Vihvad - 6 in Gujarati Love Stories by Dipkunvarba Solanki books and stories PDF | વિહવળ ભાગ-6

Featured Books
Categories
Share

વિહવળ ભાગ-6

ગયા અંક માં જોયું તેમ બંને યુવાનો પોતાના બિન્દાસ સ્વભાવ અને હાસ્ય માં અલગ છટા થી કેફે માં ચર્ચા નો વિષય બની જ ગયા હતા.ત્યાં એમની પ્રતિભા પણ નજરઅંદાજ કરવા જેવી ન હતી. ઘડી ભર બધા તેમનું અવલોકન કરતા હતા પણ તે બને ને જાણે દુનિયા સાથે કઈ લેવા દેવા જ ના હોય તેમ તે પોતાની મસ્તી માં વ્યસ્ત હતા.બધા પણ હવે પોતપોતાના કામમાં લાગી ગયા.
એટલામાં જ ફરી કોઈ એ પ્રવેશ કર્યો આ વખતે જે વ્યકિત પ્રવેશી હતી તેને જોઈને બીજા ને એટલો આશ્વર્ય તો ન થયો.પણ નિયતી ના તન મન માં ઉષ્ણ ઊર્જા સંચારિત થઈ ઉઠી.આ વ્યકિત બીજું કોઈ નહીં પણ ભાગ્યોદય ખુદ હતો.
ભાગ્યોદય ના પ્રવેશ સાથે જ ટેબલ પર બેઠેલા એક યુવાને જોર થી બુમ પાડી લો આવી ગયા...જેમની ક્યારની રાહ જોવાય છે આપણાં મોટાભાઈ. એટલામાં જ ભાગ્યોદય આંખના ઇશારે તેને ચૂપ થવા કહ્યું .

જેને પ્રથમ વાર નિયતી એ તેના જન્મદિવસે જોયો હતો.તે દિવસ ની બધી ભાવનાઓ નિયતી ના મન માં વ્યાપી ગઈ.ભાગ્યોદય પેલા બે યુવાનો સાથે આવી ને બેસી ગયો અને કેફે માં ચર્ચાઓ થવા લાગી.નિયતી ના મિત્રો ને ચર્ચા કરતાં સાંભળી હરીશભાઈ એ કહ્યું આ ભાગ્યોદય અને તેના પિતરાઈ ભાઈઓ છે અવાર નાવર તેઓ અહીં આવે છે.તમે બધા એ આ લોકો ને અહીં નઈ જોયા હોય એટલે તમને અચરજ લાગે છે. મુખ્યત્વે તેઓ વ્યવસાયીક કામે જ અહીં આવે છે.
સૌ પ્રથમ વાર ભાગ્યોદય અહીં વ્યવસાયિક કામે આવ્યો હતો ત્યાર બાદ અવારનવાર તે તેના ભાઈઓ સાથે કામ અર્થે અહીં આવતો હતો.
આજે ફરી નિયતી અને ભાગ્યોદય નો આમનો સામનો થયો હતો.નિયતી ની નજર ફરી ભાગ્યોદય ને જોતા તેના પર રોકાઈ ગઈ.તે તેને જોયા જ કરતી હતી ત્યાં અચાનક જ ભાગ્યોદય તેની ખુરશી માંથી ઊઠીને કાઉન્ટર તરફ આવ્યો હરીશભાઈ સાથે કંઇક વાત કરવા અથવા પૂછવા.નિયતી અને તેના મિત્રો ત્યાં જ બેઠા હતા અને નિયતી હજુ પણ ભાગ્યોદય ને તાકી રહી હતી. હવે ભાગ્યોદય નિયતી ની એકદમ નજીક ઉભો હતો.કાઉન્ટર ની એક તરફ ભાગ્યોદય હતો તો બીજી તરફ નિયતી અને વચ્ચે હરીશભાઈ.

હરીશભાઈ સાથે ભાગ્યોદય ને કોઈ મહત્વની વાત કરવી હશે કે કેમ, તેમ સમજી નિયતી ના મિત્રો ઊઠીને ટેબલ પર જઈને બેસી ગયા.નિયતી હજુ ત્યાં જ બેઠી રહી હતી હરીશભાઈ કામ માં હતા.તેમની રાહ જોતા ભાગ્યોદય ત્યાં ઉભો રહી આમ તેમ નજર દોડાવી રહ્યો હતો.અચાનક તેની નજર નિયતી પર પડે છે. તેને મંત્રમુગ્ધ થઈને તાકી રહેલી નિયતી ને એ વાત નું ધ્યાન જ નથી કે ભાગ્યોદય તેની સામે જોઈ રહ્યો છે.અચાનક બંને ની નજર એક થાય છે અને નિયતી જાણે બેભાન અવસ્થા માં થી જાગી હોય તેમ સ્વસ્થ થઈ જોયું.તેમાં મિત્રો કાઉન્ટર પર થી ઉભા થઈને ટેબલ પર બેઠા હતા નિયતી પણ તેમની સાથે જઈને બેસી ગઈ.
ભાગ્યોદય ના મન માં નિયતી ને જોઈને પહેલા થયેલી લાગણી ઓ ફરી તાજી થઈ ગઈ .મહિનાઓ પહેલા જે એહસાસ થયો હતો જેને ભૂલવા ભાગ્યોદય મથામણ કરી રહ્યો હતો.એ જ એહસાસ આજે પૂર જોશ માં તેના અંતર ને હચમચાવી રહ્યો હતો.હરીશભાઈ હજુ વ્યસ્ત જ હતા.બની રહેલી ઘટનાઓ ને નજરઅંદાજ કરવા ભાગ્યોદય હરીશભાઈ ને આવું હમણાં તમે કામ પતાવી લો ત્યાં સુધી માં કહીને પોતાના ભાઈઓ સાથે જઈને બેસી જાય છે.
કેફે ની અંદર થયેલા અવાજો ને જાણે નજરઅંદાજ કરી ભાગ્યોદય પોતાના જ વિચારો માં મગ્ન થઈ ગયો.આ તરફ નિયતી પણ આખા માહોલ વચે પણ નિઃશબ્દ થઈ જાય છે.પોતાની સાથે બની રહેલી ઘટનાઓ નું વિવરણ મેળવવા જાણે મથામણ કરી રહી હતી. બંને ના મન માં એક બીજા માટે નો આહલાદક અનુભવ નજરઅંદાઝ કરીએ પણ ના થાય એવો હતો.કોઈ પ્રબળ શક્તિ બને ને એક બીજા તરફ ખેચી રહી હતી જાણે.
ભાવનાઓ અને વિચારો પર કોઈ નો કાબુ ના ચાલે.બને એકબીજા ને નજર છુપાવીને જોવા નો પ્રયાસ કરતાં રહ્યાં અને સમય વીતતો ગયો.એટલા માં જ હરીશ ભાઈ બોલ્યા આવો આવો સાહેબ આ થોડા કામ માં પડી ગયો. ભાગ્યોદય ઉઠી ને હરીશભાઈ પાસે જાય છે અને તેના જતા ની સાથે જ થોડી વાર વાત કર્યા બાદ.હરીશભાઈ બધા નું ધ્યાન પોતાના તરફ ખેંચવા મોટા આવજે સંબોધન કરે છે.તેઓ બધા ને જણાવે છે કે આજે તેઓ બધા ને એક સમાચાર આપવાના છે.
શું જાહેર કરવાના હતા હરીશભાઈ...? આ જાહેરાત નિયતી અને ભાગ્યોદય ના જીવન માં કેવા પ્રકારના નવા કિસ્સા લઈને આવની હતી જોવું જ રહ્યું.