Ascent Descent - 59 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 59

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 59

પ્રકરણ - ૫૯

શકીરા હવે શું નિર્ણય કરશે એ માટે કર્તવ્ય અને ઉત્સવ રાહ જોવા લાગ્યાં. પછી એણે થોડીવારમાં જ એક નિર્ણય કરીને કહ્યું, " ઠીક હે મેં વહા પે જાને કે લિયે તૈયાર હુ... પર મેરા એક છોટા સા રિક્વેસ્ટ હે... ઉસ અશ્વિન કો મેં કહા હું કભી ભી પતા નહીં ચલના ચાહિયે.. મેં ઉસકી શકલ ભી નહીં દેખના ચાહતી..." કહીને નવી જગ્યાએ જવા માટે શકીરા ફટાફટ પોતાનો સામાન પેક કરવા લાગી.... કર્તવ્ય અને ઉત્સવ એની મન:સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા...!

થોડીવાર બધાં બહાર ઉભાં રહ્યાં એટલામાં તો મક્કમ રીતે તૈયાર થઈને શકીરા બહાર આવી ગઈ. કર્તવ્ય એ શકીરાનો બધો સામાન એની સાથે રહેલાં માણસોને ગાડીમાં મુકવા કહ્યું. શકીરા બોલી, " તુમ લોગ એક સ્ટેપ આગે સોચતે હો એસા લગતા હે. ક્યા કરતે હો?" કર્તવ્યની સામે જોઈને બોલી, " તેરે પે તો મુજે ઉસ દિન સે શક હો ગયા થા જબ...પર મેને સિરિયસલી નહીં લિયા...ઓર તેરા ડ્રામા ભી અચ્છા થા...પર મુજે ઉસ વક્ત અશ્વિન પે પૂરા ભરોસા થા. બાકી એસા કામ ડેરીગવાલો કા કામ હે , માન ગઈ તુજે..."

કર્તવ્ય : " ચલિયે આપ. મેરે અકેલે સે કુછ નહીં હોતા હે... સબ કા સાથ હે... બાકી તો મેરે અકેલે કે બસ મેં કુછ નહીં હે...હાર ભી જાતે હે એક મુકામ પર, પર એક દૂસરે કા હોસલા બનતે હે... ચલો અબ નીકલતે હે રાત જ્યાદા હો ગઈ હે." કહીને બંને શકીરાને મોકલીને પોતાના ઘરે જવા નીકળી ગયાં...!

**********

સવાર પડતાં જ આજે વહેલાં ઉઠીને કર્તવ્ય નીચે આવ્યો તો અંતરા નીચે તૈયાર થઈને આટા મારી રહી છે. એક જગ્યાએ સાઈડમાં એક થેલો ભરેલો એક સાઈડમાં પડેલો કર્તવ્યની ક્ષાતિર નજરમાં આવ્યો. એણે જોયું કે કદાચ કોઈ હજુ ઉઠ્યું નથી. એ ઝડપથી અંતરા પાસે ગયો. પણ અંતરાનું ધ્યાન નથી એનું મન કોઈ

ગડમથલમાં હોય એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. એકદમ પાછળ આવીને ઉભેલાં કર્તવ્યને જોઈને અંતરા ગભરાઈ ગઈ. જાણે એની કોઈ ચોરી પકડાઈ હોય એમ એને પરસેવો વળી ગયો છે.

 

કર્તવ્ય શાંતિથી બોલ્યો, " શું થયું કેમ આટલી ગભરાયેલી છે? આટલી વહેલાં અહીં શું કરે છે? "

 

"ભાઈ એ તો...હું...ઉઘ નહોતી આવતી તો..." અંતરા આગળ કંઈ બોલી ન શકી.

 

કર્તવ્ય : " ઉઘ ન આવતી હોય તો શાંતિથી ટીવી જો...રૂમમાં સોન્ગ સંભળાય ને? અને આ સામાન કોનો છે? ક્યાં જવું છે તારે? કેમ તને નથી ગમતું અહીં? સોરી, હું થોડો બધાં કામમાં અટવાયો છું તારી સાથે વાત કરવાનો પણ સમય નથી મલ્યો મને."

 

"એવું કંઈ નથી પણ મારાં કારણે તમે બધાં હેરાન થાવ છો એનાં કરતાં..."

 

કર્તવ્ય : " શું એનાં કરતાં...? અમે બધાં પાગલ છીએ કે તને તારો હક અપાવવા માટે લડીએ છીએ? તને આ તારાં ભાઈ પર વિશ્વાસ નથી?"

 

અંતરા રડતાં રડતાં બોલી, " એ વિશ્વાસને કારણે તો અહીં સુધી આવી છું... બાકી હવે આ દુનિયામાં તમે એક એવી વ્યક્તિ છો જેના પર હુ વિશ્વાસ કરી શકી છું.... પણ..."

 

"હા તો ચાલ... હવે રૂમમાં જા પાછી. ખબરદાર જા આવું કંઈ પણ ફરીવાર વિચારીશ તો તારાં ભાઈનાં સમ છે..." અંતરા કર્તવ્યના આ પોતીકાપણા સામે કંઈ જ બોલી ન શકી. એ ચુપચાપ થેલો લઈને પાછી ઉપર જતી રહી. આ બધું જ અજાણતાં જોઈ રહેલા દિપેનભાઈ અને શિલ્પાબેન કર્તવ્ય જેવો દીકરો મેળવીને જાણે પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા...!

***********

કર્તવ્ય ઓફિસે વહેલા પહોંચીને નવા મળેલાં ટેન્ડર માટેનું કામ કરવા લાગ્યો. બધાને યોગ્ય કામ સોંપવાનું નક્કી કરી દીધું. એટલામાં જ ઓફિસનો HR મેનેજર મન્થ એન્ડિંગ હોવાથી બધાની અટેન્ડન્સ શીટ સાથે હાજર થયો. બધું જોતાં એનું ધ્યાન ગયું કે મિસ્ટર અગ્રવાલ જે સિનિયર એક્ઝિક્યુટિવ છે એ ચાર દિવસથી ગેરહાજર છે. કર્તવ્ય આમ તો આવું કોઈનું જુએ તો ખાસ પુછે નહીં પણ આ નામ જોતાં એ તરત જ બોલ્યો, " મિસ્ટર અગ્રવાલ ગેરહાજર છે એમની તબિયત તો ઠીક છે? તમને કંઈ ખબર છે?"

"મને બહું આઈડિયા નથી. હું આપને માહિતી મેળવીને જણાવું. મને એમ કે કોઈ કારણસર ગેરહાજર હશે વળી એમની આગળની રજાઓ પણ પડેલી હોવાથી મેં બહું પૂછ્યું નથી." એમ કહીને થોડી નવા પ્રોજેક્ટ માટેની વાતચીત કરીને મેનેજર નીકળી ગયાં. એ પછી રાઘવ તરત જ અંદર આવવાની પરવાનગી માગીને બોલ્યો, " સાહેબ એકવાત કહું પણ આ અગ્રવાલ સાહેબનું કામકાજ બદલાઈ ગયું હોય એવું લાગે છે. એ ચાર દિવસથી કંઈ પણ કહ્યાં વિના ગેરહાજર છે. મને તો કંઈ દાળમાં કાળું હોય એવું લાગે છે સરખી તપાસ કરજો."

" તને કોને કહ્યું? "

" સાહેબ બધાં ડિપાર્ટમેન્ટમા પ્યૂન તો હોય જ ને. એ બધા સાથે મારે સારાં સંબંધ છે. એ મુજબ ગઈકાલે કંઈ વાતચીત દરમિયાન મને આટલી ખબર પડી છે."

 

"ઠીક છે. હું કંઈ કરું છું પણ આ વાત બીજાં કોઈને હાલ ન કરતો." ને પછી રાઘવ તો ચાલ્યો ગયો.

 

એટલામાં જ કર્તવ્યના નંબર પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન રિસીવ થયો તો સામેથી અવાજ આવ્યો, " શું થયું મિસ્ટર કર્તવ્ય મહેતા? આજે તો તું બહું ખુશ હોઈશ ને? પણ એક વાત યાદ રાખજે હું નથી હાર્યો હજુ પણ...દુનિયાની પરવા કરવા કરતાં પર પહેલાં તારા પરિવારની છત ઢાંકજે...તારી પોતાની પરવા કરજે... તારાં બિઝનેસની ફિકર કરજે.... ક્યાંક તું પોતે જ...." ને એક અટ્ટહાસ્ય સાથે એ ફોન મૂકાઈ ગયો.

 

કર્તવ્ય એ નંબર પર ફરી ફોન કરવા લાગ્યો. એ અવાજ તો ઓળખી જ ગયો. બીજી જ ક્ષણે ફોન બંધ આવવા લાગ્યો. કર્તવ્ય ચિતામાં આવી ગયો. એણે ઉત્સવને ફોન કર્યો. બધી વાતચીત કરી. ઘરે તો ફોન કરતાં ખબર પડી કે બધું સલામત છે.

અંતરા પણ ઘરે જ છે . શકીરા અને બીજી સંસ્થાઓની ખબર લીધી તો એ બધી છોકરીઓ પણ નવી સ્ત્રીઓની સંસ્થામાં ત્યાં જ હાજર છે સહીસલામત રીતે... તો પછી? આગળ એ વિચારવા લાગ્યો કે શું હશે? એટલામાં જ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાથી એક વ્યક્તિ એકીશ્વાસે આવીને બોલ્યો, " સાહેબ તમે કોઈ પચાસ લાખનો ચેક કોઈ સંસ્થાને નામે આપ્યો છે? એનાં પૈસા અકાઉન્ટમાથી કપાયા છે. પણ અહીં કોઈને જાણ નથી મતલબ કોઈ હિસાબ બોલતો નથી.

 

" મેં કોઈ સંસ્થાને નામે? પૈસા? નહીં તો?"

 

"આ જુઓ બેન્કમાંથી મેં ઈન્કવાયરી કરાવતા ચેકનો ફોટો મોકલ્યો છે એમાં તમારી જ સહી છે. આ સમયે તમે પૈસા કેવી રીતે આપ્યાં સમજાતું નથી મને.... સોરી પણ નવા પ્રોજેક્ટ માટે રોકાણ કરવાનું છે એટલે કહું છું."

કર્તવ્ય પોતાની ખુરશી પરથી ઉભો થઈ ગયો એ બોલ્યો," આ બધું ફાઈનલ થઈને કોનાં દ્વારા બેન્કમાં પહોચ્યું છે કંઈ ખબર છે?"

"બેન્કમાં તો દરવખતેની જેમ મુકેશભાઈ જ આપી આવ્યાં છે પણ એમને કદાચ મિસ્ટર અગ્રવાલ એ આપ્યું હતું બધું તૈયાર કરીને અને હવે મળેલી માહિતી મુજબ એ ચાર દિવસથી ગેરહાજર છે. એમનો ફોન પણ બંધ આવે છે."

 

કર્તવ્યનું મન ચારેય દિશામાં દોડવા લાગ્યું. એને કદાચ થોડું થોડું બધું સમજાવા લાગ્યું. એ બોલ્યો, " મારાંમાં તો ચેક ક્લીયરન્સ માટેનો કોઈ મેસેજ નથી આવું કેવી રીતે બની શકે?" કંઈ નહીં તમે કામ શરું રાખજો. હું કંઈ કરું છું કહીને એ પહેલાં બેન્કમાં પહોંચ્યો.

ત્યાં એને ત્યાનાં મેઈન સાહેબ સાથે વાત કરતાં માહિતી મળી એ મુજબ મિસ્ટર અગ્રવાલ કર્તવ્યના નામે એમનો બેન્ક માટે ફોન નંબર બદલાવવાનો કર્તવ્યની સહી સાથેનો રિક્વેસ્ટ ફોર્મ બતાવ્યું એ મુજબ આ ચેકનો મેસેજ બીજાં નંબર પર ગયો છે. આ લગભગ ચાર દિવસ પહેલા જ બન્યું છે. પણ એ વિચારવા લાગ્યો કે એની સહીને તો ઘણાં લોકો બહું કોમ્પ્લિકેટેડ છે કે કોઈ કોપી ન કરી શકે એવું કહે તો આવું કરનાર કોણ હશે? ચોક્કસ એનો માસ્ટર માઈન્ડ આ વ્યક્તિ જ હશે.

જ્યાં જેનું લાખો કરોડોનું રોકાણ હોય ત્યાં બેન્કવાળા એની વાત માને જ. કર્તવ્ય એ મેઈન માણસ દ્વારા ખાસ રીતે વાત કરીને બધું જ બદલાવી દીધું. અને હવે એની સાથે વાત થયાં વિના કોઈ પણ ચેક ક્લીયરન્સ મા ન જાય એની જાણ કરી દીધી. બધું પતાવીને એ નીકળ્યો એ જ સમયે ગાડીમાં બેસતાં જ કોઈ એનો પીછો કરતો હોય એવું લાગ્યું. એ જે દિશામાં જઈ રહ્યો હતો એનાથી વિરુદ્ધ એ જવા લાગ્યો. એ કોઈ ઈચ્છા કે પ્લાન વિના જ એક કોફી શોપમાં પહોંચી ગયો. એને સમજાયું કે એ જાસુસી વ્યક્તિ પણ કદાચ આસપાસ આવીને બેસી છે એટલે એણે કોઈ સાથે ફોનમાં વાત કરતાં એ વ્યક્તિને ગુમરાહ કરવા પોતાનો આગળનો પ્લાન થોડું જોરથી કહેવા લાગ્યો જેથી એ વ્યક્તિને બધું સંભળાય. સાથે એણે પોતે પૈસા કોઈ સંસ્થાને નામે કર્યાં છે એ પણ વાત કરી. પછી કોફી પીને ત્યાંથી મનોમન ખુશ થતો ત્યાંથી નીકળી ગયો...! ગાડીનાં કાચમાંથી જોતાં કદાચ કોઈ અજાણ્યો વ્યક્તિ કર્તવ્યની ગાડી ઉપડવાની રાહ જોયાં વિના જ બીજી દિશામાં ફટાફટ ગાડીમાં બેસીને ઓઝલ થઈ ગયો...!

શું થશે હવે કર્તવ્ય સાથે? બીજા માટે સારું વિચારનાર કર્તવ્યને કેવી કસોટીમાંથી પસાર થવું પડશે? એ ફોન કરનાર કોણ હશે? આધ્યા અને મલ્હારનુ સાથે રહેવું શકય બનશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૦