To go in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | જવાની જવા ની છે

The Author
Featured Books
Categories
Share

જવાની જવા ની છે

જવાનીનો જસ્બાત અને વાર્ધ્યક્ય ની વિમાસણ
જવાની તો જવા ની છે અને તે પાછી ફરવાની નથી. જીવન ક્રમમાં યુવાની ટકતી નથી અને ઘડપણ અટકતું નથી. અવિરત, સતત અને નિરંતર જીવનયાત્રા ચાલતી જ રહે છે. આપણે બાળપણની જીજ્ઞાશા અને મુગ્ધતા, યુવાનીની સાહસિકતા અને હિંમત તથા ઘડપણ મા ધીરજ અને પ્રેમ ને સાચવી રાખવાના છે. જયાં જેની જરૂર પડે તેનો ત્યાં ઉપયોગ કરવાથી જિંદગી ની પળો હસીન અને રંગીન રહે છે. બાળપણની જીદ, યુવાનીની ઊર્જા અને ઘડપણમાં અનુભવ જિંદગી ના હર કદમ ઉપર તાલ મિલાવે છે. જીવનમાં પરિપક્વતા, સૌજન્યતા અને સહનશીલતા હર મોડ ઉપર સફળતાની મંઝિલ નો માર્ગ દર્શાવે છે.
મિત્રો, મીઠું બાળપણ, તીખી યુવાની અને ખટ મીઠું ઘડપણ જેવા ત્રણ તબક્કામાં જીવનયાત્રા ની શરૂઆતથી સમાપ્તિ સુધીની સફર નો અનુભવ માનવીને થઈ જાય છે. આવો આપણે જોઈએ કે આપણા મનમાં કેવા વિચારો, કેવી લાગણી અને કેવું મન ભ્રમણ કરે છે. દરેક અવસ્થામાં કેવી જીવન વ્યવસ્થા આપણને મળે છે.વિચાર ના વમળમાં અટવાઈએ
છીયે કે લાગણીના પૂરમા ડૂબીએ છીયે.
(૧) જુવાનીમાં "પિંપલ" ની ચિંતા,
ઘડપણમાં 'wrinkle'. ની ચિંતા
(૨) જુવાનીમાં કોઈનો હાથ પકડવlની રાહ,
ઘડપણમાં આપણો હાથ કોઈ પકડે તેની રાહ...
(૩) જુવાનીમાં માબાપ મને એકલો છોડી દે તેવું ગમે,
ઘડપણમાં મને એકલો ના પાડી દે તેવું હું ઈચ્છું.
(૪) યુવાનીમાં કોઈ સલાહ આપે તે મને ના ગમે,
ઘડપણમાં કોઈ વાત કરવા કે સલાહ લેવા આવતું નથી.
(૪) યુવાનીમાં સુંદર વસ્તુની પ્રશંસા કરવાનું ગમે,
ઘડપણમાં આસપાસમાં સુંદરતા જોવાનું ગમે.
(૫) યુવાનીમાં અંતરની લાગણીની અનુભૂતિ જયારે ઘડપણમાં બાહ્ય ચિંતાનો ભય.
(૬) યુવાનીમાં પળોની ઉજવણી ની મજા, ઘડપણમાં વિતાવેલી સુંદર ક્ષણો ને વાગોળવાની મજા.
(૭) યુવાનીમાં મીઠા ઉજાગરા અને ઘડપણમાં નીંદર વેરણ.
(૮) યુવાનીમાં દિલ ફેંક અને ઘડપણમાં દિલને સાચવવાની ચિંતા.
(૯) યુવાનીમાં પ્રેમ ની અનુભૂતિ જરૂરી અને ઘડપણમાં સ્નેહનો સાક્ષાત્કાર જરૂરી.
મિત્રો, ઉપરોક્ત નવ રંગ જીવનમાં પળે પળે આનંદ નો અવસર લાવે, નવજીવન નો સંચાર કરાવે અને ખુશીનો ખજાનો ખોલી દે તેવી સૌને શુભેચ્છા અને શુભકામનાઓ. મજબૂર નહી પરંતુ મજબૂત જીવન સૌને પ્રાપ્ત થાય તેવી પ્રભુ પ્રાર્થના.
"મા" નો રોટલો અને "બાપ" નો ઓટલો
જગતમાં પ્રથમ વંદન માતા - પિતા ને છે. માતાની મમતા અને પિતાની ક્ષમતા સંતાનો ને સફળતાના સોપાન સર કરાવે છે. માતા - પિતા નો સથવારો અને સધિયારો પરિવારને એક, નેક અને શ્રેષ્ઠ બનાવે છે. હૈયામાં હિંમત, દિલની દિલાવરી, સ્નેહની સરવાણી, હદયની હૂંફ, લાગણીની લીલાશ અને અંતરની ભીનાશ મા - બાપ પાસે થી જ પ્રાપ્ત થાય છે. માં - બાપ સંતાનો ને અનહદ, અઢળક અને અસીમ પ્રેમ આપે છે, સંસ્કારનું સિંચન કરે છે તથા સંસ્કૃતિનું જતન કરતા શીખવાડે છે.
મિત્રો, માં - બાપ ની અર્ધી જિંદગી પોતાના મા - બાપની સેવા કરવામાં જાય છે અને બાકીની અર્ધી જિંદગી પોતાના સંતાનો ની પરવરિશ મા તથા તેમને ઠેકાણે પાડવામાં જાય છે. સંતાનો ની સમજ શક્તિ અને સહન શક્તિ ને પોતાના પરિવાર માટે વિકસિત કરવી જ રહી. પ્રભુ નું શ્રેષ્ઠ સર્જન એ માતા - પિતા છે. માં - બાપ સંતાનની જરૂરિયાત માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. પોતાની જિંદગી દાવ ઉપર લગાવી કુરબાન કરે છે. પોતાના ગમા - અણગમા, છત - અછત અને માન - અપમાન ને નજરઅંદાઝ કરીને સંતાન ના સુખ ને પોતાનું સુખ માની જીવન યાત્રા ને હસતા વદને વહન કરે છે.
આ પ્રભુ ના પયગમ્બર, ખુદા ના ફરિશ્તા અને પરિવારના પરમેશ્વર સમાન મા - બાપ ને તેમના ઉત્તરાર્ધ મા લાચારી કે પરવશતા ની અનુભૂતિ ના થાય તે જોવાની પવિત્ર ફરજ સંતાનો ની છે. માં - બાપ જેવા છે તેવી તેમની સંપૂર્ણ સ્વીકૃતિ એ જ આદર્શ સંતાનની સાચી ઓળખ છે. માં - બાપ ની સામે કોઈ ફરિયાદ નહી અને માં - બાપ ની કોઈ ફરિયાદ હોય તે ત્વરિત દૂર કરવાની ફરજ સંતાનની જ છે. ઉમર, અથાક પરિશ્રમ અને ભવિષ્યની ચિંતા ને કારણે મા - બાપ શક્ય છે કે શોર્ટ ટેમ્પર થઈ ગયા હોય, ધીરજ ના રહેતી હોય, એક ની એક વાત નું રીપિટેશન કરતા હોય ત્યારે આપણું બાળપણ યાદ કરી લેવું. આપણી બાળ હઠ, આપણો ગુસ્સો આપણી નાદાની ને યાદ કરીને આપણાં મા - બાપ સાથે તેમના ઘડપણના સમયે વ્યવહાર કરશો તો તમારા જીવનમાં રાજીપો રહેશે અને એમના અંતરના આશિષ તમને સદાય મળ્યા કરશે.
મિત્રો, માં - બાપ ની અમી દૃષ્ટિ ને ભૂલી આપણે સ્વાર્થ કેન્દ્રિત થઈ જઈએ છીએ. તેમનું અપમાન કરતા વિલંબ કરતા નથી. જાણે - અજાણે તેમના કાળજા ને ઠંડક પહોચાડવા ને બદલે દિલ ને ઠેશ પહોંચાડીએ છીએ. પરિવાર માટે જેને અર્પણ, તર્પણ અને સમર્પણ કર્યું હોય તેમને સુધારવા ને બદલે સાચવવાની જવાબદારી આપણી છે. માં - બાપ પરિવાર માટે ફકત ફૂલ જ નહી પરંતુ સુવાસિત ફૂલો નો બગીચો છે. આ વાત્સલ્ય મૂર્તિ વડીલોને કાંટા ની સજા આપવા ને બદલે ફૂલોની સુગંધ જેવું જીવન આપશો તો પરિવારની જીવનયાત્રા સુખમય અને આનંદમય રહેશે. પરિશ્રમ અને પરોપકાર ની પ્રતિકૃતિ સમાન મા - બાપ પરિવાર નું આભૂષણ છે, પરિવાર નો મુકુટ છે. પરિવાર ને અંધકાર માંથી ઉજાસમાં અને અજ્ઞાન માંથી જ્ઞાન મા માતા - પિતા લાવે છે. આવી વિરલ વિભૂતિ ને હયાતી મા હૈયાની હળવાશ અને મનની મોકળાશ આપવાની જવાબદારી સૌની છે.
પ્રસન્ન ચિત્ત વડીલો, બાળકો નો મિઠો કલરવ, યુવાનો નો સેવાકીય અને સાહસિક અભિગમ, બેનો નું સંપૂર્ણ સન્માન હોય તેવા પરિવાર ને સ્વર્ગનું સુખ ની અનુભૂતિ થાય છે. આપ સૌને પારિવારિક સુખ ની હર પળ અને હર કદમ પ્રાપ્તિ થાય તેવી અભ્યર્થના.
જવાની જવા ની છે તો મિત્રો મઝા કરો અને બધાને મઝા કરાઓ.
આશિષ
9825219458