પ્રકરણ - ૫૮
આધ્યા મલ્હારના જતાં જ એ રૂમમાંથી બહાર તો આવી પણ એ કંઈ જ બોલી નહીં. સોના લોકોએ એને પૂછવાની બહું મથામણ કરી. આધ્યા ઘણાં સમય પછી બોલી, " મને લાગે છે કે મારું ભૂતકાળનું કે કોઈ મારું નજીકનું કોઈ પણ વસ્તુ જે મલ્હાર બહું સારી રીતે જાણે છે. પણ મને સમજાતું નથી કે શું છે." પણ જ્યાં સુધી એને ખબર ન પડે ત્યાં સુધી એ કોઈને જાણ કરવા નહોતી ઈચ્છતી.
આધ્યાએ પોતાનું મન બીજી દિશામાં વાળવા માટે સોનાને સવાલો કર્યા, " આધ્યા ઉત્સવે તને કંઈ કહ્યું કે નહીં? તે એને ના પાડી દીધી?"
સોના થોડી ઉદાસ થતી બોલી, " હું કંઈ કહી કે પુછી જ ન શકી કારણ કે એ પોતાની એની જિંદગીમાં જ એટલો અટવાયેલો છે. એને પોતાનાં પિતાને ખોયા છે એ તો ઠીક પણ બહું આઘાતજનક એમનાં એક બીજા સ્વરૂપ સાથે. એમની જિંદગી જ હાલકડોલક થઈ રહી છે."
" કંઈ સમજાતું નથી મને તું શું કહેવા માગે છે. કંઈ સ્પષ્ટ વાત કર."
" એ હું તમને યોગ્ય સમયે જણાવીશ. મારી કોઈ વાત હોત તો ચોક્કસ કહેત પણ કોઈએ મને વિશ્વાસથી કહેલી વાતો ન કહી શકું હું. તું સમજી શકે છે આધ્યા."
આધ્યા હસીને બોલી, " હમમમ...પણ આજે તો હવે દસ વાગી ગયા છે હવે એ લોકો આવે એમ લાગતું નથી કદાચ કાલે જ આપણાં સવાલોનો જવાબ મળશે."
નેન્સી : " હમમમ... આ બધું તો બરાબર. માનો ના માનો પણ મને લાગે છે ત્યાં સુધી અકીલા આપણે કંઈ વ્યવસ્થા કરવી પડશે. બાકી આ બે તો સેટ થઈ ગયાં છે ભાઈ. આપણને કોઈ અણવર તરીકે થોડાં લઈ જશે?" કહેતાં બેય હસવા લાગ્યા.
આધ્યા : " ઓ મેડમ, મલ્હાર એટલો સ્વાર્થી નથી એણે કદાચ આપણાં કરતાં એક સ્ટેપ આગળ વિચાર્યું હશે. હજુ પણ હું મારી લાગણીઓને ચોક્કસ કાબુમાં રાખી રહી છું કારણ કે હવે કોઈ દિલ તોડીને જાય એ સહન કરવાની તાકાત નથી."
અકીલા : " હમમમ... ઠીક હી હોગા... ચલ અબ સો જા... ફટાફટ... " ને ચારેય જણા સોનેરી શમણાંઓને બે હાથમાં વીંટાળીને એક ઉજાશભરી સવારની રાહ જોતાં સાથે સૂઈ ગયાં.
**********
અંતરા આજે એક ઉદાસી સાથે આટા મારી રહી છે. એને આમ જોઈને કર્તવ્યની બહેન કોમલ બોલી, " અંતરા તું આજે કોઈ મૂઝવણમાં લાગે છે. કંઈ તકલીફ છે?"
અંતરા આટલા દિવસમાં કોમલની સારી ફ્રેન્ડ બની ગઈ છે. વળી કોમલનો કર્તવ્ય જેવો જ એનો પણ સરળ સ્વભાવ હોવાથી એણે પોતાની બધી વાત એને કરી પણ છે. એ બોલી, "દીદી તમે નસીબદાર છો કે તમને આટલાં સારાં માતાપિતા પરિવાર મળ્યો છે. મારાં જેવાં કેટલા બદનસીબ હશે જેને પરિવારનો પ્રેમસુદ્ધા નસીબ નથી. હું તો કદાચ આ દુનિયાની સૌથી કમનસીબ છોકરી હોઈશ. પિતા એક એવી વ્યક્તિ હોય છે જેને આદર્શ માનીને એ પોતાના પતિ તરીકે એવો છોકરો ઝંખતી હોય છે. પણ જ્યારે પિતા જ આવા હોય ત્યારે? એ કોની પર વિશ્વાસ કરી શકે?"
કોમલ કઈ બોલી શકી નહીં. એ ફક્ત એટલું બોલી, " બધું જ સારું થશે. ચિતા ન કર. અમે બધાં તારી સાથે છીએ."
"દીદી, પણ હું ક્યાં સુધી આમ તમારાં ઘરે રહીશ? તમારાં બધાં પર બોઝ બનીને?"
"આવું તને કોને કહ્યું કે તું અમારા પર બોઝ છે? તને કંઈ એવું લાગ્યું અમારાં કોઈ વ્યવહારથી?"
"ના એવું તો નથી પણ..."
" પણ શું? તું બોલ જે પણ મનમાં હોય તે..."
" મેં આજે તમારાં મમ્મીને કદાચ ઉત્સવભાઈની મમ્મી સાથે ફોનમાં વાત કરતાં સાંભળ્યા હતાં. કદાચ એમની વાતો પરથી લાગે છે કે એ મને અપનાવવા તૈયાર નથી અને ઉત્સવભાઈ મને એમનાં ઘરે લઈ જવાની જીદ્દ લઇને બેઠા છે એ માટે બે મા દીકરા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અને એ ન માને એ પણ સ્વભાવિક છે કદાચ કોઈ પણ ન સ્વીકારી શકે. એનાં કરતાં તો હું પોતે જ મારી સાથે જે લોકો હતાં એમની સાથે જતી રહું એ જ યોગ્ય છે."
"એવું નથી બકા. તું ફુવાની દીકરી છે. તારો પણ એમની પ્રોપર્ટી કે એ પરિવાર પર હક બને છે. જે પણ બન્યું એમાં ફુવા ગુનેગાર છે.
એમાં તારો કંઈ વાક નથી. કદાચ અમે લોકો તારાં માટે આ બધું શું કામ કરીએ કારણ કે વિશ્વાસઘાત તો અમારાં ફોઈ સાથે પણ થયો છે. પણ ભાઈનું જે મિશન છે એમાં અમે જો સ્વાર્થી બની જઈએ તો કદાચ ગાડી જ આગળ વધે. બસ અમે લોકો તને તારો હક અને તારાં પર થયેલાં ન થવા જોઈએ એ અત્યાચાર કે જેમાં તારો કોઈ વાક નથી એનાં માટે એક તને એક તારાં જ પરિવારમાં પ્રેમ ભર્યુ સ્થાન અપાવવા લડી રહ્યાં છીએ. થોડો સમય લાગશે પણ અમે જ્યાં સુધી ફોઈને ઓળખીએ છીએ... એ ચોક્કસ તને અપનાવશે...." અંતરા રડતાં રડતાં પોતાની જાતને વિવશ માનતી કોમલને ભેટી પડી.
**********
શકીરા આખા શકીરાહાઉસમા પાગલની જેમ ભમવા લાગી. અશ્વિનનો સતત બે કલાક સુધી સ્વીચ ઑફ આવી રહેલો ફોન એને વધારે અકળાવી રહ્યો છે. એ વિચારવા લાગી કે આ બધું થયાં પછી એ અશ્વિનનો ક્યારે વિશ્વાસ નહીં કરી શકે. હવે જો એણે સહી નથી કરી અને એમાં જો મારો કોઈ હક જ નથી. હવે જો એ મારી સાથે સંબંધ નહીં રાખે તો એ મને રાખશે પણ નહીં...હું શું કરીશ? પહેલીવાર કદાચ એ આજે જિંદગી હારી ગઈ હોય એવું અનુભવવા લાગી છે. એ પોતાના રૂમમાં ગઈ. બેડ પર આડી પડી પણ ઉઘ પણ એનાથી માઈલો દૂર જતી રહી હોય એવું લાગી રહ્યું છે.
એનાં માનસપટ પર આટલાં વર્ષોની અહીં રહેલી છોકરીઓ પર આપતી રહેલી એ માનસિક તો શારીરિક જબરદસ્તી એ બધું જ એનાં માનસપટ પર એકાએક કોઈ ફિલ્મની માફક પસાર થવા લાગ્યું. એક તરફ અશ્વિન પરનો એનો પ્રેમભર્યો આંધળો વિશ્વાસ. એને ખુદને મનોમન પસ્તાવો થવા લાગ્યો. એણે ઘણું વિચાર્યા બાદ કબાટમાં છુપાવેલી એક દવાની બોટલ કાઢી. એણે હાથમાં લીધી. કદાચ અહીં કોઈ દેખાયું ન હોવાથી એણે દરવાજો બંધ કરવાનું કે એવું કંઈ જ વિચાર્યું નહીં. એ દવા લેવા નવી પેક બોટલ ખોલી જ રહી છે ત્યાં અચાનક બંગલામાં લાઈટો બંધ થઈ ગઈ.
એ એકદમ ગભરાઈ કે અચાનક આ લાઈટો કેમ ગઈ હશે? એનાં મનમાં એક ગભરાહટ થવા લાગ્યો કે ફરી કોઈ... મેઈન ગેટ પણ ખુલ્લો છે બહાર કોઈ વોચમેન પણ નથી. એ લાઈટો આવવાની રાહ જોવા લાગી. મોબાઇલ પણ એનો સ્વીચ ઑફ થઈ ગયો છે....! એટલામાં જ બે ત્રણ વ્યક્તિ આવી રહી હોય એવો શાત વાતાવરણમાં અવાજ આવ્યો. એ ફટાફટ બેઠી થઈ પણ અંધકારમાં કોણ હોઈ શકે એ સમજાયું નહીં.
થોડી જ વારમાં લાઈટો આવી. એ સફાળી બેઠી થઈ ગઈ અને જોયું તો સામે કર્તવ્ય અને ઉત્સવ દેખાયાં. શકીરાના હાથમાં હજુ એ દવાની બોટલ એમ જ છે એને ખબર પડતાં એ છુપાવવાની કોશિષ કરવા લાગી.
કર્તવ્ય : " પ્લીઝ આવું કરવાની કંઈ મળવાનું નથી. એટલે જ અમારે આવવું પડ્યું. તમારી સાથે રહેતી બધી છોકરીઓ યોગ્ય જગ્યાએ સલામત છે. એ લોકો એમનું જીવન હવે ત્યાં જ શાંતિથી જીવશે."
" પર તુજે કેસે પતા કી યે દવાઈ?"
"વો મેરે આદમી યહા પે હી થે ઉન્હોને હી બતાયા વો ગભરા ગયા તો ઉસને મેઈન સ્વિચ બંધ કર દી. આપકો રોકને કી ઉન લોગો કો હિમત નહીં હુઈ. પર હમે થોડા શક થાકી ઈસ લિયે હમ યહા પે હી આ રહે થે. પર અબ આપ યહા નહીં રહોગે અકેલે. આપ કો ભી અચ્છી જિંદગી મિલે ઈસલિયે આપ ભી ઉસ લડકિયો કે સાથ જા શકતી હે. વહા આપ કી જિંદગી અચ્છે સે પુરી હો શકતી હે."
" કહા પે? ઓર વો મુફ્ત મે?"
" હા કુછ સંસ્થા હમારી હે વહા પે હો જાયેગા. અગર આપકો આપ કે આશિક કે સાથ અભી ભી રહેના હે તો મુજે કોઈ પ્રોબ્લેમ નહીં....વો આપકી ચોઈસ હે...પર યે કોઠા નહીં ચલેગા યે ફાઈનલ હે.... યે તો વેસે ભી રેન્ટ પર લઈ હુઈ જગહ હૈ... વો તો ખાલી કરની પડેલી. પુરાના શકીરા હાઉસ હમારે કબ્જે મે હે...જબ તક વો સિગ્નેચર નહીં કરેગા ઉસકા કુછ નહીં હો શકતા..." શકીરા શું કરવું એની વિમાસણમાં થોડીવાર ઉભી રહી.
શકીરા શું નિર્ણય કરશે? એ ખરેખર સુધરી જશે? મલ્હારનુ સત્ય શું હશે? એ શું જાણતો હશે આધ્યા વિશે? એ ફોટો કોનો હશે? એ જોઈને આધ્યા કેમ ચોકી હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૯