આજે લગ્ન હતા.....નિહાર ની દુલ્હન કોણ છે....કોની સાથે લગ્ન થવાના છે....હજુ પણ કોઈને એની ખાતરી ન હતી.....
લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.....
લગ્ન માટે ત્રણ વાગ્યા પછીનો સમય શુભ હતો......
ગઇકાલે કરેલી મિસ્ટર.રોય ની વાત જીયા ને વારંવાર યાદ આવી રહી હતી....એ નિહાર ને પ્રેમ કરે છે એની જાણ જીયા ને આખી રાત વિચાર્યા બાદ થઈ હતી.....
શ્રેયા ને પણ જાણ ન હતી....એ આજે દુલ્હન બનવાની છે કે નહિ.....
નિહાર ગુમસુમ બની ગયો હતો....જીયા ને પ્રેમ ની લાગણી નહિ હોય તો શ્રેયા સાથે નવું જીવન ચાલુ કરવાના નિર્ણય ઉપર એને પછતાવો થઈ રહ્યો હતો...હવે એ નિર્ણય બદલવાની એનામાં હિંમત ન હતી રહી ....એવું કરીને એ શ્રેયા સાથે રમત કરે છે એવું એને લાગતું હતું....
પરિવાર ના બધા સભ્યો લગ્ન ની તૈયારીઓ કરી રહ્યા હતા પરંતુ કોઈના ચહેરા ઉપર ખુશી ન હતી દેખાતી....
મુસ્કાન અને અખિલ પણ એના લગ્ન હોવા છતાં ખુશ દેખાતા ન હતા....
નિહાર એ બધાને કહી દીધું હતું કે ...જીયા ને સામેથી કહેવામાં નહિ આવે કે નિહાર અને બાકી બધા લોકો એની કહેવાની રાહ જોવે છે ...જીયા ને પ્રેમ નો અહેસાસ થશે એટલે એ આગળ આવીને કહેશે....જો એવું કઈ નહિ થાય તો શ્રેયા સાથેના લગ્ન બધા એ સ્વીકારવા પડશે...
બધા એ સ્વીકારી લીધું હતું કે જીયા એની નિહાર પ્રત્યે ની લાગણી નહિ જણાવે તો નિહાર ના લગ્ન શ્રેયા સાથે કરી દેવામાં આવશે ....
____________________________________________
સવારમાં ઉઠીને જ જીયા એ એના ચહેરા ઉપર એક બનાવટી સ્માઈલ ચિપકાવી દીધી હતી.....
પરિવાર ના બધા લોકો પણ એને બતાવવા માટે બનાવટી સ્માઈલ કરી રહ્યા હતા....
બધા ખૂબ જ ખુશ હોય એવો ઢોંગ કરી રહ્યા હતા....
મુસ્કાન અને શ્રેયા ને તૈયાર કરવા માટે સિયા પાર્લર ની બે છોકરીઓ આવી હતી....
મુસ્કાન અને શ્રેયા ની પાસે બેસીને જીયા વાતો કરી રહી હતી....
એને જોઈને મુસ્કાન અને શ્રેયા ને એવું થયું કે જીયા ની અંદર એવી કંઈ લાગણી છે જ નહિ....એ ખૂબ જ ખુશ છે....
મુસ્કાન અને શ્રેયા પણ એની ખોટી ખુશીમાં ખોટા ખુશ થતા હતા....
મુસ્કાન ની બહેનપણી પ્રિયા પણ ત્યાં બેસીને વાતો કરી રહી હતી....
પ્રિયા થાઇલેન્ડ માં રહેતી હતી..મુસ્કાન જ્યારે થાઇલેન્ડ માં હતી ત્યારે પ્રિયા એની બહેનપણી બની હતી....પ્રિયા મુંબઈ માં જ રહેતી હતી પરંતુ એના પપ્પા ની કંપની થાઇલેન્ડ માં ચાલુ કરી હોવાથી ત્યાંના રહેવાસી બની ગયા હતા......એ મુસ્કાન અને એના ફઈ ના છોકરા ના લગ્ન માટે અહી આવી હતી ....એના ફઈ બેંગ્લોર માં રહેતા હતા....એટલે મુંબઈ સુધી એનો ભાઈ પણ એની સાથે આવ્યો હતો પરંતુ એ એના દોસ્ત ને મળવા માટે ગયો હતો....એના મમ્મી પપ્પા લગ્ન પૂરા થયા બાદ પણ એના ફઈ ની ઘરે રોકાયા હતા.....
પ્રિયા ના ફઈ ના છોકરા ના લગન ગઇકાલે જ હતા એટલે એ સંગીત માં ન આવી શકી .....એની માટે એ સવારથી મુસ્કાન ના ઘરે આવી ગઈ હતી.....
પ્રિયા ને પણ મુસ્કાને જણાવી દીધું હતું કે અહી શું ચાલી રહ્યું છે....
____________________________________________
લગ્ન ની બધી તૈયારીઓ થઈ ગઈ હતી....
જીયા એ જાંબલી રંગ પણ નહિ અને ગુલાબી રંગ પણ નહિ એવા રંગ નુ પહેર્યું હતું ......એ રંગ એના ઉપર ખૂબ જ સરસ લાગી રહ્યો હતો .....જીયા ના ખુલ્લા સીધા વાળ હતા .....એ એક અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી ....પરંતુ એના ચહેરા ઉપર એક બનાવટી સ્માઈલ એની આંખો ની વિરુદ્ધ જોવા મળતી હતી....એની સ્માઈલ ઉપર થી લાગી રહ્યુ હતુ એ ખુશ છે પરંતુ એની આંખો ઉપર થી એ ઉદાસ દેખાઈ રહી હતી.....
શ્રેયા અને મુસ્કાન બંને એ દુલ્હન નો શણગાર સરખો કર્યો હતો....
મુસ્કાન અને શ્રેયા એ એવો કલર પહેર્યો હતો જે લાલ પણ ન હતો કે ગુલાબી પણ ન હતો કઈક અલગ કલર જ પહેર્યો હતો...પરંતુ એ કલર થી બંને એક કમળ ના ફૂલ ની જેમ ખીલી રહી હતી......બંનેની હેર સ્ટાઇલ,મેકઅપ થી લઈને બધું જ સરખું હતું .....પરંતુ મુસ્કાન શ્રેયા કરતા વધારે સુંદર દેખાતી હતી.....
બહારથી ખૂબ જ અવાજ આવતો હતો એના ઉપર થી અંદર બેઠા તમામ લોકોને જાણ થઈ ગઈ કે જાન આવી ગઈ હતી .....
____________________________________________
સારિકા બેન અને શ્રેયા ના મમ્મી દુલ્હન ને લેવા માટે દુલ્હન રૂમમાં આવ્યા ....
અંદર આવતા બંને ની નજર જીયા ઉપર પડી....જીયા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી....એટલે બંને એ પણ ખુશ હોવાનો ઢોંગ કર્યો.....
ત્યારે પ્રિયા એ કહ્યું કે હું અને જીયા તમારી રાજકુમારીઓ ને લઈને આવી જશું તમે જઈને શાંતિથી બેસો .....બોલતા ની સાથે તે હસતી હતી....પરંતુ જીયા સિવાય કોઈના ચહેરા ઉપર હસુ આવ્યું નહિ એટલે એણે પણ હસવાનું બંધ કરી દીધું.....પછી બધા એ થોડું ફિક્કું હસી લીધું.....
જીયા એ પ્રિયા ની સાથે હસી મજાક કરીને શ્રેયા અને મુસ્કાન ને બહાર લઈ ગયા....
મુસ્કાન ની સાથે પ્રિયા હતી ....અને શ્રેયા ને લઈને જીયા આવી રહી હતી.....
અખિલ એ મુસ્કાન ને જોઇને એક પ્રેમભરી સ્માઈલ કરી.....અખિલ ને જોઇને મુસ્કાન પણ થોડું હસી.....
અખિલ અને નિહાર સફેદ કલર ની શેરવાની માં રાજકુમાર જેવા લાગી રહ્યા હતા..... ગળામાં સફેદ મોતી ની માળા શેરવાની ને વધુ સુંદર બનાવી રહી હતી....
નિહાર જીયા ને જોઇને એની તરફ આવી રહ્યો હતો ....
લગ્ન માં હાજર તમામ લોકો નિહાર ને જોઈ રહ્યા હતા....
શ્રેયા નિહાર ને જોઇને મન માં એક ફૂલ ની જેમ ખીલી રહી હતી ...
નિહાર ને એની તરફ આવતા જોઈને જીયા ને અંદરથી અલગ લાગણી થઈ રહી હતી....જીયા ને લાગી રહ્યું હતું એ નિહાર ને એના દિલ ની વાત કહી દે ...પરંતુ નિહાર શ્રેયા પાસે આવતો હતો એટલે જીયા એની લાગણી ને રોકી નહીં શકે એવું એને લાગતું હતુ....એ શ્રેયા થી થોડી દૂર જતી રહે કે ત્યાં જ ઊભી રહે એને કંઈ સમજાતું ન હતું......
નિહાર જીયા ની સાવ નજીક આવી ગયો હતો.....
નિહાર જીયા ને પ્રપોઝ કરતો હોય એ રીતે એક પગ વાળીને જમણો હાથ ઊંચો કરીને બોલ્યો.....
"મુજસે શાદી કરોગી ..."નિહાર બોલતા બોલતા સ્માઈલ ની સાથે મશ્કરી કરી રહ્યો હતો.
નિહાર પણ એને પ્રેમ કરે છે એ જોઈને જીયા ખૂબ ખુશ થઈ ગઈ....જીયા એ નજર ઉપર કરીને પરિવારના બધાં લોકોને જોઈ લીધા બધા લોકો જીયા ની હા પાડવાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું .....
જીયા નિહાર ના હાથ માં હાથ મુકવા જતી જ હતી ત્યાં એને પણ મશ્કરી કરવાનું મન થયું....
"હમ આપકે હૈ કોન ?...."જીયા લટકા કરીને બોલી રહી હતી અને એને હસુ પણ આવી રહ્યું હતું.
"મેરે બ્રધર કી દુલ્હન હો આપ...."અખિલ હસતાં હસતા એની નજીક આવીને બોલ્યો .
અખિલ નું સાંભળીને જીયા ને થોડું હસુ આવી ગયું...અને તે શરમાઈ ગઈ....
"હસી તો ફસી..."શ્રેયા મશ્કરી કરતા કરતા અને જોશ થી હસીને બોલી રહી હતી.
"પરંતુ આ દિલ જીતવું તમારા માટે મુશ્કિલ છે.... ઉફ...........યે દિલ હૈ મુશ્કિલ..."જીયા નખરા કરતી કરતી બોલી રહી હતી.
"દિલવાલે દુલહનીયા લે જાયેંગે..."નિહાર ના દોસ્તો ની સાથે સાથે એના મમ્મી પપ્પા બોલ્યા.
જીયા ને આ બધું ફિલ્મી લાગી રહ્યું હતું.....એને અંદરથી ખૂબ ખુશી થઈ રહી હતી.....
"હમ દિલ દે ચૂકે સનમ...."નિહાર એ જીયા ના ચહેરા તરફ જોઈને બોલ્યો.
"મારા દિલ માં તમારા માટે છે નો એન્ટ્રી ....."જીયા એની આંખો આમતેમ ફેરવીને ,હસીને બોલી રહી હતી.
"હમ તુમ્હારે હૈ સનમ...."નિહાર બોલતા બોલતા જીયા ની સામે આંખ મારે છે.
"અંખીયો સે ગોળી મારે......"જીયા એનો એક નેણ ઊંચો કરીને બોલે છે સાવ ધીમા અવાજે બોલે છે.
આ જોઈને શ્રેયા અને મુસ્કાન બોલી ઊઠે છે....
"ઓહ માય ગોડ......"
અને બધા ખડખડાટ હસી પડે છે...
નિહાર એના દિલ ઉપર હાથ મૂકીને જીયા થી દુર જતાં જતા બોલે છે " કુછ કુછ હોતા હૈ તું નહિ સમજે....."
નિહાર ને ઉદાસ જોઈને અખિલ એના ખંભા ઉપર હાથ મૂકીને કહે છે "હસીના માન જાયેગી તું આ રીતે ઉદાસ નઈ થા..."
થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહિ બધાના ચહેરા ઉપર ઉદાસી છવાઈ જાય છે....
એટલે જીયા બોલે છે....
"નિહાર તારી માટે મારા દિલ માં હમેશા માટે વેલ્કમ છે .... તારે મને પૂછવાની ક્યારેય જરૂર નહિ પડે....."
આ સાંભળીને બધા ખૂબ જ ઉત્સાહ માં આવી જાઈ છે ...
ત્યાં પંડિતજી વચ્ચે બોલે છે....
"વિવાહ માટે શુભ મુહૂર્ત ચાલુ થઈ ગયું છે કન્યા ને જલ્દી બોલાવો....."
મુસ્કાન અને અખિલ માંડવામાં બેસે છે ....
નિહાર જીયા નો હાથ પકડીને માંડવા માં લઇ જાય છે ...
લગ્ન ખૂબ સારી રીતે પૂરા થાય છે .....
નિહાર અને જીયા આશીર્વાદ માટે વિનોદભાઈ પાસે જાઈ છે ....
"રબ ને બનાદી જોડી...."વિનોદ ભાઈ ફિલ્મી સ્ટાઈલ માં આશીર્વાદ આપે છે .
આ જોઈને બધા ફરી હસી પડી છે....
થોડીવાર માં વિદાય નો સમય થઈ જાય છે ....
મુસ્કાન અને જીયા ખૂબ રડે છે ....એ બંને બહેનો ને જોઇને બીજા બધા ની આંખો માં પણ આંસુ આવી જાઈ છે...
સારિકા બેન મુસ્કાન અને જીયા ના માથા ઉપર હાથ મૂકીને રડતા રડતા કહે છે...
"કભી ખુશી કભી ગમ...."
જીયા અને મુસ્કાન ને રડતા રડતા હસુ આવી જાય છે....
પરિવાર નો ફોટો પડાવવા માટે બધા ભેગા થાય છે....ત્યાં જીયા જોરથી બોલી ઊઠે છે....
"હમ સાથ સાથ હૈ ......"અને જીયા જોર જોરથી હસવા લાગે છે....
લગ્ન માં હાજર તમામ લોકો જીયા તરફ જોઈ રહ્યા હતા...
થોડી વાર પહેલા જે ખુશી બધાના ચહેરા ઉપર હતી એ ઉદાસી માં ફેરવાઈ ગયેલી જીયા જોઈ રહી હતી....
જીયા એ બધાના ચહેરા ઉપર જોઈને શ્રેયા તરફ નજર કરી.....શ્રેયા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી....નિહાર હજુ એનો પગ ગોઠણ થી વાળીને નીચે બેઠો હતો....એના હાથ માં શ્રેયા નો હાથ હતો અને એ જીયા તરફ જોઈ રહ્યો હતો...
ત્યારે જીયા ને સમજાયું કે હમણાં જે થયું એ બધું એક સપનું હતું....એટલે જ એટલું ફિલ્મી લાગી રહ્યું હતું ...
નિહાર શ્રેયા માટે આવીને બેઠો હતો અને શ્રેયા માટે હાથ ઉપર કર્યો હતો....
જીયા ના ચહેરા ઉપર પહેલા કરતા પણ વધારે ઉદાસી છવાઈ ગઈ.....
નિહાર શ્રેયા ને હાથ પકડીને માંડવા તરફ લઈ જઈ રહ્યો હતો અને જીયા એને જોઈ રહી હતી....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
નિહાર અને શ્રેયા ના લગ્ન જીયા કંઈ રીતે સ્વીકારશે ?