The secret of love - 8 in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ - (ભાગ 8)

The Author
Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

રહસ્યમય પ્રેમ - (ભાગ 8)

પ્રાચી આજે ખૂબ જ ખુશ હતી....એ નિહાર ને મળવા જવાની હતી ...એને એ પણ ખ્યાલ હતો કે નિહાર આજે એની આગળ લગ્ન નો પ્રસ્તાવ મુકવાનો છે .....

એ વારંવાર અરીસા માં જોઈને એના કપડા બદલી રહી હતી ....આજે એને ખૂબ જ સુંદર દેખાવાનું હતું....

પ્રાચી એ મોર્ડન બ્લેક ડ્રેસ પહેર્યો હતો.....
એ ઘરે થી નીકળી ગઈ હતી....

પ્રાચી કોફી શોપ પહોંચી ગઈ હતી....ત્યાં એની નજર રોડ પસાર કરતા વૃદ્ધ અપંગ મહિલા તરફ ગઈ અને એ ગાડી માંથી બહાર આવીને રોડ પસાર કરવામાં એ મહિલા ની મદદ કરી રહી હતી એટલામાં જ પાછળ આવતી બ્રેક વગર ની ગાડી એ પ્રાચી ને હવા માં ફંગોળી દીધી....અને એ વૃદ્ધ મહિલા પણ બાજુમાં પડી ગઈ....
પ્રાચી નું માથું જોરથી જમીન સાથે અથડાયું અને એ બેહોશ થઈ ગઈ ...


આજુબાજુના લોકો જોર જોરથી બોલવા લાગ્યા અને એમ્બ્યુલન્સ ને બોલાવા લાગ્યા....

એવામાં કોફી શોપ માંથી બહાર આવીને નિહાર જોરથી બોલ્યો....."પ્રાચી....."

____________________________________________

એ વૃદ્ધ મહિલા અને પ્રાચી ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા....

વૃદ્ધ મહિલાના પરિવાર ના લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા ....એને વધારે વાગ્યું ના હતું ...

અને પ્રાચી ને પણ વધારે પ્રમાણ માં વાગ્યું ના હતું પણ એ બેહોશ હતી....
__________________________________________

પ્રાચી ની કાળજી લેનાર ડોક્ટર ને પ્રાચી ની બીમારી વિશે નિહાર એ જણાવી દીધું હતું...
ત્યારે ડોકટરે કહ્યું હતું કે ...પ્રાચી ને કઈ નથી થયું ...જમીન ઉપર એનું માથું પડતા એ બેહોશ થઈ ગઈ છે બીજું કંઈ નથી.....

"સર, મેમ ને હોશ આવી ગયો છે....."બહાર બેઠેલા નિહાર ને નર્સે કહ્યું.

નિહાર દોડીને અંદર આવ્યો ...

"નિહાર..."બેડ ઉપર સૂતેલી પ્રાચી બોલી .

"હવે તને કેવું લાગે છે ?......"નિહાર બોલ્યો.

"આપણે અહી શું કરી રહ્યા છીએ નિહાર.....આજે તો મુસ્કાન દી ના લગ્ન છે .....મારે જલ્દીથી લોટો લઈને જવું પડશે નકર લગ્ન નહી થઈ શકે...." પ્રાચી(જીયા)બોલી રહી હતી.

એક મિનિટ માટે નિહાર ને સમજાતું નહોતું કે પ્રાચી બોલે છે કે જીયા....

પરંતુ એના શબ્દો સાંભળીને નિહાર ને સમજાય ગયું હતું કે આ જીયા જ બોલે છે અને જીયા ને બધુ યાદ આવી ગયું છે .....નિહાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો.....

જીયા ઊભી થવાની કોશિશ કરી રહી હતી પરંતુ એને કમજોરી જેવું લાગ્યું એટલે એ ઊભી ના થઈ શકી....

નિહાર બહાર આવ્યો અને ડોક્ટર ને કહ્યું કે જીયા ને તો બધુ યાદ આવી ગયું છે.....

ત્યારે ડોકટરે કહ્યું કે આ તો નાનું એવું એકસીડન્ટ હતું એમાં એને ભૂલાય ગયેલું યાદ આવી જાય પોસીબલ જ નથી મિસ્ટર.નિહાર......
અને જો એવું બન્યું હોય તો આ તો ચમત્કાર થયો કહેવાય....

નિહાર અંદર ગયો અને જીયા ને પૂછ્યું તને બધું યાદ છે ....પણ જીયા ને નવાઇ લાગી આ કેમ આવું બોલે છે ...ત્યારે નિહાર એ જણાવ્યું કે ...એ કઈ રીતે બધુ ભૂલી ગઈ હતી....અને એ હોસ્પિટલ માં કઈ રીતે આવી ...

.....અને મુસ્કાન ના લગ્ન આજે નથી પરંતુ હવે થોડા દિવસો માં જ છે.... ચાલ એની પાસે લઈ જાવ તને.....

નિહાર ખૂબ જ ખુશ હતો....એ પ્રાચી ને મુંબઈ લઈ જવાનો હતો ....પરંતુ આવું થઈ જશે અને જીયા ને જ લઈ જશે એવું એણે વિચાર્યું પણ ન હતું...

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

જીયા ને જોઇને એના પરિવાર ના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા ....મુસ્કાન અને સારિકા બેન જીયા ને ગળે વળગીને રડી રહ્યા હતા.....

વિનોદ ભાઈ રડતા રડતા નિહાર નો આભાર કરી રહ્યા હતા....

જીયા સાથે શું શું થયું એ બધું નિહાર એ પરિવારના બધા સભ્યો ને જણાવી દીધું હતું....
____________________________________________

જીયા અને નિહાર મુંબઈ આવ્યા એને બે ત્રણ દિવસ થઈ ગયા હતા ...

જીયા ને ખબર મળી કે એની બહેનપણી શ્રેયા ના લગ્ન નિહાર સાથે થવાના છે .....એ ખૂબ જ ખુશ થઈ ગઈ.....

નિહાર એ પહેલાં ધ્યાન નહોતું આપ્યું પરંતુ એને અત્યારે જાણ થઈ હતી કે નિહાર ના લગ્ન માટે છોકરી પણ મળી ગઈ હતી.....

પરંતુ નિહાર ને જીયા પસંદ હતી ...આ વાત હવે કંઈ રીતે બધાને કહે એ નિહાર ને સમજાતું ન હતું....

____________________________________________

લગ્ન ના શુભ મુહર્ત ને વીસ દિવસ ની વાર હતી....
તૈયારી ધૂમધામ થી ચાલી રહી હતી....

જીયા ના આવતા જ બધા ના ચહેરા ઉપર અલગ જ ખુશી છવાઈ ગઈ હતી......

સારિકા બેન અને વિનોદ ભાઈ ,અખિલ અને મુસ્કાન, અખિલ ના પરિવાર ના બધા સભ્યો, શ્રેયા બધા ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા.....

પરંતુ નિહાર કંઇક અલગ જ ચિંતા માં હતો...

એના લગ્ન શ્રેયા સાથે થવાના હતા અને એ જીયા ને પ્રેમ કરતો હતો....

આ વાત ની જાણ કોઈને હતી નહિ...

અચાનક નિહાર ને યાદ આવ્યું ....આ વાત ની જાણ મારી સિવાય જીયા ને પણ હશે જ ને ....અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ....એની પાસેથી મદદ લઈને એની બહેનપણી શ્રેયા ને સમજાવાની કોશિશ કરીશ.....

__________________________________________

જ્યારે નિહાર એ જીયા ને પૂછ્યું તો જીયા ને કઈ જ યાદ નહોતું.....
જીયા લોટો લઈને આવી રહી હતી ત્યારે એનું એકસીડન્ટ થયું હતું અને બીજી વાર એનું એકસીડન્ટ થયું ત્યારે એને ત્યાંથી જ યાદ આવ્યું કે એને લોટો લઈને જવાનું છે....વચ્ચે નું જે થયું તે જીયા બધું જ ભૂલી ગઈ હતી....

ત્યારે નિહાર ને સમજ પડી કે જીયા ને એની જ કહાની યાદ છે પ્રાચી ની કહાની યાદ જ નથી....

થોડાક દિવસ માં જ ઘરના સભ્યો એ મળીને નિહાર અને શ્રેયા ની ટૂંકમાં સગાઈ કરી દીધી હતી ....
____________________________________________

હવે નિહાર ને લાગતું હતું ....જીયા ને ભલે કંઈ યાદ હોય કે ના હોય પરંતુ એ હજી જીયા ને પ્રેમ કરતો હતો એટલે શ્રેયા ની જિંદગી નહિ બગાડે....અને શ્રેયા ને બધું જણાવી દેવાનું છે એવો નિર્ણય કરી લીધો....

શ્રેયા ને મળવા બોલાવી અને નિહાર એની સામે બધું બોલી ગયો હતો ....જે એની અને જીયા વચ્ચે લંડન માં થયું હતું....
કઈ રીતે નિહાર ને જીયા મળી...કઈ રીતે એ બંને દોસ્ત બન્યા.....કઈ રીતે બંને વચ્ચે પ્રેમ થયો....કઈ રીતે જીયા બધું ભૂલી ગઈ.......

ત્યારે શ્રેયાને એક બાજુ દુઃખ થઈ રહ્યું હતું પરંતુ બીજી બાજુ એ એની બહેનપણી ને આટલો સુંદર અને સારો ઘરવાળો મળશે એની ખુશી થઇ રહી હતી....

"જીયા ને ભલે કંઈ યાદ ના હોય પરંતુ માણસની અંદર લાગણી ક્યારેય નથી મરતી એ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી માણસ જીવતો હોય છે.......જીયા ને આજે કઈ યાદ તો નથી પરંતુ એની અંદર ક્યાંક તારા પ્રત્યે લાગણી જરૂર છુપાયેલી હશે....અને એ લાગણી ને બહાર આપણે લાવીશું....."શ્રેયા બોલી રહી હતી.

ત્યારે નિહાર ને એ પણ સમજાય ગયુ કે શ્રેયા પણ એક સારી છોકરી છે....

શ્રેયા ને અંદરથી ખુશી થતી હતી...તે બે પ્રેમ કરવા વાળાને મળાવી રહી હતી એટલે...પરંતુ ક્યાંક ને ક્યાંક એ નિહાર ની સાદગી જોઇને,નિહાર નો જીયા પ્રત્યે નો પ્રેમ જોઇને એ નિહાર ને પસંદ કરવા લાગી હતી ....

____________________________________________

જીયા ને નિહાર પ્રત્યે ની લાગણીનો અનુભવ થશે? નહિ થાય ,તો શું એ નિહાર ના પ્રેમ નો સ્વીકાર કરશે?શ્રેયા ના લગ્ન નિહાર સાથે થઈ જવાના છે ?