Vandana - 1 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 1

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

વંદના - 1

આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ,

મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો.

વંદના આજે ખૂબ જ ખુશ હોય છે વારે વારે ધડિયાળ ને તાકતી રહે છે જાણે કોઈની રાહ જોતી હોય તેમ બેબાકળી થઇ ને આમતેમ આંટા માર્યા કરે છે જાણે આજે એની લાઇફનો સૌથી મોટું પરિણામ આવવાનું હોય તેમ થોડી મુંઝાયેલી થોડી થોડી વારે સપનામાં વિહરતી અને કઈક વિચારીને વારે ઘડીએ મલકાતી રહેતી હતી. વંદનાની મમ્મી સવિતાબેન તેને આવી હાલતમાં જોઇને બોલ્યા "અરે દીકરા આ શું કરે છે તું હજી તૈયાર નથી થઈ હમણાં અમન એના મમ્મી-પપ્પાને લઈને આવતો જ હશે. તું જા જલ્દી તૈયાર થઈ જા. હું જરા જોઈ લઉં કે નાસ્તા ની બધી વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે કે નહીં..

"હા મમ્મી હું હમણાં જ તૈયાર થઈ જાવ છું પણ મમ્મી મને થોડો ડર લાગે છે અમનના મમ્મી પપ્પા મને પસંદ કરશે ને?" વંદના એ મૂંઝાતા સ્વરે કહ્યું..

"અરે બેટા! કેમ નહીં કરે મારી દીકરી લાખોમાં એક છે આવી સુંદર અને પ્રેમાળ વહુ બીજી ક્યાં મળવાની એ લોકોને અને અમન તને ખૂબ પ્રેમ કરે છે તે જ કહ્યું હતું ને! તો પછી અમને પણ તેના માતા-પિતાને તારા માટે મનાવી જ લીધા હશે ને. તું જા હવે ચિંતા કર્યા વગર જલ્દી એકદમ મસ્ત તૈયાર થઈ જા જેમ અમને તુ પહેલી નજર માં ગમી ગઈ હતી એમ મને ખાતરી છે કે અમનનાં મમ્મી પપ્પાને પણ તું પહેલી નજરમાં જ ગમી જઈશ." સવિતાબેન પોતાની દીકરીને લાડ લડાવતા બોલ્યા..

**********************************

અમન અને વંદના અમદાવાદ શહેરમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એક સાથે જોબ કરતા હતા. એક સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા પણ હતી. અમન ને તો વંદનાએ જ્યારે પહેલી વાર કંપની જોઈન્ટ કરી તે દિવસથી જ અમન ને વંદના પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. પરંતુ વંદના આ વાતથી સાવ અજાણ જ હતી. વંદના ખૂબ જ નિખાલસ અને મોર્ડન સ્વભાવની હતી તેનો વાતોડિયો સ્વભાવ અમન ને તેના પ્રત્યે આકર્ષણ કરતો હતો. દેખાવમાં પણ રૂપાળી સુંદર અને નાજુક નમણી તેને જોતા જ પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય એવો આકર્ષક બાંધો જ્યારે અમન સાવ સામાન્ય અને રૂઢિચુસ્ત પરિવાર નો દેખાવે સામન્ય અને સાદગીથી ભરપુર વ્યક્તિત્વ. અમન સ્વભાવમાં પણ ખૂબ જ સમજુ, સરળ અને માયાળુ હતો. વંદના નું ઘર અમન ના ઘરથી સાવ નજીક જ હતું. એટલે રોજ ઓફિસે પણ એક સાથે જ આવતા જતા. ક્યારેક ઓફિસથી છૂટીને બંને રિવરફ્રન્ટમાં જઈને કલાકો સુધી વાતો કર્યા કરતા તો ક્યારેક બંને સાથે લોંગ ડ્રાઇવમાં નીકળી જતા તો ક્યારેક અમદાવાદની ગલીમાં ફરતા. અમન વંદના ને પોતાના દિલની દરેક નાનામાં નાની વાત કહેતો અને વંદનાને પણ અમનની દરેક વાત સાંભળવી ખૂબ ગમતી. વંદનાને ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો તે હંમેશા પોતાની ડાયરીમાં કઈક લખ્યા કરતી. અમન હંમેશા તેને પૂછતો કે" વંદના તું શું લખ્યા કરે છે તારી ડાયરીમાં? ક્યાંય મારા કુટેવો ની નોંધ તો નથી કરતી ને?. વંદના જવાબમાં એની સામે હસીને કહેતી " અરે! ના એવું નથી. બસ જો મને લખવાનો શોખ છે એટલે એક નવલકથા લખું છું. મારી આસપાસ બનતી નાનામાં નાની ઘટના જે મને મારી નવલકથા લખવામાં મદદ કરે એની જ નોંધ કરું છું" ઓફિસમાં પણ બંનેની કેબિન સામ સામે જ હતી. દિવસ દરમિયાન કેટલી વાર અમન વંદના ને એક નજર જોઈ લેતો.

એક દિવસ સાંજે ઓફિસમાં અમન વંદનાને જોઈને કઈક વિચારી રહ્યો હતો ત્યાં જ અમન નો સહકર્મચારી મિત્ર સુરેશે અમન નું ધ્યાન ખેંચતા કહ્યું " અરે અમન, આમ શું વંદનાને જોયા કરે છે? કહી કેમ નથી દેતો તારા દિલની વાત?

"શું? શું કહ્યું હું વંદનાને? મારા દિલમાં એવું કાઈ જ નથી યાર." અમન એ ભોંઠપ અનુભવતા કહ્યું..

" અચ્છા જી! આખી ઓફિસના સ્ટાફને ખબર છે કે તું વંદનાને મનોમન ચાહે છે કદાચ વંદનાને પણ ખબર હશે?" સુરેશે મસ્તીમાં કહ્યું

" ના ના યાર! અમે તો બહુ સારા મિત્રો છીએ. એવું કશુજ નથી. અમને એટલું કહેતાં શરમથી આખો જુકાવી દીધી.
" અચ્છા! પણ તારી નજર તો કહી જ દે છે કે તું વંદનાને કેટલો પ્રેમ કરે છે મારું માન બહુ મોડું થઈ જાય કોઈ બીજું વંદનાને તારી નજર સામેથી લઈ જાય એ પહેલાં જ તું એને તારા દિલની વાત કહી દે." સુરેશ આટલું કહેતા જ અમનની કેબિનમાંથી બહાર નીકળી ગયો.

અમન વિચારવા લાગ્યો કે હા સુરેશની વાત તો સાચી જ છે. ખરેખર હવે સમય આવી ગયો છે કે મારે મારા દિલની વાત વંદનાને કહી દેવી જોઈએ. અમન મનોમન નક્કી કરે છે કે એ સાંજે જ્યારે વંદનાને ઘરે મૂકવા જશે ત્યારે રસ્તામાં આવેલા કોફીશોપમાં તેને લઈ જશે અને તેને પ્રપોઝ કરી દેશે....

એ દિવસે સાંજે ઓફિસેથી છૂટીને બંને ઘરે જવા નીકળે છે ત્યારે રસ્તામાં અમન વંદનાને કોફી પીવા માટે જવાનું કહે છે.અમન કહે છે કે "વંદના મારે તને એક વાત કહેવી છે. શું તું મારી સાથે કોફિશોપ માં કોફી પીવા આવીશ? હું તને આજે મારા મનની વાત કહેવા માંગુ છું."

વંદના ખૂબ જ નિખાલસતાથી કહે છે કે "હા હું આવીશ તારી સાથે અને તારી વાત પણ સાંભળીશ પણ હું કોફી નહિ પીવું. તને તો ખબર જ છે કે મને કોફી જરાય નથી ભાવતી. હા તારે મારા માટે ચા મંગાવી પડશે બોલ છે મંજૂર તો જ હું આવું તારી સાથે. નહિ તો હું નહિ આવું"

"અરે હા બાબા હા! ખબર છે મને કે તું ચા ની શોખીન છે. ચોક્કસ તારા માટે ચા જ મંગાવીશ બસ હવે તો આવીશ ને?

વંદના હસીને હા પાડે છે અને કહે છે કે હા ચાની શોખીન તો છું પણ ખરેખર કહું તો હું ચા ની આશિક છું. ચા વગર તો જાણે દિવસ જ ના ઉગે મારો" અને બંન્ને જણા એક કોફીશોપ માં પ્રવેશે છે.

ક્રમશ...

મારી વાર્તા વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો લખવામાં કોઈ ભૂલ રહી હોય તો માફ કરશો તમારા કીમતી પ્રતિભાવ અને રેટિંગ આપવાનું ચૂકશો નહીં 🙏