લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-13
“લાવણ્યા...! આઈ એમ સો સોરી યાર...! પ્લીઝ વાત તો કર મારી જોડે...! આવું શું કરે છે....!?” સવાર-સવારમાંજ આરવે લાવણ્યાને કૉલ કરી દીધો હતો.
એક-બેવાર કટ કર્યા પછી કોલેજ જતાં-જતાં લાવણ્યાએ છેવટે આરવનો ફોન ઉપાડી લીધો હતો. સોસાયટીમાંથી નીકળી હવે લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતાં-ચાલતાં આવી અને ઓટોવાળાને શોધતાં-‘શોધતાં આરવ જોડે ફોન ઉપર વાત કરી રહી હતી.
“આરવ…! સવાર-સવારમાં મારું મૂડ ખરાબ નાં કરને...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પોતાની સાઇડે આવી રહેલાં એક ઓટોવાળાને જોઈને હાથ કર્યો.
“પણ..!”
“આરવ...! મેં કીધુંને...! મારે અત્યારે કોઈ વાત નઈ કરવી...! તું ફોન મૂક...!” લાવણ્યા એજરીતે બોલી અને ઓટોવાળાએ ઓટો ઊભી રાખતાં ઓટોની પાછલી સીટમાં બેસવાં લાગી.
“અને હાં...! કોલેજમાં મારી જોડે વાત કરવાનો કોઈ ટ્રાય નાં કરતો...! સમજ્યો...!” એટલું કહીને લાવણ્યાએ ફોન કટ કરી દીધો.
“એચ એલ લઈલોને અંકલ...!” લાવણ્યાએ ઓટોવાળાને કહ્યું અને પોતાનાં મોબાઈલમાંથી યશનો નંબર ડાયલ કરવાં લાગી.
“હાં બોલ..!” લાવણ્યાનો કૉલ ઉપાડીને સામેથી યશે કહ્યું.
“યાદ છેને...! આજે મારું ગિફ્ટ જોઈએ મારે...!?” લાવણ્યા ધમકાવતી હોય બોલી.
“હાં યાદ છે...! તારાં ગ્રૂપનાં બધાં ફ્રેન્ડ્સની સામે આપીશ...!”
“ગૂડ...! હું આવુંજ છું...! બાય”
“બાય...!”
***
“યાર…..આ તો બિલકુલ વાત નઈ સાંભળતી..!” કોલેજનાં પાર્કિંગમાંથી કેન્ટીન તરફ જઈ રહેલો આરવ બબડ્યો.
લાવણ્યા પહેલાંજ તે વહેલી સવારે કોલેજ પહોંચી ગયો હતો.
“ગૂડ મોર્નિંગ ડૂડ...!” પાછળ અક્ષયે આરવની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું “થઈ વાત ઓલી જોડે...!?”
“ઓલી...!?” આરવ સહેજ ચિડાઈને મોઢું બગાડીને બોલ્યો.
“ભાભી જોડે....બસ ...!” અક્ષય પણ ટોંન્ટમાં બોલ્યો “ભાભી જોડે વાત થઈ...!?”
“હી....હી...ભાભી...!” આરવથી પરાણે હસાઈ ગયું “અહિયાં સરખી વાત પણ નઈ થતી....! ને તે એને ભાભી પણ બનાઈ દીધી...!”
“બે તું ચિંતા નાં કર ‘લ્યા...!” આરવ હવે સાવ દેશી બોલી બોલવા લાગ્યો “પટાઈ જશે...! તું જોજે...!”
“પટાઈ...! હુંહ..!” આરવ હસતો-હસતો માથું ધૂણાવાં લાગ્યો “અમે ખાલી બેસ્ટ ફ્રેન્ડ છીએ યાર...!”
“બેસ્ટ ફ્રેન્ડ હાં...!?” અક્ષયે વેધક સ્મિત કર્યું અને માથું ધૂણાવ્યું “એવી બેસ્ટ ફ્રેન્ડ...! જેને તારી વાત પણ સાંભળવાની દરકાર નથી....!”
બંને છેવટે કેન્ટીન તરફ જવાં લાગ્યાં. ચાલતાં-ચાલતાં આરવ વિચારી રહ્યો.
“કોઈ પ્લાન કર્યું છે....!? એની જોડે વાત કેમની કરીશ..!? કે પછી સોરી કે’વાનું.....!?” કોરિડોરમાં ચાલતાં-ચાલતાં અક્ષયે પૂછ્યું “
“શું કરું...!? કઈં ખબર નઈ પડતી...!” આરવ ઢીલા મોઢે બોલ્યો.
બંને હવે કેન્ટીનમાં પ્રવેશીને પોતાનાં ગ્રૂપના ટેબલ તરફ જવાં લાગ્યાં.
“તો એને જે ગમતું હોય એ કરને...!” અક્ષય બોલ્યો “સિંગિંગ....!”
“હમ્મ...!” આરવ બોલ્યો “પણ હું ગિટાર નઈ લાયો...!”
“અરે યાર...! તું પણ...!” અક્ષયે નિ:શ્વાસ નાંખ્યો “તું ગ્રૂપમાં બેસ...! હું ગિટારનું કઈંક કરું...!”
અક્ષય બોલ્યો અને પાછો કેન્ટીનના એન્ટ્રન્સ તરફ ચાલવા લાગ્યો.
“શું કરીશ...?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.
“કોલેજમાં તું એકલો થોડો ગિટાર વગાડે છે યાર...!” જતાં-જતાં અક્ષય બોલ્યો અને કેન્ટીનની બહાર નીકળી ગયો.
આરવ થોડું ઊભું રહીને પોતાનાં ગ્રૂપના ટેબલ તરફ જવાં લાગ્યો. જતાં-જતાં આરવની નજર લાવણ્યાના ગ્રૂપ ઉપર પડી. તેણી સિવાય તેનાં ગ્રૂપનાં લગભગ બધાંજ બેઠાં હતાં.
“હેય....ગૂડ મોર્નિંગ...!” આરવ ચેયર ખેંચીને બેસતો હતો ત્યાંજ આકૃતિ સ્મિત કરીને બોલી.
પ્રતિભાવમાં આરવે હળવું સ્મિત જ કર્યું.
બીજાં બધાં જોડે ઔપચારિક વાતચિત પછી આરવ કેન્ટીનનાં દરવાજા તરફ જોઈને લાવણ્યાની વેઇટ કરવાં લાગ્યો.
“હાય.....!” લગભગ દસેક મિનિટ પછી કેન્ટીનમાં બેઠેલાં પોતાનાં ગ્રુપના ફ્રેન્ડસની જોડે આવીને લાવણ્યા બોલી.
લાવણ્યાને જોતાંજ આરવ તેણી સામે દયામણું મોઢું કરીને જોઈ રહ્યો. લાવણ્યાની નજર પણ ઓલરેડી આરવ ઉપર પડીજ ગઈ હતી. આમ છતાં મોઢું બગાડીને લાવણ્યાએ આરવને ઇગનોર કર્યો. પહેલેથી ઉદાસ આરવનું મોઢું વધારે ઉતરી ગયું.
લાવણ્યાનાં ગ્રૂપનાં ટેબલની આજુબાજુની ચેયર્સમાં રોનક, પ્રેમ, ત્રિશા, કામ્યા, વિશાલ બેઠાં હતાં. વિશાલની જોડે યશ પણ બેઠો હતો. લાવણ્યાનાં ગ્રૂપની જોડેજ એક ટેબલની આજુબાજુ આરવ અને તેનું ગ્રૂપ બેઠું હતું.
આરવ હજીપણ ઢીલા માસૂમ ચેહરે લાવણ્યા સામે જોઈ રહ્યો હતો. લાવણ્યાએ નાં પાડી હોવાથી આરવે લાવણ્યા સાથે વાત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.
“હજી બે ત્રણ મેમ્બર્સ ઓછા છે....!” લાવણ્યા વધુ એકવાર વેધક નજર આરવ ઉપર નાંખી ટેબલની આજુબાજુ બેઠેલાં તેનાં ફ્રેન્ડસ સામે જોઇને બોલી.
“અંકિતા અને નેહા હજી નથી આયાં....!” ફોન મંતરી રહેલો રોનક બોલ્યો.
“પણ તારે શું કામ છે...!?” સામે બેઠેલો પ્રેમ બોલ્યો.
“વેલ....! યશ મને ગીફ્ટ આપવાનો છે....!” ટેબલ નીચેથી ચેયર ખેંચીને બેસતાં લાવણ્યા બોલી “હું ઈચ્છું છું....કે યશ મને બધાંની સામેજ ગીફ્ટ આપે....!”
એક નજર યશ સામે નાંખી પૂરાં ઘમંડ સાથે લાવણ્યા આરવ સામે જોઈને બોલી. નજીક બેઠો હોવાથી આરવને બધું સંભળાઈ રહ્યું હતું.
“એટલે દેખાડો કરવો છે એમ કે’ને.....!” ત્રિશાએ જોડે બેઠેલી કામ્યાને ધીરેથી હસીને ટોન્ટમાં કહ્યું.
“આદત છે એની....!” કામ્યાએ પણ હસીને ધીરેથી ત્રિશાને સંભળાય એ રીતે કહ્યું.
પછી બંને ફરી સહેજ હસ્યાં.
“શેનાં હસો છો તમે બેય....!?” લાવણ્યાએ ઘુરકીને બેયની સામે જોયું અને તોછડાં સ્વરમાં બોલી “મારીજ વાત કરો છોને...!? મને ખબર છે તમે લોકો જેલસ થાવ છો.....! યશ મારો બોયફ્રેન્ડ છે અને મને ગીફ્ટ આપે છે એટલે....!”
“ના.....! અમે પે’લ્લાં ગીફ્ટ જોઈશું....! પછી જેલસ થઈશું....!” ત્રિશા લાવણ્યાને ટોન્ટ મારતાં બોલી.
કામ્યા, પ્રેમ અને બીજાં બધાં હસી પડયાં. લાવણ્યા ઘૂરકીને ત્રિશા સામે જોઈ રહી.
“અરે લાવણ્યા.....! પણ તને એ બધાંથી શું ફેર પડે છે....!?” જોડે બેઠેલો યશ લાવણ્યાનો ઈગો પેમ્પર કરતો હોય એમ આંખ મારીને બોલ્યો “તું જે ડિઝર્વ કરે છે....! એ તને મળે છે.....! અને એમાં બીજાં જેલસ થતાં હોય તો થાય.....!”
યશે એક નાનકડું ચોરસ ગિફ્ટ બોક્સ ટેબલ ઉપર મૂક્યું.
લાવણ્યાએ ઘમંડથી ત્રિશા સામે જોયું અને ફરી આરવ સામે જોઈને પોતાનાં વાળ ઝાટક્યા.
“હાય....! ગૂડ મોર્નિંગ...!” કેન્ટીનમાં અંકિતાએ આવતાં લાવણ્યાની બાજુમાં ઉભાં રહીને કહ્યું “ઓહો...! આખું ગ્રુપ અહિયાં....! શું વાત છે...!?”
“લાવણ્યાનો બોયફ્રેન્ડ એને કોઈ ગીફ્ટ આપે છે.....!” ત્રિશા ફરીવાર એવાંજ વેધક સ્વરમાં ટોન્ટ મારતાં બોલી “અને લાવણ્યા આપડને એ બતાવે છે....!”
“ઓહ....! શું વાત છે વિશાલ....! શું ગીફ્ટ લાયો....!?” અંકિતાએ ત્રિશાની બાજુની ચેયરમાં રીલેક્સ થઈને બેઠેલાં વિશાલ સામે જોઈને પૂછ્યું.
“વિશાલ...! નઈ....! યશ....!” ચેયરમાં બેઠેલી લાવણ્યાએ અંકિતા સામે જોઈને કહ્યું “તું ત્રણ દિવસથી નોતી આવી....! એટલે તને નઈ ખબર....! યશ ઈઝ માય ન્યુ બીએફ...!”
લાવણ્યા બોલી અને પછી આરવ સામે વેધક નજરે જોઈ રહી.
“તો વિશાલ...!?” અંકિતાએ નવાઈપૂર્વક પહેલાં વિશાલ પછી લાવણ્યા સામે જોઇને પૂછ્યું.
“હું તો ખાલી વિકેન્ડનો બોયફ્રેન્ડ છું બકા....!” ટેબલ ઉપર મૂકેલાં કોફીના કપને ઉઠાવી કુટિલ સ્મિત કરતો વિશાલ બોલ્યો.
“ખાલી સેટર ડે......સન ડે.....!” કોફીની એક સીપ લઈને વિશાલે ફરી કુટિલ સ્મિત કરી લાવણ્યા સામે જોયું.
જવાબમાં લાવણ્યાએ પણ હોંઠ દબાવીને કુટિલ સ્મિત કર્યું અને એક ઊડતી નજર આરવ ઉપર નાંખી લીધી. આજે પહેલીવાર આરવે લાવણ્યાનું સાવ આવું નિર્લજ્જ રૂપ જોયું હતું.
“યશ ઈઝ માય ન્યુ બીએફ...! ન્યુ બીએફ...!” આરવની આંખ ભરાઈ આવી તેનાં કાનમાં એ શબ્દોના પડઘા પડવા લાગ્યાં “હું તો ખાલી વિકેન્ડનો બોયફ્રેન્ડ છું... વિકેન્ડનો બોયફ્રેન્ડ છું...!”
કુટિલ સ્મિત કરીને લાવણ્યાએ વધુ એકવાર આરવ સામે જોયું. આરવ હવે સાવ ઢીલો થઈને તેણી સામે જોઈ રહ્યો હતો.
“તું એનાં જેવી છોકરીનાં લફડામાં કેમ પડ્યો....!? કેમ પડ્યો....!?” આરવને હવે અક્ષયની વાત યાદ આવી ગઈ “એ છોકરી કદી કોઈ એકની થઈજ નથી..! એકની થઈજ નથી..!”
“this is so cheap હાં લાવણ્યા....!” અંકિતા મોઢું બગાડીને બોલી.
“તું સુપ્રિમ કોર્ટની જજ છે....!?” ચેયરમાંથી ઉભાં થતાં લાવણ્યા ચિડાઈને તોછડાં સ્વરમાં બોલી “મને શું કામ જજ કરે છે...!?”
“છીઈઈ....! લાવણ્યા...! તું શું કામ આપડા ગ્રુપનો માહોલ બગાડે છે....!” અંકિતા ફરીવાર મોઢું બગાડીને બોલી “એમ પણ યશ આપડા ગ્રુપનો નથી....!”
“હું આ કોલેજમાં તો ભણું છુંને....!’ હવે યશ ઉભો થઈને દલીલ કરવાં લાગ્યો “અને તું તો જાણે અન્ડરવર્લ્ડની ડોન હોવ અને ગેંન્ગ ચલાવતી હોવ... એવી વાત કરે છે...!”
“અરે સવાર સવારમાં શું માંડ્યું છે તમે લોકોએ...!? આખી કેન્ટીન જોવે છે યાર....!” અંકિતા બોલવાજ જતી હતી ત્યાંજ કામ્યાએ ચિડાઈને વચ્ચે કહ્યું પછી લાવણ્યા સામે જોયું “લાવણ્યા...! તારે તારા જે બોયફ્રેન્ડ જોડે જ્યાં જવું હોય ત્યાં જા...! જે કરવું હોય એ કર...! પણ પ્લીઝ....! આ બધી લમણાંઝીંક બંધ કર....!”
“ચાલ હની....!” યશ હવે લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો “આપડે આપડા લાયક જગ્યાએ જઈએ...!”
લાવણ્યાની જેમજ પોતાનાં હેન્ડસમ દેખાવના ઘમંડમાં રાચતો યશ હવે લાવણ્યાનો હાથ પકડીને ત્યાંથી ચાલવાં લાગ્યો.
જતાં-જતાં લાવણ્યાએ ઘૂરકીને અંકિતા સામે જોયું પછી ઘમંડથી આરવ સામે જોઈને હસી અને પોતાનું મોઢું ફેરવી લીધું.
“ચાલ હની...! હની...!” લાવણ્યાએ યશને હની કહીને બોલાવતાં આરવનું હ્રદય ભાંગી પડ્યું. યશનો હાથ પકડીને અદાથી ચાલતી-ચાલતી જઈ રહેલી લાવણ્યાને આરવ તૂટેલાં હ્રદયે જોઈ રહ્યો.
“આ લે....! ગિટાર...!” લાવણ્યાના જતાં રહ્યા પછી અક્ષય કોઈનું ગિટાર લઈને કેન્ટીનમાં આવી પહોંચ્યો હતો.
આરવે દયામણું મોઢું કરીને અક્ષય સામે જોયું પછી ઊભો થઈને કેન્ટીનની બહાર જતો રહ્યો.
***
“તો...! હવે તું ક્યારે અમદાવાદ આવાનો..!?” નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું.
વહેલી સવારે અમદાવાદ જવાં નેહા તૈયાર થઈ ગઈ હતી. જતાં-જતાં સુરેશસિંઘે નેહા, તેનાં મમ્મી અને તેનાં પપ્પાં વિજયસિંઘને નાસ્તો કરીને જવાંનું કહ્યું હતું.
ગેસ ઉપર ચ્હા ઉકાળી રહેલી નેહા ફ્રિજના ટેકે ઉભેલા સિદ્ધાર્થ જોડે વાત કરી રહી હતી. ફ્રિજના ટેકે અદબવાળીને કયારનો શાંત ઉભેલો સિદ્ધાર્થ મુગ્ધ નજરે લાંબા મરૂન ડ્રેસમાં નેહાને ચ્હા ઉકાળી રહેલી જોઈ રહ્યો હતો.
“બ્રોકરનો ફોન આવે...! એટ્લે..!” સિદ્ધાર્થ સહેજ ઢીલા સ્વરમાં બોલ્યો.
નેહાએ બે ઘડી સિદ્ધાર્થના ઉતરી ગયેલાં સિદ્ધાર્થના ચેહરા સામે જોયું. પછી હળવું સ્મિત કર્યું.
“કેમ તારી તબિયત ઠીક નથી..!?” નેહા હવે જાણી જોઈને સિદ્ધાર્થને ચિડાવા લાગી “આવું મોઢું કેમ કર્યું છે..! હમ્મ...!?”
પ્રતીભાવમાં સિદ્ધાર્થ હળવું હસ્યો અને આડું જોઈ ગયો.
“હેપ્પી જર્ની નેહા...!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો અને પાછો ફરીને કિચનમાંથી બહાર જવાં લાગ્યો.
“અમ્મ સિદ્ધાર્થ…!” ગેસ ધીમો કરીને નેહાએ કિચનનાં દરવાજે પહોંચેલાં સિદ્ધાર્થને ટોક્યો.
“હાં...! શું...!?” સિદ્ધાર્થે પાછાં ફરીને જોયું.
“તું અમદાવાદ આવે તો કૉલ કરજે...! યાદ છેને....! મારે તને શંભુની કોફી પીવડાવાની છે...!” નેહા સ્મિત કરીને બોલી.
“અમ્મ...! પણ મારી જોડે તારો નંબર નઈ...!” પરાણે પોતાનું સ્મિત દબાવીને સિદ્ધાર્થ બોલ્યો.
“હી...હી...!” હળવું હસીને નેહાએ પોતાનાં વાળની લટ કાનની પાછળ ભરાવી.
“સાવ ડફોળ છે તું..!” નેહા સ્મિત કરીને બોલી “ભૂલી ગ્યો...! ઝીલ ભાગી જવાની વાત કરતી’તી ત્યારે મેં તને કૉલ કર્યો ‘તો....!?”
નેહાએ યાદ કરવાતા સિદ્ધાર્થ યાદ કરવાં મથી રહ્યો.
“એ મારોજ નંબર હતો...!” નેહા સ્મિત કરીને બોલી.
“ઓહકે...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો “સારું...! હું કૉલ કરીશ....! અમ્મ...! બાય...!”
“કેમ...અત્યારથી બાય....!?” નેહાએ નવાઈપૂર્વક પૂછ્યું “અમે જઈએ ત્યારે બાય કરજેને...!”
“અમ્મ...હું નઈ રોકાઉ...! અ...કામ માટે બા’ર જાવ છું...!” સિદ્ધાર્થ થોડું ખચકાઈને બોલ્યો “એમ પણ...!મને બાય કે’વું નઈ ગમતું...! આઈ ફીલ ઑકવર્ડ...!”
“યુ..નો...મને પણ બાય કે’વું નઈ ગમતું...!” નેહા પણ હોંઠ બનાવીને બોલી.
“અમદાવાદ આઈને મલીશ....હમ્મ...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને જતો રહ્યો.
નેહા મલકાઈને થોડું ઊભું રહી પછી ગેસ ઉપરથી ચ્હાની તપેલી ઉતારી કપમાં ચ્હા ગાળવા લાગી.
***
“લાવણ્યા...! લાવણ્યા...!” કોલેજ પૂરી થયાં પછી લાવણ્યા કોલેજની જોડે આવેલાં બસસ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યાંજ આરવ તેની પાછળ-પાછળ ઉતાવળા પગલે આવીને ચાલવા લાગ્યો.
“લાવણ્યા....! પ્લીઝ...! એકવાર ખાલી મારી વાતતો સાંભળ..!?”
“આરવ...! તું શું કામ મને હેરાન કરે છે..!?” લાવણ્યા ચિડાઈને બોલી અને આરવ સામે જોઈને ઊભી રહી “મારે મોડું થાય છે...! મારે યશ જોડે પાર્ટીમાં જવાનું છે...!”
“ય..યશ જોડે..!?કઈ જગ્યાએ પાર્ટી છે..!?” આરવ બાળક જેવુ દયામણું મોઢું કરીને બોલ્યો “હું આવું તારી જોડે...!?”
આરવે એટલું દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોયું કે લાવણ્યાનો બધો ગુસ્સો ઉતરી ગયો. જોકે બર્થડે વાળી વાત યાદ આવી જતાં લાવણ્યા ફરીવાર ચિડાઈ ગઈ.
“તને ઇન્વીટેશન છે…..!?”
નાનાં બાળક જેવું મોઢું બનાવી આરવે નકારમાં માથું ધૂણાવ્યું.
“તો બસ...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પછી બસસ્ટેન્ડ તરફ ચાલવા લાગી.
“તો...તો..હું તને મૂકવા આવું ખાલી..!?”લાવણ્યાની જોડે ચાલતાં-ચાલતાં આરવ તેણીને મનાવવાં લાગ્યો “અને પછી રિટર્નમાં ઘરે પણ મૂકી જઈશ...!”
“મારો ડ્રાઈવર બનીને...!?” લાવણ્યાએ ટોંન્ટ માર્યો.
“તારે એવું સમજવું હોય તો એવું સમજીલે...! બસ..!” આરવ રડું-રડું થઈ ગયો.
“પણ મારું મગજ ના ખાતો...! ચૂપચાપ કાર ડ્રાઈવ કરજે...!” લાવણ્યા માંડ પોતાનો સ્વર સખત કરતી હોય એમ બોલી.
આરવે ફરીવાર ઢીલું મ્હોં કરીને તેનું માથું હકારમાં ધુણાવી દીધું અને પાછો ફરીને કોલેજના ગેટ તરફ જવાં લાગ્યો.
“હવે આમ ઊંધો ક્યાં જાય છે..!?” ચિડાયેલી લાવણ્યાએ નવાઈપૂર્વક ઊંચા સ્વરમાં પૂછ્યું.
“કાર લેવા...!કોલેજના પાર્કિંગમાં પડી છે...!” આરવે જતાં-જતાં પાછું ફરીને કહ્યું અને ફરી જવાં લાગ્યો.
“Aww…! આ છોકરો...! બધો ગુસ્સો ઉતરી જાય છે એનાં માસૂમ ફેસને જોઈને..!” ત્યાંજ ઊભી-ઊભી લાવણ્યા માથું ધુણાવી રહી અને મનમાં બબડી રહી.
થોડીવાર પછી આરવ પોતાની કાર લઈને આવ્યો. દરવાજો ખોલીને લાવણ્યા કારની આગળની સીટમાં બેઠી.
“ઘરે લઈલે..! મારે તૈયાર થવાનું છે...!” કારનો દરવાજો બંધ કરતાં-કરતાં લાવણ્યા બોલી “અને હાં...! સોસાયટીના ગેટ પાસેજ ઊભી રાખજે...!”
“તું મને તારાં ઘર સુધી કેમ નઈ આવાં દેતી...!” કારનું એક્સિલેટર દબાવીને આરવે પૂછ્યું.
“મેં કીધું’તુંને મારું મગજ ના ખાતો...!?” લાવણ્યા હવે જાણીજોઈને આરવને ધમકાવતી હોય એમ બોલી.
“સારું …..! નઈ બોલું...!” ઢીલું મોઢું કરીને આરવ પાછો કાર ચલાવા લાગ્યો.
“જ્યારે જોવો ત્યારે ધમકાય-ધમકાય કરે છે...!” આરવ નારાજ સૂરમાં કાર ચલાવતાં- ચલાવતાં બોલ્યો.
લાવણ્યા તેનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને મલકાઈ રહી. તે જાણીજોઈને આરવને હેરાન કરી રહી હતી.
નારાજ થયેલાં આરવે કાર જોધપુર લાવણ્યાનાં ઘર જવાં દેવાં મારી મૂકી.
***
“હું આવું...! તું વેટ કર...!” સોસાયટીનાં ગેટ આગળ કારમાંથી ઉતરીને લાવણ્યાએ આરવને કહ્યું અને પાછું ફરીને જવાં લાગી.
આરવે હકારમાં માથું ધૂણાવી દીધું અને ઢીલા મોઢે લાવણ્યાને સોસાયટીમાં જતી જોઈ રહ્યો. લાવણ્યા દેખાતી બંધ થયાં પછી આરવે ટાઈમ પાસ કરવાં પોતાનો ફોન લઈને મંતરવાનું ચાલું કર્યું.
“હેય...! ક્યાં છે તું...!?” ત્યાંજ whatsappમાં નેહાનો મેસેજ આવ્યો “ઝીલના મેરેજમાં દેખાયો પણ નઈ...!”
નેહાનો મેસેજ આવતાંજ આરવને યાદ આવ્યું કે નેહાનું ઘર પણ લાવણ્યાની સોસાયટીમાં કોર્નર ઉપરજ છે. કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠાં-બેઠાંજ આરવે સહેજ નીચાં નમીને સોસાયટીના ગેટની પાછળ નેહાના ઘરની બાલ્કની તરફ જોયું.
સ્ટિયરીંગ ઉપર દાઢી ટેકવી પોતાનાં બંને હાથમાં આગળ મોબાઈલ પકડીને આરવે મેસેજ ટાઈપ કર્યો અને નેહાને સેન્ડ કર્યો.
“તું ક્યાં છે...!? ઘરે આઈ ગઈ...!?”
મેસેજ સેન્ડ કરીને આરવ નેહાના રિપ્લાયની રાહ જોઈ રહ્યો. નેહાના ઘર તરફ જોતાં-જોતાં તેની નજર આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો ઉપર પડી.
“બાપરે....! નક્કી વરસાદ આવશે...!” આરવ મનમાં બબડ્યો અને લાવણ્યા વિષે વિચારી રહ્યો.
“હાં...! આઈ ગઈ છું...!” ત્યાંજ નેહાનો રિપ્લાય આવ્યો.
“ઓહ...!” નેહાનો મેસેજ વાંચી આરવ મનમાં બબડ્યો અને ફરીવાર નેહાનાં ઘર તરફ જોવાં લાગ્યો.
“તું ઘરેજ છે...!?” આરવે મેસેજ કર્યો.
“નાં...!” નેહાએ તરતજ રિપ્લાય કર્યો “થોડીક શોપિંગ કરવી’તી એટ્લે બા’ર આઈ છું...!”
“મેરેજ પછી શોપિંગ...!?”કારમાં બેઠેલો આરવ એકલો-એકલો મલકાયો અને નેહા જોડે વાત કરવાં લાગ્યો.
“અરે બાબા મેરેજ માટેની શોપિંગ નઈ કરવાની...!” નેહાએ રિપ્લાય કર્યો “શોપિંગ એટ્લે થોડી કપડાંની જ હોય...! મારે બીજું બધુ પણ લેવાનું હોય છે..!”
“જેમકે...!?” આરવે પૂછ્યું અને જોડે વિચારતો હોય એવું સ્માઈલી મોકલ્યું.
“બટાકાં...ટામેટાં... કારેલાં....!” નેહાએ રિપ્લાય કર્યો.
આરવે જવાબમાં હસી હસીને આંખમાંથી પાણી આઈ ગયું હોય એવું સ્માઈલી મોકલ્યું અને મેસેજ પણ મોકલ્યો.
“બટાકાં અને ટામેટાંની તો કઈં શોપિંગ હોય યાર....!”
“અને છી....! તું કારેલાં પણ ખાય છે...!?”
આરવે ફરીવાર એજ સ્માઈલી મોકલ્યું અને પૂછ્યું.
“અરે કેમ..!? તે ઓલું સોંન્ગ નઈ સાંભળ્યું...!?”
નેહા પણ સ્માઈલી મોકલીને મેસેજ કર્યો.
“આવ રે વરસાદ.....ઢેબરિયો વરસાદ…..
ઉની ઉની રોટલી ...’ને કારેલાંનું શાક....!”
“I hate કારેલાં....!” આરવે મેસેજ કર્યો અને જોડે ઉલટી કરતો હોય એવું સ્માઈલી મોકલ્યું.
“મને તો બવ ભાવે...!” નેહાએ મેસેજ કર્યો.
“હમ્મ..!”
“હેય....! શંભુ ઉપર કોફી પીશ...!?” નેહાએ પૂછ્યું.
“તું શંભુ ઉપર છું..!?” આરવે નવાઈપામીને પૂછ્યું.
“ના...ના...! પણ હું આઈ જવ...! બા’ર નીકળીજ છું...! તો ત્યાં આઇ જવામાં વાર નઇ લાગે...!” નેહાએ જવાબ આપ્યો.
“હું બીઝી છું...થોડો...!” આરવે રિસ્પોન્સ આપ્યો.
“ઓહ...!”
“ચલ બાય..!”
કારનો દરવાજો ખૂલતાંજ આરવે તરતજ મેસેજ કરીને ફોન લોક કરી દીધો.
“ચાલ જલ્દી...! બોપલ લઈલે...! ગોલ્ડન વીલા....!” આરવની જોડે કારમાં આગળની સીટમાં બેસી દરવાજો બંધ કરતાં- કરતાં લાવણ્યા બોલી “બવ લેટ થઈ ગ્યું...!”
સીટમાં બેસી સીટ બેલ્ટ બાંધી રહેલી લાવણ્યાને ઉપરથી નીચે આરવે પરેશાન નજરે જોઈ.
“આતો....! બ..બઉ એક્સપોઝ થાય એવાં કપડાં છે...!” આરવ લાવણ્યાના કપડાં સામે જોઈને વિલાં મોઢે બોલ્યો. તેનાં સ્વરમાં લાવણ્યા માટે ભારોભાર ચિંતા છલકાઈ ગઈ.
લાવણ્યાએ તેની આદત મુજબ બોડી એક્સપોઝ થાય એવું બ્લ્યુ સ્લીવલેસ હાલ્ફ ટોપ અને નીચે પ્રિંન્ટેડ ગ્રે સ્લીટ સ્કર્ટ પહેર્યું હતું. વચ્ચેથી સ્લીટ સ્કર્ટને લીધે લાવણ્યા પગ ચાલતી વખતે કે ઉઠતાં-બેસતાં તેણીની ઝાંઘો સુધી ખુલ્લાં થઈ જતાં હતાં.
“પાર્ટીમાંતો આવાજ કપડાં હોયને..!?” સીટમાં બેઠાં લાવણ્યાએ પોતાની કમર વધુ ખુલ્લી દેખાય એરીતે સ્કર્ટ નાભીથી વધુ નીચું કર્યું.
“પણ...! આવી બધી પાર્ટીમાં ....! આવાં કપડાં...!?” સ્કર્ટ નીચું કરી રહેલી લાવણ્યાને જોઈને આરવે નજર ફેરવી લીધી.
“કેમ...!? તને શું પ્રોબ્લેમ છે...!?”લાવણ્યાએ ચિડાઈને સહેજ તોછડાઈથી પૂછ્યું.
“હું તો ખાલી...!”
“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાના ફોનની રિંગ વાગી.
“હા બોલ યશ...!” યશનો કૉલ રિસીવ કરીને લાવણ્યા આરવને ચિડાવા અદાથી બોલી “બસ રસ્તામાંજ છું...! હમ્મ...!”
ઢીલા મોઢે થોડી-થોડીવારે લાવણ્યા સામે જોઈને આરવ હવે કાર ડ્રાઈવ કરવાં લાગ્યો.
“હાં...ચાલ...! બાય...!” યશ જોડે વાત કરીને લાવણ્યાએ કૉલ કટ કર્યો.
“શેની પાર્ટી છે..!?” કાર ચલાવતાં-ચલાવતાં આરવે પુછ્યું.
“યશનાં ફ્રેન્ડ પ્રતિકની બર્થડે પાર્ટી છે...!” લાવણ્યાએ કીધું “તું ઈંક્વાયરી કરે છે...! એમ..!?”
નાનાં બાળકની જેમ માથું ધૂણાવી આરવ કઈંપણ બોલ્યાં વગર કાર ડ્રાઈવ કરી રહ્યો.
“કેટલો ક્યૂટ લાગે છે યાર...! આવો નારાજ થયેલો તારો ચેહરો..!” કાર ચલાવી રહેલાં આરવનાં રિસાયેલા ચેહરા સામે જોઈને લાવણ્યા મનમાં બબડી.
“તું યશ જોડે ના જઈશને...!” થોડીવાર પછી આરવે ઢીલા મોઢે લાવણ્યા સામે જોઈને કહ્યું.
“કેમ...!?” લાવણ્યાએ વેધક સ્વરમાં પૂછ્યું.
“એ સારો છોકરો નથી...!” આરવ એજરીતે બોલ્યો.
“તને કેમની ખબર એ સારો છોકરો નથી...! હમ્મ..!?”
“હું છોકરો થઈને છોકરાંની નિયત ના ઓળખું...!?” આરવે સામે જવાબ પણ આપ્યો અને પ્રશ્ન પણ પૂછ્યો.
“તો પછી તું પણ એવોજ હોઈશને...!?” લાવણ્યાએ પણ વેધકસ્વરમાં શાંતિથી પૂછ્યું.
“હું એવો લાગુ છું તને...!?” આરવે લાવણ્યાની સામે જોયું.
એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યાએ સામેની બાજુ કાંચમાંથી બહાર જોવાં માંડ્યુ અને બોલી “મારે મોડું થાય છે...! કાર ચલાવ જલ્દી....!”
“એ સારો છોકરો નઈ...! તોય તે એને તારો બોયફ્રેન્ડ બનાવી લીધો...! એ પણ ખાલી બે જ દિવસમાં....!” આરવ નાનાં બાળકની જેમ રિસાયો હોય એમ બોલ્યો “અને હું સારો છું તોય મને....!”
“આરવ...! તું મારી ટાઈપનો નથી...! કેટલીવાર કીધું તને...! ભાન નઈ પડતી...!?” આરવને વચ્ચે ટોકી લાવણ્યા તેને ખખડાડવતી હોય એમ બોલી.
“બસ...આવી રીતે ધમકાઈને મારું મોઢું બંધ કરી દેવાનું..!? નઈ...!?” આરવ એવાંજ રિસાયેલાં મોઢે બોલ્યો અને કાર ચલાવા લાગ્યો.
“મારે પાર્ટીનું મૂડ ખરાબ નઈ કરવું..!” લાવણ્યા ટોંન્ટમાં બોલી “તું કાર ડ્રાઈવ કર શાંતિથી..!”
આરવે મોઢું બગાડીને કાર ડ્રાઈવ કરવાં માંડી. હાઇવે ઉપર પહોંચીને આરવે કારની સ્પીડ વધારી દીધી.
***
“અંધારું બવ થઈ ગ્યું છે...!” હાઇવે ઉપર કાર ચલાવી રહેલો આરવ બોલ્યો “અને વરસાદ પણ પડવાની તૈયારી છે...!”
કાર ચલાવતાં-ચલાવતાં આરવે એક નજર લાવણ્યા સામે જોયું. ફોન મચેડી રહેલી લાવણ્યાએ આરવને કોઈ જવાબ ના આપ્યો.
“બપોરે પણ બવ વરસાદ પડ્યો ‘તો...!” આરવ ફરીવાર બોલ્યો.
“તો....!?” ફોનમાંથી નજર હટાવ્યા વિના લાવણ્યાએ રુક્ષ સ્વરમાં પૂછ્યું.
“તો...પ...પાણી બવ ભરાયું હશે...!”
“તો હું ડૂબી નઈ જાવ....!” ટોંન્ટભર્યા સ્વરમાં લાવણ્યાએ કહ્યું અને પછી આરવ સામે ઘુરકીને જોયું “મને તરતાં આવડે છે...!”
નારાજ આરવે સામે જોઈને ડ્રાઇવ કરવાં લાગ્યું.
“અહિયાંથી વળાવીલે...!” ફાર્મ હાઉસ જવાં માટે મેઇન રોડથી અંદર જતાં એક વળાંક પાસે લાવણ્યાએ આરવને કાર વળાવાં માટે કહ્યું.
કાર ધીમી કરી આરવે ડાબી બાજુ વાળી લીધી.
“બાપરે...! આતો કેવો કાચો રસ્તો છે...! અને અંધારિયો પણ...!” ફાર્મ હાઉસ તરફ જતાં અંધારિયા કાચાં ઉબડખાબડ રસ્તાને કારની હેડલાઇટનાં પ્રકાશમાં જોઈને આરવ બોલ્યો.
બપોરે પડેલાં ભારે વરસાદી ઝાપટાંને લીધે કાચાં રસ્તામાં ઠેકઠેકાણે પાણી ભરાયું હતું. ખાડાં-ખાબોચિયાંમાંથી પસાર થતી કાર કુદ્કાં ભરતી હોય એમ જઈ રહી હતી.
“તું આવી જગ્યાએ આવે છે..!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.
“ના...! પે’લ્લીવાર આવું છું...! મેપમાંથી રસ્તો જોઈને તને કીધું...!” લાવણ્યા શાંતિથી કારની હેડ લાઇટનાં પ્રકાશમાં દેખાતાં કીચડથી ભરેલાં કાચાં રસ્તા સામે જોઈ રહીને બોલી.
“જો...! ઓલો મોટો ગેટ દેખાયો...!” લગભગ એકાદ કિલોમીટર જેટલું કાર કીચડવાળા એ ગંદા-ગોબરાં રસ્તા પર ચાલ્યાં પછી લાવણ્યાએ આરવને તેની સાઈડે દેખાતાં ખાસ્સાં મોટાં ભવ્ય ગેટ સામે હાથ કરીને કહ્યું “ત્યાં વળાવીલે...!”
લાવણ્યાએ કહ્યાં મુજબ આરવે કાર ગેટમાંથી અંદર વળાવી લીધી.
“મોટાંભાગના બાંગ્લા ખાલીજ હોય એવું લાગે છે...!” આજુબાજુના વિશાળ બંગલોઝ તરફ જોઈને આરવ ચિંતાતુર સ્વરમાં બબડ્યો.
બે-ચારને બાદ કરતાં લગભગ બધાંજ બંગલોમાં ઘોર અંધારું હતું. તેમજ તે બંધ પડ્યાં હોય એવું લાગતું હતું.
“અહિયાં..! બસ...! આજ છે...! છેલ્લું ઘર...!” સૌથી છેલ્લે ખૂણામાં આવેલાં એક વિશાળ વિલા નજીક કાર પહોંચતાં લાવણ્યા બોલી “બસ થોડી દૂર ઊભી રાખજે...!”
વિલાથી થોડેદૂર આરવે કાર ધીમી કરીને ઊભી રાખી.
“લાવણ્યા...! ના જઈશને....!પ્લીઝ...!” ભીની આંખે આરવ લાવણ્યા સામે દયામણું મોઢું કરીને બોલ્યો “તને કઈંક થઈ ગ્યું’તો...!?”
“હું કાઇં નાની છોકરી છું...! હેં..!બોલ...!?” લાવણ્યા ફરીવાર તોછડાં સ્વરમાં બોલી.
“ખાલી બર્થડે ભૂલી ગ્યો...! એમાં આવું કરવાનું...!?” આરવ લગભગ રડી પડ્યો હોય બોલ્યો.
“ઓહો...! આ છોકરો બિચારો...! વધારે પડતું ટોર્ચર થઈ ગ્યું...!” આરવની ભીંજાયેલી આંખો જોઈને લાવણ્યાને પણ લાગી આવ્યું અને તે મનમાં બબડી “કોઈ વાંધો નઈ...! પાર્ટી પતે પછી મનાવી લઇશ...!”
“મને જોડે આવાદેને...!”આરવ રિકવેસ્ટ કરતો હોય એમ બોલ્યો.
“ના...! કીધું’તુંને...! હવે તું અહિયાંથી જા...!” લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને ઉતરવા લાગી.
“પણ હું ફ્રી જ છુ...! તારી વેઇટ કરીશ...!”
“મારે લેટ થશે...!” લાવણ્યા બેફિકરાઈથી બોલી અને કારમાંથી ઉતરી ગઈ.
“વાંધો નઈ...!” આરવ તેનું મોઢું નીચું કરીને કારની વિન્ડોમાંથી દેખાય એ રીતે બોલ્યો.
“તો અંહિયાં ના ઊભો રે’તો...! હાઈવે ઊભો રે’જે...!” લાવણ્યા નીચું નમીને બોલી “જ્યારે નીકળવાનું થશે .....હું કૉલ કરીને બોલાવી લઇશ...!”
એટલું કહી લાવણ્યા “બાય” કહ્યાં વિનાજ પાછું ફરીને વિલા તરફ જતી રહી.
વિલાના વિશાળ લોખંડના ગેટમાંથી લાવણ્યાને અંદર પ્રવેશતી આરવ ચિંતાતુર નજરે જોઈ રહ્યો. વિલામાં પ્રવેશીને લાવણ્યાએ ગેટ બંધ કર્યો.
ગેટ બંધ થવાં છતાય આરવ ઉચાટભર્યા જીવે ગેટ સામેજ જોઈ રહ્યો. થોડીવાર સુધી ગેટ સામે ચિંતાતુર નજરે જોઈ રહ્યાં પછી આરવે કારને ઘુમાવી બહાર ચલાવા માંડી. જતાં-જતાં આરવે વધુ એકવાર કારની વિન્ડોમાંથી એ વિલા સામે જોયું. જાણે કોઈ ભૂતિયો બંગલો હોય એવું આરવને લાગ્યું. આરવનું મન વધુને વધુ ચિંતાથી ઘેરાઈ ગયું.
***
“ઘરર....!”
વાદળો ગરજવાની સાથે-સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. હાઈવે કારમાં બેસીને લાવણ્યાની રાહ જોતો આરવ ચિંતાતુર નજરે કાંચમાંથી બહાર વરસી રહેલાં ભારે વરસાદ તરફ જોઈ રહ્યો. લાવણ્યાને વિલા ઉપર ડ્રોપ કરે લગભગ બે કલ્લાકથી વધુ સમય નીકળી ગયો હતો.
“ઘરર...!”
વીજળીઓનાં કડાકાં સાથેજ વરસાદની ઝડપ વધી ગઈ અને મોટાં છાંટાં રૂપે વરસાદ વરસવા લાગ્યો. છાંટાંનું જોર એટલું બધુ હતું કે કારની લોખંડની બોડી ઉપર અથડાતાં છાંટાં જાણે બરફનાં કરા કે પથરા હોય એવો આવાજ કરતાં હતા.
“બાપરે...!” બોનેટ ઉપર પડતાં મોટાં છાંટાં સામે જોઈને આરવ બબડ્યો અને ગાડીનું વાઇપર ચાલુ કર્યું.
“આવાં વરસાદમાં એ કેમની આવશે...!” આરવને ચિંતા થઈ “કૉલ કરું..!?”
મોબાઈલ હાથમાં લઈને આરવ બબડ્યો અને લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.
“હેલ્લો....!” એક-બે રિંગ વાગતાંજ લાવણ્યાએ આરવનો કૉલ રિસીવ કરી લીધો.
“હેલ્લો.....! વરસાદ બવ પડતો ‘તો...તારે આવાનું હોય તો કે’જે..! હું આઈ જાવ લેવાં...!” આરવે ચિંતાતુર સ્વરમાં કહ્યું.
“નાં...મારે હજી લેટ થશે....!” લાવણ્યા સહેજ તોછડા સ્વરમાં બોલી.
“હજી લેટ...!?” આરવે એવાંજ સ્વરમાં પૂછ્યું.
“તને કીધું’તુંને મારુ મગજ ના ખાતો...!” લાવણ્યા ઘાંટો પાડીને બોલી.
“તું મારી ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરે છે...!” આરવ રડું-રડું થઈ ગયો “ખાલી બર્થડે ભૂલી ગ્યો એમાં આવું કરવાનું...! તું મારી વાત તો સાંભળતી પણ નઈ...!”
લાવણ્યા મૌન થઈ ગઈ અને ઊંડા શ્વાસ ભરતી હોય એવું આરવને સંભળાયું.
“હું ફોન કરું પછી લેવાં આવજે...!” લાવણ્યા પોતાનો સ્વર શક્ય એટલો શાંત રાખીને બોલી “ત્યાં સુધી મને હેરાન કરતો....!”
એટલું કહીને લાવણ્યાએ કૉલ કટ કરી દીધો.
આરવે હતાશ થઈને કારનાં સ્ટિયરિંગ ઉપર માથું ટેકવી દીધું. ક્યાં સુધી આરવ માથું ટેકવીને એમજ બેસી રહ્યો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો અને અંદર આરવની આંખો.
***
“ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” રાતનાં લગભગ સાડાં અગિયાર વાગ્યે સિદ્ધાર્થનાં મોબાઈલની રિંગ વાગી.
બેડ ઉપર ઉંધા પડીને સૂતો સિદ્ધાર્થ આંખો ચોળીને જાગ્યો અને બેડની બાજુમાં ડ્રૉઅર ઉપર પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવી નંબર જોયો.
“અરે..!?” સ્ક્રીન ઉપર નંબર જોઈને સિદ્ધાર્થને નવાઈ લાગી અને તરતજ સ્વાઈપ કરીને કૉલ રિસીવ કર્યો.
“હાય...!? શું કરે છે..!?” સામેથી નેહાનો અવાજ આવ્યો.
‘સૂતો તો...!”સિદ્ધાર્થ પોતાનો સ્વર સ્વસ્થ કરીને બેડ ઉપર બેઠો થતાં બોલ્યો.
“આટલાં વે’લ્લાં....!?” નેહાએ નવાઈપૂર્વક પૂછ્યું.
“વે’લ્લાં ક્યાં...!? સાડાં અગિયાર તો થયાં....!”
“અરે અહિયાં અમદાવાદમાં આટલાં વાગે તો માણેકચોકમાં હજી ખાણીપીણીમાં ભીડ શરૂ થાય યાર..!” નેહા એકદમ ફ્રેન્ડલી બોલવા લાગી.
“અમ્મ...! એમ તો અહિયાં પણ લેટ નાઈટ બધુ ચાલતુંજ હોય છે..!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “પણ મારે સવારે વે’લ્લાં જિમ જવું હોય એટ્લે હું રાતે વે’લ્લો સૂઈ જતો હોવ છું...!”
“ઓહ...! એમ કે’ને...!” નેહા બોલી “ત્યાં વરસાદ છે...!? અહિયાં તો જોરદાર વરસાદ પડે છે...!”
પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભેલી નેહાએ બાલ્કનીની પેરપેટની બહાર હાથ લંબાવીને ધોધમાર વરસી રહેલાં વરસાદમાં પોતાની હથેળી પલાળી.
“ખબર નઈ..!” બોલતાં-બોલતાં સિદ્ધાર્થ ઊભો થયો અને પોતાનાં રૂમની બાલ્કનીમાં જવા દરવાજો ખોલવા લાગ્યો.
બાલ્કનીનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ બાલ્કનીમાં આવ્યો. સિદ્ધાર્થનાં ભવ્ય વિશાળ બંગલોમાં તેનાં બેડરૂમની સામેજ ગાર્ડન હતું. ગાર્ડનની આજુબાજુની પેવમેંન્ટ ઉપર લાગેલા અનેક નાઈટ લેમ્પનાં અજવાળામાં સિદ્ધાર્થે ધોધમાર વરસાદ વરસતો જોયો. સોસાયટીનાં RCC રોડમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ગાર્ડનમાં ઉગાડવામાં આવેલાં ઝાડવાં વરસાદમાં પલળી રહ્યાં હતા અને ઝપાટાં સાથે વાઈ રહેલાં પવનની દિશામાં તણાઈ રહ્યાં હતા.
“અહિયાં તો પવન સાથે વરસાદ છે...!” સિદ્ધાર્થ બોલ્યો “અને હું તો પલળી પણ ગયો...!”
“હાય...હાય...કેમનો...!?”
“તારી જોડે વાત કરતાં-કરતાં બાલ્કનીમાં આઈ ગ્યો....!” સિદ્ધાર્થ ભોળાંભાવે બોલ્યો “વરસાદ એટલો સ્પીડમાં છે...! કે મારું ધ્યાન જાય ...ત્યાં સુધીમાં તો હું પલળી ગયો...!”
“હાં...હાં...હાં....aww…! સાવ ડફોળ છે યાર તું તો....!” નેહાએ બોલી “તો ફોન...!?”
“આઇફોન વોટરપ્રૂફ હોય એટ્લે ચાલે...!” વરસાદમાં પલળતાં-પલળતાં સિદ્ધાર્થ બોલ્યો.
“હમ્મ....! અંદર જા અવે...! વરસાદમાં ફોન ઉપર વાત નાં કરાય..!” નેહા બોલી “વીજળી-બીજળી પડેતો...!?”
“સામે ગાર્ડનમાં આટલાં બધાં ઝાડવાં પડતાં મૂકીને વીજળી મારી ઉપરજ થોડી પડે કઈં...!?” સિદ્ધાર્થ ગમ્મત કરતો હોય એમ બોલ્યો “હવે પલળ્યોજ છું...! તો થોડું વધારે પલળીજ લવ...!”
“હમ્મ... મને પણ વરસાદમાં પલળવું બવ ગમે...!” નેહા બોલી.
“મનેય....!” સિદ્ધાર્થ બોલ્યો.
બંને ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં.
***
રાતનાં લગભગ અઢી વાગવાં આવ્યાં હતાં. લાવણ્યાની રાહ જોઈ-જોઈને થાકેલો આરવ કયારનો કારની આગળ આમ-તેમ બેંચેનીપૂર્વક આંટા મારી રહ્યો હતો.
વીસેક મિનિટ પહેલાંજ વરસીને બંધ થયેલાં ભારે વરસાદને લીધે વાતાવરણ અતિશય ઠંડુ થઈ ગયું હતું. વરસાદ બંધ થઈ ગયો હોવાં છતાય ઝડપથી વાઈ રહેલાં પવનનાં લીધે ઠંડી વધુ વરતાઈ રહી હતી.
માત્ર સાદી હાલ્ફ સ્લીવની ટી શર્ટ અને જીન્સ પહેરેલાં આરવને ઠંડી લાગવા લાગતાં તે કારમાં પાછો આવીને બેઠો.
“ઓહ તેરી...! ડીઝલ તો ઓલમોસ્ટ પતી જવાં આયુ છે...!” ફ્યુઅલ મીટરમાં નીચે જતાં રહેલાં ફ્યુઅલ કાંટા સામે જોઈને આરવ બબડ્યો “ડીઝલ તો પુરાવું જ પડશે...!”
પોતાનો મોબાઈલ કાઢી આરવે ગૂગલ ઓપન કર્યું.
“24 અવર પેટ્રોલ પંમ્પ નિયર મી....!” ગૂગલ મેપમાં સર્ચ કરીને આરવે સર્ચ રિઝલ્ટ જોવાં લાગ્યો.
“વાહ નજીકમાં જ છે...!” લગભગ પાંચસો મીટર દૂર ચોવીસ કલ્લાક ચાલુ હોય એવાં પેટ્રોલ પંપનું લોકેશન જોઈને આરવે કારનો સેલ માર્યો અને કાર પેટ્રોલ પંપ તરફ મારી મૂકી.
પાંચ-દસ મિનિટમાંજ આરવ પેટ્રોલ પંપ ઉપર પહોંચી ગયો. હાઈવે ઉપર રસ્તાની એક બાજુ રહેલાં પેટ્રોલ પંપે ડીઝલ પુરાવીને આરવ પેટ્રોલ પંપનાં વૉશરૂમ તરફ જવાં લાગ્યો.
“હજી ફોન નઈ આયો...!” લાવણ્યાનાં ફોનની કયારનો રાહ જોઈ રહેલો આરવ પેટ્રોલ પંપનાં વૉશરૂમ તરફ જતાં પોતાનાં મોબાઈલ સામે જોઈને બબડ્યો.
રાતનાં લગભગ અઢી-પોણાં ત્રણ થઈ ગયાં હોવાં છતાં લાવણ્યાનો ફોન નહોતો આવ્યો. ફ્રેશ થયાં પછી પેટ્રોલ પંપેથી નીકળી છેવટે આરવે કાર પાછી હાઈવેનાં એજ નાકાં તરફ મારી મૂકી જ્યાં ઊભો રહીને તે લાવણ્યાની કલ્લાકોથી રાહ જોતો રહ્યો હતો. સાંજે લગભગ સાતેક વાગ્યાની આજુબાજુ આરવે લાવણ્યાને ફાર્મ હાઉસ ઉપર ડ્રોપ કરી હતી. લાવણ્યા નાં પાડી હોવાં છતાંય અને ભારે વરસાદ હોવાં છતાંય આરવ મોડી રાત સુધી લાવણ્યાની વેઇટ કરતો રહ્યો હતો. એકલાં-એકલાં ક્યાંય સુધી રાહ જોતાં-જોતાં તેનું મગજ અનેક વિચારોનાં વાવાઝોડાંમાં ખોવાઈ ગયું હતું.
ઝીલનાં જબરદસ્તી મેરેજ, લાવણ્યાનું સાવ આવું રૂદ બિહેવિયર અને યશ, વિશાલ જેવાં ફાલતુ બોયઝ જોડે આવું રખડવાનું. આરવની આંખ અનેક વાર ભીંજાઇ હતી.
“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” હાઈવે ઉપર આરવ હજીતો કાર લઈને આવ્યોજ હતો ત્યાંજ તેનાં મોબાઈલની રિંગ વાગી.
“ઓહ...! આઇ ગ્યો..!” કાર ડ્રાઈવ કરતાં-કરતાં એક હાથે આરવે મોબાઈલની સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોયો અને કૉલ રિસીવ કર્યો.
“હેલ...!”
“આ...આરવ...! ક...ક્યાં છે...!? ક્યાં છે...તું…! મારે જ..જ.. જરૂર છે તારી..!” આરવ હજીતો બોલવાંજ જતો હતો ગભરાયેલાં ધ્રૂજતાં સ્વરમાં લાવણ્યા બોલી પડી “મ....મને બવ...બ...બીક લાગે છે...!”
“હું કારમાં ડીઝલ પૂરાવાં આયો’તો....! બસ બે જ મિનિટમાં આયો...!” ચોંકી ગયેલો આરવ બોલ્યો “પ્રતિકનાં ઘરે આવું કે એની સોસાયટીનાં ગેટ આગળ..!?”
“નાં..નાં..હું...હું....હાઇવે ઉપરજ ઊભી છું...! જ...જલ્દી આયને...! પ્લીઝ..! મ..મને...બીક લાગે છે..!” લાવણ્યાનાં સ્વરમાં હવે ગભરાટની સાથે-સાથે હવે ડર પણ ભળ્યો.
“અરે...!? શું થયું...!?હું આઈજ ગ્યો છું...! બસ બે જ મિનિટ...!” લાવણ્યાનો એવો સ્વર સાંભળીને આરવ પણ ચિંતામાં મુકાઇ ગયો અને ગભરાઈ ગયો.
“જલ્દી આયને પ્લીઝ..!” એટલું કહીને લાવણ્યાએ ફોન કટ કર્યો.
“સરરર....!”
વરસાદને લીધે ભીનાં થયેલાં હાઈવેનાં રોડ ઉપર આરવે કાર ઝડપથી મારી મૂકી. પાણીની વાછટો ઉડાડતી કારનાં દરવાજા પણ ગંદા થઈ ગયાં હતાં.
“ક્યાં ઊભી છે...તું...ક્યાં છે...ક્યાં છે ..!?” અંધારા રોડ ઉપર હાઈવેની એક સાઇડે ઊભેલી લાવણ્યાને આરવ અદ્ધર જીવે શોધી રહ્યો.
એટલામાંજ કારની હેડલાઇટની રોશનીમાં આરવને થોડે આગળ એક ટ્રક ઊભેલી દેખાઈ. આરવે તરતજ કારની સ્પીડ ઘટાડી અને પોતાની સામે રોડની જમણી બાજુ જોયું. ફાર્મ હાઉસ જવાં માટે જે વળાંક પાસેથી તેઓ વળ્યા હતાં ત્યાંથી લાવણ્યા દોડાદોડ રસ્તાની બીજી બાજુ આવી. કારની હેડ લાઇટનાં અજવાળામાં આરવ લાવણ્યાને ઓળખી ગયો.
આરવ સાઈડ રસ્તાની બીજી બાજુ પહોંચી જઈને લાવણ્યા જોર-જોરથી પોતાનાં બંને હાથ ઊંચા કરીને મદદ માટે હલાવા લાગી. આરવની જેમ-જેમ કાર નજીક આવતી ગઈ લાવણ્યાએ વધુ જોશથી પોતાનાં બંને હાથ હલાવવાં માંડ્યા. હાથ હલાવતાં– હલાવતાં તેણીએ એક નજર ફરીવાર ટ્રક બાજુ નાંખી. આરવે પણ ટ્રક તરફ જોયું. ટ્રકનો ડ્રાઈવર ટ્રકના પાછલાં વ્હીલ પાસે ઊભો હતો.
લાવણ્યા ફરીવાર તેની તરફ આવી રહેલી કાર સામે જોઈ એજરીતે ઝડપથી હાથ હલાવવાં લાગી.
“હ.....હેલ્પ....! પ્લીઝ હેલ્પ કરો....!” ગભરાયેલી લાવણ્યાએ આરવને હજી કારની ડ્રાઇવિંગ સીટ ઉપર જોયો નહોતો.
આરવની કાર નજીક આવતાંજ લાવણ્યા તેને ઓળખી ગઈ અને ઝડપથી કારની પાસે આવી અને કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ.
“આરવ...! થેન્ક ગોડ...!” લાવણ્યાને ડૂબતાં-ડૂબતાં તણખલું મળ્યું હોય એમ તે કારમાં આરવને જોઈને ખુશ થઈ ગઈ.
“જ...જલ્દી...!” ટ્રકનાં ડ્રાઈવર સામે ભયભીત નજરે જોઈ લાવણ્યા કરગરતી હોય એમ રડમસ સ્વરમાં આરવ સામે જોઈને બોલી “ચ...ચલ...! અહિયાંથી....!”
“શું થયું...!? કેમ આમ ડરી ગઈ છે...!?” આરવે લાવણ્યા સામે જોઈને પૂછ્યું “અને તારાં કપડાં...!? કેમ આવાં ચોળાયેલાં છે...!?”
આરવે લાવણ્યાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ. સાંજે પાર્ટીમાં જતી વખતે આરવે જ્યારે લાવણ્યાને ડ્રોપ કરી હતી ત્યારે એકદમ મસ્ત ઢીંગલી જેવી તે તૈયાર થયેલી હતી. બોડી એક્સપોઝ થાય એવાં કપડાં હોવાં છતાંય લાવણ્યા ખૂબ સુંદર લાગતી હતી. જોકે અત્યારે લાવણ્યાની હાલત જોઈને આરવ પણ ડરી ગયો.
તેણીના કપડાં ખરાબ રીતે ચોળાઈ ગયેલાં હતાં. લાવણ્યાનાં હાથ, હાલ્ફ ટોપમાં દેખાતી તેણીની ખુલ્લી કમર, સ્લીટ સ્કર્ટમાંથી ડોકાતી તેણીના એક પગની સુંવાળી ઝાંઘો વગેરે અનેક જગ્યાએ ઉઝરડાં પડી ગયાં હતાં અને તેમાંથી લોહી નીકળેલું હતું. વરસાદમાં પલળી ગયેલી લાવણ્યાનાં વાળ ભીનાં પણ સાવ વિખરાયેલા હતાં.
લાવણ્યાની એવી હાલતને આરવ હતપ્રભ નજરે જોઈ રહ્યો. તેણી સાથે કઈંક અઘટિત થયાંનું તેણીની એ હાલત ઉપરથી દેખાઈ આવતું હતું.
આરવની નજર હવે લાવણ્યાનાં હોંઠ ઉપર પડી. તેણીના સુંદર હોંઠની લિપસ્ટિક પણ ફેલાઈ ગઈ હતી. આઈ લાઇનર ફેલાઈ જતાં તેણીની આંખની આજુબાજુ કાળાં ધબ્બા દેખાતાં હતાં. તેનાં સ્તનોનાં ઊભાર પાસે, તેમજ કોલર બોન ઉપર અને અનેક જગ્યાએ કોઇકે બચકાં ભરી લીધાંનાં ચાઠાં પડેલાં હતાં.
“લાવણ્યા....!” આરવની આંખમાંથી આંસુ સરકીને નીચે પડ્યાં “શું થયું તને....!?”
***
“Sid”
Instagram@ sid_jignesh19