💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ આપવા અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા બદલ.
આજે મારી અમુક કવિતાઓ અહીં રજૂ કરી રહી છુ એ આશા સાથે કે સૌને પસંદ આવશે અને સૌ પોતાના પ્રતિભાવ જણાવશો.
કવિતામાં ક્યાંય કોઈ ભૂલ જણાય તો મને જરૂરથી જણાવજો જેથી હું એમાં સુધારો કરી શકુ અને વધુમાં વધુ સારી કવિતાઓ તમારા સુધી પહોંચાડી શકુ.
હવે! પ્રસ્તુત છે પ્રેમપૂર્ણ રચનાઓ અઝીઝ ની કલમે..... - અઝીઝ
આભાર!
- અઝીઝ
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
*હૈયે હરખ છે.....*
હૈયે હરખ છે પ્રેમ કેરા રંગ નો જો,
પ્રારંભ થયો છે પ્રેમનો પ્રસંગ જો.....
અનુભવ અવિસ્મરણીય લાગે પ્રેમ નો જો
સમય ને લાગ્યો બંધન પ્રેમની સાંકળ નો જો....
એક ક્ષણ પણ મળે તો મલકે આ મુખ જો,
આતમ નુ આપ્યુ એણે અપાર સુખ જો.....
વણ મહેંદી મૂકે આવી એની સુગંધ જો,
જાણે સૃષ્ટિ કરી રહી પ્રેમ નો પ્રબંધ જો.....
અલૌકિક આનંદ છે પ્રેમનું વરદાન જો,
ન બન્યુ કદી જગમાં પ્રેમનું અનુસંધાન જો.....
ચારેબાજુ આયા સુખ ના એંધાણ જો,
પ્રેમના ક્યારેય નથી કર્યા કોઈ ધાણ જો.....
હર્યું ભર્યું જંગલ બન્યું છે વિરાન રણ જો,
જંગલી આ પ્રેમ બન્યો જંગલનું આકર્ષણ જો.....
- Aziz
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
*ફરુ છુ.....*
ભર ઉનાળે ઝાકળ લઈને ફરુ છુ,
ઘટાટોપ વાદળ લઈને ફરુ છુ.
આંખ માં આંજળ લઈને ફરુ છુ,
સંબંધો ની સાંકળ લઈને ફરુ છુ.
મુલાકાત નો બાવળ લઈને ફરુ છુ,
વિશ્વાસ ના વાવળ લઈને ફરુ છુ.
વિચારો સરળ લઈને ફરુ છુ,
શબ્દો કુશળ લઈને ફરુ છુ.
પ્રેમ નો કાગળ લઈને ફરુ છુ,
પ્રેમ નું આંચળ લઈને ફરુ છુ.
હૃદય ને નિર્મળ લઈને ફરુ છુ,
મન ને અચળ લઈને ફરુ છુ.
આત્મા ને વિમળ લઈને ફરુ છુ,
મૌત ને ય આગળ લઈને ફરુ છુ.....
- Aziz
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
*પ્રારંભ થયો છે પ્રેમ પ્રસંગ નો.....*
અસર છે આ એક ઝલક ના રંગ નો,
માસૂમ આંખો એ કરેલા વ્યંગ નો;
હૃદય માં ઉઠેલા અલૌકિક તરંગ નો,
જાણે, પ્રારંભ થયો છે પ્રેમ પ્રસંગ નો.....
મલકતો ચહેરો એનો આભ આ પતંગ નો,
એ જાય ત્યારે થાય આભાસ અપંગ નો;
એ આવે ત્યારે થાય અનુભવ સપ્તરંગ નો,
જાણે, પ્રારંભ થયો છે પ્રેમ પ્રસંગ નો.....
શ્વાસ એનો પારિજાત ની સુગંધ નો,
પગરવ એનો લાગે રાગ પ્રેમ મૃદંગ નો;
વ્યક્તિત્વ ભાસે ઉજાસ રવિ પ્રચંડ નો,
જાણે, પ્રારંભ થયો છે પ્રેમ પ્રસંગ નો.....
સાથ એનો આપે મને આનંદ સારંગ નો,
વંટોળ ઉઠ્યો છે જાણી મન માં ઉમંગ નો;
પ્રેમ જન્મ્યો પ્રેમ થી, પ્રેમ અખંડ નો,
જાણે, પ્રારંભ થયો છે પ્રેમ પ્રસંગ નો.....
- Aziz
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
*વિરહ પહેલા ના અંતિમ ક્ષણ......*
બન્નેની ની આંખો માં હતી આંસુ ની હેલી,
યાદ આવી ત્યારે અમને મુલાકાત પહેલી.
હાથો માં હાથ હતો છોડે છુટાતો નહતો,
બંધનો હતા ને હાથ જાલ્યે જલાતો નહતો.
સંગમાં વિતેલી ક્ષણો આંખોની સામે ઉભી,
કેમ કરી કહેવુ? કે ક્ષણો છે આ પ્રેમ ની રૂડી.
કેમ કરી રહેવાશે? એ પ્રશ્ન બન્ને ને થાય,
છત્તા કહેવાય મળવા માટે જ જીવાય.
વિરહ ના સમય ને જાણ ઘડી પરીક્ષાની,
પ્રેમ આપણો કરશે પાર ક્ષણો પ્રતિક્ષાની.
ફરી મળવાનું છે એ જાણવા છતાંય,
છુટ્ટા પડવા માટે ઘડીએ મન ન સંધાય.
પ્રેમમાં અનુભવેલા કંઈક ક્ષણો વાત હતી,
વિરહ પહેલા ના અંતિમ ક્ષણો ની વાત હતી.....
- Aziz
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
*અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....*
પ્રેમ ક્યારે થશે? એ કહેવું તો અણધાર છે,
પ્રેમ અનુભવેલી લાગણીઓની ભરમાર છે;
આતમ થી આતમ ના સંવાદ ની દરકાર છે,
અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....
આત્મા ના તેજ માં જ તો પ્રેમ નો સત્કાર છે,
અતૂટ ને અડગ વિશ્વાસ એ પ્રેમ નો આધાર છે;
શ્રેષ્ઠતા કોઈ માપે પ્રેમની? એ કહેવું નિરાધાર છે,
અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....
અનંતનો પ્રેમ આતમને સ્પર્શતો કોઈવાર છે,
પ્રેમ નો ન જોયો કોઈએ કેવો આકાર છે;
તોય થાય અનંત પ્રેમ તો વરસતો મુશળધાર છે,
અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....
જન્મોના ફેરાઓમા એ ન ખોવાતો પળવાર છે,
આત્માથી ખોળતો એ પ્રેમ નો સથવાર છે;
દરેક જનમ માં એ કહેતો વારંવાર છે,
અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....
અનંત ના પ્રેમ ની ગુણવત્તા અપાર છે.....
- Aziz
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐
આભાર વાંચવા બદલ.💐
- Aziz🖋️
💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐💐🌸💐