Ascent Descent - 66 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 66

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 66

પ્રકરણ - ૬૬

મલ્હારે પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું, " મેં ત્યાં ક્લબ હાઉસના એ માણસને કહ્યું કે આવું કોઈને બધાં સામે લાવવામાં મોકો શેનો?" મને કંઈ સમજાયું નહોતું.

એમાનાં સ્ટાફનાં એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ તમે પોલિટિક્સમાં ન ચાલો. તમે સમજ્યા નહીં. આ વ્યક્તિ બહું મોટો માણસ છે. ઘણાં સમય બાદ આજે અહીં આવ્યો છે. એ વ્યક્તિ અહીં આવે એનો મતલબ અહીં કંઈ તો સારું છે. અને મિડીયાવાળા અહીં આવીને એનું શુટિંગ કરે એમાં અમારાં કલ્બ હાઉસનું નામ તો આવે જ. સાથે જ અહીનું બધું સુંદર ઈન્ટિરિયર દેખાશે પણ ખરું. એટલે અમારાં કલ્બ હાઉસનું નામ પણ લોકોને વધારે ખબર પડે."

મેં સહેજ હસીને કહ્યું કે તમારે ફેમ જ જોઈએ છે તો આપો ને ન્યુઝચેનલમા, એડ પર કે રેડિયો પર...આવું શું કામ?

 

એમણે કહ્યું કે એનાં ઢગલાબંધ રુપિયા આપવા એનાં કરતાં અહીં આ વ્યક્તિ માટે તો મિડીયાવાળા એમ જ આવી જશે પોતાની ટીઆરપી માટે.... એક રૂપિયો પણ થશે નહીં...

 

તો મેં કહ્યું હતું કે તો પછી તમને તમારાં ક્લાયન્ટ ફરીવાર આવશે કે નહીં કે એમની સાથે સારાં સંબંધો ટકાવી રાખવાની પડી નથી બસ ફેમસ થવાની જ ચિંતા છે. તો બીજી વાર આવતાં પહેલાં વિચારવું પડે. એનાં કરતાં કોઈ નાની જગ્યાએ જવું સારું. સંબંધોની તો કિંમત કરે. કહીને હું ત્યાંથી નીકળીને મિસ્ટર આર્યન પાસે આવી ગયો.

 

મારી આ વાત સાંભળીને અંદર થોડી હલચલ શરું થઈ. પછી એ લોકોએ કંઈ અંદરોઅંદર વાતચીત કરી પછી અંદરથી એનો માલિક આવ્યો એણે આવીને વાત વાળી લેતાં મને કહ્યું, "સાહેબ અરે આ તો સ્ટાફને ખબર ન હોય એટલે...સંબંધો સાચવવાના જ હોય ને. તમે ત્યારે આવજો. હું હમણાં જ મિડીયાવાળાને કહી દઉં છું...કે એ લોકો ન આવે."

 

મને એની વાત પર બહું ભરોસો ન આવ્યો એટલે મેં કંઈ થાય એ પહેલાં જ સ્ટાફની મદદથી મિસ્ટર આર્યનને પકડીને ગાડી સુધી લાવીને મારી ગાડીમાં બેસાડી દીધા. મને એમનાં ઘરની તો ખબર નહોતી. સાથે જ એ કદાચ એડ્રેસ કહી શકે એવી સ્થિતિમાં પણ નહોતાં. મને વાત થોડી વિચિત્ર લાગતાં હું એમને મારાં ઘરે સીધા લઈ જવાને બદલે મારાં જુના બંગલા પર લઈ ગયો. જ્યાં તમે લોકો રહેતાં હતાં. ત્યાં પહોંચાડીને એમને સુવાડી દીધાં. એમણે મને પૂછયું પણ ખરાં કે હું ક્યાં છું પણ મેં એ હજુ પણ નશાની હાલતમાં હોવાથી એમને થોડું સમજાવીને સુવાડી દીધાં. હું પણ ત્યાં જ સૂઈ ગયો.

 

સવારે ઉઠીને એમને ભાન આવ્યું એમણે નવી જગ્યાએ અને મને એ બેડ પર બાજુમાં સૂતેલો જોયો. એટલામાં જ મારી ઉઘ ખૂલી હું બેઠો થયો. એમણે પોતે અહીં કેવી રીતે પહોંચ્યા એ માટે વાત કરતાં પછી મેં એમને રાતની એમની સ્થિતિની વાત કરી. જો એ આ બધું ફક્ત નશાને કારણે બોલ્યાં હોત તો કંઈ અસર ન થાત પણ આ સાંભળીને એમને એ સમયે પણ એમની આંખોમાંથી આસું આવી રહ્યા હતાં મતલબ આમાં સત્ય તે છે એ મને સમજાયું. પણ એમનાં જે વાક્યો સાંભળ્યા હતાં એ પરથી મેં એવું માન્યું હતું કે કદાચ એમની દીકરી કમોતે મૃત્યુ પામી હશે એટલે એ મુક્તિ આપવાની વાત કરી રહ્યાં છે. પણ પછી એમાં પણ કંઈ તથ્ય લાગતાં સત્ય જાણવા મેં એમને બધું પૂછ્યું.

 

પહેલાં તો એ કંઈ બોલ્યાં નહીં કદાચ આવી વાત કોઈ પણ કોઈને સહજતાથી અને એ પણ અજાણ્યા વ્યકિતને ન જ કરી શકે. પછી મેં એમને મારી ઓળખ આપી એ મને થોડીવાર જોઈ રહ્યાં પછી થોડીવાર પછી એમણે આ બધી જ વાત મને કરી. હું પોતે થોડીવાર હેબતાઈ ગયો કે આ વ્યક્તિના જીવનમાં ખરેખર આવું બધું બની ગયું હશે. પછી એમણે એમની તને પાછી લાવવાની ઈચ્છા કહી. પહેલાં તો મને કંઈ સૂઝ્યું નહીં કે શું કરવું. મેં વિચાર્યુ કે તમારે એક બે વાર જઈને સમજાવીને તને ઘરે લઈ આવી જોઈએ. પણ એમનો વિચાર બહું મોટો હતો. ને પછી આ બધું વિચારતાં મને એક વિચાર ઝબક્યો કે એમની વાત પણ કંઈ ખોટી નથી શું બધાં જ માટે આવું ન થઈ શકે?

 

ને પછી તો મગજ કામે લાગી ગયું. બહું દીર્ધદષ્ટિથી વિચારવાનું હતું. જેટલું બોલીએ એટલું સરળ પણ નહોતું. બજેટ પણ આના માટે બહું મોટું જોઈએ. સાથે જ એક બે વ્યક્તિ કંઈ ન કરી શકે કારણ કે અને રોકવાવાળા અને કામને જડમૂળથી બંધ કરાવનાર પણ લોકો એવાં જ સામે અડીખમ લોકો હશે એ પણ ખબર હતી. આખરે અમૂક લોકોની ટીમ બનાવવાનું નક્કી કર્યું. આખી યોજના બનાવી. એ ટીમમાં અમે એ જ રીતે બધું નક્કી કર્યું કે કેટલાક વિશ્વાસુ લોકો સામેલ થાય અને કેટલાક આ કામ કરનારા લોકો જ મિશનમાં આવે. એ માટે અમે ખરેખર રીતે એ લોકો પાસે ખાસ સમાચાર મોકલાવ્યાં. અને એ મુજબ જ થયું."

 

"મને એ સમજાયું નહીં કે આવા કામ કરનારને કેમ શામેલ કર્યાં તે? એ લોકો પ્લાન સફળ થોડો થવા દે?"

 

"એ તારી વાત બરાબર છે પણ અમને માહિતી મુજબ ખબર હતી કે એ લોકો આ બધાં કામો કરે છે પણ ક્યા કઈ રીતે અને શું શું કામ કરે છે એ ખબર નહોતી. એ જ અમારે જાણવાનું હતું. એવું પણ બન્યું કે એવાં કેટલાક લોકો નીકળ્યાં કે જેને અમે વિશ્વાસુ માનીને અમારાં મિશનમાં સામેથી લીધાં હતાં એ લોકો જ મોટાં ગુનેગાર નીકળ્યાં. બસ પછી તો મિશન શરૂ થયું એમાં મિસ્ટર આર્યન ચકવર્તી એનાં સ્થાપક કે એનું હ્રદય કહી શકાય એમ છે. પણ એમને એ જ રીતે એન્ટ્રી કરાવી જે રીતે બાકીના બધાં આવ્યા હતાં જેથી કોઈને આ વાતની શંકા ન થાય.

 

આ પ્લાનની સંપૂર્ણ માહિતી ફક્ત અમને બંનેને જ ખબર છે. આ પ્લાન આટલે સુધી પહોચાડવામાં સૌથી મોટો સાથ હોય તો મિસ્ટર આર્યન એટલે કે તારા પિતા. એમણે હજુ સુધી નવી શરું થયેલી ચાર સ્ત્રીઓ માટેની સંસ્થાઓ અને સાથે એને ચલાવવાની બધી જ જવાબદારી લીધી છે. એ ના હોત તો કદાચ આવું કંઈ શક્ય જ ન બનત. એ ધારત તો ફક્ત તને જ એમની તાકાતથી લાવી શકત... પણ એમણે બધાનું સારું કરવાની એક વિચારથી કદાચ એમનાં જે તમને લોકોને તરછોડી દેવાના પાપને કદાચ આ પ્રશ્ચાતાપથી ક્યારનું ધોઈ દીધું છે."

 

" તો તું આ બધું મિશન સંભાળી રહ્યો છે મલ્હાર?"

 

" એ હું નહીં ફક્ત કર્તવ્ય મહેતા સંભાળે છે."

 

" તો તું શું કરે છે આમાં? હવે એમાં કર્તવ્ય મહેતા પાછાં ક્યાંથી આવ્યાં?"

 

"હું ફક્ત આધ્યા અને એનાં પિતાને કામ કરાવવાનું કામ કરી રહ્યો હતો."

 

"તો તું ખરેખર કોણ છે? મને કંઈ સમજાતુ નથી." આધ્યા હવે મૂઝવણમાં બોલી.

 

"મતલબ મલ્હાર ફક્ત એક કાલ્પનિક પાત્ર છે જે તને અને તારાં પિતાને મળાવવા માટેનું કામ કરી રહ્યો હતો. પણ તારે કર

્તવ્ય મહેતાને મળવું છે ને?"

 

આધ્યા મનમાં અટવાતી કંઈ વિચારતી બોલી, " હા... પણ હવે કોઈ જ રાહ નહીં... જે પણ હોય જલ્દી ફક્ત હું ત્રણ ગણીશ. તારે એમને બોલાવવા હોય તો બોલાવી દે બહું રાહ જોવડાવી દીધી. અને તું ખરેખર કોણ છે? " કહીને આધ્યાએ જોરથી મલ્હારનો કાન ખેંચ્યો. એ સાથે જ મલ્હાર બોલ્યો, " ઓય મારી મા.... હું પોતે જ છું કર્તવ્ય મહેતા....! " આ સાંભળતા જ આધ્યા સ્તબ્ધ થઈ ગઈ.... એનાં પગ જાણે થંભી ગયાં. એ થોડીવાર કંઈ બોલી ન શકી પછી આધ્યાને હચમચાવીને કહ્યું , " શું થયું? કર્તવ્ય ન ગમ્યો? કે હજુય વિશ્વાસ નથી કે હું કર્તવ્ય મહેતા છું " એમ કહીને એણે પોતાનાં વોલેટમાંથી પોતાનું આઈડી કાર્ડ ને બતાવ્યું. પછી બોલ્યો, " આવી ગયો ને હવે વિશ્વાસ...? "

 

આધ્યા થોડીવાર પછી બોલી, " હમમમ..." પણ એ સાથે જ એની આંખોમાથી આસું આવી ગયાં...એ જોઈને મિસ્ટર આર્યન અને કર્તવ્ય બને ચિતામાં આવી ગયાં.

 

કર્તવ્ય એ શાંતિથી કહ્યું, " શું થયું આધ્યા? મને એમ કે તું આ સાંભળીને ખુશ થઈ જઈશ કારણ કે મને લાગતું હતું કે તને તો એ મારા કરતાં વધારે ગમી ગયો છે." કહીને એ થોડું હસ્યો.

 

આધ્યાએ કર્તવ્યના બે હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, " તો હવે મલ્હારને હંમેશા માટે ગુમાવી દઈશ? કારણ કે મલ્હાર તો મારાં દિલની એકદમ નજીક હતો... પણ કર્તવ્ય મહેતા તો બહું મોટો માણસ છે હું એનાં વિશે તો વિચારી જ શકું! પ્લીઝ તું મને છોડી દે! અહીંથી નીકળી જા..." આધ્યાએ આવું કહેતાં જ કર્તવ્ય અને મિસ્ટર આર્યન ચોકીને જગ્યા પરથી ઉભા થઈ ગયાં...!

શું કરશે હવે આધ્યા? કર્તવ્ય આધ્યાને અપનાવશે? કે આ બધું ફક્ત એને એનાં પિતાને મળાવવા માટે હશે? આધ્યાનું જીવન હવે બદલાશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૭