એક રાજ્ય માં એક રાજા રાજ કરતો હતો તે ખુબજ દયાળુ હતો અને પશુ પ્રેમી અને પ્રજા પ્રેમી હતો તેને ચાર પત્ની હતી. ચાર પત્ની ને સાત પુત્રો હતા
છ પુત્રો એકદમ ક્રૂર અને હિંસા વાદી હતા તેથી તે પોતાની ભોળી પ્રજા ને હેરાન કરતા હતા અને સાતમા નંબર નો ભાઈ એકદમ રાજા પર ગયો દયાળુ અને પ્રજા પ્રેમી હતો તેથી રાજા સોંથી નાના પુત્ર ને પોતાના રાજગાદી નો મહારાજ બનાવવા માંગતા હતા પણ છ ભાઈઓ ની માં ઓને આ પ્રસ્તાવ મંજુર ન હતો કારણ કે સૌથી નાના પુત્ર સૌથી નાની પત્ની નો છોકરો હતો તેથી મોટી પત્ની ઓને આ વાત ના ગમી પછી ત્રનેય પત્ની રાજા પાસે જઈ મે કયું કે આ પ્રસ્તાવ અમને પસંદ નથી
પછી રાજા એ નિર્ણય કર્યો બધા પુત્રો ને એક મિશન પર મોકલીએ અને જે સૌથી પહેલા મિશન પૂર્ણ કરી અને મહેલ આવે તેને જ આ રાજ્ય નો રાજા બનાવવા માં આવશે પછી બધા રાજકુમારો ને મહેલ માં બોલાવ્યા અને કહ્યું કે આપણા દુશ્મન દેશો સાત છે અને તમે સાતો ભાઈ જઈ અને કંઇપણ કરી અને દુશ્મનાવટ ખતમ કરવાની છે અને દુશ્મન ની સેના અથવા તેના પરિવાર ને કઈ પણ થવું જોઈએ નહિ.
સૌથી નાના પૂત્રએ કંઈ પણ સવાલ જવાબ કર્યા વગર જી પિતાશ્રી એવું કહી ત્યાંથી ચાલ્યો ગયો.
પણ પેલા છ ભાઈ ઓ એ તેના પિતાને કહ્યું કે અમે જઈશું તો રાજા ને મારી નેજ આવિસુ પોતાના પિતાએ કહ્યું કે મારો હુકમ નહિ માન્યો તો કારાવાસ માં નાખી દઇશ.
પેલા છ રાજકુમાર પોતાનો ઘોડા લઈ ને ચાલ્યા પણ પેલા સાતમા ભાઈ એ સાદા કપડા પહેરીને બાજુ ના રાજ્ય માં જતો રહ્યો પેલા છ ભાઈ પણ એક રાજ્ય માં જતા રહ્યા પણ એક રાજકુમારી ને જોઈ તે છ રાજકુમાર તે રાજકુમારી પ્રેમ માં પડી જાય છે અને તેઓ ને ખબર ના હતી કે તે રાજકુમારી એક જાદુગરની હતી તેથી તે છ ભાઈઓ ને પત્થર ના બનાવી દે છે
આ બાજુ સાતમો ભાઈ તે મહેલ ની રાજકુમારીને જુએ છે તે પ્રેમમાં પડી જાય છે અને તે મહેલમાં રાજા ને પાણી પાવા ની નોકરી એ લાગી જાય છે એને દરરોજ રાજકુમારીને જુએ છે પણ એક દિવસ રાજકુમારી ને ખબર પડી ગઈ કે પાણી ની નોકર મને પ્રેમ કરે છે પછી તે તેને બોલાવામાં આવે છે અને પૂછે છે કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો અને મને તું દરરોજ કેમ જોયા કરે છે તે પછી તે બધી વાત કહે છે પણ રાજકુમારી ને તેની વાત પર વિશ્વાસ ન થયો તેથી તેને કોઈ ને ખબર ન પડે તેવા એક સિક્રેટ મિશન પર મૂકવાનો આદેશ કરે છે અને કહે છે તું એક રાજકુમાર હોય તો તમારા રાજ્ય નું સાહી નિશાન
લઈ ને આવ તો મનેય કબર પડે કે તું ત્યાંનો રાજકુમાર છે પછી તે રાજકુમારી તેને રજા આપે છે
પણ આ બાજુ આ રાજકુમાર ને પોતાના પિતાનું
વચન પાળવાનું હતું તેથી તે પોતાના ઘેર પણ નતો જઈ શકતો એટલે તે એક સૈનિક ને બોલાવે છે અને તેના રાજ્ય ના ઝંડા નું પ્રતિક મંગાવે છે પણ સૈનિક કહે છે કે તમારે દુશ્મન દેશ ના પ્રતિક નું સુ કામ છે એટલે તે રાજકુમાર જવાબ આપે છે જે રાજકુમારી નો હુક્મ છે એટલે મે તમને કહ્યું હવે લાવો અથવા ન લાવો તે હવે તમારા હાથમાં છે
સૈનિક બોલે છે પણ તમને કોણે કીધું ત્યારે રાજકુમાર જવાબ આપે છે અને કહે છે કે હું રાજકુમારી માટે પાણી આપવા ગયો ત્યારે તેમને મને કીધું હતું પછી સૈનિક ત્યાંથી જતા રહ્યા રાજકુમાર પણ પોતાના કામ માટે ત્યાંથી જાય છે ચાર પાંચ દિવસ વીતી જાય છે પણ તે રાજકુમાર નું કામ થયું નહિ તેથી તે ખુબજ દુઃખી થઈ ગયો
એટલે રાજકુમાર ચૂપકે થઈ જઇ અને તેની આકૃતિ બનાવીને લઈ આવે છે અને તેને આપે છે પણ તે રાજકુમારી ને વિશ્વાસ માં થતાં તેને હસી ને જવાબ આપે છે કે બુદ્દુ તું મને પાગલ સમજે છે એમ કહી ને તે પ્રતિક ને પોતાની પેટી મૂકે છે
એક મહિનો વિતીજાઈ છે પછી ત્યાંની રાજકુમારી કોઈ પકડી ને લઈ જાય છે અને આ વાત ની ખબર પેલા રાજકુમાર ને પડે છે રાજકુમાર તરત જ ઘોડા પર સવાર થઈ ને તે રાજકુમારી ને બચાવવા જાય છે અને ત્યાં ઘણા બધા લોકો હોય છે અને તે રાજકુમાર મારવા માટે તે રાજકુમારી ને ઉપાડી લઈ જવા માટે આવી હતી અને ત્યાં એક મોટું ગમાષણ યુદ્ધ થાય છે આખરે રાજકુમાર યુદ્ધ જીતી જાય પણ ઘણો ગાયલ થઇ ગયો હોવાથી તે ધરતી પર ઢળી પડે છે અને રાજકુમારી તેને લઈ પોતાના રાજમહેલ માં લઇ જાય છે
ત્યાંના રાજા ને બધી હકીકત જણાવે છે અને કહે છે આ આપણા રાજ્ય માં દુશ્મની ખતમ કરવા માટે આવેલો હતો અને રાજા પણ તેને બધી દુશ્મની ભુલાવી અને પોતાના સાહી વૈદ ને બોલાવી ને તે રાજકુમાર ને સારી દવા ચાકરી કરી ને તેને સાજા થવાની રાહ જોવાય છે અને રાજકુમાર સાજો થઇ જાય છે અને પંડિત ને બોલાવી ને રાજકુમાર અને રાજકુમારી સગાઈ થાય છે અને તે વિવાહ કરી રાજકુમાર પોતાના મહેલ માં પાછો ફરે બધા આશ્રર્ય થી જુએ છે અને તેના પિતાજી આવી અને તેના પુત્ર ને ભેટી પડે છે પછી ધામધૂમ થી તેને રાજા બનાવવા માં આવે છે અને પછી તે પોતાના મહેલ માં રાજી ખુશી જીવન વિતાવે છે
દોસ્તો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે...
લી .કિરણ ડાભી