Whirlpool of Relationships - 2 in Gujarati Fiction Stories by Urvashi books and stories PDF | સંબંધોના વમળ - 2

The Author
Featured Books
Categories
Share

સંબંધોના વમળ - 2

ગતાંકમાં જોયું કે, રૂપાલીની મમ્મી એને લગ્નની વાત કરે છે. ત્યારબાદ તરત જ રૂપાલી પોતાના પ્રેમી વિકીને મળવા જાય છે.

* * *

અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અમેં બંને હાથમાં હાથ પરોવીને વિશ્વાસભર્યું સ્મિત આપતા મૌન રહીને દરિયાકિનારે કંઈક દૂર સુધી ચાલતા રહ્યાં. મેં એને કહ્યું, "હું જાઉં છું હવે એમ કહી હું એની સામે જોઈ રહી.

" તું કંઈ વધુ ન વિચાર આપણે હમેંશા સાથે જ રહીશું. " આમ કહીને એ મને જોઈ રહયો. અમે બંને એકબીજની આંખોમાં જોતાં જાણે પ્રિય એકાંતમાં શૂન્યમનસ્ક થઈને ડૂબી ગયા. અલગ દુનિયામાં વિહાર કરવા લાગ્યા કે એટલામાં જ વિકીનો ફોન રણક્યો.

" મારે કામ છે જવું પડશે તું પણ ઘરે જવા નીકળ હવે. હું તને ડ્રોપ કરી દઉં ચાલ. " એમ કહીને ઉતાવળે આગળ ચાલવા લાગ્યો. " જલદી કર! " એમ કેહતા ઉતાવળે ગાડીમાં બેઠો.

હું એની બાજુની સીટ પર બેઠી એને જોઈ રહી હતી આટલો શૂન્યમનસ્ક મેં એને ક્યારેય જોયો નથી એટલે મારાથી ન રહેવાયું અને મેં પૂછ્યું, "અરે પણ આટલી ઉતાવળ શા માટે?" મેં કહ્યું. એણે જાણે મારી વાત સાંભળી જ ન હોય એમ કંઈ બોલ્યો નહીં. મને એ વિચારોમાં ખોવાયેલો લાગ્યો. હું એની સામે જોઈ રહી. એના માટે જાણે હું સાથે હતી જ નહીં....

" ક્યાં ખોવાઈ ગયો? " એ પ્રશ્ન સાથે મેં એના હાથ પકડ્યો. અને એની સામે જોઈ રહી.

" કાંઈ નથી થયું " એટલું બોલીને એ ચૂપ થઈ ગયો.

મને પણ અનેક વિચારો ઘેરી વળ્યાં મારી બેચેની વધવા લાગી. મેં એને આટલો શૂન્યમનસ્ક અને વિચારમગ્ન કયારેય નથી જોયો. એ ક્યારેય ચિંતા ન કરે એ કાયમ એની મસ્તીમાં જ હોય, હસતો જ હોય. " પછી અચાનક અત્યારે શુ થયું? એ પણ ફોનની એક રિંગ આવવાથી ? " આ પ્રશ્ન મને અત્યારે ચિંતાતુર કરી રહ્યો હતો.

આજે પેહલી વાર આવું બન્યું કે, વાત કે વિચારોની આપલે વગર ઘર સુધી એણે મને પહોંચાડી. હું ગાડીમાંથી ઉતરીને એને જોઈ રહી કે, કાયમની જેમ હવે તો બોલશે જ અને એની ચૂપ્પી તૂટશે પણ હું ખોટી પડી.

એ તો મારી સામે જોયા વગર જ " બાય " કહીને ચાલ્યો ગયો. હું નિરાશ થઈ ગઈ મારી આસપાસ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યાં. જેવો મેં ઘરમાં પગ મૂક્યો કે, મમ્મી પ્રશ્નોની છડી વરસાવવા લાગી. મારી ચિંતા હવે ગુસ્સામાં બદલાવા લાગી.

" આમ આંખો મોટી કરીને ગુસ્સે થઈને શું જુવે છે ? " એમ કેહતા મમ્મી મારી પાસે આવીને ગુસ્સાથી મારી સામે જોઈ રહી.

" ખાઈ જઈશ તું મને ? " એમ કેહતા મેં મોઢું બગાડ્યું. અને કોફી લઈને બેઠી કે પાછું એનું બડબડ ચાલુ થયું. એની કાયમની આદત એ મારી કોફીનો સ્વાદ બગાડે જ.

મારી બાજુ માં આવીને બેઠી અને " જો કાલે સાંજે તને......"

અણગમો જાહેર કરતા હું બોલી " મને યાદ છે મમ્મી ! " આમ કેહતાની સાથે જ હું સ્તબ્ધ થઈ ગઈ અને આટલું જલદી? કેવી રીતે વાત કરીશ હું ઘરમાં? આ સવાલ નો જવાબ શોધવામાં લાગી ગઈ.

મને ખભે હાથ મૂકીને ઢંઢોળીને " અરે! આજકાલ તું ક્યાં ખોવાયેલી રહે છે ? તને સમજાય છે કાઈ કે.....? " આટલું બોલીને જાણે હું કોઈ ગુનેગાર હોવ એમ મારી સામે જોવા લાગી.

ત્યાં જ પપ્પા આવે છે એટલે મમ્મી પાણી લેવા જાય છે અને હું ઉભી થઈને મારા રૂમમાં ગઈ. મારાથી ન રહેવાયું અને મેં વિકીને ફોન લગાવ્યો. એણે કટ કર્યો હું રાહ જોતી રહી. પણ એનો ફોન ન આવ્યો. આજે પેહલીવાર આવું બન્યું કે એણે મને ફોનનો જવાબ ન આપ્યો. નહી તો મોડા - મોડા પણ એ કોલ કરતો.

હવે મારી પાસે આવતીકાલ સવારની રાહ જોવા સિવાય કંઈ ઉપાય પણ નહોતો. " ઓ રૂપાલી ! અહીં આવ તારા પપ્પા બોલાવે છે. " મમ્મીએ મોટા અવાજે કહ્યું. હું ઝડપથી ત્યાં ગઈ.

" અહીં આવ બેટા ! મારે તારી સાથે વાત કરવી છે " એમ કેહતા પપ્પા મારી સામે જોઇને બોલ્યા. હું એમની બાજુમાં સોફામાં ગોઠવાઈ.

" આ વખતે તારા સગપણની વાત જ્યાં ચાલી રહી છે એ બિઝનેસમેન છે અને એકનો એક દીકરો છે. તું ખૂબ સુખી થઇશ. મારી વાત સાંભળ બેટા ! તું ખૂબ ખુશ રહીં શકીશ. જો ત્યાં તારા લગ્ન થાય. " લાગણીસભર અવાજે પપ્પા બોલ્યાં.

ઘણું કેહવું હતું મારે પણ કઈ ન બોલી શકી મારી આંખોમાં આંસુ આવીંને અટકી ગયા. " જોઈએ તો ખરાં આપણે કે એ વ્યક્તિ કેવી છે મારા અનુકૂળ રેહશે કે નહીં ? "

આવું સાંભળીને તરત જ પપ્પા બોલ્યા " તને કહ્યું ને મેં બધું બરાબર જ છે. " હું નિરાશ થઈ ગઈ મને સમજાયું કે આ વખતે લોકો મારું સગપણ પાકું કરવાની તૈયારીમાં જ હતા.

ત્યારબાદ કંઈ પણ બોલ્યાં વગર હું મારા રૂમમાં આવીને સૂવાની તૈયારી કરવા લાગી. હું સવાર ક્યારે થાય એની રાહ જોઈ રહી હતી.

" રૂપાલી! ઉઠ મોડું થશે તને કોલેજ જવાનું. " મમ્મી રૂમનો દરવાજો ખખડાવતા બોલી રહી હતી. હું ઉઠીને રેડી થઈને બહાર ગઈ નાસ્તો કરીને હું નીકળી વિકી મારી રાહ જોતા ઉભો હતો. આજે એનાં મોંઢાના રંગ ઉડેલાં હતાં. એણે મારી સામે જોયું પણ નહીં. જાણે કે, એ ફક્ત મારા માટે જ આવ્યો હોય અમારા માટે નહીં.

એની ચૂપ્પી તૂટી નહીં અમે કોલેજ પહોંચ્યા અને મેં એને પૂછ્યું, " શું થયું છે ? ગઈ કાલ સાંજથી તું પરેશાન લાગે છે. રાત્રે પણ પેહલીવાર એવું બન્યું કે, તેં મારા ફોનનો જવાબ ન આપ્યો. "

એણે મારો હાથ પકડીને કહ્યું: " કઈ નથી થયું એ તો..... "

ત્યાં જ એનો ફોનની રિંગ વાગી અને " હું જાઉં છું પછી તને ફોન કરું. " એમ કહેતાં હું કઈ કહું એ પહેલાં જ એ ત્યાંથી નીકળી ગયો.

કોલેજ પત્યા પછી હું મારી બે ફ્રેંડ સાથે કેફેમાં ગઈ. થોડાં દિવસ થાય કે અમે કોફી કેફેમાં જતા. આજે મારુ સહેજ પણ મન નહોતું પણ કાયમ જતાં માટે હું એમને ના ન કહી શકી. રીંકી અને નિશા મજાક ભરી વાત કરીને હસી રહી હતી.

" તને શું થયું? તને આજે સાપ સૂંઘી ગયો કે શું ? " એમ કેહતી એ હસવા લાગી.

" કંઈ નહીં " એમ કેહતા મેં ચેહરા પર નકલી સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો પણ હું મારા ચેહરા પરની ઉદાસી છુપાવી ન શકી.

" અરે રૂપાલી ! આ તારા વિકી સાથે કોણ છે ? " નિશા બોલી એટલે મેં જોયું તો એ વેસ્ટર્ન કપડામાં એકદમ સુંદર દેખાતી ગર્લ સાથે કેફેમાં એન્ટ્રી કરી હતી. હું જોતી રહી એ બંને સામસામે ચેર પર બેઠાં. બંને વાત કરી રહ્યાં હતાં અને વચ્ચે - વચ્ચે એ સુંદર ગર્લ હસી રહી હતી.

એણે એની બેગમાંથી ડાયરી કાઢીને વિકીને આપી એ ડાયરીમાં ઘણાં સમયથી સાચવેલા રોઝ પણ હતાં જે સુકાઈ ગયા હતાં. પણ મારાથી અજાણ્યું એવું ઘણું એ સુકાયેલાં રોઝ જાણતાં હોય એમ લાગ્યું મને.

* વધુ આવતા અંકે 🙏
✍..... ઉર્વશી " આભા "