Manasvi - 8 in Gujarati Fiction Stories by Divya Jadav books and stories PDF | મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૮

Featured Books
Categories
Share

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૮

શાહી સિતારો એકાએક આગ ના ગોળાની જેમ ગરમ થઈ ગયો.અને તેનાથી મોક્ષ નો હાથ દાઝી ગયો અને મોક્ષના હાથ માંથી સિતારો નીચે પડી ગયો.આવું કેમ થયું? મોક્ષ સુગંધા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. અને દર્દ થી કણસતો હતો.

"સુગંધા, આ સિતારો આટલો બધો કેમ ગરમ થયો?પહેલા તો હું એની ગરમી સહન કરી શકતો હતો.પણ આજે જાણે મે કોઈ ધગધગતા અંગારા ને હાથમાં પકડ્યો હોય.એવું લાગ્યું."મોક્ષ પોતાનો દાઝેલો હાથ સુગંધાને બતાવતા બોલ્યો.

"કારણ ,કદાચ આજે સિતારો મનસના દુશ્મનોને પોતાનું રોન્દ્ર રૂપ બતાવા માંગતો હોય.કેમ કે મનસની સાથે આ સિતારો પણ પોતાને બચાવવા માંગે છે.જો આ સિતારો નષ્ટ થશે તો. મનસનું અસ્તિત્વ જ નહિ રહે.અને જ્યાં સુધી મનસ મુસીબતોથી ઘેરાયેલ છે.ત્યાં સુધી શાહી સિતારો મનસની દુનિયામાં નહિ પ્રવેશી શકે. એટલે જ મનસના દુશ્મનો આ સિતારાને નષ્ટ કરવા માંગે છે.


એટલેજ તે એ આટલો ગરમ રહે છે.જેથી મનસના દુશ્મનો આ સિતારાને એની મરજી વિરૂધ્ધ અડકીના શકે." સુગંધાએ શાહી સિતારાને નીચે થી ઉપાડી પોતાના હાથમાં લેતા બોલી.

"એક સિતારો પોતાને બચાવવા માટે ? વિચિત્ર વાત કહેવાય.પરંતુ એનો સ્પર્શ મોક્ષ કેમ કરી શકે છે." રોમી માથા પર હાથ ફેરવતા બબળયો.

"કેમકે,મોક્ષ અને તમે બધાય તેના શત્રુ નથી.પણ તમે બધા મળીને, મનસને બચાવા માટે અમારી મદદ કરી રહ્યા છો. "

" સુગંધા એક વાતનો જવાબ આપ.આ બધા રહસ્યોને જાણવા માટે અમારે હવે આગળ શું કરવું?.અમારું માર્ગ દર્શન કોણ કરશે?.તું કઈ બોલી શકવાની નથી તો અમને કઈ રીતે ખબર પડશે અમારે કઈ દિશા માં જવું?."શ્યામ સુગંધાને પૂછી રહ્યો હતો.

ત્યાં એક ભયાનક આવજ સંભળાયો. એ
આવજ કાનના પડદા ફાળી નાખે એટલો બધો તેજ હતો.એ ભેદી આવજ થી ગુફામાં પથ્થરો પણ હચમચી ગયા.જાણે હમણાં ગુફાં પડી જશે. ડરના મારે બધા ચીસો પાડવા લાગ્યા.આ બધું શું થઈ રહ્યું હતું. એ સમજની બહારની વાત લાગતી હતી. એ ભેદી આવજ શેનો હતો.? આ પ્રશ્ન બધાના ચહેરા પરથી સાફ સાફ દેખાઈ રહ્યો હતો. બધા સુગંધા તરફ જોઈ રહ્યા.

"તમે કોઈ ડરો નહિ.આ આવજ જ તમારા રહસ્યોની પહેલી કળી છે. રહી વાત તમારા માર્ગ- દર્શનની તો એ કામ આ શાહી સિતારો કરશે. જ્યારે આ સિતારા માંથી ગુલાબી પ્રકાશ નીકળે.ત્યારે સમજજો કે તમે તમારી ખુટતી કળીની આસપાસ છો. હું તમારી એક મદદ કરી શકીશ."

"શું" નકુલ બોલ્યો

" ઉપર જુઓ"કહેતા સુગંધાએ શાહી સિતારાને ફરી હવામાં ઉછાળ્યો. અને પોતાનો હાથ લાંબો કર્યો.અને પહેલી આંગળી ગોળ,ગોળ ફેરવવા લાગી. જોત જોતામાં એ સિતારા માંથી.રંગબેરંગી પ્રકાશ નીકળ્યો.એ પ્રકાશના કિરણો આમતેમ ફરવા લાગ્યા. થોડીવાર પછી એ કિરણો માંથી એક નકશો બનતો હોય એવો આભાસ થયો. તેમાંથી સુવર્ણ પત્ર નીકળ્યું. સુવર્ણ પત્ર જેવું બહાર પ્રગટ થતા ની સાથે


શાહી સિતારો ફરી પોતાની સ્થિતિમાં આવી ગયો.

"આ કોઈ નકશો હોય તેવું લાગી રહ્યું છે." શ્યામ સુવર્ણ પત્રને એકીટશે જોતા બોલ્યો.

" એ નકશો છે.એની મદદ થી તમે એ રહસ્યોનો ઉકેલ મેળવી શકશો. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખજો.કે અહીંથી આગળની દુનિયા માયાવી અને છેતરામણી છે. જે દેખાશે તે હશે નહિ.અને જે નથી દેખાતું તે હશે. આ માયાવી દુનિયા ભુલભુલામણી પણ છે.એટલે સાવધાનીથી આગળ વધજો."

એક પથ્થરની મોટી શીલા ઉપર બધા મિત્રો ગોઠવાયા.વચ્ચે નકશો રાખ્યો. શાહી સિતારો હવામાં તરી રહ્યો હતો. તેમનામાંથી નીકળતી રોશની નકશા ઉપર પડી રહી હતી. રોશનીના અંજવાળાંમાં સુવર્ણ પત્ર વધારે ચળકાટ મારી રહ્યું હતું. સુગંધા નકશાને નીરખી રહી હતી.

"આ નકશામાં તો અહીંથી ડાબી બાજુની દિશા તરફ
રસ્તો બતાવે છે." સુગંધા નકશાને જોતા બોલી રહી હતી.

" અહીંથી ડાબી બાજુ,હમમ....પરંતુ અહિથીતો કોઈ રસ્તો નથી દેખાય રહ્યો. " રોમીએ ચારે બાજુ નજર ફેરવતા કહ્યું.

"નકશા મુજબ અહી આ મોટી શીલા બાજુ રસ્તો હોવો જોઈએ."નકુલ એક મોટી શીલા ઉપર હાથ મૂકતા બોલ્યો .

" નકુલ તારો અંદાજો બિલકુલ સાચો છે.આપણને આ શીલા ની પાછળ રસ્તો મળશે."શ્યામ નકશાને બારીકાઈથી જોતા બોલ્યો.

" આવડામોટા પથ્થરને કેમ ખસેડવો."ઋચીએ ચિંતા વ્યક્ત કરી.

" શાહી સિતારો,એ પથ્થર પર મૂકી દે."સુગંધા એ , મોક્ષને શાહી સિતારો આપતા કહ્યું.

મોક્ષ સુગંધાના હાથ માંથી શાહી સિતારો લાઈને પત્થરની શીલા ઉપર મૂક્યો. પથ્થર પર સિતારો મુકતાની સાથે જ સિતારો ગોળ ગોળ ફરવા લાગ્યો.સિતારો જેમ જેમ ફરી રહ્યો હતો.તેમ તેમ તે શીલાના ટુકડા થતા જતા હતા.જોત જોતા માં એ શીલા નો પત્થર તૂટીને ચૂરચૂર થઈ ગયો.શીલા તૂટતાં શાહી સિતારો ફરી હવામાં તરવા લાગ્યો. બધા ખુશીથી જુમી ઉઠ્યા.શીલાની પાછળ રસ્તો હતો.

"મોક્ષ, જો શાહી સિતારા માંથી ગુલાબી કિરણ નીકળીને અહી અંદર બાજુ જઈ રહી છે. આપણે પણ તેની પાછળ જઈએ.શું ખબર કદાચ એ ભેદી આવજ ત્યાંથી જ આવી રહ્યો હોય.શ્યામે મોક્ષનું ધ્યાન દોરતાં કહ્યું.

"નેકી ઓર પુછ પુછ. હાલો,"મોક્ષ બોલ્યો.

બધા એક પછી એક એ પ્રવેશદ્વાર માંથી પસાર થયા. સુગંધા એમાં પ્રવેશ કરી નહોતી શકતી.એ ત્યાજ ઊભી હતી.સુગંધાએ મોક્ષને બૂમ મારી.

"ઉભો રે!!મોક્ષ,હું તમારી સાથે નહિ આવી સકું."

સુગંધનો આવજ સાંભળી મોક્ષે પાછું ફરીને જોયું તો સુગંધા બહાર ઊભી હતી. મોક્ષ અને તેના મિત્રો આશ્ચર્ય પામ્યા.

"કેમ,શું થયું?" રુચિ સુગંધાની નજીક જતાં બોલી.

"ગુરુ પદમના શ્રાપના કારણે હું આ માયાવી ગુફામાં પ્રવેશી નહિ સકું.અહી થી આગળ તમારે એકલા જવું પડશે. આ શાહી સિતારો તમારી મદદ કરશે."સુગંધાએ રડતા રડતા કહ્યું.

મોક્ષ અને તેના મિત્રો સુગંધાને વિદાય દઈ
આગળ વધ્યા. થોડે દૂર જતા ફરી એ ભેદી આવજ સંભળાયો. આ વખતે એ આવજ થોડો સ્પષ્ટ રીતે આવ્યો.કોઈ તેને અહી થી ચાલ્યા જવાનું કહી રહ્યું હતું.

"કોણ છે.?"મોક્ષે સામી ત્રાડ પાડી.પરંતુ સામેથી કોઈ જવાબ ન આવ્યો.

"કોણ હશે? કોઈ જવાબ પણ નથી આપતું."રોમી બોલ્યો.

" ગાઇસ.અહી તો ખુબ વિચિત્ર ચિત્રો દોરેલાં છે જુઓ . કેના હશે આ ચિત્રો? મને તો લાગે છે.આ કોઈ છોકરી ના ચિત્રો છે." નકુલ બારીકાઇ થી સંશોધન કરતા બોલ્યો.

"તને સાલા બધામાં છોકરીઓ જ દેખાય." શ્યામે નકુલ ના માથામાં ટપલી મારતાં કહું.

" ખરેખર એ છોકરીનું જ ચિત્ર છે.અહીંયા આવો.જો અહી બીજું પણ ચિત્ર છે.કોઈ આ છોકરી કઈક ઈશારો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે." મોક્ષ બધાને ચિત્ર બતાવતા બોલ્યો.



"તે મનાત્વી તો નઈ હોય ને.." પૂજા એ જીભ ખોલી.

" રાઈટ,પૂજા આ મનસ્વી જ હોવી જોઈએ."શ્યામે પૂજાનો સાથ પુરાવતા કહ્યું.

"મને તો કોઈ જાદુગરની હોય એવું લાગી રહ્યું છે. " રુચિ બોલી.

"હા,એ જાદુગરની તારા મોક્ષને તરી પાસે થી દુર લઇ જાશે.હા..હા..હા.." નકુલ રુચિને ચીડવતા હસવા લાગ્યો.

"સાલા બબૂચક ,કોઈની હિંમત નથી.કે મારા મોક્ષ ને મારી પાસે થી છીનવી શકે સમજ્યો."રુચિ ગુસ્સામાં નકુલ ની બોચી પકડતા બોલી.

"તમે બંને લડવાનું બંદ કરો.અને અહી આવો.હું કઈક બતાવું. "શ્યામ બોલ્યો.

"શું છે ત્યાં.." મોક્ષે શ્યામની નજીક જતાં કહ્યું.


અરે !!!! આ... શું છે... સામેનું દ્ર્શ્ય જોતા બધાની આંખો પહોળી થઇ ગઈ.