Reunion. - 11 in Gujarati Love Stories by Heer books and stories PDF | રિયુનિયન - (ભાગ 11)

The Author
Featured Books
Categories
Share

રિયુનિયન - (ભાગ 11)

***


ભૂતકાળ માં....

હીરવા...

હિરવા ખૂબ જ શાંત ,બહાદુર ,હોશિયાર છોકરી હતી....એ કોઈ રૂપ રૂપનો અંબાર ન હતી ....થોડી શ્યામ હતી....પરંતુ ખૂબ જ નમણી હતી...એની આંખો કાળી ફ્રેમ ના ચશ્મા થી ઢંકાયેલી હતી ....ઊંચાઈ ૫'૩ હતી પરંતુ ગ્રુપ માં બધા કરતાં નીચી....એકદમ પાતળી હતી...વાંકડિયા એના વાળ હતા ...

વાણી...

વાણી એટલી બધી હોશિયાર ન હતી...ગ્રુપ માં ધાની પછી સુંદરતા માં વાણી નો બીજો નંબર આવતો હતો...ઘઉંવર્ણી વાન ધરાવતી હતી...લાંબી અણીદાર કથ્થઈ આંખો..પાતળું એનું નાક...ઊંચાઈ ૫'૫ હતી...શરીર નો આકાર એકદમ પરફેક્ટ...રેશમી વાળ હતા જેના કારણે એનો ચહેરો વધારે ખીલી ઉઠતો હતો...

નભય...

નભય એના નામ ની જેમ જ હતો....કોઈથી પણ ડરતો નહિ અને જેને જે કહેવું એ એના મોઢા ઉપર જ કહી દે ...કોઈને સારું લાગે કે ન લાગે એનું એ ક્યારેય વિચારતો જ નહિ...એક જાતનો અકડું જ હતો... નભય ના આવા સ્વભાવ ના કારણે બધા એને ક્યારેક જ બોલાવતાં હતા...અને એ પણ ઓછું જ બોલતો હતો...

નભય ૫'૮ ઊંચાઈ વાળો અને આકર્ષિત બોડી ધરાવતો હતો...જેના કારણે એ ખૂબ હેન્ડસમ લાગતો હતો ...જોવામાં એ ખૂબ જ આકર્ષિત હતો પરંતુ એના સ્વભાવની સામે હિટલર પણ સારો માણસ લાગે એવો હતો જેના કારણે કોઈ પણ છોકરી કે છોકરો એની સાથ બોલવાનું ટાળતા...

ઘનશ્યામ ભાઈ નભય ના કાકા હતા...એનું ઘર ખાલી રહેતું હતુ જેના કારણે નભય ને હોસ્ટેલ માં રહેવાની જરૂર રહેતી નહિ એ એના કાકાની ઘરે જ રહેતો હતો...

___________________________________________


ગ્રુપ નું નિર્માણ...

સ્કૂલના ગુજરાતીના ટીચરે નિબંધ ઉપર પ્રોજેક્ટ આપ્યો હતો જેમાં બધાને અલગ અલગ વિષય ઉપર નિબંધ લખવાના હતા અને એની સાથે થોડા એવા ચિત્રો પણ દોરવાના હતા... જેની માટે ટીચરે જ અલગ અલગ ગ્રુપ બનાવીને આ કામ આપ્યું હતું ...એક ગ્રુપ ને ઓછામાં ઓછા ત્રણ નિબંધ ઉપર પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો...

ટીચરે એક ગ્રુપ માં દસ દસ વિદ્યાર્થીઓ રાખ્યા હતા એમાં ધાની, અનીશા , ભવ્યા , તાની , વાણી, રાગ , સમીર , પનવ , આનવ અને નભય એટલા વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું હતું....

બધાએ મળીને ઘનશ્યામભાઈ ના ઘરે બેસીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો...

ત્યારથી બધા ધીમે ધીમે નભય ને ઓળખી ગયા હતા...નભય અકડુ હતો પરંતુ એ બધાની મદદ દિલથી કરતો હતો...અને જ્યારે જરૂર પડે ત્યારે નભય હાજર રહેતો હતો.. એ દિલથી ખુબ જ સારો હતો ...ધીમે ધીમે નભય ને પણ આ બનાવેલા ગ્રુપ સાથે ભળી ગયું હતું...

જેના કારણે ડ્રીમ ટીમ ગ્રુપ નું નિર્માણ થયું હતું...

ધીમે ધીમે આ ગ્રુપ સ્કૂલ માં પ્રખ્યાત થઈ ગયું હતું...ગ્રુપ માં કોઈ બીજાનો સમાવેશ કરવા માટે બધાની મંજૂરી લેવી પડતી હતી...અને જો ગ્રુપ માં કોઈ એક ને પણ પસંદ ન હોય તો એનો ગ્રુપ માં સમાવેશ થતો ન હતો...

સ્કૂલ માં બધાનું એક સપનું બની ગયું હતું આ ગ્રુપ માં સમાવેશ થવા માટે...બધાએ એનું નામ ડ્રીમ ગ્રુપ રાખ્યું હતું...

જ્યારે ડ્રીમ ટીમ ગ્રુપ ને એના ગ્રુપ નું નામ પૂછવા માં આવે ત્યારે એ એમ કહેતા હતા કે એ એક ટીમ ગ્રુપ છે...

પરંતુ એ બધાને ડ્રીમ ગ્રુપ પણ નામ સારું લાગ્યું હતું જેના કારણે ગ્રુપ નું નામ ડ્રીમ ટીમ ગ્રુપ બની ગયું હતું...

____________________________________________

હીરવા એક અનોખી અને અલગ જ છોકરી લાગી જેના કારણે હિરવા ની દોસ્તી આ ગ્રુપ સાથે ચોથા ધોરણ માં જ થઈ ગઈ હતી...

હીરવા ધીમે ધીમે ભળી ગઈ હતી પરંતુ એ નભય સાથે ભળી ન હતી...

પી.ટી. વિષય ના કારણે નભય ગ્રુપ થી અલગ થઈ ગયો હતો ...પરંતુ એ આજે પણ આ ગ્રુપ નો હિસ્સો હતો...

કોઈ બુક લેવાની હોય કે કોઈ પ્રોજેક્ટ નું કામ હોય ત્યારે જ નભય અને હિરવા વચ્ચે વાતચીત થતી હતી...

એક દિવસ હિરવા એ એની બુક ના છેલ્લા પેજ ઉપર એક શાયરી લખી હતી ...અને એ નભયે વાંચી લીધી...


" એક જેસે દોસ્ત સારે નહિ હોતે...
કુછ હમારે હોકર ભી હમારે નહિ હોતે....
આપસે દોસ્તી કરને કે બાદ મહસૂસ હુઆ...
કૌન કહેતા હૈ તારે જમીન પર નહિ હોતે...."

જે નભય ને ખૂબ પસંદ આવી ...આવી છોકરી આવું પણ લખી શકે છે એટલું વિચારીને નભય ને મન માં હસુ આવી ગયું....આ શાયરી નભય માટે જ લખી હોય એ રીતે નભયે પણ એની શાયરી ની નીચે જવાબરૂપે બીજી શાયરી લખી...

" લોગ લાખો મે એક હોતે હે... પર દોસ્ત...
મે તો ૧૩૫ કરોડ મે એક હું...."


હિરવાએ એ બુક ની પાછળ લખેલી નભય ની શાયરી બે દિવસ પછી વાંચી... આ બે દિવસમાં એની બુક ક્લાસના સાત આઠ વિદ્યાર્થી પાસેથી ફરીને આવી હતી...એટલે હિરવાને જાણ ન હતી આ શાયરી કોણે લખી હતી...

પરંતુ એ શાયરી એને પસંદ આવી જતા એણે પણ એક શાયરી નીચે લખી ...


"કોઈને ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોય શકે પણ..
ગમતા રહેવા માટે મનની સુંદરતા જ જોઈએ..દોસ્ત.."


થોડા દિવસ પછી એ બુક નભય પાસે આવી ...નભયે સૌથી પહેલા છેલ્લા પેજ ઉપર લખેલી શાયરી વાંચી અને એના ચહેરા ઉપર એક સ્માઈલ આવી ગઈ...અને એણે પણ એક શાયરી લખી...


"મારા શબ્દો એટલા ઊંડાણથી વાંચ્યા ન કરો...
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહિ શકો...


બસ આ રીતે બંને વચ્ચે શાયરી ના શબ્દો થી વાત થતી રહી... બંને ને એકબીજાની શાયરી ખૂબ પસંદ આવતી હતી...એકબીજાના વિચારો ખૂબ મેળ ખાતા હતા...

નભય જાણતો હતો આ હિરવા લખે છે પરંતુ હિરવાને જાણ ન હતી કે આ શાયરી કોની પાસેથી લખાઈને આવે છે...અને એણે ખાતરી પણ ન કરી જેમ ચાલે છે એમ ચાલવા દીધું....

નભય આ શાયરી છુપાઈને વાંચતો અને લખતો...જેની જાણ કોઈને ન હતી...

હિરવા બધાની સામે જ લખતી અને વાંચતી છતાં કોઈને એની જાણ ન હતી ...નભય સિવાય બુક નું છેલ્લું પેજ કોઈ જોતું ન હતું....નભય એ બુક ક્યારેક જ હીરવા પાસેથી માંગતો...બાકી તો એ બીજા પાસે જ એની બુક મંગાવતો હતો...

એક દિવસ પી.ટી. ના ક્લાસ માં અમુક વિદ્યાર્થી નો ઝઘડો થઈ ગયો હતો જે જોવા માટે બાજુના ક્લાસ માંથી બધા દોડીને આવ્યા...જેમાં હીરવા પણ હતી..

બીજે દિવસે હીરવા એ બુક ની પાછળ લખેલી શાયરી વાંચી ...


" એ ભીડમાં છુપાતી હતી મને નિરાંતે જોવા માટે ...
મેં ભીડ ભેગી કરી હતી માત્ર એને જોવા માટે..."


આ વાંચીને હીરવા ને એટલી તો જાણ થઈ ગઈ હતી કે આ શાયરી લખનાર પી.ટી. ના ક્લાસ માંથી છે ...પણ કોણ છે એની જાણ ન હતી...કારણ કે એની બુક ગમે એની પાસે ફરતી હતી...પી.ટી. ના ક્લાસ ના પણ ઘણા વિદ્યાર્થીઓ હતા જે હીરવા ની બુક લઇ જતા હતા...

જ્યારે એ ઝઘડો થયો હતો ત્યારે ત્રણ છોકરા વચ્ચે થયો હતો ....નભય , અને નભય ના ક્લાસ ના રોહિત અને નયન...

આ ત્રણ માંથી કોણ છે જે આ શાયરી લખે છે એની જાણ એને ન હતી ...પણ એને જાણવાની ખૂબ જ ઈચ્છા હતી... હિરવા એ ત્રણેય ને પૂછી શકે એમ ન હતી ...જો એ ત્રણ માંથી કોઈ નહિ હોય તો જે લખે છે એનું અપમાન થાય....

એક વાર હિરવા એ શાયરી લખવાનું ટાળ્યું...

તો પણ એ બુક ની પાછળ શાયરી લખેલી હતી જે વાંચીને હિરવાને મન માં હસુ આવી ગયું...


"જરૂરી નહિ પગલી કી તુમ હમસે બાત કરો...
હમ તો તુમ્હારી ઈસ સ્માઈલ કો દેખકર ખુશ હો જાતે હે.."


હિરવા એ આ શાયરી પછી પણ લખવાનું ટાળ્યું...


" આજ ફિર બેઠા હું હિચકીઓ કે ઇંતેજાર મે...
દેખું તો સહી તુમ કબ મુજે યાદ કરતે હો..."


હીરવાએ લખ્યું....


" ઇતની બાત ક્યો કરના ચાહતે હો....મોહબ્બત હો ગઈ હૈ ક્યા....?"


નભયે આ શાયરી નો જવાબ એક અઠવાડિયા પછી આપ્યો હતો...


" હમે કહા માલૂમ થા તુમસે મોહબ્બત હો જાયેગી...
હમે તો બસ તુમ્હારી સ્માઈલ અચ્છી લગતી થી..."


બંને વચ્ચે આ રીતે પ્રેમ નું પ્રકરણ ચાલુ થઈ રહ્યુ હતું....ધીમે ધીમે હિરવા પણ એ શાયરી લખનારને પ્રેમ કરવા લાગી હતી....

____________________________________________

બીજી બાજુ વાણી પહેલેથી જ નભયને પસંદ કરતી હતી ....
પણ નભયના અકડું સ્વભાવ ને કારણે એણે ક્યારેય કહ્યું ન હતું...

દસ માં ધોરણ ની બોર્ડ ની પરીક્ષા ને એક મહિના ની વાર હતી પછી સ્કૂલની બદલીમાં નભય એની સાથે નહિ હોય એના ડરથી નભયને જણાવવાનું નક્કી કર્યું ...

નભયનાં એવા સ્વભાવને કારણે એને એક કાગળ માં આ વાત લખીને જણાવવાનું વિચાર્યું...

વાણી નભયને કેટલો પ્રેમ કરે છે એ બધી વાત એક કાગળ માં લખીને નભયની બેન્ચ પર કાગળ મૂકી દીધો જેની કોઈને જાણ ન હતી ....

કાગળ વાંચતા નભયને હિરવા યાદ આવી રહી હતી....એક એક શબ્દ હિરવા એ લખ્યો હોય એવું લાગી રહ્યું હતું ....

(ક્રમશઃ)