આગળના ભાગમા ગુરુજી મંત્રોચ્ચાર કરીને ઘરના દરેક રૂમને કવચથી બાંધી દે છે, દેવસ્થાને અખંડ દીવો કરીને ધ્યાનમાં બેસી, ઓમકાર ધ્વનિ કરતા અનન્યાની આત્મા રૂમમાં આવે છે, ગુરુજી તેની મુકિત માટે અમિતના શરીરમાં પંદર મિનિટનો પ્રવેશ આપવા કહે છે, તેની ડેથ બોડી શોધી, અંતિમ વિધિ કરવા તેના પપ્પાને જણાવે છે, હવે આગળ..
*****
કર્મોનો હિસાબ રાખે ઈશ અહીં,
કોઈ જોતું નથી મને, મનમાં વહેમ રાખો નહિ..
મૂંગી લાઠી કુદરતની વાગે અહીં,
સરભર કરી દે છે, માટે ગુમાનમાં ફરશો નહિ..
"તમે મારા જેવી તુચ્છને ન્યાયને કાબિલ સમજી, માટે મારી આત્મા તમારી આભારી રહેશે," ગુરુજી..
જા હવે સમય બદલાયો છે, ઝંખનાની મદદથી તું તારા હત્યારા સુધી પહોંચી શકે છે.. અને અમિતના શરીરમાં પ્રવેશી, તારો બદલો લઈ શકે છે. પણ યાદ રાખજે, "ફ્કત પંદર મિનિટ જ તારી પાસે હશે.. એક વાર આ પંદર મિનિટ વીતી જાય તો, તારે અહીંથી જવું પડશે.!" પછી તારી કોઈ પણ ચાલાકી ચાલશે નહિ, તારી આત્માએ આ દુનિયા છોડી, દેવ ગતિએ જવું પડશે. બસ, આટલી જ સહાયતા કરી શકુ છું, એથી વિશેષ કંઇ નહિ.! તારું વચન યાદ રાખજે..!
તે ગુરૂજીને પગે લાગી, તેમના આશીર્વાદ લીધા..
"તારી આત્માને શાંતિ મળે.!" તું ઝંખનાને રસ્તો બતાવીશ, તે તારી સાથે જ રહેશે..
ઝંખના, "તું અનન્યાને દેવદૂત બની મદદ કરજે, તે જે દિશામાં જાય, તે રસ્તો તારી સાથેના દરેકને બતાવજે.. અમિત તું પણ અનન્યાની આસપાસ રહેજે.!"
ઇન્સ્પેક્ટર ગઢવી, સોહમ અને અનન્યાના પપ્પા, આ દરમિયાન તેની ડેથ બોડી શોધી, અંતિમ વિધિની તૈયારી કરશે.! આ દરમિયાન સોહમ શિવ તાંડવ પાઠનો સતત પાઠ કરશે.. અને બીજા બધા પોપોતાના ઇસ્ત દેવનું સ્મરણ કરશે, હું અહી તેની મુકિત માટે ગીતાજીના પાઠ કરીશ.. અને અખંડ દીવાનું ધ્યાન રાખીશ.. "તમને આ મુશ્કેલીઓ સામે લડવા, પ્રભુ! "શકિત આપે એ જ પ્રાર્થના.."
ઇન્સ્પેક્ટર ગઢવીએ પોલીસ સ્ટેશન ફોન કરી, "પોતાની ટીમને પોલીસ વેન સાથે બોલાવી દીધી."
અનન્યાએ વિશાળ રૂપ ધરી, સૂસવાટા સાથે ઘરની બહાર નીકળી આવી.. હવે તેને ન્યાય મળવા જઈ રહ્યો હતો. અને
કુદરત પણ જાણે તેને સાથ આપી રહી હતી.. તેની ગતિને જાણે વેગ મળ્યો હતો!!
તેઓ આશરે અડધો પોણો કલાક પછી ફેક્ટરીએ પહોંચ્યા.. પોલીસે ચારે બાજુથી ફેક્ટરી પર છાપો માર્યો.. અને શોધ ખોળ શરૂ કરી દીધી.
સોહમ અને અનન્યાના પપ્પાએ પણ, "તેની ડેથ બોડીની શોધ શરૂ કરી.."
અનન્યાને રાકેશ ફેક્ટરીમાં દેખાયો નહિ, તેથી એકદમ ગુસ્સામાં આવી ગઈ. ત્યાં મૂકેલી બરફની લાદીઓને હવામાં અધ્ધર કરી, અસ્ત વ્યસ્ત કરવા લાગી. આ દરમિયાન બરફની એક લાદીમાં મરિયમની ડેથ બોડી મળી..
અમિત... ઝંખનાએ જોરથી બૂમ પાડી..
"શું થયું .!?" મોમ, "આમ બુમો કેમ પાડો છો..!?" અમિત એકદમ નજીક આવી બોલ્યો, "તમે ઠીક તો છો..!"
તેણે આંગળી ચીંધી.. અમિતની આંખો ચાર થઈ ગઈ..
ગઢવી અંકલ, અંકલ.. "જલ્દી આવો.!"
આ બુમો સંભળાતા, ફેક્ટરીમાં કામ કરતા વર્કરો, ત્યાં આવી પહોંચ્યા..
એક વર્કર : "તમે અહીં કેવી રીતે આવ્યા.!?", "કોણ છો તમે.?"
ઝંખના: "હું અનન્યા માટે અહીં આવી છું, ક્યાં છે તમારા માલિક..!?" અહીં તેમને બોલાવો..
કોણ અનન્યા.!? "અમે કોઈને જાણતા નથી.!"
આ સાંભળી તેઓએ અમિત પર હુમલો કર્યો. અને બીજા વર્કરે પાછળથી ઝંખનાની પકડી લીધી.
તેઓ પોલીસે મરેલા છાપાથી અજાણ હતા, "પોલીસની ટુકડી પણ, તે જગ્યાએ આવી ગઈ.. અને પેલા બે વર્કરોને ઝડપી પાડયા."
આ બાજુ અનન્યા પણ રુદ્ર સ્વરૂપમાં આવી.. તેણે પેલા બે વર્કરો પર હુમલો કરવાની કોશિશ કરી.. પણ તે અસફળ રહી.. તેને ફરી પ્રયત્ન કર્યો.. પણ આ શું..!? તેની આ કોશિશ પણ નિષ્ફળ ગઈ.. ગુરુજીનું નામ લઈ, તેને ફરીથી પ્રયત્ન કર્યો.. ફરીથી આમજ થયું.. તે જોર જોરથી કલ્પાંત કરવા લાગી.. તેનો કર્કશ અવાજ જાણે વાતાવરણને ભયંકર બનાવી રહ્યો હતો. આ અવાજથી ઝંખનાના રુવાડા ઉભા થઈ રહ્યા હતા..
મને ગુરુજીએ મૂરખ બનાવી.. હું આ લોકોને કંઈ જ કરી શકતી નથી.. "રાકેશ ક્યાં હશે.?" હું કોઈને છોડીશ નહિ.. આ દુનિયા સારા માણસોની નથી... "જો રાકેશને કંઈ થઈ જશે તો, હું કોઈને છોડીશ નહિ.." ત્યાંનું વાતાવરણ ઠંડુ થવા લાગ્યું.. અમિત અને ત્યાં રહેલા બધા ઠંડીને કારણે ઠુઠવાવા લાગ્યા.
ઝંખનાએ તેને શાંત પડતા કહ્યું, "આ દુનિયામાં બધા ખરાબ નથી હોતા, અમુક અમારા જેવા સારા પણ છે.." અને જો તું અમારી ગણતરી સારા લોકોમાં કરતી હોય, તો શાંત થઈ જા.. "તારી સાથે થયેલા અન્યાયને પુરે પુરો ન્યાય મળશે. વિશ્વાસ રાખ.. એટલા માટે જ કુદરત પણ તને સાથ આપે છે.! અને કુદરતનો ન્યાય અનોખો જ હોય છે.."
આ કોણી સાથે વાતો કરે છે.. "તું પાગલ છે કે અમને પાગલ કરવાની કોશિશ કરે છે.!" ત્યાં ઉભેલા એક વર્કરે કહ્યું..
આ તારે જાણવાની જરૂર નથી.! એમ કહી જમાદાર કાંતીભાઈએ વર્કેરોને પકડી લીધા.. અને મરિયમની બોડીના પંચનામા માટે, ત્યાંના પોલીસ સ્ટેશનમાં જાણ કરી..
મરિયમની બોડી મળતા પોલીસે બધીજ લાદીઓને ચેક કરી.. ત્યાં બીજી પણ બે ડેથ બોડી મળી.. અને સાથે ત્રણ ચાર બોક્ષ ડ્રગ્સ મળ્યા..
નજર છૂપાવી, એક વર્કેરે માઈકલને ફોન કરી કહ્યું, "પોલીસે છાપો માર્યો છે.."
માઈકલ બોલ્યો, "તુ તારું મોઢું બંધ રાખજે, મોબાઈલ માંથી સીમ કાઢી તોડી નાખજે.. અને કોલ હિસ્ટ્રી ડિલીટ કરી દેજે.."
અમિતની બૂમ સાંભળી, ફેક્ટરીમાં જતાં ગઢવી સાહેબની નજર તેના પર પડી. માટે તેણે કોલ હિસ્ટ્રી ડિલીટ કરવાનો પણ સમય મળ્યો નહિ.. અને -
તેને પકડી પૂછયું, "રાકેશ અને અનન્યા ક્યાં છે.!?" ખબરદાર જો જુઠ્ઠું બોલ્યો છે તો..
સાચું, સાહેબ, સાચું કહું છું, "મને નથી ખબર.!"
બોલ, "કોને ફોન કર્યો હતો.!?"
તેમના બે તમાચા પડતાની સાથે પેલો પોપટની જેમ બોલવા લાગ્યો .
સાહેબ, કહું છું.. પણ તમે મારતાં નહિ.. રાકેશ અને અનન્યાને હું ઓળખતો નથી..
પણ , માઈકલનુ સરનામું તમને આપી શકું છું..
બોલવા માંડ..
તેના દરેક કામની માહિતી અને સરનામું તેને સહેલાઈથી આપી દીધું..
તેમને વોરંટ જાહેર કરી, તેને ગિરફ્તાર કરવા હુકમનામું જાહેર કર્યું..પોલીસ તંત્ર પણ સજાગ બની , તરત કામ લાગી ગયું..
રમેશ સર દિમાગી રીતે બિમાર છે, એવા સમાચાર તેમના ખબરીએ આપ્યા. એક સાથે બંનેને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા તેમને હુકમ કર્યો.. માથેરાન પોલીસ સ્ટેશનમાંથી પણ ફોન આવ્યો.. તે હોટલને પણ શિલ કરી દેવાઈ, આ બધી વાત અને સબૂતો અનન્યાને ન્યાય અપાવવા પૂરતા હતા..
પણ રાકેશનો પતો હજુ નહોતો. હજુ સુધી અનન્યાની ડેથ બોડી પણ મળી નહોતી..
માઈકલ ફરાર થાય, એ પહેલા જ પોલીસ, તેના ઘરે પહોંચી તેને પકડી લીધો. અને રમેશ સરને પણ પકડી લેવામાં આવ્યા.. પોલીસે તેમને રિમાન્ડ પર લઈ સખતાઈથી પૂછપરછ કરી, તેમના ઘરેથી કેમેરા, મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું..સાથેસાથે ઘણા નશીલા પદાર્થો અને ડ્રગ્સ પણ મળ્યાં..
અનન્યા એકદમ વિશાળ રૂપ ધરી, હવા બની ઝંખનાને સ્પર્શી રહી હતી.. તે એક ભયંકર આક્રંદ કરી બોલી.. હું મારા કતિલોને જીવતા નથી જોઈ શકતી... હું પોલીસ સ્ટેશને જઈ રહી છું..
થોભી જા.. અનન્યા, દીકરા, ગુસ્સામાં તું તારું જ અહિત કરી રહી છે.. ગુરુજીના શબ્દોને તુ યાદ કર.. શાંત થા..
તેણે અમિતને કહ્યું, "હવે છેલ્લી વાર તું મને મદદ કરી દે.. તારી જ કોઈ બેન સાથે આવું થાય, તો તું શું કરે.!?"
"તું શું ઈચ્છે છે..!!"
પોલીસ સ્ટેશને જવું છે.. મારા આરોપીને હું જાતે સજા આપવા માંગુ છું..
એ ગઢવી સાહેબ અને ઝંખના ત્રણેય પોલીસ સ્ટેશને પહોંચ્યા.. તેઓને જોતા જ અનન્યાએ આપો ખોયો.. લોકપની લાઈટો બંધ ચાલુ થવા લાગી.. અમિત હવે અમિત નહતો રહ્યો, અનન્યાએ અમિતના શરીરમાં પ્રવેશ કરી લીધો હતો.. હવે બદલો લેવા માટે ફ્કત પંદર મિનિટ હતી.. અમિતની આંખો એકદમ લાલ બની ગઈ.. અમિતના શરીરની શકિત મળતા, તે ખૂબ જ બળવાન બની, લોકપમાં જઈ માઈકલ અને રમેશ સરને મારવા લાગી.. ત્યાંના પોલીસે અમિતને પકડવાની કોશિશ કરી, તો ગઢવી સાહેબે તેમને રોક્યા..
રાકેશ ક્યાં છે.. ?! સમજો, "આજે તો તમે ગયા. તે દિવસ તમારો હતો, આજે મારો દિવસ છે.!" પૂરી શકિત લગાવી તેઓને ડરાવીને માર માર્યો.. આ વાતની તેમને કોઈ અસર થઈ નહિ.. તેની પાસે સમય ઓછો હતો. એક ચીસ પાડી, તે વિકરાળ બની ગઈ.. આ જોતા બંને ભયભીત થયા... તેમણે પોતાનો ગુન્હો કબૂલ કરી દીધો..
પણ , "રાકેશ ક્યાં છે.!?" તેની ખબર હજુ નહોતી.. આ તરફ હવે ફ્કત પાંચ મિનિટ જ બાકી રહી હતી. પણ એક ગુનેગાર હજુ બાકી હતો..
સોહમ અને અનન્યાના પપ્પા આખું કમ્પાઉન્ડ ખોદી વળ્યા, છતાં તેની લાશ મળી નહિ.. રાતના બાર વાગ્યા.. છતાં પણ હજુ કોઈ પતો હતો નહિ...
(ક્રમશ:)
*****
વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર બપોરે બાર વાગ્યે, An untoward incident (અનન્યા), આતુરતાના અંત સાથે વધુ આવતાં અંકે..
ખુશ રહો, હસતા અને હસાવતા રહો, આપના પ્રતિભાવ આપતા રહો.. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે..