હિરવા ઢાળ પર પહોંચી ગઈ હતી...હિરવાએ ત્યાં નભયને ઊભેલો જોયો ત્યાં જ એના મનમાં વિચારો ની ગડમંથલ ચાલુ થઈ ગઈ હતી...
નભયે આવું શું કામ કર્યું હશે...કાલે વાણી એ નભયને પ્રપોઝ કર્યું હતું....વાણી એ મારી ગુજરાતીની બુક માંગી...મનસુખભાઇ ની દુકાન પર ગઈ ત્યારે જાણ થઈ કે વાણી એ ઝેરોક્ષ કોપી કરાવી હતી...આજે વાણી એ આ વાત છુપાવી અને જેણે આ કામ કર્યું છે એ ઢાળ પાસે મળશે એની જાણકારી પણ વાણી એ જ આપી...નભય આવું શું કામ કરે ...અને વાણી કેમ આવું કરે છે...
હિરવાના મનમાં ઘણા એવા સવાલો ચાલી રહ્યા હતા...
નભયે પાછળ ફરીને જોયું ત્યાં એની નજર હિરવા ઉપર આવીને અટકી ગઈ...
નભય હીરવા પાસે આવ્યો...
હિરવા નભયને જોઈ રહી હતી અને ઊંડા વિચારોમાં હતી...
" તે મને સમય જણાવ્યો ન હતો જેના કારણે હું અત્યારે જ અહીં આવી પહોંચ્યો...તું પણ આ સમય પર આવી ગઈ એ સારું થયું... મને તો સમજાતું નથી વાત કંઈ રીતે ચાલુ કરું..." નભય શરમાતો શરમાતો નીચે જોઇને હિરવાને કહી રહ્યો હતો..
હિરવાને કંઈ સમજાતું ન હતું ...
" સમય પર આવી ગઈ ...મે સમય જણાવ્યો ન હતો...તું આ શું બોલે છે ..." હિરવાએ આશ્ચર્યથી પૂછ્યું ...
" અરે તે મને પેલો કાગળ આપ્યો હતો એમાં તે મળવાનું કહ્યું પરંતુ સમય ન કહ્યો...અને મે પણ તને આપેલા કાગળ માં સમય લખ્યો ન હતો...એની વાત કરું છું " નભયે હિરવાને જણાવ્યું..
હિરવા નભયના ચહેરા તરફ જોઈ રહી હતી એને હજુ પણ કંઈ સમજાતું ન હતું ....
નભયે બધી વાત હિરવાને કરી....એ બંને વચ્ચે શાયરી લખવાનું ચાલુ થયું ...કંઈ રીતે બંને વચ્ચે પ્રેમ નું પ્રકરણ ચાલુ થયું...ત્યારબાદ હિરવાએ એક કાગળ લખીને નભયને આપ્યો ...અને એનો જવાબ લખેલો કાગળ નભયે હિરવાના સ્કૂલ બેગ માં નાખ્યો...જેના કારણે આજે બંને અહીં મળ્યા હતા...
" મને ખબર જ ન હતી કે એ શાયરી લખવા વાળો છોકરો તું છે તો હું તને કાગળ કંઈ રીતે આપુ..." હિરવાએ સવાલ કર્યો..
નભય અચાનક વિચારમાં પડી ગયો ... એણે આવું ક્યારેય વિચાર્યું જ ન હતું...તો એ કાગળ કોણે મને આપ્યો હશે અને એ મને પ્રેમ કરે છે એવું એમાં લખ્યું હતું...તો એ કોણ હશે...આવા નવા નવા સવાલ નભયના મનમાં આવી રહ્યા હતા...
હિરવા ખૂબ જ ખુશ હતી ... એ જેને પ્રેમ કરતી હતી એ નભય હતો ... હિરવાના કારણે નભયમાં ઘણો સુધારો થયો હતો ...
હિરવા નભયને જીણવટ ભરી નજર થી નિહાળી રહી હતી...નભયે સફેદ ટી-શર્ટ અને કાળુ જીન્સ પહેર્યું હતું...નભયે નવા સફેદ શૂઝ પહેર્યા હતા...નભયના વાળ ખૂબ જ રેશમી હતા એના વાળની એક નાની એવી લટ એની આંખો સુધી પહોંચતી હતી જે એના ચહેરા ને વધારે આકર્ષિત બનાવી રહી હતી ...નભય નજીક થી ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો ....
હિરવા આજે પહેલી વાર નભયને આ રીતે નજીક ઊભા રહીને નિહાળી રહી હતી...નભય એના વિચારો માં જ હતો ...
" તું મને સાચું પ્રેમ કરે છે ...?" નભયે અચાનક પૂછ્યું...
હિરવા એ તરત એની નજર ફેરવી લીધી...
" તને ખબર હતી કે એ શાયરી વાળી છોકરી હું છું..." હિરવાએ સામે સવાલ કર્યો...
" હા...મને તો તું પહેલેથી જ ગમે છે બસ તારી જ રાહ જોઈ રહ્યો હતો..."નભયે કહ્યું...
નભયે એના બંને હાથ થી હિરવાનો ચહેરો એના તરફ કર્યો...અને એની આંખો માં જોયું...
હિરવાના હ્રદય ના ધબકારા અચાનક વધી ગયા હોય એવું હિરવાને લાગી રહ્યું હતું...
"તારે મારા સવાલનો જવાબ આપવાની જરૂર નથી ...તારી આંખો માં મને મારો જવાબ દેખાય છે..." નભયે હિરવાની ખૂબ નજીક જઈને કહ્યું...
નભય એ એના બંને હાથ હિરવાના ગાલ ઉપર રાખ્યા હતા ...નભય એના હાથના અંગૂઠા વડે હિરવાના ગાલ ઉપર આમથી તેમ ધીમે ધીમે ફેરવીને વહાલ કરી રહ્યો હતો ... હિરવાની આંખો બંધ થઈ ગઈ હતી એણે એના બંને હાથથી નભયના હાથ પકડી રાખ્યા હતા...
" આઈ લવ યુ ..હિરુ..." નભય હિરવાના કાન પાસે આવીને ધીમેથી બોલ્યો...
હીરવા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી એણે નભયને જવાબ આપવા માટે આંખો ખોલી ....આંખો ખોલતા જ હિરવાની નજર દૂર ઊભેલી વાણી તરફ આવી... વાણી ચાલીને એની નજીક આવી રહી હતી...
હિરવાએ નભયને ધક્કો માર્યો અને દૂર ખસેડ્યો...અને વાણી તરફ નજર કરી...
નભયને આશ્ચર્ય થયું...એણે પણ વાણી તરફ નજર કરી ...
વાણી ને જોઇને હિરવાને હમણાં બનેલી ઘટના યાદ આવી ગઈ... એ અહી જાણવા આવી હતી કે એની શાયરી ની કોપી શું કામ કરવામાં આવી હતી...
વાણી થોડી ડરેલી દેખાઈ રહી હતી...જે કામ એણે કર્યું હતું એ નભયની ઉપર નાખીને બંને વચ્ચે ઝઘડો કરાવવા માંગતી હતી...પરંતુ વાણી ને અહીં કંઇક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું....
હિરવા એ એના મનમાં નભય અને વાણીને લઈને અમુક ગણતરી ચાલુ કરી દીધી....
______________________________________________
એક મહિના પછી ધોરણ દસની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી ...
આખુ ગ્રુપ અલગ થઈ જવાનું હતું...કોમર્સ અને સાયન્સ માં બધા વહેંચાઇ ગયા હતા...
એક મહિના પહેલા બનેલી ઘટના ની જાણ બધાને હતી પરંતુ તે દિવસે એવું શું થયું હતું જેના કારણે આજે વાણી નભયની ગર્લફ્રેન્ડ છે પરંતુ નભય અને હિરવા બંને એકબીજાને પ્રેમ કરે છે અને એની જાણ વાણીને પણ હતી...
કોઈએ પૂછવાની હિમ્મત પણ કરી નહિ અને જેમ ચાલે છે એમ ચાલવા દીધું...
કોલેજ ના દિવસો માં પણ ઘણા બધા અલગ થઈ ગયા હતા...વાણી , હિરવા અને નભય ત્રણેય એક સાથે એક કોલેજ માં હતા...
ધોરણ બાર પાછી કોઈને કોઈની કઈ પડી ન હતી બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા...
*
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
વર્તમાનમાં...
સમીર ભવ્યા, રાગ ધાની ,પનવ અનીશા અને તાની આનવ બધા સાથે બેસીને આદિત્ય ને કહાની સંભળાવી રહ્યા હતા...
" એ ત્રણેય ની કહાની કંઈ ખાસ નથી પંરતુ કહાની શું છે એની કોઈને જાણ નથી...અને આજ સુધી અમને પણ નથી સમજાયું કે એ ત્રણેય ની લવસ્ટોરી કંઈ રીતે ચાલે છે..." સમીર બોલી રહ્યો હતો...
" હા , અમે તો બોલવાનું બંધ કરી દીધું હતું એ કોમર્સ અને સાયન્સ ના ઝઘડાને કારણે...બસ ત્યાર પછી આજે હિરવાના કહેવાથી અમે બધા અહી આવ્યા હતા..." રાગ બોલ્યો..
રૂમમાં શાંતિ છવાયેલી હતી ...
થોડા સમય પછી હિરવાની હાજરી થઈ...
"તમે બધા અહી શું કરી રહ્યા છો ..." હિરવા બોલી..
"આપણી વચ્ચે કોમર્સ અને સાયન્સ ને કારણે જે ઝઘડો થયો હતો એ આદિત્યને કહી રહ્યા છીએ....અને એ પણ જણાવ્યું કે તે આજે અમને અહી ભેગા કરીને એ ઝઘડાનો અંત લાવ્યો છે..." સમીર બોલ્યો..
"મે તમને અહી ભેગા કર્યા છે ...?" હિરવા કંઈ સમજી ન હોય એ રીતે પૂછ્યું...
"હા તે જ ....અમારી ઘરે જે રીયુનિયન નું આમંત્રણ કાર્ડ હતું એમાં તારું જ નામ લખ્યું હતું ..." ભવ્યા બોલી..
" મે તમને આમંત્રિત નથી કર્યા...મે આ રીયુનિયન નું આયોજન નથી કર્યું...મારા કાર્ડ માં તો ડ્રીમ ટીમ ગ્રુપ નું નામ લખ્યું હતું..." હિરવા બોલી રહી હતી ..
બધા હિરવાની વાત સાંભળીને દંગ રહી ગયા...
બધા એક જ વિચાર માં હતા... હિરવાના નામથી રીયુનિયન નું આયોજન કરીને બધાને ભેગા કોણે કર્યા હતા...
(ક્રમશઃ)