Meet after backup - 1 in Gujarati Motivational Stories by Vivek Sheta books and stories PDF | બ્રેકઅપ પછી ફરીથી મુલાકાત - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

બ્રેકઅપ પછી ફરીથી મુલાકાત - 1

મીરા આજે ખૂબ ખુશ હતી, તેની ખુશી નું કારણ હતું તેના પતિ ને એક સારી કંપની માં જોબ મળી ગઈ હતી. લગભગ ત્રણ મહિના થી આશિષ ઘરે બેઠો હતો, ત્રણ મહિનાથી ઘણી બધી જગ્યા એ ઇન્ટરવ્યુ માટે જય આવ્યો હતો પરંતુ પરિણામ શૂન્ય હતું, બિચારને ના તો કસે કામ મળતું હતું નાતો સારો પગાર મળતો હતો, મીરા અને આશિષ ના લગ્ન હજી બે વર્ષ પેલા જ થયા હતા. લગ્ન જીવન સારી રીતે પસાર થતું હતું, પરંતુ અચાનક તેના પતિ ને નોકરી માંથી રાજીનામું આપવું પડિયું અને આશિષ બેરોજગાર બની ગયો, આશિષ પાસે ભણતર તો સારું હતું પરંતુ કબર નઇ કોઈ ને કોઈ કારણ થી તેને આપેલ ઇન્ટરવ્યુ માં નાપાસ થઈ જતો હતો. હવે તેને એક મોટી કંપની માં નોકરી મળી ગઈ હતી બને પતિ-પત્ની ખુશ હતા, અને નોકરી મળવાની ખુશી માં બને એ રોમેન્ટીક ડિનર માટે શહેર ના પ્રખ્યાત હોટેલ માં પંજાબી ખાવાનું નક્કી કર્યું. આશિષ એક ઈમાનદાર કર્મચારી હતો, તે પોતાના કામ થી જ મતલબ રાખતો હતો, દેખાવે પણ આકર્ષક હતું પરંતુ એને તો એની પત્ની ને ન જ વફાદાર રહેવાનું વધારે પસંદ હતું માટે કોઈ પણ છોકરી કર્મચારી સાથે કામ ની જ વાતો કરતો, તેનો સ્વભાવ અને કામ ને કારણે તેની કંપની ના મેનેજર ખુશ થયા હતા તેથી બોસ ને વાટ કરી ને મેનેજરે એ પ્રમોશન આપ્યું હતું, દિવસે ને દિવસે આશિષ ખૂબ જ પ્રગતિ કરતો હતો. આશિષ મીરા માટે પણ ઘણું બધો હતો, મીરા ને જોઈ એ વસ્તુ હાજર કરી આપતો હતો. નોકરી મળી એને બે વર્ષ થવા આવ્યું હતું, અને કંપની એ આ વર્ષે સારું એવું નામ કમાણી હતી સાથે સાથે વિરેન એટલે કે કંપની ના બોસ ના લગ્ન ની તારીખ નક્કી થઈ ગઈ હતી, તેથી બને ખુશી ના લીધે કૃપા એ એક ખાસ પાર્ટી નું આયોજન કર્યું હતું જે વિરેન ને ખબર નહોતી, કૃપા વિરેન ની મંગેતર. આ પાર્ટી માં આશિષ તથા તેની પત્ની મીરા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પાર્ટી ના દિવસે સવાર થી મીરા ને કઈક અજીબ જ ફીલ થતું હતું પરંતુ તેના પતિ ની ખુશી માં એ બધુ જ ભૂલી ને મસ્ત તૈયાર થઈ ગઈ હતી, બને પતિ-પત્ની નક્કી કરેલ સ્થાન પર જવા નીકળી ગયા, હવે મીરા ને નહોતી ખબર કે ત્યાં તેનો ભૂતકાળ તેની વાટ જોઈ ને બેઠો છે, બધા મહેમાનો નક્કી કરેલ સમય પર પહોંચી ગયા હતા, મેનેજર કૃપા ની સાથે રહી ને બધા લોકો ને ઓળખાણ કરાવતો હતો. આશિષ અને મીરા બને હોલ માં પ્રવેશ કર્યો, ત્યાં આશિષ એ મીરા ને ઓળખાણ આપતા કહીયુ કે આ મારા મેનેજેર છે અને તેમની સાથે છે તે કૃપા છે. કૃપા ને લાગ્યું કે તે પેલા પણ મીરા ને મળી છે, પરંતુ તેનું ધ્યાન તો મહેમાન નું સ્વાગત કરવામાં હતું એટલે ખાસ ધ્યાન ના આપ્યું, બધા જ મહેમાનો આવી ગયા હતા, પરંતુ કોઈ ને પણ વિરેન દેખાતો નહોતો, થોડીક વાર પછી કૃપા એ સ્ટેજ પર જય ને એક જોરદાર સ્પીચ સાથે બધા જ લોકો નું ફરીથી સ્વાગત કર્યું, ત્યાર બાદ

કૃપા :- અહીં ઉપસ્થિત તમામ લોકો નો હું મારા હૃદય થી આભાર માનું છું, હું કદાચ તમારા માંથી અમુક લોકો ને જ ઓળખું છું કારણ કે મારે ઓફિસ આવવાનું ઓછું હોય છે અને તમારા થી પણ અમુક લોકો એ જ મારા ઘરે ની મુલાકાત લીધી હશે, હવે તમને લોકો ને એક પ્રશ્ન તો હતો હશે કે વિરેન કયા છે? તો એનો જવાબ છે વિરેન ને મી કીધું જ નથી કે મી કોઈ આવી પાર્ટી નું આયોજન કર્યું છે. એમની માટે તો આ એક સપરાઈજ છે. હમણાં થોડીક જ વાર માં અહિયાં પહોંચી જસે, જ્યારે પણ તે આવશે ત્યારે અહીંની બધી જ લાઇટ ઓફ થઈ જશે. બરોબર વિરેન વચ્ચે આવે આટલે બધા એ એક સાથે એમનું સ્વાગત કરવાનુ એટલામાં વિરેન નો બોડીગાર્ડ કૃપા પાસે આવીને તેના કાન માં સંદેશો આપ્યો કે વિરેન સર પાર્કિંગ માં આવી ગયા છે,

તરતજ કૃપા એ બધા ને કહ્યું કે કોઈ પણ અવાજ નઇ કરે હું લાઇટ ઓફ કરાવવું છું લાઇટ ઓફ થઈ ગઈ, વિરેન પણ આવી ગયો, હોલ માં અંધારું હોવાના કારણે વિરેન ને કસુ જ દેખાતું નોતું તેથી તેને ફોન કાઢી ની ફ્લૅશ લાઇટ ચાલુ કરે એ પેલા જ લાઇટ ઓંન થઈ ને બધા એ એક સાથે એને સુભેષા પાઠવી, અને સામે જ મંગેતર કૃપા ઊભી હતી. વિરેન ને ખબર પડી ગઈ, આ બધુ જ કૃપા નું આયોજન હતું, તેને પ્રથમ કૃપાને હગ કરી ને આભાર વયક્ત કર્યો અને પછી તેના બધા જ કર્મચારી નું પણ આભાર વ્યક્ત કર્યો.

આખા હોલ માં ખાલી એક જ માણસ ખુશ નોતું અને એ હતી મીરા.

હવે મીરા શું કામ ખુશ નોતી એ હવે આગળ ના પ્રકરણ મા જોઇસુ.