Trupti - 6 in Gujarati Horror Stories by Jagruti Dalakiya books and stories PDF | તૃપ્તિ - 6

Featured Books
Categories
Share

તૃપ્તિ - 6

રતિભાઈ અને તેમના સાથી આરામ કરે છે. બીજે દિવસે ઉઠીને ફ્રેશ થઇ બધા બેઠા છે. ત્યાં જ રતિભાઈ પોતાના સાથીઓ ને કહે છે કે ચાલો આપણે આ કામ બને એટલું જલ્દી પતાવી નાખવાનું છે.. અને બધા ઉભા થઇ ખોદકામ શરૂ કરે છે.

ધ્રુવ,અભિ અને મીરાં ગામમાં ભેખડ પર આવેલ મંદિર દર્શન માટે જાય છે.

આ બાજુ ચોક માં ખોદકામ કરતા કરતા રતિભાઈ નો એક સાથી પાણી લેવા રસોડા માં જાય છે. ત્યાં જ બારણું ખખડે છે. ટિફિનવારા બેન હશે એવુ વિચારી સુરંગ ઢાંકી દે છે અને ડેલા તરફ આગળ વધે છે ત્યાં જ હવાનું બવંદર આવી તેને લઇ ઉડી જાય છે.અચાનક તેની લાશ ગામ ના પ્રવેશ દ્વાર પાસે ઉપરથી પડી સીધી જમીન માં દફન થઇ જાય છે..

રતિભાઈ તેની રાહ જુએ છે પણ ઘણો સમય થતા તે બહાર આવી જુએ છે. ત્યાંજ ફોન માં મેસેજ આવે છે કે રતિભાઈ હું ઘરે જાઉં છું અચાનક કામ આવી ગયું છે મારાં પરિવાર ને મારી જરૂર છે.તમે કામ પતાવો કાલે અવાશે તો હું પાછો આવીશ..જો તમને જાણ કરી હોત તો તમે મને જવા દેવાની ના જ કહેવાના હતા.. તેથી કીધા વિના જાઉં છું..

રતિભાઈ અને તેનો સાથી આમ કીધા વિના ચાલ્યા જવાથી ગુસ્સે થાય છે અને ગુસ્સા માં જ તે સામે થી ફોન પણ નથી કરતા..

રતિભાઈ અભિ ને આ વાત જણાવે છે. અને ફરીથી ખોદકામ શરૂ કરે છે.રાત થતા જ રતિભાઈ નો સાથી તરસ લાગવાથી જાગે છે. રૂમમાં પાણી નું જગ ખાલી છે તેથી રસોડા માં જાય છે..રસોડાની બારી ની બહાર થી રતિભાઈ તેને બોલાવે છે..

આ રતિભાઈ ઘરની બહાર શું કરવા ગયા છે? અને એટલી રાતે આમ ચુપચાપ કેમ બોલાવે છે.. આવુ વિચારી તે ધીમા અવાજે બોલે છે -રતિભાઈ ત્યાં શું કરો છો અને આટલી રાતે એવી કંઈ વાત છે કે જેના માટે તમે આ ઘરની બહાર જ ચાલ્યા ગયા??

રવિ તું બહાર આવ એક જરૂરી કામ છે આપણા ફાયદાનું જ કામ છે. ચાલ બહાર આવ.. અને સાંભળ અવાજ નહિ.

તે બહાર જાય છે અને રતિભાઈ ના ખભા પર હાથ મૂકે છે ત્યાં જ તે અદ્રશ્ય થઇ જાય છે.
પાછળ થી આવી કોઈ તેના મોં પર રૂમાલ બાંધી ગળા માં વડવાઈ નો ફાસો નાખી જમીન સાથે ઘસીટી છેક ગામ ના પ્રવેશદ્વાર પાસે ના વડલા પાસે લઇ જાય છે..

ત્યાં જતાં જ ને ને એક બકરીનું બચ્ચું દેખાઈ છે જેના માથે શીંગડા નથી પણ જેવું તે પોતાનું માથું રવિ ના પેટ સાથે અથડાવે છે ત્યાં જ પેટમાંથી લોહી ની પિચકારી ઉડે છે..
હજુ તેના પ્રાણ ગયા નથી.. તેને કંઈ દેખાઈ રહ્યું નથી કોણ છે પણ તેની છાતી પર કોઈ નો આભાસ થાય છે જે તેનું ગળું દબાવી રહ્યું છે. જોત જોતા માં જ તેના રામ રમી જાય છે અને તેનું શરીર પણ પેલા સાથી સાથે જમીન માં દફન થઇ જાય છે..
સવાર થતા જ રતિભાઈ રવિ ને શોધે છે..ફોન પણ રૂમ માં જ હોવાથી તેમને કંઈ સમજ આવતું નથી.. ક્યાય ના મળતા તે વિચારે છે કે કદાચ રવિ પણ શહેર જતો રહ્યો હશે કે પછી તેની સાથે કંઈ થયું હશે??

વિચાર વિચાર માં જ તેમનો પરસેવો છૂટી જાય છે.
અંકલ, અંકલ શું થયું તમે કેમ આમ?? તબિયત તો બરાબર છે ને?-ધ્રુવ રતિભાઈ નો ખભો હલાવી ને બોલ્યો.

અભિ, આ કામ થઇ શકે એમ નથી હું શહેર જાઉં છું.. રતિભાઈ ડરેલા અવાજ માં બોલ્યા..

કેમ અંકલ આમ અચાનક શું થયું? તમે શહેર થી કોઈ બીજા વિશ્વાસુ માણસો ને બોલાવી લો ને.. -અભિ એ કહ્યું

ના ના આ કામ હવે પૂરું થઇ શકે નહિ બસ હું જાઉં છું..

અંકલ એક કામ કરીએ આજે સાંજે અમે પણ નીકળવાના છે તો તમે સાથે જ આવો ને.. આમ પણ બસ આવતા બપોર થઇ જ જશે.. તો..

રતિભાઈ નું મન તો માનતું નથી પણ અભિ ની જીદ્દ ને લીધે તેઓ રોકાઈ જાય છે..

સૂર્યાસ્ત થવાનો સમય નજીક છે બધા નીકળવાની તૈયારી કરે છે. ત્યાં જ ધ્રુવ બોલે છે.. Yarr અભિ ચાલને આપણે પેલી ગામ ની ભેખડ પર થી સૂર્યાસ્ત ના બેકગ્રાઉન્ડ માં સેલ્ફી લઈએ. અંકલ તમે પણ અમારી સાથે જ ચાલો.. ત્યાં બહુ જ સરસ ફોટા આવે છે. અને ત્યાં થી ગામનો વ્યુ પણ મસ્ત દેખાય છે..

અરે શું સેલ્ફી સેલ્ફી કરે છે. આમ જવાના ટાઈમે કયાંય નથી જવું.. રતિભાઈ ધ્રુવ ને થોડા ગુસ્સા થી ખિજાયા..

ત્યાં જ અભિ બોલ્યો.. ચાલો ને કાકા બસ થોડો જ સમય લાગશે આપણે ફટાફટ નીચે આવતા રહીશું.તમને પણ ગમશે અને જીવનભર ની યાદ બનશે.. ચાલો ને.. Plz..

અભિ ની વાત માની ચારેય ભેખડ પર જાય છે.. ધ્રુવ મીરાં અને અભિ સેલ્ફી લેવામાં બીઝી છે. રતિભાઈ ભેખડ ના કિનારે ઉભી સૂર્યાસ્ત જોઈ રહ્યા છે.. ત્યાં જ એકાએક કોઈ તેનો પગ ખેંચી ભેખડ થી નીચે ખેંચે છે.... કાંકરા પથ્થર અને બાવળ માં અથડાતા પટકતા નીચે પડે છે. શરીર પરની ચામડી જાણે છોલાઈ છોલાઈ ને છૂટી રહી છે.

ભેખડ થી નીચે જમીન પર આવતા જ તેઓ જુએ છે તો તૃપ્તિ પોતાના નખ વડે રતિભાઈ ના શરીર ને વીખી રહી છે.તૃપ્તિ પવન ની ઝડપે તેને વડલા પાસે લઇ જાય છે. વડ ની વડવાઈ નો ગળામાં ફાસો છે. જીવ જાણે હથેળી પર છે ક્યારે છૂટી જાય એની ખબર નથી.

આ બાજુ ગામના કુવા માંથી મદદદદ...મદદદદ...મદદદદ.. એવો છોકરી નો અવાજ આવતા ગામના લોકો ગભરાય જાય છે. હવામાં ચામચીડિયા ના ટોળે ટોળાં ઉડવા લાગ્યા છે.. શિયાળ ની લારી સંભળાય છે.. અને અવાજ વધુ ને વધુ ભયાનક થતો જાય છે.. લોકો પોતાના સુતેલા બાળકો ને તુફાન આવ્યું છે એવુ સમજાવી શાંત રાખી રહ્યા છે..

ત્યાં જ મીરાં કુવા પાસે આવી એક જૂનો ઢોલ વગાડી લોકો ને ભેગા કરે છે. બધા ને પોતાની સાથે આવવાનું કહે છે પણ લોકો ડર ને લીધે પોતપોતાના ઘર માં ચાલ્યા જાય છે.
મીરાં ફરી ઢોલ વગાડે છે અને તૃપ્તિ ને શાંત થવા કહે છે.. એકાએક બધું જ શાંત થતા લોકો ને મીરાં પર વિશ્વાસ આવે છે.. તે બધાને સમજાવી વિશ્વાસ અપાવે છે તમને કશું જ નહિ થાય એની જવાબદારી મારી.. લોકો તેના પર વિશ્વાસ રાખી સુતા બાળકોને ઘર માં બંધ કરી મીરાં સાથે જાય છે..

*****************************************
ગામના લોકો કેમ તૃપ્તિ ના ગુસ્સા નો શિકાર થાય છે??

શું તેઓ પણ ભાગીદાર છે તૃપ્તિ સાથે ના અન્યાય માં

****વધુ આવતા અંકે****