‘ઋજુતા, તારી આટલી હિંમત, હું તો તને મારી હમદર્દ સમજતી હતી અને તું આ બધા ને બધું કહેવા બેસી ગઈ હવે તને પણ જીવતી રાખવાનો કોઈ અર્થ નથી. તે મને આપેલું વચન તોડ્યું છે.’
આટલું બોલી ને ખુશી મિસ. ઋજુતા ને ટેબલ પર પછાડવા લાગે છે.
બધા ડરી ને એકતરફ થઈ જાય છે પણ કાનજીભાઈ ફરી થી ખુશી ની સામે જઈ ને તેને વાળ પકડી ને મિસ.ઋજુતા થી દુર કરે છે.
ખુશી દૂર ફેંકાઈ જાય છે અને ગુસ્સા માં ચીસ પાડે છે,
‘આ ગાર્ડ ને હું જોઈ લઈશ તેની એટલી હિંમત કે તે મારી સામે થાય છે.’
તેને જવાબ આપતા ગાર્ડ બોલે છે,
‘લે જોઈ લે ને તારા થી થતું હોય તે કર ને હું આ તારી સામે ઊભો. એમ કેમ નથી કહેતી કે તું મને કંઈ કરી નથી શકતી.’
ખુશી અત્યંત ગુસ્સા માં,
‘હા, તને જોઈ જ લઈશ હું આવીશ ફરી થી આવીશ અને તેને પણ તડપાવી ને મારીશ.’
આટલું બોલી ને આત્મા ખુશી ના શરીર ને છોડી દે છે. મિસ.ઋજુતા ને ટેબલ સાથે પટકવા થી તેને ખૂબ લોહી વહી રહ્યું હોય છે. બધા તેમને તાત્કાલિક સારવાર માટે કોલેજ ની હોસ્પિટલ માં લઇ જાય છે. ડો.રજત હાજર દરેક વ્યક્તિ ને બનેલા બનાવ ને ગુપ્ત રાખવા વિનંતી કરે છે.
મિસ.ઋજુતા બનેલા બનાવ ને લીધે ખૂબ માનસિક તણાવ માં જણાય છે માટે બધા તેમને આરામ કરવાનું કહી ને ફરી થી પ્રિન્સિપાલ સાહેબ ની ઓફીસ માં પાછા ફરે છે. પ્રિન્સિપાલ સાહેબ નેહાં ને બાજુ પર બોલાવી ખુશી ને તેના રૂમ માં આરામ કરવા મૂકી ને આવવાનું જણાવે છે. પરિસ્થિતિ ની ગંભીરતા જોઈ ને નેહા તાત્કાલિક ખુશી ને તેના રૂમ માં મૂકી આવે છે. ખુશી આ વાત ને માનવા તૈયાર હોતી નથી પણ નેહા તેને જેમતેમ કરી ને મનાવી લે છે,અને ડો.રજત ની ઓફીસ માં પરત ફરે છે.
નેહા ઓફીસ માં પહોંચે છે, ડો.રજત બધા ને સંબોધતા કહે છે,
‘અત્યારે જે બનાવ બની રહ્યા છે તે મુજબ પરિસ્થિત ખૂબ જ ખરાબ છે.’
‘ પરિસ્થિતિ તો ખરાબ છે જ અને હું કોઈ બીજા ગાર્ડ નો જીવ જોખમ માં ન મુકી શકું માટે આજ થી જ્યાં સુધી આ મામલો શાંત ન થાય ત્યાં સુધી નાઈટ ડ્યુટી હું જ કરીશ.’ કાનજીભાઈ બોલે છે.
‘મને તો સૌથી વધારે ચિંતા હવે નીયા ની થાય છે. કાલે રાત્રે મે અને તપન એ લાઇબ્રેરી માં જોઈ હતી પછી ખબર પણ નથી કે તે ક્યાં છે? જીવ છે કે પછી….’ આટલું બોલી ને નેહા રડવા લાગે છે.
કાનજીભાઈ તેને સાંત્વના આપતા કહે છે ,
‘ દીકરી, તું ચિંતા ન કર નીયા ને કશું જ નહિ થયું હોય, મારા મોટા ભાઈ આ ભૂત પ્રેત ને ભગાડવા માં નિષ્ણાંત છે. આપડે જરૂર પડશે તો તેમની મદદ લઈશું.’
આ સાંભળી ને ડો. રજત તરત જ બોલે છે,
‘ તો રાહ જોયા વગર તાત્કાલિક તમારા ભાઈ ને અહી બોલાવો આ મામલો જેટલો જલ્દી પૂર્ણ થાય તેટલું સારું.’
ઓફીસ નું બારણું અંદર થી બંધ હોય છે, બહાર થી કોઈ બારણું ખોલવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવુ લાગે છે. તાત્કાલિક બધા ની નજર દરવાજા તરફ જાય છે. દરવાજો અંદર થી બંધ હોવા ને લીધે ખૂલતો નથી. બધા થોડા ડરી ગયા હોય છે. દરવાજા પર હવે દસ્તક થાય છે. કાનજીભાઈ તરત ઉભા થઇ ને દરવાજો ખોલી દે છે. કોઈ અજાણ્યો માણસ પાટાપિંડી કરેલી હાલત માં સામે ઊભો હોય છે.
કાનજીભાઈ તેને થોડા ભારે અવાજ માં પૂછે છે,
‘બોલો ભાઈ કોનું કામ છે? સાહેબ મિટિંગ માં વ્યસ્ત છે.’
‘મારે નેહા ને અને તપન ને મળવું છે.'
આટલું સાંભળતા ની સાથે જ તરત નેહા ઊભી થાય છે ને કહે છે ,
‘ કાનજીભાઈ, આ જય છે તેને અંદર આવવા દો.’
કાનજીભાઈ જય ને અંદર લઇ ને તરત દરવાજો બંધ કરી દે છે.
‘નેહા ડો. રજત ને જય ની ઓળખાણ આપે છે.’
તપન પૂછે છે ,
‘ તું અત્યારે અહી કેવી રીતે આવ્યો? તારે તો સખત આરામ ની જરૂર છે’
જય પ્રતીઉત્તર માં જણાવે છે ,
‘ મારે આરામ ની જરૂર છે તેના કરતાં નીયા ને મારી વધારે જરૂર છે.’
નેહા તરત જ બોલી ઊઠે ,
‘ નીયા, ક્યાં છે નીયા..કાલે રાત પછી મે તેને જોઈ જ નથી.’
‘ નીયા અત્યારે મારા રૂમ પર આરામ કરે છે તેની હાલત ખરાબ છે. હું નેહા ને શોધતો શોધતો હોસ્ટેલ ગયો હતો ત્યાં ખુશી એ મને જણાવ્યું કે તમે લોકો અહી સાહેબ ની ઓફીસ માં છો માટે હું અહી આવ્યો.’
‘ આજે સવારે તપન ના ગયા પછી મારા દરવાજા પર દસ્તક થઈ. મે દરવાજો ખોલ્યો તો સામે નીયા હતી. તે ખૂબ ડરેલી લાગતી હતી મે તેને અંદર બોલાવી. હું તેની બાજુ માં બેઠો તે રડવા લાગી અને મારી સાથે જે થયું તેના માટે સોરી કહેવા લાગી. મે તેને શાંત પાડી અને હું તેની માટે કોફી બનાવવા ગયો. નીયા એ મારી હાલત જોઈ ને મને બેસાડી દીધો અને કહ્યું કે તે બંને માટે કોફી બનાવશે.’
અચાનક રસોડા માં થી મને કઈક બળવા ની દુર્ગંધ આવી મે નીયા ને બુમ પાડી પણ તેનો કોઈ પ્રતિસાદ ન મળ્યો. મને લાગ્યું કે કઈક તો પ્રોબ્લેમ છે જ માટે હું ઊભો થઈ ને રસોડા માં ગયો. મે જોયુ તો નીયા નું ટોપ સળગતું હતું. મે તેને બુજવવાનો પ્રયત્ન કર્યો પણ અચાનક તેમાં પેલી દુષ્ટ આત્મા આવી ગઈ તેણે મારો હાથ પકડી લીધો અને બોલવા લાગી,
‘તારી હિંમત કેવી રીતે થઈ મારા શરીર ને સ્પર્શ કરવાની?’
મે પણ તેને જોરદાર પકડી અને ખેચી ને હોલ માં લઇ આવ્યો તે મારો પ્રતિકાર કરતી રહી પણ મને લાગ્યું કે તેનું બળ ઓછું જાય છે હું નીયા ને ઢસડી ને હોલ માં લાવ્યો ત્યાં પડેલા સોફા ના કપડાં વડે મે તેની આગ બુઝાવી. તેનું આખું ટોપ બળી ગયું હતું અને તે બેભાન હતી. મે તેનું બળેલું ટોપ કાઢી ને દાઝેલા ભાગ પર બરનોલ લગાવી ને મારો શર્ટ પહેરાવી દીધો અને સોફા પર સુવડાવી દીધી. થોડી વાર માં નીયા ને ભાન આવી જાય છે તે ફરી થી રડવાનું ચાલુ કરે છે. હું તેને સાંભળવાનો પ્રયત્ન કરતો હોય છે પણ તે માત્ર એટલું જ બોલ્યા કરતી હોય છે.
‘મને બચાવી લે જય પેલી મને મારી નાખશે. મારા શરીર માં થી જતા પહેલા તે મને આજે રાત્રે મારી નાખવાની છે તેવું વિચારતી હતી. અચાનક તે મને ઢસડી ત્યારે તેનો મારા મગજ અને શરીર પર નો કાબૂ ઓછો થઈ ગયો હોય તેવુ લાગ્યુ. તે તારા થી ડરે છે જય.’
‘ તું મને જાણવી શકે કે શા માટે તે મારા થી ડરે છે?’
‘ એ તો મને ખબર નથી પણ તે તારા થી ડરે છે, તું જ મને બચાવી શકે છે. પ્લીઝ તું નેહા ને એ જણાવી દે કે આજે તે ખુશી ને પણ મારવાની છે.’
‘ તું શું વાત કરે છે? હું અત્યારે જ હોસ્ટેલ જાઉં છું તું અહી આરામ કર’ આમ કહી ને હું તાત્કાલિક અહી આવી ગયો અને હું ખુશી ને મળ્યો પણ મને ન લાગ્યું કે તેને આ કહેવું હિતાવહ છે માટે હું તમારી પાસે આવ્યો. પણ મને એ નથી સમજાતું કે ,
‘ તે આત્મા મારા થી શા માટે ડરે છે?’
ક્રમશઃ