી રાખ્યું હોય છે. દિલ્હી શહેરની તે દિવસની સવારમાં કોઈને ખ્યાલ પણ ન હતો કે આજની સવારને કારણે થોડા દિવસ પછી દિલ્હીની સાથે સાથે આખા ભારતમાં હડકંપ મચી જવાનો હતા. અને તેનું કારણ માત્ર એક ચોવીસ પચ્ચીસ વર્ષની છોકરી હશે એ જાણીને પણ બધા ચોંકી જવાના હતા.

ભારતના ગૃહમંત્રીના બંગલામાં Waiting Area માં તે છોકરી બેઠી હતી. આશરે ચોવીસ પચ્ચીસ વર્ષની ઉંમરની એ છોકરીએ વાળ ભલે છોકરાઓ જેવા બોયકટ રાખ્યા હતા અને પહેરવેશ પણ છોકરા જેવો રાખ્યો હતો પણ એના રૂપની નજાકત સામે એની છોકરા જેવા દેખાવાની મહેનત પર પાણી ફરતું હોય એવું લાગતું હતું. છોકરાઓના પહેરવેશમાં પણ એ એક જાજરમાન રૂપસુંદરી જેવી દેખાતી હતી. થોડા સમય પછી એને અંદર બોલાવવામાં આવે છે. તે ભારતના ગૃહમંત્રી બેઠા હોય છે તેની સામે જઈને બેસી જાય છે.

"તો Miss.. અરે તમારું નામ પણ ભૂલી ગયો. શું કહ્યું હતું નામ?" ગૃહમંત્રી અનુજ એ વાતની શરૂઆત કરી.

"આ બધી ઔપચારિકતા રહેવા દો. તમે મારું આખું બેક ગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ મને Appointment આપી હશે એટલે નામ ભૂલવાનો કોઈ સવાલ જ નથી. તમે પૂછ્યું જ છે તો જણાવી દવ છું. મારું નામ હિમાની છે." તે છોકરી જવાબ આપે છે.

"તમારી આ જ નિખાલસતા ગમી ગઈ છે મને. જે હોય તે મોઢા પર કહી દેવાનુ. અને તમારા બેક ગ્રાઉન્ડની વાત એટલી જટિલ છે કે બધી માહિતી મળવા છતાં પણ બધી માહિતીના છેડા નથી મળતા. એક રીતે કહીએ તો તમે બધું જણાવ્યું હોવા છતાં મને તમે રહસ્માયી લાગો છો. મને એવું લાગે છે કે તમે હજી કશું જ જણાવ્યું નથી."

"સાહેબ એ તો તમે જેમ જેમ મારી સાથે રહેશો એટલે તમને મારા વિશે બધું ખબર પડી જ જશે. હવે આપણે કામની વાતો કરીએ તો વધુ સારું રહેશે." હિમાની જવાબ આપે છે.

"હા એ પણ છે. હિમાની જી તમે અહીંયા મારા અંગત સલાહકાર તરીકેની નોકરી માટે આવ્યા છો. અને મને ખબર છે ત્યાં સુધી તમને આનો કોઈ અનુભવ પણ નથી. તો હું કયાં આધારે તમને આ જવાબદારી સોંપી શકું?"

"મારામાં કઈક તો હશે જ ને તો જ ભારતના ગૃહમંત્રીએ મને વગર કોઈ ઓળખાણે એક અઠવાડિયાની અંદર જ Appointment આપી દીધી. બાકી ઘણા મોટા બિઝનેસમેન છે તમારી appointment માટે ત્રણ ચાર મહિના થી રાહ જોઈ રહ્યા છે."

અનુજ જી ને પહેલા તો શું જવાબ આપવો તે જ સમજ નથી પડતી. થોડીવાર તો તેઓ વિચારમાં ખોવાઈ જાય છે. પણ પછી થોડી સ્વસ્થતા ધારણ કરીને જવાબ આપે છે.

"તમે માહિતી જ એવી વિસ્ફોટક મોકલી હતી કે હું તમારા પ્રસ્તાવનો અસ્વીકાર કરી જ નહિ શકું. તમે મારી એવી ભૂલ બતાવી છે કે એ જો બાહર પડે તો મારી ખુરશી જતી રહે એવું છે. અને તમારા આ ધારદાર વાક્યો પરથી તો એવું લાગે છે કે મારે તમને સલાહકારની સાથે સાથે મારા ભાષણો તેમજ વિપક્ષોને આપવાના જવાબ પણ તમારી પાસે જ તૈયાર કરાવવા પડશે."

"તો સાહેબ આના પરથી તમારી હા સમજુ કે ના?"

"અરે મેં આટલા બધા તમારા વખાણ કર્યા અને તમે સીધો આ સવાલ પૂછી રહ્યા છો."

"મને મારા વખાણ ગમતા નથી. વખાણ સાંભળીને આપણા મનમાં જરા પણ હું પણું ઘૂસી જાય તો એ આપણી કાર્યક્ષમતા ઘટાડી દે છે. એટલે હું કોઈ દિવસ મારા વખાણ પર ધ્યાન જ નથી આપતી. અને હું સ્પષ્ટ વાતોમાં માનું છું. તો મારો સવાલ એ જ છે કે શું તમે મને તમારા અંગત સલાહકાર તરીકે રાખશો કે નહિ?"

"હા હું તમારા જેવા વ્યક્તિને ગુમાવીને મારું નુકસાન કરવા માંગતો નથી. આજથી તમે મારા અંગત સલાહકાર છો અને એનો Appointment Letter આવતીકાલે મળી જશે."

"સારું તો હું આવતીકાલથી નોકરી પર હાજર થઈ જઈશ. હવે હું તમારી રજા લઈશ. અને હવે અંગત સલાહકાર તરીકે મને રાખી જ છે તો એક સલાહ આપી જાવ છું કે તમારા આ આસિસ્ટન્ટ પર વિશ્વાસ મૂકવા જેવો નથી. એ હાલમાં પણ એની ત્રીજી આંખ સાથે અહીંયા ઊભો છે."

આટલું કહીને તે ઊઠીને ત્યાંથી જવા લાગે છે. અનુજ જી વિચારમાં પડી જાય છે કે હિમાની એમના આસિસ્ટન્ટ વિશે શું કહી ગઈ? તેઓ દસ પંદર મિનિટ સુધી વિચારતા રહે છે પણ તેમને કશું ખબર પડતી નથી. ત્યાં જ તેમનો આસિસ્ટન્ટ બોલે છે.

"સાહેબ મને આ છોકરી પર બિલકુલ ભરોસો નથી. તમે પણ જે કરો તે વિચારીને નિર્ણય લો. બાકી તો તમે સમજદાર છો."

આસિસ્ટન્ટની વાત સાંભળીને તેઓ કઈક વિચારમાં પડી જાય છે. તેમના મનમાં ત્રીજી આંખ વિશે જ વિચારો ચાલતા હોય છે. અચાનક જ તેમને કોઈક વિચાર આવતા તરતજ સિક્યોરિટી ને બોલાવે છે અને તેમના આસિસ્ટન્ટની જડતી લેવાનું કહે છે.

"સાહેબ આ શું કરો છો? તમે આજની આવેલી છોકરીનો વિશ્વાસ કરીને મારી સાથે આવું કરો છો? હું તો છેલ્લા 2 વર્ષથી તમારો વફાદાર રહ્યો છું." આમ તે બોલે છે પણ અચાનક જ તેના મોઢા પર એક જોરદાર તમાચો પડે છે.

"તારી હિમ્મત કેવી રીતે થઇ આવું કરવાની? મારી જાસૂસી કરવી છે તારે? બોલ કોના કહેવાથી આ બધું કરી રહ્યો છે?" અનુજ જી ગુસ્સામાં પૂછતા હોય છે.

"સાહેબ શું કહો છો તમે અને આ બધું મને કશું ખબર નથી પડતી. તમારી કોઈ ભૂલ થાય છે." પેલો આસિસ્ટન્ટ જવાબ આપે છે.

"તારી પાસેથી મળી આવેલો આ સિક્રેટ કેમેરો શું કરે છે અહીંયા? કે પછી હજી પણ તને કશું ખબર નથી પડતી? બોલ કોના માટે આ બધું રેકોર્ડ કરી રહ્યો હતો?"

"સાહેબ હું કોઈના માટે રેકોર્ડ નથી કરતો."

"જૂઠું ના બોલ. હવે છેલ્લી વાર પૂછું છું કે કોના કહેવાથી આ બધું કરે છે?" અનુજ જી ગુસ્સામાં બીજો એક તમાચો મારી દે છે.

"સાહેબ સાચું કહું છું. હું મારા માટે જ વિડિયો ઉતારતો હતો કે કોઈ દિવસ મહત્વની વાત રેકોર્ડ થઈ જાય અને હું બ્લેક મેઈલ કરીને પૈસા પડાવી શકું." આસિસ્ટન્ટ જવાબ આપે છે.

અનુજ જી ખુબજ ગુસ્સામાં હતા.

"લઈ જાવ આને અહીંયાથી. અને એના પર એવા એવા કેશ બનાવજો કે એ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી બહાર ના આવે."

બધા ત્યાંથી જતા રહે છે પછી તેઓ વિચારો માં પડે છે.

"છોકરી કામની તો છે જ. હું આટલા સમયથી જાણી નથી શક્યો અને આણે માત્ર 10 મિનીટની મિટિંગમાં જ જાણી લીધું કે મારી વાતનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. હા પણ જેટલી કામની છે એટલી જ જોખમી પણ છે. મારે સાવચેત તો રહેવું જ પડશે આના થી....."

હિમાની ગૃહમંત્રી અનુજના બંગલામાંથી બહાર નીકળે છે ત્યારે તેના મુખ પર એક વિજયભર્યું સ્મિત હોય છે. જાણે એણે એની જંગનું એક પગથિયું જીતી ગઈ હોય...

(ક્રમશઃ)