Pratiksha - 6 in Gujarati Fiction Stories by Krutika books and stories PDF | પ્રતિક્ષા - 6 (અંતિમ પ્રકરણ)

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રતિક્ષા - 6 (અંતિમ પ્રકરણ)

પ્રતિક્ષા

પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ)

“સોરી અર્જુન....! તને આપેલી દરેક તકલીફ માટે....!” ફરીવાર પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પ્રતિક્ષા પાછી ફરી અને ત્યાંથી જવાં લાગી.

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!” પ્રતિક્ષા હજીતો થોડે દૂર પહોંચીજ હતી ત્યાંજ તેણીનો મોબાઈલ રણકી ઉઠ્યો.

ધ્રૂજતાં હાથે પ્રતિક્ષાએ પોતાનો મોબાઈલ જોયો. નંબર વિવેકનોજ હતો. પણ પ્રતિક્ષા જાણતી હતી કે વિવેકના નંબર ઉપરથી કોણે ફોન કર્યો હશે.

ધકડતા હ્રદયે પ્રતિક્ષાએ કૉલ રિસીવ કર્યો.

“હ...હેલ્લો....!” પ્રતિક્ષા માંડ બોલી.

“તારાં હીરો જોડે વાત કરાય...!” સામેથી એજ કીડનેપરનો કરડાકી ભર્યો અવાજ સંભળાયો.

“હ...હું...અ...!”

“હું હું શું કરે છે...સાલી...! ફોન આપ એને...!”

“પ..પણ..!”

પ્રતિક્ષા હજીતો કઈં બોલે એ પહેલાં પાછળથી કોઈએ તેણીનો મોબાઈલ ખેંચી લીધો. ચોંકીને પ્રતિક્ષાએ પાછું ફરીને જોયું. એ અર્જુન હતો.

“હેલ્લો..!” અર્જુન ભારે સ્વરમાં ભવાં સંકોચીને બોલ્યો.

“ઓય હીરો...!”

“ફાલતું બકવાસ બંધ કર....!” ઓલો કીડનેપર કઈં બોલે એ પહેલાં અર્જુન કરડા સ્વરમાં બોલ્યો “સીધે સીધું બોલ શું જોઈએ છે..!’

“મારે તું જોઈએ છે...!” ઓલો પણ દાટી મારતો હોય એમ બોલ્યો “રાતે દસ વાગે ખારાંવાલાં ફેક્ટરી આઈજા...! એકલો આવજે...! કોઈ હોશિયારી નઈ....! નઈ તો..!”

“એ બેય જણાંને જો તે હાથ પણ લગાડ્યો ….!” અર્જુન ફરીવાર કીડનેપરને ટોકીને ધમકી ભર્યા સ્વરમાં બોલ્યો “તો તારાં હાલ પણ તારાં ભાઈ જેવાં કરીશ....!”

“હેં...!?”ઓલો કીડનેપર ચોંકયો હોય એમ બોલ્યો.

પ્રતિક્ષા પણ ચોંકી જતાં અર્જુને તેણી સામે જોયું અને કીડનેપર સાથે એવાંજ ધમકીભર્યા સ્વરમાં વાત કરવાં લાગ્યો.

“તને શું લાગ્યું..!?” અર્જુન બોલ્યો “હું નઈ ઓળખું તને..!? તારાં જેવાં ગલીના ગુંડાઓને તો હું આંખ બંધ કરીને પણ ઓળખી જવ....! તારાં ભાઈને મારવાની બહુ મજા આઈ ગઈ....! સાલો તડપી તડપીને મર્યો...!”

અર્જુન હવે માઇન્ડ ગેમ રમવાં લાગ્યો.

“એય...! બવ શાણો ના બન...!”

“એ બેયનો અડયો તો તને પણ એજરીતે મારીશ...! તડપાવી તડપાવીને...!” અર્જુન બોલ્યો.

એટલું બોલીને અર્જુને ફોન કટ કર્યો અને પ્રતિક્ષાને આપ્યો.

હતપ્રભ પ્રતિક્ષા પ્રશ્નાર્થ ભરી નજરે અર્જુન સામે જોઈ રહી.

“બેન્કમાં જે એક લુટારું ભાગી છૂટ્યો ‘તો....! એજ છે....!” પ્રતિક્ષાની આંખોમાં રહેલાં એ પ્રશ્નનો જવાબ આપતાં અર્જુન બોલ્યો “મેં જે બેને માર્યા..! એમાંનો એક એનો ભાઈ હોવો જોઈએ...!”

પ્રતિક્ષા ચોંકીને સાંભળી રહી અને એ દિવસને યાદ કરી રહી.

“એટ્લે એ મારી જોડે બદલો લેવાં માગે છે....!” અર્જુન બોલ્યો અને ચાલવા લાગ્યો.

પ્રતિક્ષા પણ એની પાછળ પાછળ ઉતાવળા પગલે ચાલવા લાગી. આર્મીમાં હોવાથી અર્જુનની નોર્મલ ચાલવાની સ્પીડ પ્રતિક્ષા માટે તો દોડવા બરાબર હતી.

“પ....પણ તને કેવી રીતે ખબર પડી...!?” પ્રતિક્ષાએ નવાઈપૂર્વક અર્જુનની જોડે થતાં-થતાં પૂછ્યું

“બેન્ક રોબરી વખતે મેં લોકોને અવાજ સાંભળ્યો હતો..! મને યાદ રહી ગ્યો...!” અર્જુન સ્વાભાવિક બોલ્યો.

“એવી ટેન્શનમાં પણ તે લોકોનો અવાજ યાદ રાખી લીધો હતો...!?” પ્રતિક્ષાને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી.

“એવી સિચ્યુંએશન મારાં માટે નોર્મલ છે...!” અર્જુન સ્મિત કરીને બોલ્યો.

“તો...હવે...!?” પ્રતિક્ષાએ પૂછ્યું.

“એણે રાતે દસ વાગ્યે ખારાંવાલાં ફેક્ટરી બોલાવ્યો છે....!” અર્જુન બોલ્યો અને કેન્ટીન તરફ જવા વળ્યો.

પ્રતિક્ષા પણ તેની જોડે ચાલવા ઉતાવળા પગલે ચાલવા લાગી.

“તો....તું રાતે દસ વાગ્યે એકલો જઈશ..!?”પ્રતિક્ષાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“ના....! આઠ વાગ્યે...!” અર્જુન ઠંડા સ્વરમાં બોલ્યો.

“કેમ..!?” પ્રતિક્ષાને હવે વધુ નવાઈ લાગી.

“એણે એકસ્પેક્ટ પણ નઈ કર્યું....! કે હું એ ટાઈમે આવીશ...!” અર્જુન ખંધું સ્મિત કરીને બોલ્યો “આને સરપ્રાઈઝ અટેક કહેવાય...! જે લગભગ ક્યારેય ફેલ જતો નથી...!”

“ઓહ...!” પ્રતિક્ષા પ્રશંસાપૂર્વક અર્જુન સામે ચાલતાં-ચાલતાં જોઈ રહી.

ભાવુક થવાની જગ્યાએ અર્જુન એકદમ આર્મીના સોલ્જરની જેમ વિચારી રહ્યો હતો. તેનાં ચેહરા ઉપરના એ સખત ભાવો જોઈને પ્રતિક્ષાને સમજાઈ ગયું કે અર્જુન અત્યારથી રાતની પ્લાનિંગ કરી રહ્યો હતો.

“એ બેયને કઈં થાય...!” કેન્ટીનના દરવાજા પાસે અટકીને અર્જુન શાંત સ્વરમાં પ્રતિક્ષા સામે જોઈને બોલ્યો “તું ઘરે જા..!”

“પ..પણ...તું એકલો...!” પ્રતિક્ષાને ચિંતા થઈ.

“ગલીના એ ટપોરીઓ માટે તો હું એકલોજ ઘણો છું...!” અર્જુન બોલ્યો અને કેન્ટીનમાં જવા બિલ્ડીંગના પગથિયાં ચઢવા લાગ્યો.

“અર્જુન...!” પ્રતિક્ષાએ તેને ટોક્યો.

અર્જુને પાછાં ફરીને તેણી સામે જોયું.

“I’m sorry….!” પ્રતિક્ષા ભીની આંખે બોલી.

“it doesn’t hurt anymore પ્ર્તિક્ષા....!” અર્જુન પરાણે દર્દભર્યું સ્મિત કરીને બોલ્યો.

“તો પછી મારી હેલ્પ શા માટે કરે છે...!?” પ્રતિક્ષાએ રડતી આંખે પૂછ્યું.

“કેમકે મારાં લીધે તું આ મુસીબતમાં છે....!” અર્જુન બોલ્યો.

“અર્જુન....! મને એ દિવસ માટે માફ કરીદે..! પ્લીઝ....! હું મજબૂર હ..!”

“ઇટ્સ ઓકે પ્રતિક્ષા ....! તારે કારણ કહેવાની જરૂર નથી...!”

“તારે ખરેખર નથી જાણવું...!?” પ્રતિક્ષાએ અવિશ્વાસથી પૂછ્યું.

નીચું જોઈને એક ઊંડો શ્વાસ અર્જુને ભર્યો અને પછી નકારમાં માથું ધૂણાવીને બોલ્યો “નાં..! મારે ખરેખર નથી જાણવું...!”

પ્રતિક્ષા દયામણું મોઢું કરીને અર્જુન સામે ભીની આંખે જોઈ રહી.

“પ્લીઝ...! મને એક ચાંન્સ તો આપ...! મારી વાત કહેવાનો...!” પ્રતિક્ષા આજીજીભર્યા સ્વરમાં બોલી.

“ગો હોમ પ્રતિક્ષા....!” અર્જુન શાંત સ્વરમાં બોલ્યો “આઈ નીડ ટુ પ્રિપેર....!”

એટલું કહીને અર્જુન કેન્ટીનમાં પ્રવેશી ગયો.

પ્રતિક્ષા વહેતી આંખે ત્યાંજ ઊભી રહી અને અર્જુનને કેન્ટીનમાં જતો જોઈ રહી.

***

રાતનાં લગભગ આઠ વાગ્યે.....

શહેરનાં હાઇવે ઉપર એક અવાવરું કહી શકાય તેવી બંધ પડેલી ખારાવાલા ફેક્ટરીથી થોડે દૂર અર્જુન ઊંચાણવાળી એક ટેકરી ઉપર લેટીને અર્જુન બાયનોક્યુલર વડે ફેક્ટરીનાં કોમ્પલેક્ષનું નિરીક્ષણ કરી રહ્યો હતો. મુખ્ય ગેટ પાસે એક જાણો મોઢે રૂમાલ બાંધીને હાથમાં લાંબી છરી લઈને ઊભો હતો. ગેટ પાસે લાગેલા નાના બલ્બનાં અજવાળામાં અર્જુન તેને જોઈ શકતો હતો.

જર્જરિત થઈ ગયેલી ફેક્ટરીનાં ત્રણેક માળનાં લાંબા બિલ્ડીંગમાં એકેય માળમાં બારી કે બારણાં નહોતાં. જે હતાં એ પણ યાતો તૂટેલી ફૂટેલી અવસ્થામાં હતાં યા તો ખુલ્લાં હતાં. ઉપરનાં માળ સિવાય લગભગ આખી બિલ્ડીંગમાં અંધારું હતું.

બાયનોક્યુલરમાંથી નિરીક્ષણ કરતાં-કરતાં ત્રીજા માળની ખુલ્લી મોટી બારી માંથી અર્જુને જોયું કે સૌથી ઉપરનાં માળે પ્રતિક્ષાનો છોકરો અને તેનો હસબન્ડ વિવેક બંનેને રસ્સી વડે બાંધીને નીચે બેસાડી રખાયા હતાં. તેમની જોડે બે જણાં ઊભાં હતાં અને આમતેમ આંટાફેરાં મારતા-મારતા વાતો કરી રહ્યાં હતાં.

આ સિવાય ફેક્ટરીનાં આખાય કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ અર્જુને ધ્યાનથી કર્યું પણ બીજું કોઈ નજરે નાં ચઢ્યું.

“ત્રણ જણાં....!?” અર્જુનને સહેજ નવાઈ લાગી.

વધુ પાંચેક મિનિટ સુધી અર્જુને બાયનોક્યુલર વડે નિરીક્ષણ કર્યું. શું કરવુંની મનમાં યોજના બનાવીને અર્જુન ઊભો થયો અને ફેક્ટરીનાં પાછળનાં ભાગે તેણે નિરીક્ષણ વખતે જોયેલા વરંડા તરફ જવાં ચાલવા લાગ્યો.

ઊંચી ઘાસનાં મેદાનમાં અંધારાનો ફાયદો ઉઠાવી શકાય એટ્લે અર્જુને સંપૂર્ણપણે કાળા કપડાં પહેર્યા હતાં. પોતાનું મોઢું પણ તેણે કાળાં કલરનાં બુકાની વડે ઢાંકી દીધું હતું. ટૂંકમાં અંધારમાં અર્જુનને જોવો લગભગ અસંભવ હતો.

ફેક્ટરીનાં કોટ પાસે પહોંચી જઈને અર્જુન તેની કોટની સમાંતર ચાલવા લાગ્યો. જૂની થઈ ગયેલી બિલ્ડીંગનો કોટ પણ અનેક જગ્યાએથી તૂટી ગયેલો હતો. વરંડામાંથી અંદર જઈ શકાય એવું બાકોરું જોઈને અર્જુને અંદર ડોકિયું કરીને જોયું. બધુ સલામત લાગતાં બાકોરાંમાંથી અર્જુન અંદર દાખલ થયો. કમ્પાઉન્ડમાં એકેય લાઈટ ચાલુ નાં હોવાથી કાળાં કપડાં પહેરેલો અર્જુન અંધારામાં ભળી જતો હતો.

બિલ્ડીંગનાં પાછળનાં ભાગે એક તૂટેલાં દરવાજામાંથી અર્જુન અંદર બિલ્લી પગે અંદર દાખલ થયો. પહેલે માળ જવાં માટે બિલ્ડીંગનાં બને છેડે અંદરનાં બાગે એક-એક સીડી હતી. વિવેક અને આર્યનને બિલ્ડીંગનાં પાછળનાં ભાગે રખાયા હોવાથી અર્જુન પાછળથી દાખલ થઈને તરતજ ઉપર જતી સીડીઓ ચઢી ગયો. છેલ્લા પગથિયે ઉપરનાં માળે અટકી અર્જુને સીડીની દીવાલની આડાશમાં રહીને અર્જુને ઉપરનાં ફ્લોર ઉપર નજર ફેરવી. અંધારું હતું અને કોઈ નહોતું.

સાવચેતી રાખીને અર્જુન અંધારામાંજ દબાતા પગલે સીડીઓ ચઢી ગયો અને બીજે માળે આવી ફરી ધીરેધીરે ત્રીજે માળ જવા સીડીઓ ચઢાવા લાગ્યો.

“હું બાથરૂમ કરીને આવું...!” અર્જુન હજીતો બે-ત્રણ દાદરા ચઢ્યોજ હતો ત્યાંજ તેને ઉપરથી કોઈ કીડનેપરનો અવાજ સંભળાયો. પાછો ફરીને અર્જુન ઝડપથી દાદરા નીચે ઉતરી ગયો. અંધારામાં સીડીની દીવાલની આડાશમાં અર્જુન દબાઈને ઉભો રહી અર્જુન કીડનેપરના ઉતરવાની રાહ જોઈ રહ્યો.

થોડીવારમાં અંધારમાં એક માણસને અર્જુને નીચે ઊતરતો જોયો. અંધારમાં તે કીડનેપરને ખબર પણ ના પડી અને તે દીવાલમાં લપાઈને ઉભેલા અર્જુનને વટાવીને આગળ ગયો. અર્જુને લાગ જોઈને તેને પાછળથી દબોચી લીધો અને તેનાં મોઢા ઉપર હાથ દબાવી દીધો. પોતાની જોડે રહેલી આર્મી નાઇફને અર્જુને એક હાથમાં પકડીને તેની ધાર ઓલાંની ગરદન ઉપર ધરી.

“કેટલાં લોકો છો અહિયાં...?” અર્જુને ધીમા પણ કરડાકી ભર્યા સ્વરમાં પૂછ્યું “મોઢું ખોલું એટ્લે હોશિયારી કર્યા વગર બોલજે...! નઈ તો...!”

એટલું કહીને અર્જુને ઓલાની ગરદન ઉપર મૂકેલી આર્મી સહેજ વધુ દબાવી.

“ઉમ્મ....!”ગભરાઈ ગયેલાં ઓલાંએ ફફડતાં-ફફડતાં હકારમાં માથું હલાવ્યું.

“ચ..ચાર જણાં...!” અર્જુને ઓલાંના મોઢા ઉપર રહેલો હાથ સહેજ હટાવતાં ઓલો ગભરાતો-ગભરાતો બોલ્યો.

અર્જુને પાછું ઓલાંનું મોઢું જોરથી દબાવ્યું. અને ઠંડા કલેજે તેની ગરદન ઉપર આર્મી નાઇફ ફેરવી દીધી. ઓલો તરફડવા લાગ્યો. તેની ગરદન ઉપર અર્જુને કરેલા નાઇફ વડે કરેલાં ઘા માંથી ધડાધડ લોહી વેહવાં લાગ્યું. જેમ-જેમ એનો દર્દ વધતો ગયો અર્જુનની પકડમાં ઓલો વધુ જોરથી તરફડવા લાગ્યો. જોકે અર્જુનની મજબૂત પકડ સામે તેનું કશું ના ચાલ્યું.

છેવટે તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું. અર્જુને હળવેથી ઓલાંની ડેડ બોડી નીચે સૂવાડી. અને ઉતાવળા પગલે ત્રીજે માળ જવા સીડીઓ ચઢી ગયો.

છેલ્લાં પગથિયે પહોંચીને અર્જુન અટક્યો અને સીડીની દીવાલની આડાશમાં રહીને ફ્લોર ઉપર જોવા લાગ્યો. બંધક અવસ્થામાં નીચે બેઠેલાં વિવેક અને આર્યનની જોડે એક માણસ ઊભો હતો. પોતાનાં મોબાઈલમાંથી અર્જુને વિવેકનો નંબર ડાયલ કર્યો. વિવેકનો નંબર તેણે પ્રતિક્ષા જોડેથી લીધો હતો.

“ટ્રીન....ટ્રીન.....” વિવેક ફોન ઓલાં કીડનેપર જોડેજ હતો.

ઓલાંએ ચોંકીને વિવેકનો ફોન હાથમાં લીધો અને અજાણ્યો નંબર જોઈને ચોંકયો. તેનું ધ્યાન હજી મોબાઈલમાં હતું આથી અર્જુન ચીલ ઝડપે અંધારમાંથી બહાર આવ્યો અને મોટાં બે-ત્રણ ડગલાં ભરીને ઓલાં ઉપર કુધ્યો. સહેજ પણ અવાજ કર્યા વિના અર્જુને વાઘની જેમ ફલાંગ લગાવી. અવાજથી ઓલાંને કઈંપણ સમજાય એ પહેલાંતો અર્જુને તેની આર્મી નાઇફ સીધી ઓલાંના ગળામાં શ્વાસનળીની આરપાર ઘુસાડી દીધી. ઓલો “ચૂં” પણ કર્યા વિના નીચે ઢળી પડ્યો.

બંધક અવસ્થામાં નીચે બેઠેલાં વિવેક અને આર્યન પૂરેપૂરાં કાળાં કપડામાં હાથમાં લોહીથી લથબથ લાંબી આર્મી નાઈફ લઈને ઉભેલાં અર્જુનને જોઈને ડરી ગયાં. તેમનાં મોઢા ઉપર ડરના ભાવ જોઈને અર્જુને પોતાનાં ચેહરાને ઢાંકેલું કાળું માસ્ક દૂર કર્યું.

“હું છું....! અર્જુન...!” માસ્ક નીચે ફેંકતાં અર્જુન વિવેક સામે વિચિત્ર નજરે કેટલીક ક્ષણો સુધી જોઈ રહ્યો.

પહેલી નજરે તેને વિશ્વાસજ નાં થયો કે વિવેક પ્રતિક્ષાનો હસબંન્ડ હોય શકે. કેમકે પ્રતિક્ષા કરતાં વિવેકની ઉમ્મર લગભગ વીસેક વર્ષથી વધુ લાગતી હતી. તેનાં માથાંનાં બધાંજ વાળ સફેદ હતાં. દાઢી અને મૂંછ સુધ્ધાં. આઘેડથી પણ વધુ વયનો વિવેક પ્રતિક્ષાનાં બાપની ઉમ્મરનો હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

“તો આ મજબૂરી હતી...!?” વિવેકને જોઈ રહેલો અર્જુન મનમાં બબડ્યો.

“ઉમ્મ...ઉમ્મ....!” મોઢે પટ્ટી બાંધેલાં વિવેક અર્જુન સામે જોઈને અવાજ કરતાં અર્જુન જાણે તંદ્રામાંથી બહાર આવ્યો.

નીચે બેસીને તરતજ તેને નાઈફ વડે વિવેકનાં પાછળ બાંધેલાં હાથની રસ્સી કાપી નાંખી. પછી એટલીજ ઝડપથી તેણે વિવેકનાં પગની અને પછી આર્યનનાં હાથ પગની રસ્સી કાપી બંનેને બંધનમુક્ત કર્યા.

“જલ્દી ચાલો...!” અર્જુન બોલ્યો અને નીચે જવાં માટે સીડીઓ ઉતરવા જવાં લાગ્યો. જતાં-જતાં તેણે નીચે મૃત પડેલાં કીડનેપરનાં બેલ્ટમાં ખોસેલી પિસ્તોલ લઈ પોતાની આર્મી નાઈફ પોતાનાં બેલ્ટ પાસે લાગેલા લેધરનાં કવરમાં ભરાવી દીધી.

વિવેક અને આર્યન બંને તેની પાછળ-પાછળ દોરવાયા. થોડીવારમાં તેઓ બંને ફેક્ટરીનાં બિલ્ડીંગની બહાર આવી ગયાં. બિલ્ડીંગની બહાર નીકળીને અર્જુન અટક્યો અને મેઈન ગેટ આગળ છરી લઈને ઉભેલાં એ કીડનેપર સાગરીત તરફ જોઈ રહ્યો.

“તમે બેય અહિયાં ઊભાં રો’….!” અર્જુન ધિમાં સ્વરમાં બોલ્યો અને અંધારમાં દબાતાં પગલે ચાલીને કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલ પાસે આવ્યો.

પિસ્તોલ ખિસ્સામાં મૂકી નાઈફ હાથમાં પકડી અર્જુન બાઉન્ડરી વૉલને સમાંતર રહીને લપાઈને ગેટ તરફ જવાં લાગ્યો. ગેટ પાસે લાગેલાં નાનકડાં બલ્બનાં અજવાળામાં ઉભેલાં સાગરીતને અંધારમાં રહેલો અર્જુન જોઈ શકતો હતો. ગોળો નાનો હોવાથી તેનું અજવાળું વધુ દૂર સુધી નહોતું જતું. જ્યાં સુધી અર્જુન ગોળના પ્રકાશમાં ઓલાં સાગરીતની નજીક આવ્યો ત્યાં સુધી ઓલાંને કશું ખબર નાં પડી.

અર્જુનનાં પગરવનો સહેજ અવાજ થતાં તેણે હજુતો અર્જુન તરફ અવાજની દિશામાં તેનું મોઢું ફેરવ્યુંજ હતું ત્યાંજ અર્જુને તેની આર્મી ચીલ ઝડપે ઓલાની દાઢીમાં નીચેથી ગળાના ભાગેથી અંદર ઘુસાડી દીધી. જીભ ચીરતી આર્મી નાઈફે તેનાં નાકની પાછળ શ્વાસની નળીઓ કાપી નાંખી. અર્જુને ઝડપથી નાઈફ બહાર ખેંચી લેતાં લોહીની પિચકારી છૂટી અને ઓલાંના ડોળા ઉપર ચઢી ગયાં.

બિલ્ડીંગના દરવાજે લપાઈને ઉભેલાં વિવેક અને આર્યન ધ્રુજતાં-ધ્રુજતાં યમદૂત જેવાં અર્જુનને ક્રુરતા પૂર્વક ઓલા કીડનેપરને મારતો જોઈ રહ્યાં. વિવેકને તો અર્જુન પોતાને કિડનેપ કરનારાં કીડનેપરો કરતાં વધુ ખતરનાક લાગ્યો.

મેઈન ગેટની બહાર જઈને અર્જુને બંને બાજુ જોયું. બધું સલામત લાગતા અર્જુને હાથ વડે બંનેને ઈશારો કરી આવવા જણાવ્યું. વિવેક આર્યનને તેડીને દોડાદોડ અર્જુન તરફ દોડ્યો અને અર્જુન પાસે આવી ગયો.

“જલ્દી...! તમે..!” અર્જુન હજીતો બોલવાજ જતો હતો ત્યાંજ એક તેજ રોશનીએ બધાંની આંખ આંજી નાંખી.

“અર્જુન...! આર્યન...!” એ પ્રતીક્ષા હતી જે કાર લઈને આવી પહોંચી હતી.

“તું અહિયાં શું કરે છે...!?” વિવેક પૂછે એ પહેલાંજ ચોંકી ગયેલાં અર્જુને પ્રતીક્ષાની નજીક દોડી જઈને પૂછ્યું “પાગલ થઇ ગઈ છે તું...!?”

“હાં....! હું પણ એજ પૂછવાનો હતો...!” વિવેકનું મોઢું બગડી ગયું છતાં તે પોતાનાં ચેહરાનાં એ ભાવો છુપાવીને બોલ્યો.

“મેં તારો પીછો કર્યો હતો...!” પ્રતીક્ષા ગભરાયેલાં સ્વરમાં બોલી “આર્મી કેન્ટોન્મેન્ટથી...! તું જયારે ઓટોમાં અહિયાં આવવાં નીકળ્યો ત્યારે....!”

“what...!?” અર્જુન ચોંક્યો પછી બોલ્યો “છોડ એ બધું...! તમે લોકો જલ્દી કારમાં બેસો...! અને નીકળો..!”

અર્જુન હજુતો એટલું બોલ્યોજ હતો ત્યાંતો વિવેક કારની ડ્રાઈવીંગ સીટ તરફ ઉતાવળાં પગલે જતો રહ્યો.

“અને તું...!?” પ્રતીક્ષાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

“મેં ત્રણને માર્યા છે..!” અર્જુન બોલ્યો “મેં જેને સૌથી પેલ્લાં માર્યો...! એણે કીધું’તું કે ચાર લોકો છે...! હજી એક જણ બાકી છે...! મેં જેમને માર્યા એમનો કોઈ એ નથી લાગતો...! જેણે ફોન કર્યો હતો...!”

પ્રતીક્ષા ચિંતાતુર નજરે અર્જુન સામે જોઈ રહી.

“તું જા...હું..!”

“ધાંય.....!” અર્જુન હજુતો આગળ કંઈ બોલે પહેલાંજ ફેક્ટરીની બિલ્ડીંગ તરફથી કોઈએ ગોળી ચલાવી.

જોકે તેનો નિશાનો ચુકી ગોળી ગાડીના બોનેટ ઉપર અથડાઈ. અર્જુને તરતજ પરિસ્થિતિ પામી જઈને પોતે પ્રતીક્ષા અને આર્યન આગળ ઢાલની જેમ ઉભો થઇ ગયો.

“ધાંય....ધાંય...! ધાંય...!” અંધારામાં ફેક્ટરી બિલ્ડીંગ તરફથી બીજી ત્રણ ગોળીઓ છૂટી જેમાંની બે અર્જુનને વાગી.

એક છાતીમાં હૃદયની એકદમ જોડેજ બીજી લીવરમાં કાણું કરીને આરપાર નીકળી ગઈ. અર્જુન ઢાલની જેમ આગળ ઉભો હોવાં છતાં ત્રીજી ગોળી આર્યનના હાથને ઘસરકો કરીને નીકળી ગઈ.

“મમ્મીઈઇ...!” નાનકડો આર્યન ઘા ઉપર હાથ મુકીને રડી પડ્યો.

“આર્યન...!” પ્રતીક્ષા પણ બુમ પાડી ઉઠી.

અર્જુને તરતજ પ્રતીક્ષાનું બાવડું પકડ્યું અને પ્રતીક્ષાએ આર્યનને દબાવ્યો. બંનેને લગભગ ઢસડીને અર્જુને વિવેકની બાજુમાં કારનો દરવાજો ખોલ્યો.

“જલ્દી...! નીકળો અહિયાંથી...!” અર્જુન બરાડી ઉઠ્યો.

“ધાંય....! ધાંય....!” બીજી બે ગોળીઓ ત્યાંથીજ છૂટી.

ત્યાંસુધીમાં પ્રતીક્ષા અને આર્યન કારમાં બેસી ગયાં હોવાથી અર્જુને કારનો દરવાજો બંધ કર્યો હતો. આથી બંને ગોળીઓ અર્જુનનાં સાથળમાં ઘુસી ગઈ. લંગડાતા પગે અર્જુન હવે ફેક્ટરી તરફ સામો જવા લાગ્યો. જતાં-જતાં તેણે કીડનેપરની જે પિસ્તોલ લીધી હતી તે પોતાનાં ખિસ્સામાંથી ખેંચી કાઢી.

“અર્જુન....!” પ્રતીક્ષા રડી પડી અને કારમાં બેઠાં-બેઠાં બુમ પાડી ઉઠી.

વિવેકે કાર રીવર્સ લેવાં માંડી. આર્યન પણ રડારડ કરી રહ્યો હતો.

“ધાંય....!” સામેથી વધુ એક ગોળી છૂટી જે સીધાં એ તરફ જઈ રહેલાં અર્જુનના ખભામાં ઘુસી ગઈ.

છેલ્લે જયારે કિડનેપરે અર્જુન ઉપર ગોળી ચલાવી ત્યારે અંધારામાં થયેલી ગોળીની ફ્લેશ અર્જુન જોઈ ગયો અને તે ફ્લેશની દિશામાં અર્જુને ધડાધડ ચાર ગોળીઓ ચલાવી દીધી.

“ધડ.....!” અર્જુને અંદાજે ચલાવેલી ગોળીઓ તે કિડનેપરને વાગી હતી.

જેમાંની એક સીધી તેનાં માથાંમાંજ વાગતાં તે ઝોલાં ખાતો-ખાતો અર્જુન તરફ આવ્યો. પ્રકાશમાં આવતાં અર્જુને તેને ઓળખી પાડ્યો અને તરતજ બીજી ગોળી ચલાવી દીધી.

ગોળી સીધી ઓલાની આંખમાં વાગી અને ખોપડી ચીરીને બીજી બાજુથી નીકળી ગઈ. તે ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો.

પિસ્તોલ નીચી કરી અર્જુન કેટલીક ક્ષણો ઉભો રહ્યો પછી તે પણ ઢળી પડ્યો.

“વિવેક...વિવેક...પ્લીઝ...કાર રોક...!” ગેટ પાસે લાગેલાં ગોળાના અજવાળામાં પ્રતીક્ષાએ અર્જુનને ઢળી પડતાં જોયો અને આજીજીપૂર્વક વિવેકને કાર રોકવા કહ્યું.

વિવેક કાર હજીતો ફેક્ટરીની સામેના રોડ ઉપર લીધીજ હતી અને પહેલાં ગીયરમાં નાંખી રહ્યો હતો.

“તારે મરવું છે...! માંડ માંડ બચ્યા છે...!” વિવેક ઘાંટો પાડીને બોલ્યો.

“અર્જુન...વિવેક પ્લીઝ...!” પ્રતીક્ષા રડતાં-રડતાં બોલી.

“અરે એ આર્મીવાળો છે...! જોઈ લેશે...! એણે એનું કામ કરી દીધું...!” વિવેક એજરીતે ઘાંટો પાડીને બોલ્યો “હવે આર્યનને જો.....! એ રોવે છે..! એને દવાખાને લઇ જવો પડશે...!”

“પણ..પણ અર્જુનને પણ..!”

“અર્જુનવાળી બંધ થા ને હવે...!” વિવેકે જોરથી ઘાંટો પાડ્યો.

પ્રતીક્ષાએ કશું પણ બોલ્યાં વગર કારનો દરવાજો ખોલ્યો. કાર હજી પહેલાં ગીયરમાં હોવાથી કારની સ્પીડ હજી ધીમી હતી છતાં કાર ફેક્ટરીથી લગભગ ત્રણસો મીટર દુર નીકળી ગઈ હતી.

“જો તું ગઈ...!” ચાલું કારમાં પ્રતીક્ષા કુદવા જતી હતી ત્યાંજ વિવેક કડક સ્વરમાં બોલ્યો “તો હું નઈ રોકાવ અહિયાં...! અને પછી આપડો સબંધ ભૂલી જજે...!”

“મને પરવા નથી...!” પ્રતીક્ષા બેફિકરાઈથી બોલી અને કુદી પડી.

વિવેકે પણ ત્યારપછી કાર મારી મૂકી.

કારની સ્પીડ ધીમી હોવાં છતાં ચાલતી ગાડીમાં કુદવાને લીધે પ્રતીક્ષા રોડ ઉપર ધસડાઈને પડી. તેણીનાં ઘૂંટણ અને કોણી છોલાઈ ગયાં. છતાં એ વાતની પરવા કાર્ય વિના તે ઉભી થઇ ગઈ અને ફેક્ટરી તરફ દોડવાં લાગી.

“અર્જુન...અર્જુન....!” દોડાદોડ પ્રતીક્ષા ફેક્ટરી પાસે આવી પહોંચી.

ગોળાના અજવાળાંમાં તેણીએ અર્જુનને નીચે પડેલો જોયો.

અર્જુન....!” ગેટ તરફ જતાં ઢાળ ઉપર દોડતા-દોડતાં પ્રતીક્ષા રડી પડી અને અર્જુન પાસે જઈને નીચે બેસી ગઈ.

અર્જુનનું માથું પોતાનાં ખોળામાં લઈને પ્રતીક્ષા રડી પડી. તેની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં.

ગોળના પ્રકાશમાં પ્રતીક્ષાએ અર્જુનના શરીર ઉપર વાગેલી ગોળીઓમાંથી નીકળતું લોહી જોયું. ઘામાંથી લોહી નીકળીને નીચે જમીનની માટીમાં ભળી રહ્યું હતું.

“અર્જુન....! અર્જુન....સોરી...!”

“ત...તું...પ..પાછી શું કામ આવી...!” તુટતાં સ્વરમાં અર્જુન માંડ બોલ્યો.

“હું...હું..તને કંઈ નઈ થવા દવ....! દવાખાને. હું...!”

“લ...લીવરમાં ગોળી વ..વાગી છે...!” અર્જુન બોલ્યો “હોસ્પિટલ ન...ન....નઈ પહોંચાય...!”

અર્જુન બોલ્યો અને પોતાનો દર્દ છુપાવા માંડ હસ્યો.

“અર્જુન....I’m so sorry...!” પ્રતીક્ષા રડી રહી હતી.

“નઈ....ત....તારો કોઈ વાંક નહોતો...!” અર્જુન વિવેકને યાદ કરીને બોલ્યો “પ...પણ...હું ખોટું બોલતો’તો...! મને તારા જવાબની પ્રતીક્ષા હતી પ્રેક્ષ્યું....!”

અર્જુને પ્રતીક્ષાને તેણીનાં કોલેજના પેટ નેમથી બોલાવી.

“મને તારા જવાબની પ્રતીક્ષા હતી....આટલાં વર્ષો પછી પણ હતી....! કેમ નાં આઈ તું...!?”

“અર્જુન...!” પ્રતીક્ષા ડૂસકાં ભરી રહી અને અર્જુન સામે શૂન્યમનસ્ક જોઈ રહી.

“હું આવાનીજ હતી...!” પ્રતીક્ષાની આંખ સામે લગભગ પંદર વર્ષ પહેલાંનો એ દિવસ તરવરી ઉઠ્યો “પણ....પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો...! અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવાં પડ્યાં....!

પપ્પાના ફ્રેન્ડે કીધું કે શેયરબજારમાં પપ્પાને ભયંકર મોટો લોસ ગયો હતો...! સિત્તેર કરોડ.....! પપ્પા માંડ બચ્યાં....! હોસ્પિટલના બિછાને હોવાં છતાં....સિત્તેર કરોડનો દેવું ભરવાની એમની ચિંતા જોઇને હું...હું...એમને એકલાં મુકીને નાં આઈ શકી...!

એમનાં ફ્રેન્ડ....! જે વર્ષોથી એમની જોડે શેયરની લે-વેચમાં ધંધો કરતાં હતાં...! એમણે પપ્પાનું બધું દેવું ભરી દેવાની ઓફર કરી..! પણ બદલાંમાં....! બદલાંમાં મને માંગી....! હાં.....વિવેક....!

મારાં પપ્પાની ઉંમરનો....! એની દાનત ઘણાં વખતથી મારી ઉપર હતી...! એણે બધુંજ દેવું ભરી દીધું....! અને પપ્પાએ પણ મને ઈમોશનલ બ્લેકમેલ કરી...! જોરજોરાઈથી એની જોડે પરણાઈ દીધી...!”

શૂન્યમનસ્ક તાકી રહી પ્રતીક્ષા ડૂસકાં ભરતી રહી.

“ત્યારપછી મારી હિમ્મતજ ના થઇ...તને ફેસ કરવાની...!” પ્રતીક્ષા બોલી “હું...સાચું કહું છું...! અજ્જુ....! હું આવવાનીજ હતી એ દિવસે...!”

વિહવળસ્વરમાં પ્રતીક્ષાએ અર્જુનને તેનાં કોલેજના પેટનેમથી બોલાવ્યો અને તેની સામે જોઈ બોલી

“ હું સાચું ક....!” પ્રતીક્ષાનાં શબ્દો મોઢાંમાં આવીને અટકી ગયાં.

પ્રતીક્ષાની આંખમાંથી આંસુ વહીને નીચે પાડવા લાગ્યાં.

અર્જુન ખુલ્લી આંખે પ્રતીક્ષા તરફ તાકી રહ્યો હતો. તેનાં શ્વાસ રોકાઈ ગયાં હતાં અને મોઢું સહેજ ખુલ્લું રહી ગયું હતું. તેનાં શ્વાસ ક્યારે રોકાયા એ પ્રતીક્ષાને પણ ખબર ના પડી.

કદાચ...! પ્રતીક્ષા કેમ નાં આવી...એ સવાલનો જવાબ મેળવવાની તે હજીપણ પ્રતીક્ષાજ કરતો રહ્યો હતો.

**સમાપ્ત**

***

આપને આ લઘુકથા કેવી લાગી એ કોમેન્ટમાં કે મારાં instagraam accountમાં મેસેજમાં અવશ્ય જણાવશો.

Thank you

Instagram@krutika.ksh123

****