Caravan Vista - 3612 - 10 - The last part in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 10 - છેલ્લો ભાગ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૦

મઝા કરવા આવો તો મઝા કરો

અવની પૈસા ગુમાવતી હતી તે વાત આકાશ જાણતો હતો. પણ અવની ને તે હારનો ભાર ના લાગે તેવો પ્રયત્ન જરુર કરતો હતો. તે જાણતો હતો કે અવની પૈસા ગુમાવ્યાનો અફસોસ વધુ કરશે. પણ શ્રધ્ધા હતી કે તે મથ્યા કરશે છેલ્લા શ્વાસ સુધી પણ હાર નહીં સ્વીકારે. આવી જ છે અવની!

છેલ્લા દિવસે સાંજે આગલે દિવસે પડાવેલા ફોટા જોવા આકાશે બહુ જોર કરી અવની ને પાંચમાં માળે સ્ટૂડીઓમાં લઇ ગયો.જો કે તે આકાશની ભુલ હતી કે અવનીનો મૂડ હતો નહીં કે તે ફોટા જુએ. ફીલ્મી અદાઓ અને જુદા જુદા વસ્ત્રોમાં ફોટા તો સરસ આવ્યા હતા પણ આગળ પડેલી તાલ્ને છાવરવા ફોટોગ્રાફરે કોઇ તસ્દી લીધી નહોંતી તે વાત હારેલ મન અવની ને માનવા દેતુ નહોંતુ અને આકાશે કરેલ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. ફોટોગ્રાફરનું એક સત્ય “ બહેન ફોટા તો પાડતે સમયે જેવા આપણે હોઇએ તેવાજ આવે પર “ અટકેલું રહ્યું. આગળનાં વાળ ઓછા થઇ ગયા હતા એટલે ફોટા સારા નથી આવ્યા વાળી બ્રોકન રેકોર્ડ વાગતી જ રહી..

આકાશ ખરેખર ધુંધવાયો..” અવની અહીં તું વેકેશન માણવા આવી હતીને? “

“હા”

“ તો માણને વેકેશન.. તને મેં રમવાની ના પાડી હતી છતા તુ રમીને?”

લગભગ રડવાનાં અવાજે તે બોલી આકાશ “હું લગભગ બે હજાર ડોલર હારી છું.”

આકાશ કહે “મઝા કરવા આવો તો મઝા કરો કેટલા ગુમાવ્યા તેવિચાર્યા કરશો તો મઝા મરી જશે”

“હા બરોબર એવું જ થયુ છે. હવે મને તારી વાતો ન માન્યાનો અફસોસ થાય છે.”

“ તે અફસોસ ના કર.”

“ પણ બે હજાર ડોલર..વત્તા ફ્રી પ્લેમની પણ”

“ હવે સમજાય છે દરિયાની વચ્ચે કેસીનો અને તેમાં પણ ક્રેડીટ કાર્ડનો અમર્યાદ પૈસો..કેરેવાનની ખરી કમાણી આ જ છે.”

“આપણે સમજી જવાનું કે મર્યાદા જ્યાં પળાય ના. ત્યાં આવી સજા પણ થાય. હવે વધુ રમવું તો નથી પણ આકાશ તું મને ખખડાવને? આ પૈસા તારા પણ હતાને?”

“ આ તો રમત રમવાની ફી ચુકવી છે વધુંતો હું શું કહું? આપણે દંપતિ છીયે. આપણી વચ્ચે સ્પર્ધા ના હોય. જ્ય્યારે હું ભુલો કરતો હતો ત્યારે તું કેવી હેતાળ રસ્તે મને ભુલો સુધારવા મદદ કરતી હતી? બસ એમજ આપણે વળી જવું જ રહ્યું, એટલું તો સમજવું રહ્યું કે અઠવાડીયા માટે ચુલા મુક્તિ મળી.

છેલ્લો દિવસ હતો મેક્સીકોથી બે દિવસ દુર હતો ગેલ્વેસ્ટન નો કિનારો પરમ દિવસે સવારે આવવાનો હતો.

સાંજે જમવામાં કાજુદાક્ષ નાખેલી ખીચડી હતી. આકાશને ખીચડી ભાવતી હતી સાથે કઢીયેલ દુધ હતુ. અને પિરસણીયાઓ આગ્રહ કરી કરીને પિરસતા હતા.કોઇ લગ્નની જાનમાં ગયા હોય તેવું લાગતુ હતુ અને બધા પિરસણીયા ઓ અંગ્રેજી ધુન ઉપર નાચવાનાં હતા. સાડા નવે ગુડ નાઈટ કહીને ડીનર પત્યું ત્યારે સૌ મઝામાં હતા.. ક્યાંક હવે હ્યુસ્ટન પહોંચી આગળની ફ્લાઈટ માટે ફોન થતા હતા.

દસમાં માળે થીયેટરમાં જવાનો આકાશનો તુક્કો અવનીએ વધાવી લીધો.ત્યારે ભારતીને પણ નવાઈ લાગી. અવની બોલી “આકાશને માન તો આપવું પડેને?”

પછી ધીમે રહીને તે બોલી “હવે પૈસા ખોવાની મારીજ તૈયારી નથી” ભારતીએ હકારમાં માથુ હલાવ્યું. અને આકાશનાં શબ્દો બોલી “મઝા કરવા આવો તો મઝા કરો. કેટલા ગુમાવ્યા તેવિચાર્યા કરશો તો મઝા મરી જશે”

 

વિજય શાહનાં સર્જનો

નવલકથાઓ

૧. ટહુકા એકાંતના ઓરડેથી

૨. આંસુડે ચીતર્યાં ગગન

૩.દુર્લક્ષ્ય

૪. પત્તાનો મહેલ

૫. રઝળપાટ

૬. નદી ફેરવે વહેણ

૭. સેતુ

૮. આપવું એટલે પામવું

૯. સપ્તપદીની પ્રતિજ્ઞાઓ

૧૦ વંશજ

૧૧. અય વતન

૧૨. ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.એ.

૧૩ ઉમરકેદ

૧૪ ચલો અમેરિકા વિના વિઝા

૧૫ કેરેવાન વિસ્ટા ૩૨૧૬