ધરતી ને ધબકાર લીલું પાન
વરસાદને વાલી વાદળી...
આશા તૃષ્ણા બેય બેનડી
ઝંખે આજીવન નરનાર....
ઓસના બિંદુ ઝાંખા પડે
વરસે જો વરસાદ....
એક દિકરી વિદાય લેશે અને બીજી દિકરી અપેક્ષા પોતાનું ઘર કહેવાય કે નહીં પણ ત્યાં પગલાં પાડશે. આખરે મમતાબેનની આતુરતાનો અંત આવ્યો. અપેક્ષાને તેમના મામાના ઘરે થી વિદાય લઈને અંહીયા લઈ આવ્યા. અપેક્ષા મામાના ઘરે મોટી થઈ હોવાથી ઘરમાં બધા સાથે બહું હળીમળીને ખુલ્લાસથી વાતો ન કરી શકતી. હંમેશા ચૂપચાપ ખોવાયેલી રહેતી.
પ્રકાશભાઈએ અંડાશયની ગાંઠ વાળી વાતને પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું. કહેવાય છે ને કે સમય અને સંબંધો બધાં જખ્મોની દવા હોય છે. આરતીનાં લગ્નને આશરે ત્રણેક વર્ષ વિતી ગયા હતા. આશરે ત્રણેક વર્ષથી બીમારી થી પીડાય રહેલી કલ્પનાની હાલત માંડ માંડ કરીને સુધારો થયો હોવાથી પ્રકાશભાઇને એક ડર પણ અંદર અંદર ખોતરી રહ્યો હતો કે આ વાતની જાણ વિરાજને કે વિરાજનાં ઘરે ખબર પડશે તો બની શકે કે સગાઈની ના પણ પાડી શકે. પ્રકાશભાઈને પણ રેખાબેનની ગેરહાજરી સતત વર્તાતી અને માઁ વગરની દિકરીનાં લગ્ન નહીં થાય તો હું રેખાને શું જવાબ આપીશ એવા વિચારો વળગી ચારેકોરથી ચિંતા વિંટળાઈ ગઈ હોય એવી અનુભૂતિ થી પ્રકાશભાઈએ તો વિરાજનાં ઘરે હાં કહેવડાવી દીધી. વિરાજ આઉટ ઓફ સીટીમાં રહેતો હોવાથી પ્રકાશભાઈએ સગાઈ પોતાના ગામમાં ગોઠવવાનું નક્કી કર્યું. સગાઈ માટે ઘરના બધા સભ્યો ગામ ગયા. ઘરમાં શુભ પ્રસંગ હોવાથી મહેમાનોની સરભરા શરૂ થઈ ગઈ હતી. સગાઈનો પ્રસંગ સાદાઈથી ગોઠવવાનું નક્કી થયું. કલ્પના દેખાવે થોડી શ્યામ ઘઉંવર્ણી અણીયાળી આંખો નાકે નમણી પાતળાં હોઠ મિડયમ બાંધો ન તો બહું ઉંચી ન તો નીચી કામણગારી આંખો કમાલ હતી. બાજોઠ પર બેસતાની સાથે કલ્પનાની આંખો વિશુદ્ધ વિચારે વગર વરસાદે વરસી રહી હતી. ન ચાહવા છતાં કલ્પનાને રેખાબેનની ખૂબ જ યાદ આવી ગઈ. કલ્પનાનાં જીવનમાં રેખાબેનની જગ્યા ક્યારેય કોઈ ન લઈ શકે. કલ્પનાના જ જીવનમાં જ નહીં પણ કોઈ દિકરીનાં જીવનમાં માઁની જગ્યા કોઈ ન લઈ શકે. એક પછી એક વિંધીઓ શરૂ થઈ. વિરાજ ખૂબ દેખાવડો પાતળાં બાંધાનો સુંદર ચહેરો કાળા ભમ્મર વાળ પાંચ હાથ પૂરો મુખ પર મૂછો આછું સ્મિત વિશાળ લલાટ. લલાટે કંકુ ચોખા મુખ પર વધારે જ શોભાયમાન લાગી રહ્યાં હતાં.
પ્રેમ શું કહેવાય પ્રેમની સમજ તો હતી પણ દૂર દૂર સુધી પ્રેમની અનુભૂતિ થયા વગર જ સગાઈ થઈ ગઈ. એક દિકરી બાપ જ્યાં પરણાવે ત્યાં ચુપચાપ પરણી જાય છે પ્રેમને કોઈ પ્રાધાન્ય આપવામાં નથી આવતું. સ્ત્રીને કદાચ પ્રેમ કરવાનો કોઈ હક્ક જ નથી. જ્યાં લગ્ન થાય ત્યાં જ જબ્બર જસ્તી પ્રેમ કરી લેવાનો હોય છે. સ્ત્રીઓને પોતાના જજ્બાત નો જુગાર રમતાં રમતાં જ જીવન વ્યતીત કરી નાંખવાનું હોય છે.
એક કળી માંથી ખીલીને ગુલાબની માફક પ્રેમ પુષ્પો ખીલાવવા હતાં. એકમેકને એકબીજાની જિંદગીમાં આથમતી સંધ્યા સુધીનાં એક અનોખાં બંધનો નીભાવી જિંદગીમાં મઘમઘાટ સાથે લાગણીઓની સુવાસિત કરી રગ રગને રોમ રોમમાં મહેકાવી ઉગતી સવારને નિહાળવાની હતી. આથમતી સંધ્યા ટાણે કરચલીઓ પડે ત્યાં સુધી સાથે રહેવું સહેવું હતું. પશ્ચિમ તરફ ઢળતી સંધ્યા સમયે સૂર્યનાં આછાં રાતાં રંગો નીરખતા નીરખતા એકબીજાના હાથમાં હાથ પરોવીને આંગળીઓમાં આંગળીઓ ગૂંથીને હમસફર બનીને રોમાંચક રાતોને છેક પાનખર સુધી પાંગરતી પાનખરની પીડાતા દર્દને માણી શ્વાસમાં શ્વાસ ભરી સ્થાપેલા વિશ્વાસને વળતી વેળા સુધી અવીરત વહેતો રાખવા માંગતા હતા. આ સપ્તરંગી સપનાંઓને બાથમાં લઈ સાથે જીવનની સફરને પારંગત થઈ હમસફર બનીને રોમાંચક સફર શરૂ કરવાની શરૂઆત થઈ ચૂકી હતી.
કલ્પના અને વિરાજ બંનેએ એકબીજાનેનાં ફોન નંબરની આપ-લે થઈ ચૂકી હતી. લેન્ડલાઈન ફોન હોવાથી વિકમાં બે વખત વાત કરવાનું નક્કી કર્યું. વિરાજ તો એમનાં મામાના ઘરે રહેતો તો એ ફોન કરે ત્યારે જ વાત થાય. શરૂઆતમાં કેમ છો... શું ચાલે.... તબિયત પાણી સારાં ને...આવાં ટૂંકા પ્રશ્નો ઉત્તરોની આપ-લે થતી. વધારે શું વાત કરવી કંઈ સમજાતું નહીં. કલ્પનાએ વાતો વાતોમાં પૂછી લીધું કે શું હું પત્ર લખી શકું..? સમયના અભાવે વિરાજે પણ હાં પાડી. પત્ર લખવાની એક મજા હોય છે. જે શબ્દો બોલી નથી શકતાને લખીને કહી શકાય છે
Dear, લખ્યું પછી વિચાર્યું ભૂંસી નાખું, વિચારોના વહેણમાં તણાતી તખ્તી તાજી યાદોને કાગળ પર ઉતારી પ્રથમ પ્રયણને કોરી પાટીમાં ઉતારવા પ્રયાસ કરી રહી હતી.
કલ્પના કરૂણતાની કલમે એ પ્રથમ પ્રેમના પ્યાલે ઘુટડે ઘુટડે કાગળ પર ઉતારતી ગઈ. આતુરતા આગમનની વતો કલમે કાગળને કહેતી હતી.
ગર હો જરા સી વફા તો આ કર દેખલો,
ગુજરાતે હેં કૈસે આપ બગૈર મેરે દિન...
મિલા ન દિલકો કરાર કિતને આંસુ બહાયે
એક મુદ્દત ગુજર ગઈ હમે તો મુસકુરાયે...
મિલા ન કરાર દિલકો બહુત કિયા બહાનાં
મેરે આંસુ દેખકર હંસને લગા જમાના....
અબ તો સમજ જાઈએ ઈસ દિલકા હાલ
ક્યાં કરના ચાહતે થે હમ ક્યાં કર બેઠે....
કલ્પનાએ કંઈ કેટલીય શાયરીઓ લખી ને કાગળના ડૂચા કર્યા. પણ વિચાર કરતી રહી કે આવું લખવું યોગ્ય છે કે નહીં. એટલાંમાં અપેક્ષા આવી ને પૂછ્યું દીદી શું કરો છો..? કલ્પનાએ પહેલા તો વિચાર્યું કે અપેક્ષાને વાત કરું કે નહીં. કલ્પનાએ કહ્યું કંઈ નહીં, પણ "આ આટલા બધા કાગળ નાં ડૂચા શેનાં છે...?" અપેક્ષાએ પૂછ્યું. અરે કંઈ નહીં એ તો એ તો હું લખવાનો પ્રયત્ન કરતી હતી એટલું બોલી થોડી જીભ બહાર કાઢી શરમાઈ ગઈ. પણ અપેક્ષા દેખાઈ એટલી ભોળી ન હતી. તે તુરંત જ સમજી ગઈ ને બોલી હમમમમમ મારાં જીજાજીને પત્ર લખવાની શરૂઆત કરો છો હેં ને.... તો આવા સાદા કાગળમાં ન લખાય એને માટે લેટરપેડમાં લખાય. કલ્પના બોલી લેટરપેડ કેવું હોય...? અપેક્ષા તો આ સાંભળીને હંસવા લાગી અને બોલી લેટરપેડ નથી ખબર...
ક્રમશઃ......
શું કલ્પનાની સગાઈ રહેશે કે ટૂટી જશે...?
શું કલ્પનાના લગ્નમાં વિલંબ થશે કે...?
જાણવા માટે વાંચતા રહો....
જજ્બાત નો જુગાર....