અરીસા માંથી નીકળી મીરાં પોતાને એ વડલા પાસે ઉભેલી જુએ છે જ્યાં તેના પગમાં વડવાઈ બંધાઈ હતી અને અજીબ ઘટનાઓ ઘટી હતી..
અચાનક રાતના અંધકારમાં એક છોકરી બકરીના બચ્ચાને હાથ માં લઇ વડલા ને ચીરી બહાર આવે છે.હવાની જેમ મીરાં ની પાછળ આવી ઉભી રહે છે. તે મીરાં ના કપાળે પોતાના એક હાથ ની આંગળી રાખે છે ત્યાં જ મીરાં ખુલ્લી આંખે મૂર્તિ બની વડલા તરફ એકીતશે કંઈક જોઈ રહી છે.. થોડીવાર બાદ મીરાં ચોધાર આંસુ એ રોવા લાગે છે..
તે પાછળ ફરે છે અને તેને રડતા રડતા તેનું નામ પૂછે છે..
પેલી છોકરી બકરી ના બચ્ચાને નીચે જમીન પર મૂકી પોતાના ઓઢણાંનો છેડો પકડી માથા પર મૂકી પોતાનો ચહેરો બતાવે છે.. ત્યાં જ મીરાં બોલી ઉઠે છે... તૃપ્તિ તું!!!
મીરાં ના આશ્ચર્ય પર તૃપ્તિ મૌન રાખે છે અને મીરાં નો હાથ પકડે છે ત્યાં જ મીરાં પોતાને અરીસા પાસે ઉભેલી જુએ છે.. મીરાં નો રડવાનો અવાજ સાંભળી ધ્રુવ અને અભિ ચોક માંથી અંદર આવે છે મીરાં રડતા રડતા માંડ કરીને તે ઘટના વિશે બંને ને જણાવી શકે છે..
ત્રણેય મિત્રો વાત કરી જ રહ્યા છે ત્યાં જ સવાર થઇ જાય છે અને રામજીભાઈ એ મોકલેલ એક પાંત્રીસ છત્રીસ વર્ષ ના બેન આવે છે અને કહે છે.. છોકરાઓ માફ કરશો કાલે મારી દીકરી બીમાર હતી એટલે રાતે આવી ના શકી એટલે આજે સવારે વહેલી આવી ગઈ છું.. તમે રામજીભાઈ ને ના કહેતા બાકી એ અમારા જેવા ગરીબ નું કામ બીજા ને આપી દેશે.. માફ કરી દીધી ને ચાલો બોલો શું ખાવાનું..ચા, કોફી, થેપલા,ખાખરા કે પાછી ઢોકણાં કે???
ત્યાં જ ધ્રુવ વાત કાપતા બોલે છે..કાકી કંઈ પણ ચાલશે બસ ઝડપથી કરીને તમે જતાં રહો.. ને ચિંતા ના કરો અમે રામજીકાકા ને કંઈ નથી કહેવાના.. ઠીક છે..
બધા ફ્રેશ થઇ નાસ્તો કરી બેઠા છે. ત્યાં જ મીરાં ઉભી થઇ વિચારતી વિચારતી ગામ માં ચાલી જાય છે. અભિ અને ધ્રુવ તેની પાછળ જાય છે.વડલા પાસે જઈ જોર જોર થી તૃપ્તિ.. તૃપ્તિ... બોલે છે..
ધ્રુવ તો ગભરાઈ ને થોડો પાછળ ખસી જાય છે અને અભિ મીરાં ને રોકે છે.. હવા ના સુસવાતા સાથે તૃપ્તિ આવીને ઉભી રહે છે.. મીરાં અને તૃપ્તિ કંઈક વાત કરે છે.અભિ પણ ધ્રુવ સાથે દૂર ઉભો રહે છે બંને કંઈ જ બોલવાનું ટાળે છે..
મીરાં ને આમ આત્મા સાથે વાત કરતી જોઈ ધ્રુવ અને અભિ હેરાન થાય છે.. ત્યાં જ ધ્રુવ બોલે છે.. યાર આ શું ગપ્પા મારવા ઉભી છે એક તો એમ પણ ના કહેવાય કે ચાલ મીરાં!જો એવુ બોલી તો તૃપ્તિ મને જ ચાલતો કરી દેશે..
ત્યાં જ તૃપ્તિ અદ્રશ્ય થઇ જાય છે અને મીરાં બંનેની સાથે ઘર તરફ આવે છે.ઘર માં પ્રવેશતા જ ડેલા ના ચોક માં ડાબી બાજુ બેધ્યાન ધ્રુવ નો પગ જમીન માં અંદર ચાલ્યો જાય છે. દરેક વાત પર મસ્તી કરતો ધ્રુવ ગભરાઈ ને રોવા લાગે છે.
અભિ અને મીરાં મદદ કરી તેનો પગ તો બહાર કાઢે છે પણ તે ખાડા માંથી આવતી પીળી રોશની થી બધાને જિજ્ઞાશા જાગે છે.. અભિ હિંમત થી હાથ નાખી જુએ છે કંઈક અજીબ લાકડાની વસ્તુ દેખાઈ રહી છે..
બધા ઉત્સુકતા થી થોડી ખુદાઈ કરે છે તો અંતે એક દરવાજો દેખાય છે જેની અંદર થી પીળી રોશની આવી રહી છે.અને બહાર બે સોનાના સિક્કા છે જેના પર ધૂળ ચડેલી છે છતાં ચમકી રહ્યા છે..ત્યાં જ બેઠા બેઠા વિચારે છે..
ત્યાં જ મીરાં બોલી અભિ તું તારા પાપા ને ફોન કર.. એમને કહે કે અહીં આવુ થયું છે એટલે એ ચોક્કસ કંઈક રસ્તો બતાવશે.
અભિ ફોન પર પાપા ને ચોકમાં મળેલા દરવાજા અને સિક્કા વિશે કહે છે.ઘડીક વાર માટે તો સામે થી કંઈ અવાજ જ નથી આવતો પછી તેના પાપા કહે છે.. જો અભિ મારાં દાદા મને ખજાના ની બહુ વાર્તા ઓ કહેતા અને હું પૂછતો કે આ ક્યાં મળશે તો ચૂપ રહેતા.. નક્કી તે ખજાનો શોધી કાઢ્યો છે પણ સંભાળ આના વિશે તમારા ત્રણ સિવાય ગામ માં કોઈ ને ખબર ના પડે.. હું આપણા જાણીતા રતિભાઈ સાથે વાત કરીશ તેઓ એન્જિનિયર છે તે આપણા ઘર વિશે જાણે છે વધુ તે આવીને કહેશે તો કોઈ ને ખબર ના પડે તે રીતે આપણું કામ થઇ જશે અને એમનો ભાગ પણ આપી દઈશું...આમ કહી ફોન રાખે છે.
બીજા જ દિવસે સવાર સવાર માં બારણું ખખડે છે.અભિ આવીને જુએ છે તો રતિભાઈ અને તેમના બે સાથી હતા.
અભિ રતિભાઈ અને તેમના સાથીઓ ને અંદર લઇ જાય છે.
અંકલ પાપા સાથે વાત તો થઇ જ ગઈ હશે.. તો તમારું શું કહેવું છે.??
અભિ આપણે ખોદકામ કરવું પડશે એ પણ ગામમાં કોઈ ને કાનો કાન ખબર ના પડે એવી રીતે.. વાત આપણા છ પૂરતી જ રહેવી જોઈએ. તમારા સિવાય ઘર માં કોઈ આવે જાય નહિ તેનું ધ્યાન રાખજો..
અંકલ બીજું તો કોઈ નહિ ક્યારેક રામજીકાકા આવે છે અને એક કાકી રસોઈ માટે આવે.. રસોઈ વારા કાકી સાથે હું વાત કરી લઈશ કે તેઓ અમારા માટે બસ ટિફિન બનાવી મોકલી દે..એમને પૈસા આપીશ એટલે એ માની જશે.એ બધું હું મારી રીતે સાચવી લઈશ..
અંકલ આ ખોદકામ થી ખજાનો મળશે જ તમને અને પાપા ને એવો વિશ્વાસ કેમ?
અભિ વીસ વર્ષ પહેલા જયારે હું નવો નવો એન્જિનિયર બન્યો હતો ત્યારે મેં અને આ મારાં સાથી એ જ આ મકાન નું નવીનીકરણ કરેલ. તે સમયે તારા દાદા એ આ ચોક ના ખોદવાની જીદ્દ કરેલી.. કેમ કે તારા પરદાદા ને આ ચોક પ્રત્યે બહુ લગાવ હતો તેઓ આખો દિવસ અહીંયા જ ખુરશી પર બેસતા.. તો અમે લાગણી ને માન આપી આ ચોક નું ખોદકામ કરવાનું માંડી વાળ્યું.. તો હવે તો નક્કી જ છે કે કંઈક તો છે જ..
ધ્રુવ અને મીરાં રસોડા પાસે ઉભી આ લોકો ની વાત સાંભળી રહ્યા છે. ત્યાં જ અભિ રતિભાઈ સાથે મીરાં અને ધ્રુવ ની ઓળખાણ કરાવે છે..
બધા ફ્રેશ થાય છે ત્યાં જ પેલા કાકી આવી નાસ્તો તૈયાર કરે છે. મીરાં અને અભિ રસોડા માં જઈ તેમની સાથે વાત કરે છે.. કાકી ટિફિન ની વાત માટે માની જાય છે. અભિ કાકી ને થોડા પૈસા આપે છે.
કાકી ના જતાં જ રતિભાઈ અને તેના સાથી ઓ ખોદકામ શરૂ કરે છે..સાંજ થતા બધા થાકી જાય છે અને ધ્રુવ ની બાજુ ના રૂમ માં આરામ માટે ચાલ્યા જાય છે..
*******************************************
શું છે ખજાના નું રહસ્ય ???
શું આ ખજાનો તૃપ્તિ નો છે ???
અભિ ધ્રુવ અને મીરાં માં લાલચ જાગી છે ???
****વધુ આવતા અંકે****