Mosam no pelo varsad in Gujarati Short Stories by JAI books and stories PDF | મોસમ નો પેલો વરસાદ

The Author
Featured Books
Categories
Share

મોસમ નો પેલો વરસાદ

અવારે વરસાદ ઢેબરિયો પ્રસાદ,
ઉની ઉની રોટલી ને કરેલા નું શાક.
કેટલું મધુર લાગ તુ આ ગીત જ્યારે બાળપણ મા આપણે સવા ગતા. હા, આપણે બધાજ એક સાથે આખી શેરીમા કિલોલ કરતા. જેવો વરસાદ ચાલુ થયો નથી ને બધાજ બાળકો શેરીમાં આવી પોહચતા. શું દિવસો હતા ? ચાલુ વરસાદમાં આપણે કેટ કેટલી રમતો રમતા. જ્યારે શેરીની છેલ્લે ભરાતું પાણી ને એમાં જે નાનું હોઈ એને આપણે ડૂબાડવા હાથ પગ પકડી તે પાણીમા નાખતા. શું અદભુત દિવસો હતા ત્યાર ના?
એટલું બોલતાં બોલતાં બારીની બહાર વરસતા વરસાદને કેવલ અને સ્મિતા એના બાળપણના તે દિવસોને યાદ કરી લે છે.
" ના, કેવલ ત્યારના નહિ આજે પણ દિવસો એજ છે બસ આપણી પાસે તે સમય કદાચ નથી રહીયો.જીંદગીની ભાગદોડમાં આપણે આગળ નીકળી ગયા છીએ કાતો સમય પાછળ રહી ગયો છે". સાચું કહે છે તુ સ્મિતા. એક વાત કહું કેવલ," આમાનોમ આપણે ક્યારે પ્રાયમરીમાંથી કૉલેજ ને ત્યાંથી ક્યારે એક થઈ ગયા એની ખબરજ નથી પડી."
બાળપણમાં સાથે રમવાથી સારું કરી સાથે ભણવા સુધીની આખી સફર ક્યારે પુરી થઈ ગઈ કઈ ખબરજના રહી. હા, સ્મિતા પાછળ વરી જ્યારે જોયે તો એવું લાગે જાણે કાલનીજ વાત હોઈ" જેમ હમણાં સાજ માંથી સવારના થઈ હોઈ એવું લાગે. કોણ જાણે સમય જલદી નીકળી ગયો કે આપણે જલદી કરી એજ નથી સમજાતું...,.........
અરે યાર શું તું પણ સાવ જૂની યાદોમાં ખોવાય ગયો. એમ કહી સ્મિતા, કેવલનો હાથ પકડી ઘરની બહાર વરસતા વરસાદમાં નાહવા ખેંચે છે. કેવલ થોડી વાર દરવાજા પાસેજ ઊભો રહી વરસતા વરસાદ ને જોયા કરે છે. ફરી, સ્મિતા, કેવલનો હાથ પકડી તેને નાહવા બોલાવે છે. કેવળ ખેચાઇને વરસતા વરસાદમા નાહવા ચલિયો જાય છે. એજ બચપણની યાદો સાથે જીવવા માટે તે શેરીની બહાર નાના બાળકો સાથે બને નાહવા લાગે છે. કેટલો આનંદ પ્રેમ ઉભરાઈ છે. નાના બાળકો સાથે રમત રમતા બને ને જોઈ આસપાસ વાર પણ આનદ થાય કે મોસમનો પહેલો વરસાદ ગમે તેને નાના બાળક બનાવીદે છે. પછી તે ભલે યુવા હોઈ કે વાયો વૃદ્ધિ કેમ ના હોઈ વરસાદમા નહાવું એપણ એક લહાવો છે જિંદગી નો.
વરસતા વરસાદમાં કયારે કેટલો સમય પસાર થઈ ગયો કઈ ખ્યલાજના રહીયો. ચાલ સ્મિતા હવે જલદી ઘરે આપણે કદાચ એકાદ કલાકથી ઘરની બહાર શેરીમાં છીએ. એટલું કહી કેવલ, ઘર તરફ જવા વરિયો. એની પાછળ સ્મિતા પણ ઘર જવા માટે વરી. ત્યાં તો શેરીના ટાબરિયાઓ ભેગા થઈ બંનેને કાદવ વાર પાણીથી ભરી દીધા. બસ, કેવળ જો આજ મજા લેવાની બાકી હતી તે પણ મળી ગાય. હા, તારી વાત સાચી છે. પણ હવે બાળકો આપણે ફરી પાછા એમાં નવડાવે તે પેલા આપણે ઘરે પોહચી જયે.
ઘરમા પ્રેવશ તાજ બંનેને યાદ અવિયું કે ઘરમા આવા ભીના કપડે જાસુ તો આખું ઘર પાછું સાફ કરવું પડશે પણ તેવો જે બચપણનો જે આનંદ અને જે યાદો એને તાજી કરી તી એમાં એપણ એક ભાગ સમજી બને ઘરમા ભીના કપડામાં જાયને ફરી બારીની બહાર રમતા બાળકો ને જોઈ એમની યાદ તાજી કરે છે.
સ્મિતા, વરસાદ ગમે તેટલા પડે પણ પેહલા વરસાદ જેવી મજા નો આવે. એટલેજ આપણે તેની આખું વર્ષ રાહ જોઈએ છીએ. પછી ભલેને ગમે એટલા વરસાદ કેમ નથાય પણ પેલો વરસાદની માજજઅલગ હોઈ છે. સાચી વાત તારી કેવલ, એને માણવો એપણ એક લાહવો છે જિંદગીનો....! ચાલ હવે, જલદી મસ્ત કડક ચા બનાવ.