Laghu Kathao - 14 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 14 - બારદો

Featured Books
Categories
Share

લઘુ કથાઓ - 14 - બારદો

લઘુ કથા 14

બારદો

10 જુલાઈ 1851: વિયેના (ઓસ્ટ્રીયા)

વિયેના ના છેવાડે આવેલ એક નાનું ટાઉન હેલિંગસ્ટેડ માં એક ખેતર પાસે આવેલ લાકડા નું બનેલ ઘર. બહાર ની પરસાળ ના ભાગ માં ચારેક ઘેટા બાંધ્યા હતા. ઘર માં અપાર શાંતિ હતી. ઘર માં થી બહાર ની બાજુ ફાનસ નો પીળો પ્રકાશ ફેલાતો હતો. અનેં અચાનક જ એક સ્ત્રી ની વેદના નો અવાજ આવ્યો. અને તરત જ એક માધ્યમ કદ કાઠી વાળો પુરુષ દોડતો દોડતો ભાગતો બહાર નીકળી ને આજુ બાજુ ના રહેવાસ માં થી અમુક સ્ત્રીઓ ને બોલાવી લાવ્યો. સાથે એ ટાઉન ના ચર્ચ ની લેડી પાદરી પણ સાથે હતી જે પહેલા ગવર્મેન્ટ હોસ્પિટલ માં લેબર નર્સ રહી ચુકી હતી. અને હવે ટાઉન માં પાદરી તરીકે ફરજ બજાવતી હતી.

પછી એ તમામ સ્ત્રી ઓ એ સાથે મળી ને એ સ્ત્રી ની મદદ કરી અને વિયેના ની ધરતી પર જન્મ્યો એક બાળક જે આગળ ચાલી ને વિયેના અને પૂર્ણ ઓસ્ટ્રીયા માટે તારણહાર સાબિત થવા નો હતો.

એ પાદરી (નર્સ) ફ્લોરેન્સ મેટહાર્ટ એ છોકરા નું નામ પડ્યું, " ફેડરિક". અને એના ફાધર ના હાથ માં આપતા કહ્યું, "મિસ્ટર વોન વિઝર , આ બાળક તમારા અને આના પોતાના જીવન માં આવનાર તમામ વ્યક્તિઓ માટે ખૂબ આશિષમય બને એવી હું ગોડ ને પ્રાર્થના કરું છું. " એમ કહી ને બાળક ને એમના હાથ માં આપ્યું.

હાથ માં લઇ ને પેડરિક વોન વિઝર એ પોતાના બાળક ને જોઈએ ને હસતા હસતા એનું આખું નામ નું ઉચ્ચારણ કર્યું "ફેડરિક વોન વિઝર"..

અને તયાજ એક નાનો લગભગ 18 એક વર્ષ નો છોકરો દોડતો દોડતો આવ્યો અને હાંફતા હાંફતા બોલ્યો " જીજાજી, સાઈમન્સ એ આપણી જમીન ને આપણી કિંમત અને આપણી શરતો પર લીઝ પર લેવા માટે ની તૈયારી આપતો પત્ર આપ્યો છે , શાહી સિક્કા સાથે. આ જોવો." કહી ને એ પત્ર બતાવ્યો.

જાણે દુકાળ માં લીલોતરી છવાઈ હોય એવી સુખદ હાલત થઈ ગઈ પેડરિક ની. એક તો સુવ્યવસ્થિત રીતે સ્વસ્થ બાળક નો જન્મ અને હવે આ ખુશી ના સમાચાર.

"લગભગ 2 વર્ષો થી જેની માટે રાહ જોઈ રહ્યો હતો એ આજે જ સમાચાર મળવા ના થયા. " પાદરી સામે જોઈ ને કહ્યુ " નન ફ્લોરેન્સ , તમારી પ્રાર્થના ત્વરિત સાચી ઠરી."

પછી બધા હસી ખુશી છુટા પડ્યા, અને પેડરિક એના ખોળા માં ફેડરિક એની બાજુ આડી પડેલી મારિયા અને 18 વર્ષ નો એનો સાળો લુઈસ બધા હસી ખુશી હવે સુવા ની તૈયારી કરવા માંડ્યા.


26 વર્ષ પછી:

ઓસ્ટ્રીયા ની યુનીવર્સીટી ઓફ વિયેના માં થી ગ્રેજ્યુએટ થઈ ગયા પછી ફેડરિક સરકારી બેંક માં જોડાયો. અર્થશાસ્ત્ર ના આંકડા અને થિયરી માં સ્કૂલ દરમિયાન થી જ ખૂબ ઇંટ્રેસ્ટ આવતો હોવા થીજ કોમર્સ ફિલ્ડ લીધું હતું. આસપાસ ની તમામ ઘટના માં થી તેમજ પોતાની અને અન્ય ની સામાજિક , પારિવારિક અને વ્યવહારિક પરિસ્થતી ઓ માંથી જ એણે વિયેના નું અર્થતંત્ર કઇ રીતે સુધારી શકાય એના ઉપર કામ ચાલુ કર્યું અને એ કામ વિયેના ની સરકારી બેંક ના એક ખેડૂત કસ્ટમર આલ્ફાન્ઝો મોઝેઈક થી કર્યો.

અને કદાચ પહેલી વાર વ્યાજયુક્ત લૉન ની શરૂઆત કરી.

અને આમ ધીરે ધીરે આવનારા બીજા 20 વર્ષો માં શાળા ઓ, કોલેજો, બેંકસ, માર્કેટ એરિયા, હેલ્થ કેર માં સિધુ સરળ ગણિત અને બજેટ બેસાડતા ગયા અને સરકાર ને ક્યારેક પ્રેમ તો ક્યારેક નાક દબાવી ને પાલન કરવા માટે ફરજ પડતા ગયા.

એમના કામ અને કામ ના પરિણામ જોઈ ને જર્મન સરકાર ખુશ થઈ અને ઓસ્ટ્રીયા ના વિકાસ માટે એમને " સ્ટેટ ઇકોનોમિસ્ટ" ની પદવી આપી ને એમનું સમ્માન કર્યું અને ઓસ્ટ્રીયા ને એક ભરોંસમંદ અર્થશાસ્ત્રી મળ્યો.

આમ જ ઓસ્ટ્રીયા અને વિયેના ની સેવા અને સર્વિસ માં ફેડરિક એ બીજા 25 વર્ષ કાઢી નાખ્યા . આ 45 વર્ષો માં ઓસ્ટ્રીયા ની અર્થનીતિ લગભગ લગભગ આખા જર્મની એ અને દુનિયા ના અમુક દેશો એ વિકસાવવા ની શરૂઆત કરી દીધી હતી જેમાં એક હતું બ્રિટન અને એણે એ પદ્ધતિ નો ખોટા હેતુ થી , સ્વાર્થ હેતુ થી ઉપયોગ શરૂ કર્યો હતો ભારત માં.

ઇસ 1926 :

પોતાના ઘર ના બેડરૂમ માં લગભગ મરણ પથારી એ ફેડરિક સૂતો હતો. એ પોતાના અંતિમ શ્વાસ ગણતો હતો ત્યારે વિયેના ના ચર્ચ ના પાદરી ઓલિવર ફ્રેન્કવુડ એમની પડખે આવી ને બેઠા.

એમના હાથ માં મોતી ની એક માળા હતી એ ફ્રેન્ક ના હાથ માં આપી અને કહ્યું, "ફ્રેન્ક માઈ ચાઈલ્ડ , તું હવે તારું શરીર છોડવા ની તૈયારી માં છે. જતા પહેલા તારી કોઈ ઈચ્છા છે, તો એ જણાવ."

ઊંડા શ્વાસ લેતા લેતા બોલ્યો, " Я хочу родиться тогда, когда Мои знания нужны наилучшим образом.

Я приехал сюда, теперь я хочу родиться в стране Мульти религий.

Индия.
YA khochu rodit'sya togda, kogda Moi znaniya nuzhny nailuchshim obrazom.

YA priyekhal syuda, teper' ya khochu rodit'sya v strane Mul'ti religiy.

Indiya.

પાદરી ને કાંઈ સમજાયું નહીં એટલે એને એના માથા પર હાથ મૂકી ઈશ્વર નું નામ લઈ ને પાછું પૂછ્યું, " બેટા તારી ઈચ્છા ફરી થી જણાવીશ, આ ભાષા હું નથી સમજતો. હું તારી માટે પ્રાર્થના કરી શકું".

ફેડરિક ફરી ઊંડા શ્વાસ લેતા અંગ્રેજી માં બોલ્યો" I want to born where My knowledge need in the best way.

I came here, now I want to born in the land of Multi religion.

India.

પાદરી એ કહ્યું, " હવે એક જ સવાલ છેલો પણ મહત્વ નો. ક્યારે?

ફેડરિક એ કહ્યું " જ્યારે મારી ખૂબ જરૂર હશે ત્યારે.. રશિયા , જર્મની અને હવે ઇન્ડિયા.. જ્યારે મારી ખૂબ જરૂર હશે ત્યારે."

પાદરી એ કહ્યું" બેટા તારા જેવા અર્થશાસ્ત્રી ઓ ને તો આ સમય માં દરેક દેશ ને જરૂર છે."

ફેડરિક એ કહ્યું " બસ અમુક જ વર્ષ માં. આમજ ખેતરો થી ભરેલા ગામ માં હું આવીશ, જ્યારે મારી જરૂર હશે ત્યારે હું આવી જઈશ. આઈ વોન્ટ ટુ બોર્ન ફોર ઈન્ડિયા. જસ્ટ ફ્યુ યર્સ .. જસ્ટ ફ્યુ યર્સ.." બોલતા બોલતા પહેલા શબ્દો અને પછી શ્વાસ ધીમા થઈ ગયા અને અમુક જ મિનિટ ના અંતરે થંભી ગયા.

બધાએ પ્રાર્થના કરી અને અંતિમ વિધિ ની શરૂઆત કરી..


23 સપ્ટેમ્બર 1932 બ્રિટિશ ઇન્ડિયા : ગાહ (પંજાબ) (હાલ પંજાબ પાકિસ્તાન).

વરસાદી દિવસે ખેતરો થી શુમાર "ગાહ ગામ" ની વચ્ચો વચ માર્કેટ ભાગ માં " પંજાબી શેરી" નામક સોસાયટી ના ઘર નમ્બર 14 માં એક પંજાબી સ્ત્રી ને લેબર પેઈન શરૂ થયો અને તરત જ અંગ્રેજ રાજ હેઠળ ચાલતી સરકારી હોસ્પિટલમાં એક બાળક નો જન્મ થયો. બાળક ને જોઈ મેં એના પિતાની આંખો માંથી હર્ષાશ્રુ આવી ગયા .

ગુરુમુખ સિંઘ ના આંખ માંથી આનંદ ના આંસુ જોઈ ને એની પત્ની અમૃતા એ પૂછ્યું, '" કેવો મીઠડો છે ને? શુ નામ રાખશું?"

ગુરુમુખ એ કહ્યું " બીજા જેને જે નામ આપવું હોય એ આપે મેં તો નામ વિચારી લીધું"

અમૃતા એ પૂછ્યું" શુ"

ગુરુમુખ એ કહ્યું " મન ને મોહી લેનારો, " મનમોહન સિંઘ".

1972 માં એ ફાઇનાન્સ મિનિસ્સ્ટ્રી ના ચીફ એડવાઇસર બન્યા, 1982 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર બન્યા , અને 21 મી સદી ની વૈશ્વિક મંદી વખતે ભારત ને આર્થિક રીતે સજ્જ રાખી અને 10 વર્ષ ના ગાળા માટે પ્રધાનમંત્રી પણ રહ્યા..


ફ્લેશ બેક: 1926 વિયેના નું સ્મશાન ભૂમિ:

પાદરી ઓલિવર ફ્રેન્કવુડ સાથે ફેડરિક ના ઘર વાળા ઓ એ પ્રાર્થના કરી અને ફેડરિક ની આત્મા પોતાની ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના કરી.

ફેડરિક ના દીકરા જ્યોર્જ વોન એ પાદરી ને બધી વિધિ પતી ગયા પછી પૂછ્યું " તમે પિતાજી ના મૃત્યુ શયાએ શુ પૂછતાં હતા અને એમણે પેહલા રશિયન માં કેમ વાત કરી. એ તો કદી રશિયા ગયાજ નથી. ?"

પાદરી એ આંખ બંધ કરી ને કહ્યું " સોલ રિમેન સેમ, એન્ડ સોલ મેમરી રિમેન સેમ ટુ, હી વોઝ અ રિઝલ્ટ ઓફ બારદો"

જ્યોર્જ એ પૂછ્યું " બારદો, એ શું છે"?

"વર્ષો જૂની તિબેતીયન પ્રોસેસ જેમાં આત્મા જે શરીર છોડી રહ્યું હોય એને એ કેહવા માં આવે કે એ શરીર મૂકી રહ્યું છે તો શું એણે બીજા શરીર ની જરૂર છે કે નિર્વાણ એચિવ કરવું છે. ઇફ હી ચુઝ ટુ એકોમોડેટ ઇન વન મોર અધર બોડી હી ચુઝ હિમ સેલ્ફ. ઇટ્સ સેગમેન્ટેડ ઇન થ્રિ પાર્ટ્સ, પ્રિ ડેથ, ડ્યુરીંગ ડેથ એન્ડ પોસ્ટ ડેથ બારદો. " પાદરી એ સમજાવ્યું.

"સો વન સોલ હુ વોઝ ફર્સ્ટ ઇન સમ રશિયન બોડી ટુક રિબર્થ એઝ માય ફાધર એન નાઉ હી ડીસાઈડેડ ટુ રીબોર્ન ઇન ઇન્ડિયન બોડી?" જ્યોર્જ એ આશ્ચર્ય ની નજરે જોઈ ને પૂછ્યું.

ઓલિવર એ હા માં માથું હલાવી ને જવાબ આપ્યો.

Who knows ફેડરિક એ પોતાની ઇચ્છ પુરી કરી હોય. ભારત માટે , ભારત માં , ખેતરો થી ભરપૂર ગામ અને એ પણ આગળ જતાં દેશ ના અર્થશાસ્ત્રી બનવું.

Who knows Bardo practice really worked??


ફેક્ચયુલ નોટ:

ફેડરિક વોન વિઝર ઓસ્ટ્રીયા ની રાજધાની વિયેના ના અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.

મનમોહન સિંઘ સાહેબ પણ અર્થશાસ્ત્રી તેમજ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે.

"બારદો " તિબેતીયન પ્રોસીજર છે. જે 19 મી સદી માં જર્મન માં કેટલી ઉપયોગ માં લેવાતી એના વિશે ખાસ કોઈ સત્યસભર જાણકારી નથી.

વાર્તા માં સત્ય અને કલ્પના માં રંગો નું.મિશ્રણ વાંચન રસ જળવાઈ રહે એ હેતુસર કરવા માં આવ્યું છે.


***************** સમાપ્ત*************