સમર્થ રૂમની બહાર ઊભો હતો. તેના હાથમાં એક ફોન હતો. એ ક્યારનો કોઈકને ફોન કરતો હતો. બીજુ કોઈ મારી આંખો સામે ન હતુ. સમર્થ મને જોતાંજ મને એક કોર્નેર માં લઈ ગયો.
આ બિલ્ડિંગ નો રંગ એકદમ ગંદો લીલો હતો. એવો લીલો જે ગ્રે અને લીલા વચ્ચે હોય. દીવાલો બહુ લાંબી હતી. એ ગાર્ડ્સ એ મને જવા દીધી, પણ એમની નજર મારા ઉપર જ હતી. દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ ન હતું.
‘મૌર્વિ.. પ્લીઝ, અહીં ડારતી નહીં.. પણ, મિથુનએ -’
‘મે સાંભળ્યું મિથુને શું કર્યું.. ૧૧ - એના નવા મેનેજરે કહ્યું.’ પણ હું એકદમ શાંતિથી એ વાત બોલી.
‘જો તને આશરો પણ નથી મિથુને શું કર્યું.. ૪૦૦ લોકો. ૪૦૦ યુટીત્સ્યાના લોકો -’
‘હરે! મે કીધુ કે મને ખબર છે.’
‘૪૦૦ લોકો!’ પેલા ગાર્ડ્સ સમર્થ સામે જોવા લાગ્યા.
‘મિથુને જોઈ વિચારી નેજ આ પગલું ભર્યું છે - હું એકદમ નજીક આવી તેના કાનમાં બોલી - મિથુનની ઓળખાણ છે.’
‘એક તારી ઉમરની છોકરી છે. ઉત્સવી. એ આ કેસ જોઈ રહી છે. મૈથિલીશરણ, વિશ્વાનલ, મંથના અને મિથુન, બધા અંદરજ છે. મને અંદર નથી લીધો, એમને એવું લાગે છે કે આ ૧૧ - એ વાળાઓની યુક્તિ છે.’
‘મંથના ને બહુ ઊંચે હેલીકોપ્ટર ઉડાડતા આવડે છે. એટલેજ એને સાથે લીધી હશે.’
‘હોય શકે.. તને આ વાતની ખબર હતી.’
‘હોતુ હશે?’ હું કઈક વધારેજ જોરથી બોલી.
ત્યાંતો પેલા ગાર્ડ્સ મને હાથ પકડી આગળ લઈ ગયા. કોઈ સાધારણ માણસને મારા હાવ - ભાવ જોઈ જાણે કોઈ દિવાળી વખતે બોનસ અપાતા હોય તેવા લાગતાં. અને હું પોલિસ ઇનટેરોગેશન માટે જઈ રહી હતી!
અંદર આવતા મે જોયું. એક ૨૦ ઉમરની છોકરી મિથુન સામે હાથ ક્રોસ કરી ઊભી હતી. તેની આંખોમાં કોઈ ભાવ ન હતો. એકદમ.. ખાલી. તેના વાળ એક લાંબી પોની ટેલમાં બંધાયા હતા. હાયલાઇટ હતી, વાળમાં. તે એકદમ નાની લાગતી. મિથુન તો એના કરતાં ક્યાંય ઊંચો હતો. હું પણ એકાદ ઇંચ લાંબી હોઈશ. પણ એના કરતાં લાંબી જરૂર હતી.
મિથુન અને તે ઊભા હતા. વિશ્વાનલ સીટ પર બેસી સ્ટીલના ટેબલને જોઈજ રહ્યો હતો. પણ મંથના તો અંગ્રેજો સામે લડત કરતી હોય તેમ ઊંચે જોઈજ રહી. મૈથિલીશરણ ની આંખો બંધ હતી.
મને ગાર્ડ્સ એ એમની પાસે બેસાડી. એક પ્લાસ્ટિકની ખુરસીમાં.
પછી મિથુન હસવા લાગ્યો. અને ઉત્સવીએ તો મારી પર કોઈ ધ્યાન જ ન આપ્યું.
‘હવે બોલીજ દે મિથુન, નહીં તો સમજી જા શું થશે.’
પણ મિથુન હસ્વા લાગ્યો. ‘કશુંજ કહવા લાયક તો છેજ નહીં. હું શું કહું?’
‘કે તે આ કોની મદદથી કર્યુ. વિશ્વાનલ હમણાંજ, બે સેકેન્ડ પેહલા, બોલ્યો કે તમને યુટીત્સ્યાની સિક્રેટ મિટિંગ વિષે ખબર હતી.’
સિક્રેટ મિટિંગ?! મને આ વાત કેમ નથી ખબર?
‘નતી ખબર. વિશ્વાનલ જુઠ્ઠું બોલે છે. એને ખબર હતી, મને નહીં.’
‘જુઠ્ઠું ના બોલ, મિથુન - પછી એ મારી તરફ ફરી - તને તો ખબર હશે ને મૌર્વિ..અફ કોર્સ, તને ખબર હશે. કોણ છે એ જેને આ ઇન્ફોર્મેશન બહાર પાડી?’
‘હું નહીં કહું.’ મે કીધુ.
‘તને ખબર છે યુટીત્સ્યાની પોલિસ ફોર્સ ને સત્ય ના કેહવાથી મૌતની સજા ભાગવવી પડે છે. અને એ પણ એવી મોત જે તે વિચારી પણ નહીં હોય.’
‘તો કઇ દઉં?’
‘એ વસ્તુ તું મને પૂછે છે? છેલ્લા બાર કલાકથી હું આ પ્રશ્ન પૂછી કંટાળી ગઈ છું!’
‘તે. તે બહાર પાડી.’ હું હસ્વા લાગી.
મારી નાનાપણની મિત્રએ આ ખબર મને આપી હતી:)