The secret of love - 9 in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ - (ભાગ 9)

The Author
Featured Books
Categories
Share

રહસ્યમય પ્રેમ - (ભાગ 9)

"જીયા ને ભલે કંઈ યાદ ના હોય પરંતુ જ્યારે એક વાર લાગણી થઇ જાય છે ને....એ માણસની અંદર લાગણી ક્યારેય નથી મરતી એ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી માણસ જીવતો હોય છે.......જીયા ને આજે જાણ પણ નહિ હોય કે એ તને પ્રેમ કરે છે પરંતુ એની અંદર ક્યાંક તારા પ્રત્યે લાગણી જરૂર છુપાયેલી હશે....અને એ લાગણી ને બહાર આપણે લાવીશું....."શ્રેયા બોલી રહી હતી.

"પણ કઈ રીતે.....?"નિહાર ઊંડા વિચાર માં પડી ગયો હોય એ રીતે બોલી રહ્યો હતો.

"ઈર્ષ્યા....."શ્રેયા બોલી.

"ઇર્ષા...?" કઈ ના સમજાયું હોય એ રીતે નિહાર બોલ્યો.

"હા ઇર્ષા ......જ્યારે કોઈ પ્રેમ માં ઇર્ષા ના જોવા મળે ને તો સમજી લેવાનું અહી પ્રેમ છે જ નહિ...."શ્રેયા કહી રહી હતી ...ત્યાં વચ્ચે નિહાર બોલી ઉઠ્યો...

"એટલે...મને કઈ સમજાતું નથી તું શું કહે છે એ..."

"જો જીયા ના દિલ માં તારી માટે લાગણી હશે ને.....તો એને તને કોઈક બીજી છોકરી સાથે જોઈને ઇર્ષા થશે ...અને એ બીજી છોકરી હું બનીશ...મને તારી સાથે આ રીતે જોઈને જીયા ને અંદર થી ઇર્ષા ની લાગણી થશે...અને એને સમજાય જશે કે એ તને પ્રેમ કરે છે....ત્યારે તું પણ એને કહી દેજે..."શ્રેયા સમજાવી રહી હતી.

"હવે આપણે આગળ શું કરશું..?......અને જો આપણા લગ્ન પહેલા જીયા ને એવું કંઈ નહિ થાય તો...હું તારી સાથે એક નવું જીવન ચાલુ કરીશ....તું એની માટે તૈયાર છે?..." જાણે બધુ જ સમજાય ગયું હોય એ રીતે નિહાર ઉદાસ મનથી બોલી રહ્યો હતો .

આ સાંભળીને શ્રેયા ખૂબ ખુશ થઈ ગઈ હતી....

"હા, આપણા પરિવારે પણ એવું જ વિચાર્યુ છે ને ....એક નવું જીવન ચાલુ કરવામાં આપણે એકબીજાની મદદ કરીશું.....પરંતુ ત્યાં સુધી જીયા ને પ્રેમ ની લાગણી કરાવવા માં એક પણ ભૂલ નહિ કરીએ .... પણ તારા પ્રેમ ને જોઇને જીયા ને પ્રેમ ની લાગણી જરૂર થશે ...."શ્રેયા ઉદાસ મન થી બોલી રહી હતી પરંતુ બહારથી એ ખુશ છે એવું બતાવી રહી હતી.

(શ્રેયા પણ નિહાર ને પ્રેમ કરી રહી હતી.....પરંતુ નિહાર નો જીયા પ્રત્યે નો પ્રેમ જોઇને ....એનો પ્રેમ એની અંદર જ છુપાવી રાખ્યો હતો...)
____________________________________________

લગ્ન ને હવે દસ દિવસ ની વાર હતી....તૈયારીઓ ધૂમધામ થી ચાલી રહી હતી....ખરીદી થોડી થઈ ગઈ હતી અને થોડી બાકી હતી....

બાકીની ખરીદી કરવા માટે અખિલ, મુસ્કાન, નિહાર અને શ્રેયા બહાર આવ્યા હતા....સાથે જીયા પણ આવી હતી.....

મુસ્કાન અને શ્રેયા દુલ્હન ના શણગાર માટે પાર્લર માં ઓર્ડર આપવા માટે સિયા પાર્લર માં ગયા હતા.....નીચે અબ્દુલ આઈસ્ક્રીમ ની શોપ માં જીયા, નિહાર અને અખિલ હાથ માં આઈસ્ક્રીમ નો કોર્ન લઈને મુસ્કાન અને શ્રેયા ની રાહ જોઈ રહ્યા હતા....

નિહાર નો ફોન રણકતા એ ઊભો થઈને શોપ ની બહાર જતો રહ્યો....

નિહાર અંદર આવ્યો ત્યારે અખિલ અને જીયા ને જાણ થઈ કે ...નિહાર ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અનાયાસે એનો હાથ બાજુની દીવાલ ઉપર લાગેલા તૂટેલા પતરા સાથે ઘસાયો અને નિહાર ને ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું.....

બધાને જાણ હતી કે શ્રેયા એક નર્સ છે એટલે જીયા દોડીને ઉપર આવેલા સિયા પાર્લર માંથી શ્રેયા ને બોલાવી લાવી....શ્રેયા ની પાસે કોઈ વસ્તુ ન હતી એટલે શોપ વાળા પાસેથી થોડું રૂ લઈને લોહી સાફ કર્યું અને નિહાર નો હાથરૂમાલ ત્યાં બાંધી દીધો....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

"મે વિચાર્યુ હતું એવા છે જ નહિ જીજુ....અખિલ જીજુ કરતા વધારે સારો છોકરો મારી દી ને મળે જ નહિ .."અખિલ અને મુસ્કાન ના ફોટા જોતી હતી ત્યારે જીયા મન માં બોલી રહી હતી.

એક ફોટો જેમાં ત્રણેય પરિવાર ના સભ્યો આવી ગયા હતા ....એ ફોટા ને મોટો કરી કરીને જીયા બધાના ચહેરા જોઈ રહી હતી.....અને હસી રહી હતી....

એ ફોટા માં અખિલ ના મમ્મી પપ્પા, શ્રેયા ના મમ્મી પપ્પા,અને વિનોદભાઈ - સારિકા બેન ફોટા નહિ પાડે તો ગોળીબાર કરી દેવામાં આવશે એવું કહ્યું હોઈ એ રીતે પરાણે સ્થિર થઈને બેઠા હતા.... અખિલ મુસ્કાન ની વાળ ની લટ ને કાન પાછળ કરી રહ્યો હોઈ એ રીતે બંને નો ફોટો આવ્યો હતો....જીયા નિહાર ને ગુસ્સા માં જોઈ રહી હતી અને નિહાર જીયા ને જોઇને હસી રહ્યો હતો....શ્રેયા એ બંને ને જોઇને હસી રહી હોય એ રીતે બેઠી હતી ...

નિહાર,જીયા અને શ્રેયા એ ત્રણેય ના ફોટા ને જીયા વારંવાર સ્થિર નજરે જોઈ રહી હતી....

નિહાર અને શ્રેયા ને રાખીને બાકી બધાને કાઢી નાખ્યાં ....
નિહાર અને જીયા ને રાખીને આજુ બાજુના બધાને કાઢી નાખ્યાં....

આ રીતે ફોટા ને ક્રોપ કરીને વારંવાર બંને ફોટા જોઈ રહી હતી...

નિહાર અને શ્રેયા ના ફોટા ને જોઇને જીયા ના ચહેરા ઉપર ઉદાસી છવાઈ જતી હતી...

નિહાર ની સાથે એનો ફોટો જોઈને એને ખૂબ જ હસુ આવી રહ્યું હતું...

નિહાર અને શ્રેયા ના ફોટાને ડિલીટ કરીને એના અને નિહાર ના ફોટા ને મોબાઈલ ની સ્ક્રીન ઉપર જ ચુંબન કરી લીધું હતું અને સૂઈ ગઈ....

પથારી માં પડ્યા પડ્યા જીયા વિચારી રહી હતી મે એવું શું કામ કર્યું.?.....મને શ્રેયા અને નિહાર નો ફોટો કેમ ના ગમ્યો?....શ્રેયા તો મારી બહેનપણી છે .....એવું શું હતું મારા અને નિહાર ના ફોટા માં કે મે મોબાઈલ ઉપર જ ચુંબન કરી લીધું....

જીયા ને આઈસ્ક્રીમ વાળો દિવસ પણ યાદ આવી ગયો જ્યારે શ્રેયા નિહાર ને હાથરૂમાલ બાંધી રહી હતી ત્યારે પણ જીયા વિચારી રહી હતી (ખાલી હાથરૂમાલ બાંધતા તો મને પણ આવડતું હતું શ્રેયા ને બોલાવાની શું જરૂર હતી.....)

"મને હાથરૂમાલ બાંધતા આવડતું હતું તો મે શ્રેયા ને શું કામ બોલાવી ....એ નર્સ હોય કે ના હોય હાથરૂમાલ બાંધતા તો બધાને આવડે .....નિહાર ને લોહી નીકળે છે એની જાણ શ્રેયા પહેલા મને જ થઈ હતી તો મે શું કામ હાથરૂમાલ ના બાંધ્યો અને શ્રેયા ને બોલાવી....બોલાવી તો બોલવી ....પણ મને એ પસંદ કેમ ન આવ્યું?...."આવા અટપટા સવાલો અને એના જવાબ આપવાનું કામ જીયા ના મન માં ચાલી રહ્યુ હતું....

આવા બધા વિચારોના ગડમથલ માંથી છૂટીને એ ક્યારે સૂઈ ગઈ એની જાણ એને પણ ન રહી...

____________________________________________

સવાર માં જાગીને જ જીયા એ નક્કી કરી લીધું ...
હવે એ આવું કઈ વિચારશે જ નહિ....

પહેલાં એ નિહાર ને પ્રેમ કરતી હતી પણ ....નિહાર મુસ્કાન ને પ્રેમ કરે છે એની જાણ થતાં એની અંદર નિહાર માટે કોઈ પણ લાગણી હતી જ નહિ....

નિહાર ને તો શું હોઈ....કાલે મુસ્કાન દી ને પ્રેમ કરતો હતો .... મુસ્કાન દી અને અખિલ જીજુ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે એની જાણ થતાં આજે શ્રેયા ને પ્રેમ કરે છે એની સાથે એના લગ્ન પણ થવાના છે .....

પણ જીયા ને અંદર થી એવી લાગણી શું કામ થઈ રહી હતી એની જાણ એને ન હતી....

શ્રેયા મારી બહેનપણી છે હું એના રસ્તા માં ક્યારેય નહી આવું ....એક વાર નિહાર ના લગ્ન શ્રેયા સાથે થઈ જશે તો મને એવી કોઈ લાગણી થશે જ નહિ ....એ બંને સાથે ખૂબ જ સારા લાગે છે એકબીજાને પ્રેમ કરે છે ....હું કઈ રીતે વચ્ચે આવું?

આટલું વિચારતા જ જીયા ની આંખો માં આંસુ આવી ગયા .....આંસુ શું કામ આવ્યા એની જાણ પણ જીયાં ને ન હતી...

(જીયા જ્યારે પ્રાચી હતી ત્યારે નિહાર માટે સાચી લાગણી થઇ હતી ....પરંતુ જીયા એ બધું જ ભૂલી ગઈ પણ એની અંદર ની લાગણી હજી જીવતી હતી જેની જાણ જીયા ને પોતાને જ ન હતી....)

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

નિહાર ના લગ્ન શ્રેયા સાથે થવાના છે કે જીયા સાથે ?