ૐ
(આપણે આગળનાં ભાગમાં જોયું કે અજયભાઈ વિરાજને એવોર્ડ-ફેમેલિ ફંકશન વિશે જણાવે છે અને તેને એક કામ સોંપે છે, બીજી બાજું નીયાને એવોર્ડ મળવાનો હોવાથી તે ખુબજ ખુશ હોઇ છે, ફંકશનની સાંજ આવી જાય છે, સમગ્ર મુંબઈમાંથી બિઝનેસમેન એન્ડ વૂમેન આવેલા હોઇ છે.અનન્યા અને અવિનાશ હોસ્ટિંગ કરે છે, નાના ગરીબ બાળકો ડાન્સ કરે છે અને અને આવા ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ટ્રસ્ટ બનાવવાની જાહેરાત પણ અજય ભાઈ દ્રારા કરવામાં આવે છે. બેસ્ટ બિઝનેસ મેન-વૂમેનનો એવોર્ડ અપાય છે હવે આગળ..)
અનન્યા: અત્યારની નવી જનરેશન જેમાં અમારો પણ સમાવેશ થાય છે તેવી નવી જનરેશન એ દેશ નું તેમજ આખા વિશ્વનું ભવિષ્ય કહેવાય છે.
અમારાં નવા પેઢીનાં હાથમાં બે ઓપ્શન હોય છે, કાં તો સારુ કાર્ય કરવું કા તો ખરાબ, કે જેની અસર આપણાં ભવિષ્ય પર પડે છે. એક હકીકત એ પણ માનવી પડે કે, નાની ઉંમરે સફળતા મેળવનાર બહુ ઓછા લોકો હોઇ છે.
અવિનાશ: આથીજ આપણે આજના ફંકશનમાં એક ખાસ એવોર્ડ રાખેલ છે.તે એવોર્ડનુ નામ છે બેસ્ટ યંગેસ્ટ બિઝનેસ એવોર્ડ..અને આ એવોર્ડ આપવા આવી રહ્યાં છે, વિરાજ મલ્હોત્રા...
(આ નામ અવિનાશ પોતે બોલી તો ગયો, પણ તેને જરાય ઇચ્છા નહતી કે વિરાજ સ્ટેજ પર આવે,અને અનન્યાને પણ એમ જ હતુ.)
આ નામ પોતાના કાને અથડાતા નીયા ચોકી જાય છે. ત્યાંજ વિરાજ સ્ટેજ પર આવે છે,વાઈટ શર્ટ પર સિમ્પલ બ્લેક કોર્ટ,બ્લેક પેન્ટ અને હાથ પર રોલેક્સની બ્લેક કલરની ઘડિયાળ,સેટ કરેલા વાળ,બ્લેક શૂઝ આ બધુંજ તેનાં ઘઉંવર્ણ ચહેરા સાથે સુટ કરતા હતાં.નીયા પણ થોડીક ક્ષણ તેને જોતીજ રહી. વિરાજે માઇક હાથમાં લીધુ અને એન્વોલપ ખોલ્યું,નામ મનમાં જ વાંચ્યું પછી બોલવાનું શરૂ કર્યું,"હું નામ એનાંઉન્સ કરતા પહેલાં એક વાત કહેવા માંગુ છુ, હું આ એન્વોલપમાં રહેલ નામથી ખૂબજ જેલસ ફીલ કરૂ છુ, કારણ? કારણ એ કે હુ તેનાં જેવડો જ છુ, અમારાં બન્નેની ઉંમર સરખીજ છે, પણ તેણે આવડી નાની ઉંમરમાં મોટો બિઝનેસ સ્થાપિત કરી દીધો છે,અને હું?હું તો હજું બિઝનેસનાં ક્ષેત્ર માં હમણાં જ પ્રવેશ્યો છુ.તેણીએ ઘણી નામના મેળવી છે, સ્વભાવની સિમ્પલ અને રમતિયાળ પણ ખરી. માય બેસ્ટ ફ્રેન્ડ,વેરી બ્યુટીફુલ, વેરી ટેલેન્ટેડ, નીયા શર્મા..(વિરાજ આ નામ ઘણા મોટા અવાજે બોલ્યો,જેનાં પડઘા થોડીક ક્ષણો સુધી હોલ પર પડતાં રહ્યાં.)
નીયા તો વિરાજ જે બોલતો હતો તે સાંભળતી સાવ ચુપ બેઠી હતી, તાળીઓનો અવાજ સંભળાતા તે ભાનમાં આવી અને તે ઊભી થઈ અને સાવ શાંત ચહેરા પર નાનકડી સ્માઈલ સાથે તે સ્ટેજ પર આવી.વિરાજે તેને એવોર્ડ આપ્યો અને નીયાએ એવોર્ડ સ્વીકાર્યો.બન્ને સાવ નજીક જ ઉભા હતાં,બન્નેની જોડી ખુબજ સુંદર લાગી રહી હતી.બન્નેના કપડા એટલાજ મેચ થઈ રહ્યાં હતાં,જાણે કોઈ પ્રિન્સ-પ્રિન્સેસની જોડી.
આ બધુ જોઇ રિતેશભાઈ અને રીમા બહેન અને મેહુલ તેમજ પ્રિયાને શું બોલવું? શું પ્રતિભાવ આપવો?કાઈ સમજાતું નહતું.નીયાને વિરાજનાં હાથમાંથી એવોર્ડ મળે છે, આ જોવું તેઓ માટે ખૂબ અઘરું હતુ તો પછી નીયાની હાલત અત્યારે શું હશે?તેની તો તેઓ કલ્પના પણ નહીં કરી શકતા હોઇ...
આવી પરીસ્થિતીમાં અનન્યા કે અવિનાશે નીયાને બોલવા માટે માઇક ન આપ્યું કારણકે તેમને લાગતું હતું કે કદાચ નીયા બધાં લોકોની સામે કશુ ઊલટું- સીધુ બોલી નાં દે. પણ નીયાએ સામેથી માઇક માગ્યું અને બોલવાનુ શરૂ કર્યું ,"હેલ્લો એવરીવન,ગુડ ઇવનીગ.હું નીયા શર્મા આપ સહુનો આભાર માનું છુ.મે અત્યાર સુધીનાં મારા જીવનમાં એક બહુ મોટી વાત શીખી લીધી કે જો તમારે તમારા લક્ષયને પામવું હોઇ તો તમારે તેનાં માટે તન-તોડ મહેનત કરવી પડશે.જો તમે પુરા આત્મવિશ્વાસથી મહેનત કરશો તો તમે જરૂર સફળ થશો.અને હા,હું ધીમે-ધીમે સફળતા મેળવી રહી છુ પણ એક વાત ચોક્કસ છે કે જીવનમાં કદી હું એ માનીને સંતોષ નહીં મેળવું કે મે સફળતા મેળવી લીધી છે, નાં,હું સફળતા મેળવવાના પ્રયાસો કરીશ અને સફળ થઇશ તો પણ સંતુષ્ટ નહીં થાવ,મહેનત ચાલુ જ રાખીશ.(પોતાના ટૂંકા વાળોમાંથી એક લટ ચહેરા પર આવી જતા તેને સરખી કરતા આગળ બોલી.)એક છેલ્લી વાત હું તમને કહેવા માંગીશ કે જે તમને તમારાં જીવનમાં ખૂબ યાદ આવશે.(તેણે વિરાજ તરફ આડી નજર કરી,તેની આખોમાં ધીમે-ધીમે પાણી આવવા માંડ્યા,પણ તેણે તે પાણી ને ત્યાંજ રોકી રાખ્યા અને એક સુંદર સ્માઈલ કરી અને વાતને આગળ વધારી)
જીવનમાં જો તમારા પર કોઈ વિશ્વાસ મુકે તો કદી તે વિશ્વાસને તોડતા નહીં, કારણકે તમે ફક્ત તેનો વિશ્વાસ નથી તોડતા તેનુ દિલ,તેની લાગણી પણ તોડી નાખો છો.(ઓડિયન્સ તરફ હાથ જોડી)આપ સહુ નાં પ્રેમનેજ કારણે હું આજે અહિ સુધી પહોચી છુ. થેન્ક યુ,થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ."
આટલું કહયા બાદ બધાં લોકો સામે હોવાથી તે વિરાજ સાથે સ્માઇલ કરી હેન્ડશેક કરી અને અનન્યા અને અવિનાશને ગળે લાગી અને તે નીચે ઊતરે છે, નીચે ઉતરતાંજ ઘણાં લોકોએ તેને કોન્ગરેચ્યુંલેટ કરી,તાળીઓનાં ગળ-ગળાટથી તેમને વધાવી લીધી. નીયા પણ વિરાજને ભૂલી પોતાની મહેનત સફળ થઈ અને કેટલા સફળ હસ્તીઓની સામે તેને સન્માનિત કરવામાં આવી આ બાબતથીજ તે ખુબજ ખુશ હતી.
અવિનાશ:હવે,આજ સાંજનો છેલ્લો એવોર્ડ આપવાનો છે. જે સ્પેશિયલ પણ છે.
અવિનાશ:હા, આ એવોર્ડનું નામ એવું ખાસ છે.
અવિનાશ:બેસ્ટ બિઝનેસ ફેમેલિ એવોર્ડ...
અવિનાશ:એ એવોર્ડ આપવાવાળા જે આવશે તેજ તમને જણાવશે. તો આ એવોર્ડ આપવા આવી રહ્યાં છે,મી.અજય મલ્હોત્રા...
અજયભાઈ સ્ટેજ પર આવે છે, એવોર્ડનું નામ સાંભળી બધાને નવાઈ લાગે છે.સાથે-સાથે સ્ટેજ પર આવેલ અજયભાઈનાં હાથમાં એન્વોલપ પણ નહતું,આ જોઈને પણ બધાં વિચારમાં પડી જાય છે.
અજયભાઈ:તમને બધાંને નવાઈ લાગતી હશે ને કે મારા હાથમાં એન્વોલપ પણ નથી! એનું કારણ એ છે કે, આના માટે એન્વોલપની જરૂરજ નથી.
પહેલાં હું તમને બિઝનેસ-ફેમેલિનો અર્થ કહી દઉ,બિક્ઝનેસ-ફેમેલિ એટ્લે એવી ફેમેલિ કે જેમના બધાં સદસ્યો બિઝનેસ કરે છે અને અહિ આવી ફેમેલિ એક જ છે અને બેસ્ટ પણ છે.
(ઓડિયન્સ તો બધી વિચારમાં ડૂબી ગઇ.)
ધ વન એન્ડ ઓન્લી શર્મા ફેમેલિ....(અજયભાઈ શર્મા ફેમેલિ બહુજ જોરથી બોલ્યા તેથી ક્યાંય સુધી બધાના કાનમાં તે નામ રહ્યુ.)
નીયા,રિતેશ ભાઈ,રીમા બહેન, મેહુલ,પ્રિયા આ બધાજ સ્ટેજ પર એવોર્ડ લેવા આવે છે અને બધાં જોર-જોરથી તાળીઓ પાડી તેમનું અભિવાદન કરે છે. તેઓ એવોર્ડ લઇ અને નીચે ઊતરે છે, અને અજયભાઈ પણ પોતાની જગ્યાએ બેસી જાય છે.
અનન્યા:અરે, અવિનાશ તારું મોઢું આમ બાફેલા બટેટા જેવું ચડ઼ેલું કા છે ?
અવિનાશ:અરે,યાર,કાઈ નહીં છોડ ને.
અનન્યા:હા, તો છોડ. ચાલો તો આપણે આગળ વધીએ..(બધાં ફરીથી હસવા લાગે છે.)
અનન્યા:તું નક્કી કર સાંભળું કે નહીં?
અનન્યા:હા બોલ.
(ફરીથી દરેકનાં મોં પર હાસ્ય પ્રગટ થાય છે.)
અવિનાશ:બહું ભુખ લાગી છે યાર,કાઈ ખાવાનું મેળ પડે તો..(બધી ઓડિયન્સ હસવા માંડે છે.)
અનન્યા:અવિનાશ,આઈ થિન્ક ખાલી તને જ નહીં પણ ઓડિયન્સનાં મોં જોતાં લાગે છે કે હવે બધાને ભુખ લાગી છે. તો આપણે ડિનર કરવા જવું જોઈએ.(બધાના મોં ચમકી ગયા અને બધાં ઉભા થવાની તૈયારીમાંજ હતાં કે અનન્યા બોલી.)
પણ હા, જતા પહેલા એક ખાસ વાત, ડિનર કરી અને આપણે ગેમ રમવાની છે.તો હવે ડિનર કરી અને મળશું.હેવ અ ફન.
બધાં પોતાની જગ્યા પરથી ઉભા થઇ જાય છે. નીયા અને તેનો પરિવાર તો આખા ફંકશનમાં બધાંનાં કેન્દ્ર સ્થાને હોય છે, બધાં સાથે હળી-મળી અને વાતો કરતા, હસી-મજાક કરતા હોય છે. અનન્યા અને અવિનાશ પણ ત્યાં આવે છે. ડિનર કરવાનાં તે હોલમાં બધાં પ્રવેશતાજ ચોકી ઉઠે છે.
ત્યાં એક બાજું પાણી-પુરી-ભેળનું કાઉન્ટર હતુ.
એક બાજું પાવ-ભાજી,ગુલાબ-જામુંન અને પુલાવનુ કાઉન્ટર હતું. એક બાજું ગુજરાતી કાઉન્ટરમાં:રોટલો,ઓરાનુંશાક,ઉંઢિયૂ,જલેબી,કઢી-ખીચડી થી લઇ છાસ, સલાટ અને પાપડ પણ હતાં. હજું એક ઇન્ડિયન કાઉન્ટરમાં સાદું રોટલી-શાક,ભાત અને ગાજરનો હલવો એવું ઇન્ડિયન ફૂડ હતું. અને છેલ્લે ડેઝર્ટમાં આઈસક્રીમ અને પાન હતું. સ્વાભાવિક રીતે મોટા ફંકશનમાં બહુ હાઈ પ્રકારનું ફૂડ હોઇ છે, આથી ઘણા લોકો તેને ખાવાનું પસંદ પણ નથી કરતા આથી અહિ બધાએ નક્કી કર્યું હતુ કે બધાંને જે પ્રકારનું ભાવે તેવું સિમ્પલ ફૂડ રાખવામાં આવે. પોતાનુ પ્રિય જમવાનું મળતાં બધાં ખુશ થઈ ગયા હતાં.કેટલાંક લોકો તો કેટલા સમય પછી પાણી-પુરી ખાતા હતા. જમવાની વાત લાગે સિમ્પલ પણ જો આપણે આપણને ભાવતું ભોજન ખાઈ એ તો આપણું મન વધારે ખુશ રહે છે. કોઈક છોકરાંઓ પોતાના હાઈ પ્રોફાઇલ અને ઠાઠ-માઠમાં રહેવાવાળા પિતાને આમ નાના બાળકની જેમ સામાન્ય ભોજન કરતા જોઇ ખુશ હતાં.આમ, બધાં લોકો સાથે ડિનર કરે છે. ડિનર બાદ નીયા વોશરૂમ જઇ અને હોલ તરફ આવતી હોઇ છે કે કોઈ તેને ખેંચી અને કોઈ ખૂણાની અંદરની તરફ લઇ આવે છે.અંધારામાં મોં સ્પષ્ટ તો દેખાતું નહતું, નીયા ધ્યાનથી જુએ છે તો," વિરાજ!?" નીયા જોરથી ચીસ પાડી ઉઠે છે. વિરાજ ફટાફટ નીયાનાં મોં પર આંગળી મુકી દે છે. પણ નીયા વિરાજનાં હાથની મજબૂત પકડ છોડાવી અને દુર ચાલી જાય છે.
વિરાજ:આજે તું મારી વાત સાંભળી લે.(પછી કાન પકડતા બોલ્યો)આઈ એમ સોરી નીયા,મે તને ખૂબ હર્ટ કર્યું છે. વેરી સોરી.
નીયા:હહહ..નાટક કરતા તો કોઈ તમાંરી પાસેથી શીખે,મી.વિરાજ.
વિરાજ: નીયા,શું થઈ ગયુ છે તને?મારી બેસ્ટ ફ્રેન્ડ તો આવી નહતી.
નીયા:(જોરથી બોલી)ખબરદાર,જો તે મને તારી બેસ્ટ ફ્રેન્ડ કહી છે તો, હું કોઈ તારી બેસ્ટ ફ્રેન્ડ નથી, ત્યાં બહાર પણ બધાં સામે તે મને બેસ્ટ ફ્રેન્ડ કહી,તારી હિમ્મત કેમ થઈ?
વિરાજ:નીયુ,આવુ શું કામ બોલે છે?(આટલું કહી તે નીયાનો હાથ પકડવા ગયો.)
નીયાએ પોતાનો હાથ ઝટકાવી અને હટાવી લીધો અને બોલી, "ઓ,મી.વિરાજ,મારુ નામ નીયા છે, નીયા શર્મા..."
વિરાજ થોડીક ક્ષણો સાવ ચુપ રહ્યો,તે કશુજ નાં બોલી શક્યો.આંખ ભીની થવાની જ તૈયારીમાં હતી પણ તેણે હિમ્મત કરી અને તે સ્વસ્થ થયો.
નીયા ત્યાંથી નીકળવા જતી હતી કે વિરાજે તેનો હાથ પકડી તેને રોકી.
(શું થશે?વિરાજ નીયાની માફી માગી શકશે?નીયાને બધીજ વાતો સ્પષ્ટ કરશે?તેની વાત નીયા સાંભળશે?પોતાના દિલની વાત વિરાજ નીયાને કહી શકશે?નીયા શું પ્રતિભાવ આપશે?આ બધાજ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો,સફર-એક અનોખા પ્રેમની..)
નીચે પ્રતિભાવ આપતાં જજો✍, આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પ્રતિલીપી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.
જય સોમનાથ🙏
#stay safe, stay happy.😊