The secret of love - 5 in Gujarati Love Stories by Heer books and stories PDF | રહસ્યમય પ્રેમ - (ભાગ 5)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રહસ્યમય પ્રેમ - (ભાગ 5)

સારિકા બેન કપડાં નો ઢગલો કરીને એને ઈસ્ત્રી કરી રહ્યા હતા...
વિનોદ ભાઈ અલમારી માંથી જૂની ફાઇલો કાઢીને એક પછી એક તપાસી રહ્યા હતા .....

" શ્રેયા હોસ્પિટલ....." જૂની ફાટી ગય હોય એવી ફાઈલ ઉપર લખેલું વિનોદભાઈ વાચી રહ્યા હતા.

વિનોદ ભાઈ અને સારિકા બેન બંને ખડખડાટ હસી પડ્યા ...

હસવાનો અવાજ સાંભળીને બાગબાન ફિલ્મ જોતી મુસ્કાન અંદરની રૂમ તરફ આવી....

"શું થયું...તમે લોકો કેમ આવી રીતે હસી રહ્યા છો..."મુસ્કાન નવાઈ થી બોલી.

વિનોદ ભાઈ ના હાથ માંથી ફાઈલ લઈને સારિકા બેને મુસ્કાન ની હાથ માં તે ફાઈલ મૂકી....

"શ્રેયા હોસ્પિટલ....." મુસ્કાન ને નવાઇ લાગી આમાં શું હસવા જેવું છે.

ત્યારે સારિકા બેન જેમ ભૂતકાળ માં જતાં રહ્યાં હોય એવી રીતે બોલતા હતા.....

" જ્યારે જીયા ધોરણ બીજા માં હતી ત્યારે સવાર ના પહોર માં પંદર જેવા દાદર ઉપર થી પડી હતી ....ખૂબ જ વધારે લોહી નીકળ્યું હતું ....એને હોસ્પિટલ લઈ જવા માટે મે તારા પપ્પા ને ફોન કર્યો એટલે એ તરત જ હોસ્પિટલ જવા આવી પહોંચ્યા....
પણ જીયા એક જ જિદ ઉપર અટકેલી હતી ....હોસ્પિટલ જવું હોય તો શ્રેયા હોસ્પિટલ માં જ જવાનું છે ... બીજી હોસ્પિટલ માં હું નથી જવાની.....બધાએ બોવ સમજાવી કે શ્રેયા હોસ્પિટલ બોવ જ દૂર છે ત્યાં પહોંચતા સાંજ થય જશે...પણ જીયા એક ની બે ના થય.....એટલે આમ જ બેઠા રહ્યે એના કરતાં હોસ્પિટલ જવા નીકળી જવું જોઈએ....સાંજ થય ત્યાં સુધી માં પહોચી ગયા... જીયા ને વધારે વાગ્યું ન હતુ ....પણ લોહી નીકળ્યું હતું એટલે કમજોરી જેવું લાગતું હતું .....જ્યારે ઘરે આવી ગયા ત્યારે જીયા ને પૂછ્યું તારે શ્રેયા હોસ્પિટલ માં જ કેમ જવું હતું ત્યાં એવું શું હતું......ત્યારે એનો માસૂમ જવાબ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા...."

સારિકા બેન ની આંખ માંથી આંસુ સરી રહ્યા હતા અને એ હસી પણ રહ્યા હતા....

"મમ્મી.....જીયા શું બોલી હતી.....?"

"શ્રેયા મારી બેનપણી નું નામ છે એટલે મારે ત્યાં જ જાવું હતું......." વિનોભાઈ બોલી રહ્યા હતા અને સાથે હસી રહ્યા હતા કે રડી રહ્યા હતા એ મુસ્કાન ને સમજાણું નહિ.

બધાની આંખો માં આંસુ આવી ગયા હતા ....
ગાડી ધડાકા સાથે સળગી ગય એ દ્રશ્ય મુસ્કાન ની આંખો સામે વારંવાર આવી રહ્યું હતું....

થોડી વાર રૂમ માં સન્નાટો છવાઈ ગયો....
___________________________________________

મુસ્કાન નું ધ્યાન વિનોદભાઈ તરફ પડ્યું ....વિનોદભાઈ એક ફાઈલ ઉપર આંગળીઓ ફેરવી રહ્યા હતા અને એના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ...

ફાઈલ હાથ માં લઈને જોયું ત્યાં મુસ્કાન ના ચહેરા ઉપર પણ ઉદાસી છવાઈ ગઈ....
સારિકા બેને એ ફાઈલ જોઈ તો એની આંખો ની સામે આખી કહાની સડસડાટ આવી ગય....

(જ્યારે જીયા નો જન્મ થયો ત્યારે જ ડોકટરે જણાવ્યું હતું કે હવે સારિકા બેન આગળ ડિલિવરી નઈ કરી શકે એટલે ....શહેનાઝ પરિવાર ના વારસદાર તરીકે છોકરાની અપેક્ષા મુજબ અનાથ આશ્રમ માંથી રોહિત નામના છોકરા ને દતક લેવામાં આવ્યો હતો...પરંતુ એને એક બીમારી થવાથી એ સાત વર્ષ નો થયો ત્યાં જ મૃત્યુ પામ્યો હતો એટલે બીજી વાર દતક લેવાની હિમ્મત જ ના થઇ વિનોદ ભાઈ અને સારિકા બેન ને......)

આ ફાઈલ રોહિત ની હતી જે હજી સાચવીને રાખવામાં આવી હતી....

આ સમય ની જ રાહ જોતી હોય એવી ઉતાવળી બનીને મુસ્કાન બોલી ઉઠી....

" જો આજે રોહિત હોત તો પણ તમે મને અખિલ સાથે પરણવાની ના પાડી શક્યા હોત.....?"

આ બોલતા ની સાથે જ બાગબાન ફિલ્મ ની કહાની પણ મુસ્કાન ને યાદ આવી ગઈ....

" પપ્પા તમે બાગબાન ફિલ્મ તો જોયું જ છે....તો એમાં સગા ચાર ચાર છોકરા હોવા છતાં દતક લેય છે અને છેલ્લે દતક લીધેલો જ એના મમ્મી પપ્પા ને સાચવે છે...."મુસ્કાન બોલતી હતી ત્યાં જ...

"એટલે છોકરો સગો છે કે નથી એ જોવા કરતા એના સંસ્કાર જોવા જોઈએ .....અને અખિલ તો નિહાર ની જેમ સગા કરતા પણ વધારે એના પરિવાર ને સાચવે છે...."બધા ના મમ્મી ની જેમ સારિકા બેન પણ ચાલતી વાત ની વચ્ચે કૂદી પડ્યા....

વિનોદ ભાઈ માં દીકરી ની વાત સાંભળીને બહાર જતા રહ્યા.....
____________________________________________

ફ્લેટ ની પાછળ આવેલા ગાર્ડન ના હિંચકા પર બેઠા બેઠા વિનોદ ભાઈ વિચારી રહ્યા હતા .....
એને વારંવાર મુસ્કાન અને સારિકા બેન ની વાત યાદ આવી રહી હતી ...
રોહિત ની વાત ને લઈને ભૂતકાળ મા સરી પડ્યા હતા....
અખિલ અને મુસ્કાન નો ગણગણાટ સંભળાય રહ્યો હતો.....
બાગબાન ફિલ્મ ની કહાની યાદ આવી રહી હતી...
એની આંખો બંધ થઈ ગઈ હતી....એને કપાળ ઉપર પરસેવો વળી ગયો હતો....
વિનોદભાઈ ને એની ભૂલ નો પછતાવો થતો હોય એવી લાગણી થઇ રહી હતી....

થોડીક ક્ષણો પછી તે હિંચકા પરથી ઊઠીને અંદર તરફ ગયા અને હાથ માં ફોન લઈને ....ઘડિયાળ સામે જોયું તો બપોરના ચાર વાગ્યા હતા ...ત્યાર બાદ મુસ્કાન અને સારિકા બેન તરફ જોઈને......અખિલ નો નંબર જોડ્યો......અને સામેના છેડેથી ફોન ઉઠાવે એની રાહ જોઈ રહ્યા હતા.....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ઓફિસ ના કામ માટે અખિલ કેનેડા આવ્યો હતો ......
કામ પૂરું કરીને તરત ત્યાંથી રવાના થવાનું હતું ....પરંતુ કામ પૂરું કરવામાં વધારે સમય લાગી ગયો એટલે અખિલ ત્યાં જ રાત પસાર કરીને સવાર ના સમયે રવાના થવાનો હતો.....

સવાર ના પાંચ વાગી ગયા હતા અખિલ હજી સૂતો જ હતો....એવામાં એનો ફોન રણક્યો.....

અખીલે જોયું તો ફોન ઉપર વિનોદભાઈ હતા.....અખિલ સફાળો બેઠો થયો અને ભારેખમ ઉતાવળે ફોન હાથમા લઈને ઉપાડ્યો.....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

બધા કર્મચારી મિસ.રોય ના વખાણ કરતા થાક્તા ન હતા અને નિહાર એને સાંભળી રહ્યો હતો....

એવામાં નિહાર નો મોબાઈલ રણક્યો....એમાં જોયું તો અખિલ નો ફોન આવતો હતો એટલે વાત કરવા માટે નિહાર મિટિંગ રૂમ માંથી બહાર જતો રહ્યો.....

___________________________________________

અખિલ સાથે વાત કરીને નિહાર ને જાણવા મળ્યું કે મુસ્કાન ના પપ્પા એ અખિલ ને મળવા બોલાવ્યો છે અને એ મુસ્કાન અને અખિલ ના સબંધ માટે માની ગયા હતા .....

આ વાત સાંભળીને નિહાર ખૂબ ખુશ થઇ ગયો હતો....
જેમ બને એમ વહેલા મિટિંગ પૂરી કરીને એ અખિલ પાસે જવા માંગતો હતો....
નિહાર એ ઘડિયાળ સામે જોયું તો અગિયાર વાગી ગયા હતા જે મિટિંગ નો સમય હતો એટલે દોડીને મિટિંગ રૂમ માં ગયો.....

નિહાર જ્યારે અંદર આવ્યો અને મિસ.રોય સામે જોયું તો એક સેકન્ડ માટે એને લાગ્યું કે બધું અટકી ગયું છે ,એના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવો આભાસ થયો.....

"જીયા.....?.!..."અનાયાસે નિહાર થી બોલાય ગયું.

ત્યાં બેઠેલા બધા કર્મચારી અને અન્ય લોકો ની સાથે સાથે મિસ.રોય પણ દંગ રહી ગયા....

એવામાં મિસ.રોય ના મોબાઈલ માં મિસ્ટર.રોય નો ફોન આવતા તે ઊઠીને બહાર જતા રહ્યા.....

નિહાર એની પાછળ જવા ઈચ્છતો હતો....પરંતુ.....
ત્યાં બેઠેલા બધા કર્મચારી એ નિહાર નો હાથ પકડી ને ખુરશી ઉપર બેસાડ્યો અને .....કહ્યું કે મિસ.રોય બોવ જ ખતરનાક છે એને કામ ના સમય પર બીજી વાત કરવી નથી ગમતી.....
"પણ એ જીયા છે...." નિહાર બોલ્યો.

"ના,એ કોઈ જીયા રિયા નથી....." સુધાક નામનો કર્મચારી બોલ્યો.

"એ તો મિસ્ટર.રોય ની એક ની એક દીકરી પ્રાચી રોય છે...."ફેનીલ નામનો કર્મચારી બોલ્યો.

ત્યારે બધા કર્મચારી ની વાત સાંભળીને નિહાર ને વિચાર આવ્યો કે જીયા તો મરી ગઈ છે આ એના જેવી દેખાતી પ્રાચી રોય હશે .......


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

શું પ્રાચી જ જીયા છે ? અખિલ ના લગ્ન સાચું મુસ્કાન સાથે જ થશે ?