Ascent Descent - 60 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 60

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 60

પ્રકરણ - ૬૦

કર્તવ્ય પોતાની ગાડીમાં બેઠો ત્યાં અચાનક જ એને મગજમાં ઝબકારો થયો. કંઈ ભયનાં એધાણ આવવા લાગ્યાં ત્યાં જ એને ઉત્સવને ફોન કર્યો. એ પણ ઝડપથી ગાડી ભગાવતો જવા લાગ્યો. પણ આજે કદાચ એ થોડું અંતર પણ માઈલો દૂર હોય એવું લાગી રહ્યું છે. એણે શક્ય તેટલી ઝડપથી ગાડી હંકારવાની કોશિષ ત્યાં જ એક ટ્રાફિક સિગ્નલ પાસે ગાડી નાછુટકે થંભી ગઈ. શહેરનાં આ મધ્ય વિસ્તારના ભરચક ટ્રાફિકમાંથી હવે આગળ વધવું તો દૂર પણ પાછાં ફરવું પણ શક્ય નથી. એને મનોમન ગુસ્સો આવવા લાગ્યો સાથે જ કોઈ ચિંતા એના મનને સતત કોરી ખાઈ રહી છે. એણે એક નંબર પર ફોન લગાડ્યો પણ કોઈએ ફોન ન ઉપાડ્યો એ સાથે જ એનાં ધબકારા પણ વધી ગયાં છે.

આખરે લગભગ વીસ મિનિટ પછી ટ્રાફિક ક્લીયર થતાં એણે ગાડી હભગાવી પણ એ કોઈ જગ્યાએ પહોંચે એ પહેલાં જ ઉત્સવનો ફોન આવ્યો "ભાઈ... ભાઈ... આ શું થઈ ગયું? આપણાંથી આ ભુલ કેવી રીતે થઈ ગઈ? કોઈની જિંદગીને જોખમમાં મૂકી દીધી." ને થોડી વાતચીત પછી ફોન મુકતા જ કર્તવ્ય એ ગાડી ભગાવી અને જાણે એક મંઝીલ તરફ નીકળી ગયો...!

********

કર્તવ્ય એ બંગલા પાસે પહોંચ્યો. ઉત્સવ ગાડીનો અવાજ આવતાં જ બહાર દોડી આવ્યો. એ હાફળો ફાફળો બનીને બોલ્યો, " ભાઈ ,કર્તવ્ય મહેતાએ આવવામાં બહું મોડું કરી દીધું. અહીંથી આધ્યા અને સોના બંને ગાયબ છે.

" બીજા બંને? મીન્સ અકીલા અને નેન્સી?"

"એમને રૂમમાં બાંધીને બંધ કરી દીધાં હતાં મેં મહાપરાણે બંનને બહાર કાઢ્યાં. હું તો આ ખુલ્લાં બંગલામાંથી બહાર જ નીકળતો હતો તમને ફોન કરીને કે તરત જ અંદર મને કોઈનાં કણસવા જેવો અવાજ આવ્યો. રૂમ બહારથી બંધ હતો. મેં ખોલીને જોયું તો બંને બે ખુરશી સાથે દૂર દૂર બંધાયેલા હતાં સાથે જ એમનાં મોઢામાં કપડાનાં ટૂકડા પણ નાખેલા હોવાથી એ બોલી પણ ન શકે."

કર્તવ્ય : " એ બંનેને ખબર છે કે આધ્યા અને સોના ક્યાં છે? કોઈ આઈડિયા છે? એ બંને જ કેમ? ક્યાંક આધ્યા અને મલ્હાર કે પછી ઉત્સવ અને સોના? હમમમ... સમજાયું...હવે શું કરીશું? એક કામ કર... આ બંનેને આપણે પેલા સેન્ટર પર યોગ્ય રીતે મોકલી દઈએ... પછી કંઈ વિચારીએ.... પણ મને થાય છે કે આપણે આટલી મોટી ભૂલ કેમ કરી?

ચાલ હું મારી ગાડીમાં બેસુ છું. તું એ લોકોને બહાર બોલાવી લે. અને ઘરને લોક કરી દે."

 

એ મુજબ બધું કરીને ઉત્સવ અકીલા અને નેન્સીને ગાડીમાં બેસાડીને મૂકવા નીકળ્યો. નેન્સી ગભરાતાં બોલી, " સોનાદીદી અને આધ્યાદીદી મળશે તો ખરા ને? એ લોકો કોઈ કાળાં રંગનાં કપડામાં હતા બધાં જ સરખા જ લાગતાં હતાં એ લોકો બાંધીને ગયાં. પણ લોકો એ બંનેને જ કેમ સીધાં લઈ ગયા સમજાયું નહીં... શકીરાના માણસો હોય તો ચારેય ને લઈ જાય ને? ક્યાંક તમારાં કે મલ્હારભાઈનો કોઈ દુશ્મન હોય એવું બની શકે? કર્તવ્યભાઈને વાત કરો ને એ કંઈ કરી શકે તો...મલ્હારભાઈને ખબર છે આ વાતની?"

 

ઉત્સવ મૂઝાઈ ગયો છે. કદાચ આજ સુધી એનાં પર કોઈ એવી જવાબદારી આવી નહોતી અને થોડા જ દિવસમાં એક પછી એક અચાનક બધું એવું બની રહ્યું જેનાં વિશે કોઈ દિવસ એવું કંઈ વિચાર્યુ જ નહોતું.

 

ઉત્સવ : " તમે ચિંતા ન કરો. અમે કંઈ કરીએ છીએ. આધ્યા કે સોનાને કંઈ નહીં થવા દઈએ." થોડીવાર જાણે વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. કોઈ કંઈ બોલી ન શક્યું. એટલામાં જ ઉત્સવે એક જગ્યાએ ગાડી પાર્ક કરી અને અકીલા અને નેન્સી બંનેને અંદર લઈ ગયો. ઉત્સવને જોઈને તરત જ એ ભાઈ ઉભા થઈ ગયાં. ઉત્સવે સ્પષ્ટ ઓર્ડર આપતાં કહ્યું કે મારાં કે કર્તવ્યભાઈ સિવાય કોઈ પણ કહે તો પણ અહીં રહેલી કોઈ પણ છોકરીઓને ક્યાંય પણ મોકલશો નહી.

 

એ વ્યક્તિ ગભરાઈને બોલ્યો, " કેમ કંઈ થયું છે કે શું?"

 

"એ બધું આપને જણાવીશું." કહીને બંનેને ત્યાં યોગ્ય જગ્યાએ રાખવાનું કહીને ઉત્સવ નીકળી ગયો...!

********

કર્તવ્ય ક્યાં જવું શું કરવું એની મથામણમાં છે ત્યાં જ એક નવાં નંબર પરથી ફોન આવ્યો. એણે કહ્યું, " શું થયું? હવે તકલીફ થઈ કે નહીં?" હિંમત હોય તો ઉત્સવની સાથે આ જગ્યાએ પહોંચી જાય...કોઈ મલ્હારના નામની માળા જપી રહ્યું છે....એ છોકરી ખબર નહીં એને મલ્હાર અને કર્તવ્ય મહેતા પર પોતાની જાત કરતાં વધારે ભરોસો છે.... તો તારી ટીમ સાથે હાજર થઈશ કે પછી એકલો? ડિસીઝન તારાં હાથમાં છે..." ફોન મૂકાઈ ગયો.

એ સાથે જ ફરી બીજાં નંબર પરથી એડ્રેસનો મેસેજ આવ્યો. એણે કેટલીક જગ્યાએ ફટાફટ ગાડી ચલાવતા વાતચીત કરી. એણે રસ્તામાંથી સમર્થ, ઉત્સવ અને બીજાં એક વ્યક્તિને સાથે લીધો. એ શહેરથી દૂર આવેલી એ સૂમસામ જેવી જગ્યાએ પહોંચી ગયાં.

 

સમર્થ એકવાર બોલી ગયો, " કર્તવ્ય આપણે ઠીક તો કરી રહ્યાં છીએ ને? બે છોકરીઓ માટે આટલું મોટું જોખમ ખેડવાનું કારણ? "

 

કર્તવ્ય કે ઉત્સવ બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં....સમર્થને એ બંનેનું મૌન કદાચ અકળાવી રહ્યું છે એ જોઈને કર્તવ્ય બોલ્યો, " સમર્થ હું તને અત્યારે નહીં જણાવી શકું... તને આ તારાં દોસ્ત કે આ મિશન પર થોડો વિશ્વાસ હોય તો ચાલ બાકી કોઈ જ ફોર્સ નથી. આજે જે પણ થશે આર યા પાર થશે..."

 

સમર્થ સમજી ગયો કે કર્તવ્યને ખરેખર એની જરૂર છે એ ફક્ત બોલ્યો, " ચાલ તો લડી લઈશું... " એક નવાં જોમ સાથે ફરી એકવાર ગાડી એ રસ્તે ધૂળ ડમરીઓથી રગદોળાતી સાંકડી કેડીને વીધતી મિશન પર પહોચવા નીકળી ગઈ...!

**********

એક સૂમસામ ખંડેર જેવી દેખાતી જગ્યા જ્યાં જાણે ઠેર ઠેર જાળાં બાઝેલા, તો ક્યાય ગરોળીઓ ડોકાચિયા કરી રહી છે, તો તડકો પણ એ જગ્યામાં આવીને કોઈ મજા કરતો હોય એમ સંતાકૂકડી રમી રહ્યો છે. જગ્યા બહું મોટી છે અલબત્ત કોઈ મોટાં માણસની હશે... કોઈ ખાસ કામ માટે જ લેવાઈ હશે...એ જુના પુરાણા વિશાળ મકાનમાં એક જગ્યામાં બે છોકરીઓ બંધાયેલી છે. બે જણાને બાંધવાની સાથે આખો પર પણ પટ્ટી મારી દેવામાં આવી છે.

 

તો બહાર કેટલાક લોકોનો ઠઠ્ઠા મશ્કરી તો જાણે વાતોની મહેફિલ જામી હોય એમ હાસ્યની છોળો ઉછળી રહી છે. એક વ્યક્તિ બોલ્યો, " આજે તો એની છેલ્લી ઘડીઓ ગણાઈ જશે... પોતાની જાતને બહું સ્માર્ટ સમજે છે ને? જોઈએ શું કરે છે આજે?"

 

બીજો વ્યક્તિ એક સિગારેટનો કશું મારતો બોલ્યો, " અશ્વિન નામ છે મારું.... હું કોઈને છોડતો નથી...છોડું તો જીવવા જેવો રાખતો નથી....ક્યા કરે પુરાની આદત હે મેરી...મેરી ખુશીયા ઓર ચેન સબ ઉસને છીન લિયા હે...ઓર વો છોકરા ઉસે તો મે કુછ નહીં કરતા પર અબ ઉસને ભાઈ કા સાથ દેકર આપની જાન કો જોખિમ મે ડાલ દિયા હે...બાકી તો વો મેરે દોસ્ત કા બેટા મતલબ મેરે બેટે જૈસા હી હે....પર અબ ક્યા?"

 

"બાપ તો એસે ચલા ગયા ઉસકા સદમા અભી ખતમ નહીં હુઆ ઓર યે દૂસરા સદમા કેસે સહેગી માતા વર્ષારાની?" કહીને હસતો હસતો બીજો વ્યક્તિ એક કાચની બોટલમાંથી ગ્લાસ ભરીને એ માણસ ગટગટાવી ગયો.

 

એટલામાં જ એ વાર્તાલાપ ચાલું છે ત્યાં જ એક ગાડી આવીને ઉભી રહી.... એમાંથી એક જ વ્યક્તિ બહાર નીકળ્યો. એ જોઈને બધાં ઉભાં થઈ ગયાં...." તુમ અકેલે? કહા ગયે તુમ્હારે સાથી?"

 

" પહેલાં કહો આધ્યા અને સોના ક્યાં છે?"

"બહું દર્દ થાય છે ને મિસ્ટર મલ્હાર? હું ભૂલતો ન હોઉં તો એ જ નામ છે ને તારું?"

મલ્હાર : " આધ્યા ક્યાં છે? પહેલાં મને બતાવો."

"એક વેશ્યા માટે આટલીબધી સહાનુભૂતિ? તે પણ અમારું જેવું જ કર્યું ને આખરે? ખાલી પેટર્ન આધુનિક છે નહીં?"

મલ્હાર પોતાની જાતને માડ કન્ટ્રોલ કરીને બોલ્યો, " આજ પછી જો આવો શબ્દ બોલ્યાં છો તો? પહેલાં મને એને બતાવ પછી હિસાબ તો હું પણ કરી તારી સાથે..."

અશ્વિન મલ્હારને અંદર લઈ ગયો ત્યાં સામે બંધાયેલાં સોના અને આધ્યા દેખાયા. છેક અંદર બંને સુધી પહોચેલા મલ્હારના પગના અવાજ માત્રથી જ આધ્યા બોલી, " હવે મને કોઈ કંઈ નહીં કરી શકે... મલ્હાર આવી ગયો છે..."

નવાઈ પામતો અશ્વિન બોલ્યો, " વાહ રે! શું સુગંધ છે પ્રેમની...આ છોકરી તો તને ઓળખી ગઈ. પણ હવે અમને જિંદગીની શિખામણ આપતો તું એને ઘર સુધી પણ લઈ જઈશ ને?"

મલ્હાર શું જવાબ આપશે એ સાંભળવા બધાની આંખો થંભી ગઈ અને કાન જાણે સરવા થઈ ગયાં...!

મલ્હાર શું જવાબ આપશે? એ શું કરશે હવે? કર્તવ્ય અને ઉત્સવ લોકો ક્યાં હશે? આધ્યા અને સોના કેવી રીતે છૂટી શકશે? શું રચાશે બધાનું ભવિષ્ય? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૧