Trupti - 7 in Gujarati Horror Stories by Jagruti Dalakiya books and stories PDF | તૃપ્તિ - 7

Featured Books
Categories
Share

તૃપ્તિ - 7

ગામ ના લોકો ડરતા ડરતા મીરાંની પાછળ પાછળ જઈ રહ્યા છે.ગામના પ્રવેશ દ્વાર પાસે આવી મીરાં વડલા પાસે આવી ઉભી રહે છે. વડ ની વડવાઈ માં અધમરેલ લટકેલા રતિભાઈ ને જોઈ બધા અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. કોઈ કે બચાવો આ ભાઈ ને કોઈ કે ચાલો ચાલો પાછા ઘરે..
ત્યાંજ જાણે ચાંદની પથરાઈ રહી હોય એમ તૃપ્તિ વડલાના થડમાંથી બહાર આવે છે. રોશનીને લીધે તેનું મુખ બરાબર દેખાતું નથી.પણ બધા આ જોઈ ભાગદોડ કરવા લાગે છે.. મીરાં તેમને રોકે છે પણ કોઈ રોકાતું નથી. અચાનક ભયાનક ઘાટો અવાજ આવે છે...

ઉભા રહો, ક્યાં જાઓ છો, અન્યાય કરવાની હિંમત છે તો અન્યાયને જોવાની પણ હિંમત રાખો. હું તમને કોઈને મારવા નથી આવી. હું તો મારી હકીકત તમને બતાવવા આવી છું. ગામમાં ઘણાં પાસે મદદ માગી પણ બધા એ ચુડેલ સમજી મને જ દૂર ધકેલી દીધી એટલે મેં મદદ માંગવાનું જ બંધ કરી લીધું. આજે વર્ષો બાદ આ બેન ને લીધે મારાં માં આશા જાગી છે.. ઝેર નો ઘૂંટડો હું વર્ષો થી પી રહી છું તો તમે આ ઝેર ને જોઈ તો શકો ને..

તૃપ્તિ ના આવા શબ્દો થી લોકો પાછા ફરે છે. અને મીરાં ને પૂછે છે કોણ છે આ અને અમે શું અન્યાય કર્યો છે..

તૃપ્તિનું પોતાના ઓઢણાં નો છેડો પકડી ફરી બોલે છે.-હું તમારી જ છું.. અને તમે મારાં અન્યાય માં સહભાગી છો.. ના સમજાયું? કંઈ નહિ આ જુઓ

તૃપ્તિ વડના થડ માં ઈશારો કરે છે ત્યાં જ એક ફિલ્મ જેવો જ પડદ આવી જય છે અને દ્રશ્ય દેખાવાનું શરૂ થાય છે..

દ્રશ્ય..

એક છોકરી દસ માં ધોરણ ની પરીક્ષા નું પરિણામ આવવાથી બહુ ખુશ છે. ગામ માં સૌથી વધુ માર્ક્સ મળવાથી કૂદાકૂદ કરી રહી છે..માતા પિતા નો ચહેરો જાણે ગર્વ થી ખીલી રહ્યો છે..

આ ખુશી ને જાણે નજર લાગી હોય એમ અગિયારમા ધોરણ ના પ્રવેશ પહેલા જ માતા નું અવસાન થઇ જય છે. પિતા પોતાની એક ની એક લાડકી દીકરી ને સાચવે છે. દીકરી પિતા અને ઘર માટે આગળ ના ભણવાનું નિર્ણય લે છે. ત્યારે પિતા ખુબ ગુસ્સે થઈને કહે છે - તપ્પુ દીકરા હું તો અભણ છું પણ જો ખબરદાર તે આવુ ક્યારેય વિચાર્યું તો. તારો બાપુ તને જોઈને જ જીવે છે. તું મારી દીકરી નહિ દીકરો છે અને દીકરો તો પિતા નો બુઢાપો સાચવે ને.. જો તું ભાણિશ નહિ તો શિક્ષક કેમ બનીશ. ને શિક્ષક નહિ બન્ન તો પછી તારા બાપુ મેં વાંચતા કેમ શીખવીશ...

પિતા ના વ્હાલ થી દીકરી રડી પડે છે અને આગળ ભણવાનું ચાલુ રાખે છે. રોજ સવારે વહેલી ઉઠી બાપુ નો નાસ્તો અને ઘરકામ કરે છે. બપોરે શાળા થી આવે ત્યાં સુધી તો બાપુ જ જમવાનું તૈયાર રાખે ane દીકરી ને વ્હાલ થી જમાડે.. આમ દિવસો વીતવા લાગ્યા.. બે વર્ષ બાદ ફરી એ છોકરી બારમા ધોરણ માં તાલુકા માં પ્રથમ આવે છે.. પિતા તો જાણે દીકરી ની ખુશી થી વધારે તંદુરસ્ત રહેવા લાગ્યા..

પણ હવે સમસ્યા આવી. ઉચ્ચતર માધ્યમિક તો પાંચ કિલોમીટર ના અંતરે આવેલી શાળા માં થઇ ગયું પણ કોલેજ કરવા તો બાજુના શહેર માં જ જવું પડે.કોલેજ નો સમય પણ બપોર નો તો આવતા આવતા સાંજ થઇ જ જવાની.. બાપ દીકરી ની હિમત વધારે છે અને રોજ બસ સુધી લેવા મુકવા જાય છે..ગામમાં હજુ છોકરીઓ ને કોલેજ કરવાના દિવસો માં હાથ પીળા કરવાની પ્રથા છે. પણ આ બાપ ગામ ના કડવા વેણ સાંભળીને પણ દીકરીને ભણાવે છે.. એક વર્ષ માં તો છોકરી જાણે હિંમત નો પર્વત ગળી ગઈ હોય એવી બહાદુર થઇ ગઈ. છતાં પિતા રોજ લેવા મુકવા જાય છે..તબિયત સારી ના લાગે અથવા જરૂરી કામ હોય તો છોકરી એકલી જાય છે..

આટલું દ્રશ્ય જોઈ ગામના ભાભા અને દાદી ઓ બોલવા લાગે છે.. આતો કરશન ને એની દીકરી છે એનું જીવન શું કામ દેખાડે છે.અમે તો આ જોયેલું છે..

ત્યાં જ તૃપ્તિ પોતાનું ઓઢણું કાઢી મુખ બતાવે છે. તેને જોઈ ગામના વડીલો હક્કબક્કા રહી જાય છે..

હા, કાકી હું જ કરશન ની દીકરી તૃપ્તિ.. જે આજે આત્મા થઈને ભટકી રહી છે.. કીધું હતુ ને હું તમારી જ છું. તો જોયું ને નીકળી ને હું તમારી..

*******************************************

આટલી હોશિયાર તૃપ્તિ કેમ આવી ક્રૂર આત્મા બની ગઈ છે ?
****વધુ આવતા અંકે****