(આપણે આગળ જોયું કે-- આઇ.પી.એસ.રાજન સિંહ એ ડૉકટર ને મળી મીરાં વિશે પૂછતાછ કરી અને કહ્યું કે તે મીરાં ના મગજ ના રિપોર્ટ કાઢે ને એ રિપોર્ટ વિશે એમને જણાવે...)
મીરાં ને ચિંતન બંને હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવ્યા. મીરાં નાં બધા રિપોર્ટ કર્યા. સાથે સાથે મીરાં ને જાણ ના થાય તે રીતે મગજ ને લગતાં પણ કેટલાક ટેસ્ટ કર્યા. જેમાં મીરાં ના મગજ નો ઉપયોગ વધારે કે ઓછો થાય છે તે રિલેટેડ પણ હતો.મીરાં ને ચિંતન ને ડૉકટરે કહ્યું કે મીરાં હવે સ્વસ્થ છે. હવે 10 દિવસ પછીનું એકવાર ચેકઅપ માટે નું ફોલોઅપ લેજો.
ચિંતને યાદદાસ્ત પાછી કયારે આવશે એવું પૂછતાં ડૉકટરે મીરાં ને પહેલાં ની વાતો યાદ કરાવી શકાય પણ એના મગજ પર સ્ટ્રેસ ના પડે તેનું ધ્યાન રાખવાનું કહ્યું. મીરાં ને ચિંતન ઘરે ગયા. ડૉકટરે જે વાત ચિંતન ને કહી તે તેના પિતા ને કરીને કહ્યું કે મીરાંને ધીમે ધીમે તેના વિશે, આપણા વિશે વાતો યાદ કરાવી શકાય. બસ તેના મગજ ને સ્ટ્રેસ ના પડે તેનું ધ્યાન રાખવું.
ચિંતને નોકરી પર જવા રજા માગી .મીરાં ના પિતાએ કહ્યું કે, "હા બેટા જા.ચેકઅપ માં તારો ઘણો સમય જતો રહ્યો છે.હું મીરાં નું ધ્યાન રાખીશ. અને શાંતિ થી ઓફિસ જજે."
આમ ને આમ ,બે દિવસ વીતી ગયાં ને રિપોર્ટ આવી ગયા. એના પર નો અભ્યાસ કરી ને આઇ પી.એસ.રાજન સિંહ ને ફોન કર્યો કે, " રિપોર્ટ આવી ગયા છે અનુકૂળતા પ્રમાણે એકવાર મળી જાવ."
રાજન સર ડૉક્ટર ને મળવા આવ્યા અને પૂછ્યું કે, "રિપોર્ટ માં શું છે?"
ડૉક્ટરે કહ્યું કે, "રિપોર્ટ આમ તો નોર્મલ છે સાથે સાથે મગજના પણ. રિપોર્ટ પર એનાલિસિસ કર્યા પછી એક વાત મારા ધ્યાન માં આવી છે કે, "મીરાં નાં સબકોન્શિયસ માઈન્ડ ના પોઈંટ વધારે આવે છે. મીન્સ તેનું સબકોન્શિયસ માઈન્ડ કદાચ વધારે પડતું એકટીવ થઈ ગયું છે. એ સ્ટ્રેસ ના લીધે હોય કે આવા સપનાંના હોય લીધે તે ખબર નથી. પણ જો સપનાના લીધે વધારે એકટીવ થયું હોય તો આવા સપના એક રીતે સાયન્સ ની ભાષામાં સિકસ્થ સેન્સ કહી શકાય. ને આમ ભાષામાં ચમત્કાર કહી શકાય.
આઇ.પી.એસ.રાજન સિંહે બધી વાત સાંભળી ને વિચારવા લાગ્યા પછી પૂછ્યું કે, "આનાથી મીરાં ના મગજને કોઈ નુકસાન ખરૂ? "
ડૉકટરે કહ્યું કે, "હા ને ના.વળી જો યાદદાસ્ત પાછી આવી જાય તો સબકોન્શિયસ માઇન્ડ આટલું કદાચ એકટીવ ના પણ રહે."
"ઓ.કે. ડૉક્ટર, થેન્ક્સ ફોર યોર કોર્પોરેશન. બાય."
રાજન સિંહે મીરાં ને એકવાર મળવું પડશે. એમ વિચારી ઈ.રાજપૂત પાસેથી મીરાં ના ઘરનું એડ્રેસ લીધું. કામ ના ભારણ ના લીધે આજ-કાલ કરતાં કરતાં એક-બે મહિના ઊપર થઈ ગયા. એવામાં કોઈ બનાવ ના બનતાં આઇ.પી.એસ. રાજન સર મીરાં ને ભૂલી ગયા. મીરાં ખુદ જ ભુલી ગઈ કે તેને આવા કોઈ સપનાં આવતાં હતાં. પણ કિસ્મતના ખેલ ને કોણ સમજી શકે છે. કિસ્મત પણ કોઈ ને વસ્તુ કે કોઇ વાત ભૂલવા દેતું નથી. આવું જ બન્યું મીરાં ને પોલીસ ને આઇ.પી.એસ. રાજન સર જોડે. જેથી આ સપનાં ઓની વાત ને મહત્ત્વ આપવા મજબૂર બની ગયા.
(આઇ.પી.એસ.રાજન સરે રિપોર્ટ જાણી ને મીરાં વિશે શું વિચારતા હતા? એવું તો શું બન્યું કે રાજન સર કે મીરાં પણ સપનાં ને મહત્ત્વ આપવા મજબૂર બની ગયા? હવે મીરાં ને કયું સપનું આવ્યું?
વાર્તા ગમે તો કોમેન્ટ જરૂર થી કરો.
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)