Conflict - 2 in Gujarati Science-Fiction by Dt. Alka Thakkar books and stories PDF | આંતરદ્વંદ્ - 2

Featured Books
Categories
Share

આંતરદ્વંદ્ - 2

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી.
એક પિતાની મજબૂરી ની કહાની ભાગ-૨

રમ્યા પ્રસૂનના ખભા પર માથું મૂકી રડી રહી હતી, પ્રસૂન શું કરશું હવે? આટલા રૂપિયા ની સગવડ ક્યાંથી થશે? આપણે કેવા મજબૂર મા - બાપ છીએ જે પોતાની દીકરી ની દવા કરાવવા માટે પણ સક્ષમ નથી. શું આપણે નમ્યા ને ખોઈ દઈશું પ્રસૂન મને ખૂબ જ ચિંતા થાય છે.
પ્રસૂને રમ્યા ને આશ્વાસન આપ્યું ચિંતા ન કર રમ્યા, હું કંઈક સેટિંગ કરું છું, હું આપણી દીકરીને કંઈ નહીં થવા દઉં ચાહે એના માટે મારે કંઈ પણ કરવું પડે મને મંજૂર છે..... નમ્યા ની સામે જોઈ પ્રસૂન ની આંખમાં પણ આંસુ આવી ગયા. તેણે રમ્યા ને તો આશ્વાસન આપ્યું પણ ક્યાંથી આવશે આટલા રૂપિયા ???
***
આમ તો પ્રસૂન એક સાયન્સ લેબ માં જોબ કરતો હતો. એ ખૂબ જ ઈન્ટેલિજન્ટ હતો, ઘણા રિસર્ચ કરતો દિવસો ના દિવસો રિસર્ચ માટે મથતો રહેતો. સેલેરી પણ પ્રમાણમાં સારી હતી પરંતુ આટલા રૂપિયા ભેગા કાઢવા કોઈ કાળે શક્ય નહોતું.
રમ્યા તેને ઘણી વાર કહેતી કે તમે ફોરેન માં જોબ માટે ટ્રાય કરો ને તો આપણને વધારે સેલેરી મળશે બહેતર લાઈફ જીવી શકીશું, પણ પ્રસૂન કહેતો કે મારે મારી આવડત નો ઉપયોગ મારા દેશ માટે કરવો છે, મહેનત હું કરું ને એનું ફળ બીજું કોઈ મેળવે એ મને મંજૂર નથી. ભલે મને અહીં સેલેરી થોડી ઓછી મળશે પણ દેશમાં રહેવાનો અને દેશ માટે કામ કરવાનો સંતોષ મળશે. આજે પ્રસૂન ને આ બધું યાદ આવતું હતું.
અને અચાનક જ પ્રસૂન ને એક વ્યક્તિ યાદ આવ્યો જે થોડા સમય પહેલાં એને મળ્યો હતો લોકો, હા એ વ્યક્તિ એને બરાબર યાદ છે. શું નામ હતું એનું ? વાઁગ લી યસ આ જ નામ હતું. એ સ્પેશિયલ પ્રસૂન ને મળવા આવ્યો હતો અને એણે પ્રસૂન સામે એક ઓફર મૂકી હતી. એ સમયે તો પ્રસૂને એ ઓફર ને નકારી કાઢી હતી અને સખત શબ્દો માં એની ઝાટકણી કાઢી હતી. છતાં એ માણસ પ્રસૂન ને પોતાનું કાર્ડ આપીને ગયો હતો. અને તેની ઓફર પર શાંતિ થી વિચાર કરીને જવાબ આપવા સમજાવ્યો હતો.
પ્રસૂન ને એની સાથે થયેલી મિટિંગ બરાબર યાદ હતી, એની એક એક વાત પ્રસૂન ને યાદ હતી.
હાય, મિ. પ્રસૂન આઈ એમ વાઁગ લી - અ બિઝનેસમેન કમિંગ ફ્રોમ ચાઈના
પ્રસૂને થોડા અણગમા સાથે શેકહેન્ડ કર્યા. યસ મિ. વાઁગ લી બોલો તમે કેમ મારી સાથે મિટિંગ કરવા માંગતા હતા ?
યસ મિ. પ્રસૂન આઈ હેવ અ 'ફેન્ટાસ્ટિક ઓફર ફોર યુ '
( પ્રસૂન ના દિમાગ માં વિચારો નું તોફાન ઉમડ્યું. આ માણસ ચાઈના થી આવ્યો છે તો મારી સાથે જ કેમ મિટિંગ કરવા માંગે છે? મને કેવી રીતે ઓળખે છે? મારો કોન્ટેક્ટ નંબર એની પાસે ક્યાંથી આવ્યો હશે? શું મારી એની સાથે વાત કરવી કે મિટિંગ કરવી યોગ્ય રહેશે? શું કરું એની વાત સાંભળું કે અહીં થી નીકળી જાઉં? ) પ્રસૂન વિચારો માં ખોવાયેલો હતો. મિ. વાઁગ લી એ ઝંઝોળતા કહ્યું શું થયું મિ. પ્રસૂન કયા વિચારો માં ખોવાયેલા છો? હું તમારો શુભેચ્છક છું મને તમારો મિત્ર સમજો
કમ ઓન લેટ્સ સ્ટાર્ટ ધ મિટિંગ.
કોણ છે આ મિ. વાઁગ લી ? કેમ પ્રસૂન ને મળવા માગે છે? શું છે એની ઓફર જાણવા માટે વાંચતા રહો