બધા એકબીજા ની સામે જુએ છે ડો. રજત બોલે છે ,
‘ આ જાણકારી તો આપણને મિસ. ઋજુતા સિવાય કોઈ ન આપી શકે. નીયા અને ખુશી સાથે બીજા કોઈ નો જીવ જોખમ માં મુકાય તે પહેલાં હું અને તપન જઈએ છીએ મિસ.ઋજુતા પાસે જો તે હજુ અસ્વસ્થ અનુભવી ન રહ્યા હોય તો હું હોસ્પિટલ ના સ્ટાફ ને વાત કરી ને તેમનો બેડ મારી ઓફીસ માં લેવડાવી લઉં જેથી તેમને પણ આરામ રહે અને આપણને હકીકત ખબર પડે.’
‘ અને હા, કાનજીભાઈ તમે જલ્દી થી વધારે મામલો બગડે તે પહેલા તમારા ભાઈ ને અહી બોલાવી લો.’
‘ મારા ભાઈ ને હું જાતે જ જઈ ને તાત્કાલિક અહી લઈ આવું છું તમે ચિંતા ન કરો સાહેબ.’ આમ કહી ને કાનજીભાઈ તેમના ભાઈ ને લેવા માટે નીકળી જાય છે.
તેમજ તપન ને ડો. રજત પણ મિસ. ઋજુતા ની મુલાકાત અને ઓફીસ માં સ્થાનાંતર કરવા માટે નીકળી જાય છે.
નેહા રડમસ અવાજે જય ને પૂછે છે ,
‘કેમ છે હવે નીયા ને? તેની સાથે આવું શા માટે થઈ રહ્યું છે?'
‘ તેની હાલત નથી સારી અને બીજી એક વાત હું તને જણાવવા જઈ રહ્યો છું શાંતિ થી સંભાળજે ,
‘નીયા જ્યારે મારા ઘરે આવી ત્યારે તેના કપડા લોહી થી લથબથ હતા. કોઈ એ તેને જોઈ હશે તો મુસીબત થઈ જશે.’
‘કાલે રાત્રે તેણે એક ગાર્ડ ને અમારી સામે મારી નાખ્યો છે એટલે તેના કપડાં લોહી વાળા હશે.’
‘ ના, નેહા તેના કપડા પર તાજુ લોહી હતું. મે તરત જ તેના કપડા કઢાવી ને તે રૂમ પર આવે ત્યારે નાઈટ ડ્રેસ પહેરતી હતી તે પહેરાવી દીધો હતો.’
‘ તો તું એમ કહેવા માંગે છે કે રસ્તા માં આવતી વખતે તેણે કોઈ ને…..’ આટલું બોલી ને નેહા એકદમ ચૂપ થઈ જાય છે.
‘ હા, હું એમ જ કહેવા માંગુ છું. મે તેના તે કપડા અહી આવતા રસ્તા માં આવતી નદી માં વહાવી દીધા છે, અને તે બીજા કોઈ ને નુકશાન ન પહોંચાડે માટે હું તેને ઘેન ના ઇન્જેકશન નો મોટો ડોઝ આપી ને આવ્યો છું.’
‘ હે ભગવાન…’ આટલું બોલી ને નેહા માથા પર હાથ મૂકીને બેસી જાય છે.
ઓફીસ નો દરવાજો ખૂલે છે અને તપન અને ડો. રજત બે વોર્ડબોય સાથે મિસ. ઋજુતા ને સ્ટ્રેચર માં અંદર લાવે છે. ઓફીસ માં યોગ્ય જગ્યા એ મિસ.ઋજુતા ને ગોઠવી ને વોર્ડબોય ત્યાં થી જતા રહે છે.
ડો.રજત બોલે છે ,
‘ મિસ.ઋજુતા તમારે આપણે અધૂરી રહેલી વાત અત્યારે જ જલ્દી થી કહેવી પડશે.કારણકે પરિસ્થિતિ ખૂબ ખરાબ થતી જાય છે.’
મિસ.ઋજુતા એકદમ ધીમા આવજે બોલે છે ,
‘ આપણી વાત અધૂરી હતી પેલી રેકોર્ડ બુક થી, જે મે વાંચી અને મારી આંખ માં થી આંસુ આવી ગયા.’
મિસ. ઋજૂતા આટલું બોલે છે ત્યાં જ ઓફીસ નો દરવાજો ખૂલે છે. બધા દરવાજા તરફ જુએ છે. કાનજીભાઈ તેમના ભાઈ પિયુષ ભાઈ ને લઈ ને આવી ગયા હોય છે. પિયુષભાઈ બધા ને હાથ જોડી ને પ્રણામ કરે છે અને કહે છે,
‘ નાનકા એ મને વાત કરી તમે લોકો ચિંતા ન કરો આના કરતા પણ જિદ્દી અને ખતરનાક ભૂતડા ઓ ને મે ભગાડ્યા છે, તમને ખબર હોય તો મને આ આત્મા વિશે થોડી માહિતી આપો જેથી મારે તે માહિતી મેળવવા સમય બરબાદ ન કરવો પડે.’
પ્રણામ કરી ને ડો.રજત કહે છે ,
‘ વડીલ, મિસ.ઋજુતા આપણને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. તે આ આત્મા વિશે ઘણું બધું જાણે છે.’
પિયુષભાઈ બોલે છે,
‘હવે તમે નિશ્ચિંત થઈ ને જે કહેવું હોય તે કહો હું અહી છું ત્યાં સુધી તે અહી નહિ આવી શકે.’
મિસ. ઋજુતા વાત ચાલુ કરે છે…
ક્રમશઃ